પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેનેડા પ્રધાનમંત્રી મહામહિમ જસ્ટિન ટ્રૂડે વચ્ચે ટેલીફોન પર ચર્ચા

Posted On: 16 JUN 2020 10:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેનેડા પ્રધાનમંત્રી મહામહિમ જસ્ટિન ટ્રૂડે સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી.

બંને નેતાઓએ કોવિડ-19 અંગે પોત પોતાના દેશમાં ઉભી થઇ રહેલી પરિસ્થિતિ અંગે એકબીજાને માહિતગાર કર્યા હતા અને આરોગ્ય તેમજ આર્થિક કટોકટીની સમસ્યાઓ ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરી હતી.

તેઓ વાતે સંમત થયા હતા કે, ભારત અને કેનેડા વચ્ચેની ભાગીદારી કોવિડ પછીની દુનિયામાં વૈશ્વિક ચર્ચામાં માનવીય મૂલ્યોને આગળ લાવવા સહિત એકંદરે બહેતર સ્થિતિનું નિર્માણ કરવા માટે નવું બળ પૂરું પાડી શકે છે.

બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, WHO સહિત બહુપક્ષીય સંસ્થાઓને વધુ મજબૂત કરવાની જરૂર છે અને તેઓ વાતે પણ સંમત થયા હતા કે, વિવિધ આંતરરાષ્ટ્રીય મંચ પર આરોગ્ય, સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર બંને દેશો સાથે મળીને નીકટતાપૂર્વક કામ કરશે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ તાજેતરના દિવસોમાં ઉભી થયેલી પરિસ્થિતિમાં કેનેડામાં વસતા ભારતીયોને કેનેડાના સત્તાધીશો દ્વારા મદદ કરવામાં આવી તેમજ તેમને ભારત પરત ફરવા માટે જે પ્રકારે વ્યવસ્થા કરી આપવામાં આવી તેની ખૂબ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી ટ્રૂડેએ પણ ભારતમાં વસતા કેનેડાના લોકોને ભારત સરકાર દ્વારા જે સહકાર અને સુવિધા આપવામાં આવી તે માટે ભારતનો આભાર વ્યક્ત માન્યો હતો.

બંને નેતાઓ વાતે સંમત થયા હતા કે, આગામી દિવસોમાં પણ તેઓ પારસ્પરિક વિચારવિમર્શ કરવાનું ચાલુ રાખશે. તેઓ સંમત થયા હતા કે, મોટા અર્થતંત્રો લોકશાહી મૂલ્યો સાથે જોડાયેલા હોવાથી, ભારત અને કેનેડા વચ્ચે સંખ્યાબંધ વૈશ્વિક મુદ્દાઓ પર સહજ રીતે એકતાની ભાવના છે.

 

GP/DS


(Release ID: 1632090) Visitor Counter : 253