પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કમ્બોડિયાના પ્રધાનમંત્રી મહામહિમ સામદેક અક્કા મોહા સેના પડેઇ ટેકો હુન સેન વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

Posted On: 10 JUN 2020 8:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કમ્બોડિયાના પ્રધાનમંત્રી મહામહિમ સામદેક અક્કા મોહા સેના પડેઇ ટેકો હુન સેન વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ હતી.

બંને નેતાઓએ કોવિડ-19 મહામારીના મુદ્દે ચર્ચા કરી હતી. તેઓ સંમત થયા હતા કે, બંને દેશો એકબીજાના દેશોમાં વસતા તેમના લોકોને સ્વદેશ પરત ફરવામા તેમજ તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં સહકાર આપવાનું ચાલુ રાખશે.

પ્રધાનમંત્રીએ કમ્બોડિયા સાથેના સંબંધો વધુ મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને સહિયારા ભારતીય સાંસ્કૃતિક તેમજ સામાજિક જોડાણો સાથો કમ્બોડિયા એક મહત્વનું આસિયાન સભ્ય હોવાનું જણાવ્યું હતું.

બંને નેતાએ બંને દેશો વચ્ચે મજબૂત વિકાસની ભાગીદારીની સમીક્ષા કરી હતી જેમાં ITEC યોજના હેઠળ ક્ષમતા નિર્માણ કાર્યક્રમ અને મેકોંગ- ગંગા સહકાર માળખા અંતર્ગત ત્વરિત પ્રભાવ પરિયોજનાઓ અંગે પણ ચર્ચા થઇ હતી.

કમ્બોડિયાના પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, કમ્બોડિયાના ભારત સાથેના સંબંધો ખૂબ મહત્વના છે. પ્રધાનમંત્રીએ તેમની લાગણીનો સ્વીકાર કરીને સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને ભારતની એક્ટ ઇસ્ટ નીતિમાં કમ્બોડિયાની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

 

GP/DS


(Release ID: 1630746)