પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિઆના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. જ્હોન પોમ્બે જોસેફ મગુફુલી સાથે ટેલીફોન પર ચર્ચા કરી
Posted On:
12 JUN 2020 8:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિઆના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. જ્હોન પોમ્બે જોસેફ મગુફુલી સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ જુલાઇ 2016માં દાર-એ-સલામ ખાતેની પોતાની મુલાકાતના સ્મરણો ઉષ્માભેર તાજા કર્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, તાન્ઝાનિયા સાથે પરંપરાગત મૈત્રીનું બંધન ભારત માટે ખૂબ જ મહત્વનું છે. તાન્ઝાનિયાની સરકાર અને લોકોની મહત્વાકાંક્ષાઓ તેમજ જરૂરિયાત પ્રમાણે તાન્ઝાનિયાની વિકાસની સફરમાં ભાગીદારી માટે ભારત પ્રતિબદ્ધ છે તે બાબતનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો.
તાન્ઝાનિયામાં રહેતા ભારતીય નાગરિકોને કોવિડ-19 મહામારીની સ્થિતિમાં વતન પરત લાવવા માટે તાન્ઝાનિયાની સરકારે મદદ કરી તે બદલ પ્રધાનમંત્રીએ ડૉ. મગુફુલીનો આભાર વ્યક્ત કર્યો હતો.
બંને નેતાઓએ એકંદરે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. બંને દેશો વચ્ચે વધતી વિકાસની ભાગીદારી, શૈક્ષણિક જોડાણો અને ભારત તેમજ તાન્ઝાનિયા વચ્ચે રોકાણના પ્રવાહો અંગે બંને નેતાઓ સંતોષ વ્યક્ત કર્યો હતો અને આ વલણોને હજુ પણ આગળ લઇ જવાની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ આ વર્ષમાં તાન્ઝાનિયામાં આવી રહેલી રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણીઓ માટે મહમહિમ રાષ્ટ્રપતિ મગુફુલી અને તાન્ઝાનિયાના લોકોને પોતાના તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
GP/DS
(Release ID: 1631300)
Visitor Counter : 307
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam