PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 10 JUN 2020 6:10PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

Date: 10.06.2020

 

 

 

Released at 1900 Hrs

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ; સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય દર્દીઓની સંખ્યા કરતા વધી ગઇ; ICMR દ્વારા 50 લાખથી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું; 6 શહેરોમાં કોવિડ-19નું વ્યવસ્થાપન કરવામાં રાજ્યોને મદદરૂપ થવા માટે કેન્દ્રની ટીમો નિયુક્ત કરવામાં આવી

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 5,991 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,35,205 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે જ્યારે કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 1,33,632 છે. દેશમાં પહેલી વખત સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસોની સંખ્યા કરતા વધુ નોંધાઇ છે. આ સાથે દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 48.88% નોંધાયો છે. ઉપરાંત, ICMR દ્વારા અત્યાર સુધીમાં કુલ 50 લાખથી વધુ સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે; આજના દિવસ સુધીમાં કુલ 50,61,332 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં, ICMR દ્વારા 1,45,216 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ચેપગ્રસ્ત લોકોમાં નોવલ કોરોના વાયરસનું નિદાન કરવા માટે ICMR દ્વારા સતત તેમની પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી રહી છે. દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરી વધારીને 590 અને ખાનગી લેબોરેટરી વધારીને 233 (કુલ 823 લેબોરેટરી) કરવામાં આવી છે.

મુંબઇ, અમદાવાદ, ચેન્નઇ, કોલકાતા, દિલ્હી અને બેંગલુરુ આ છ શહેરમાં કોવિડ-19ના કેસોની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં વધી રહી હોવાથી કોવિડ-19ના નિયંત્રણ માટે લેવામાં આવેલા જાહેર આરોગ્યના પગલાંઓની સમીક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગો અને મ્યુનિસિપલ આરોગ્ય અધિકારીઓને ટેકનિકલ સહાય પૂરી પાડવા આશયથી કેન્દ્ર દ્વારા ટીમો નિયુક્ત કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630675

 

રાજ્ય સરકારો દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે અધિસૂચિત કરેલી તમામ CGHS પેનલબદ્ધ હોસ્પિટલોમાં CGHSના લાભાર્થીઓને સારવારની સુવિધા મળશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આ આદેશ અનુસાર CGHS પેનલબદ્ધ હોસ્પિટલ, જેમને રાજ્ય સરકારો દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે અધિસૂચિત કરવામાં આવી છે, તે કોવિડ સાથે સંબંધિત તમામ સારવારો માટે CGHSના માપદંડો અનુસાર CGHSના લાભાર્થીઓને સારવારની સુવિધાર પુરી પાડશે. આજ રીતે તે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે તમામ CGHS પેનલબદ્ધ હોસ્પિટલો, જેમને કોવિડ હોસ્પિટલ તરીકે અધિસૂચિત કરવામાં આવી નથી, તે CGHSના લાભાર્થીઓને સારવારની સુવિધા આપવા / દાખલ કરવાનો ઇનકાર કરશે નહીં અને અન્ય તમામ સારવાર માટે CGHSના માપદંડો અનુસાર જ ફી વસૂલશે. આ દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરવા પર તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630670

 

લૉકડાઉનનો અમલ દૂર કરવામાં આવ્યો હોવાથી રેલવેની માલવહન સેવાએ ફરી પરિવહનમાં ગતિ વધારી

કોવિડ-19ના કારણે દેશવ્યાપી લૉકડાઉનના અમલ અને તે પછીના તબક્કામાં સમગ્ર દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો પહોંચી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવે તેની માલવહન અને પાર્સલ સેવાના માધ્યમથી સતત પ્રયાસો કરી રહી છે. દેશવાસીઓને સમયસર આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો પહોંચાડવાનું સુનિશ્ચિત કરવું એ ખાસ કરીને ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે જરૂરી હોવાથી, ભારતીય રેલવેએ સફળતાપૂર્વક તેમની માલવહન સેવા અવિરત ચાલુ રાખી અને આ બંને ક્ષેત્રના લોકોની જરૂરિયાતો સંતોષવામાં સફળ રહ્યું છે. મે મહિનામાં, ભારતીય રેલવેએ 82.27 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓનું વહન કર્યું હતું જ્યારે એપ્રિલ 2020માં 65.14 મિલિયન ટન વસ્તુઓનું પરિવહન કર્યું હતું, જેથી એપ્રિલની તુલનાએ મે મહિનામાં 25% વધુ માલનું પરિવહન કરવામાં આવ્યું હતું. 1 એપ્રિલ 2020થી 9 જૂન 2020 સુધીમાં, ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં તેની 24X7 માલવહન સેવા દ્વારા 175.46 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કર્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630647

 

પ્રધાનમંત્રીએ કેદારનાથ પુનર્નિર્માણ પરિયોજનાની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથ ધામ વિકાસ અને પુનર્નિર્માણ પરિયોજનાની આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરાખંડ સરકાર સાથે સમીક્ષા કરી હતી. આ તીર્થસ્થળના પુનર્નિર્માણની પોતાની પરિકલ્પના અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કેદારનાથ અને બદ્રીનાથ જેવા પવિત્ર સ્થળોના વિકાસની પરિયોજનાઓની સંકલ્પનાની સાથે તેની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવી જોઇએ જે સમયની કસોટીમાં પાર ઉતરે, પર્યાવરણને અનુકૂળ હોય અને પ્રકૃતિ તેમજ આસપાસના વાતાવરણની સાથે તાલમેલ બેસાડેલો હોય. વર્તમાન સ્થિતિના કારણે આ તીર્થસ્થળોમાં પર્યટકો તેમજ શ્રદ્ધાળુઓની સંખ્યામાં અગાઉની સરખામણીએ ઘટાડો થયો છે તેને ધ્યાનમાં રાખતા, પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, વર્તમાન સમયમાં શ્રમિકોની યોગ્ય ફાળવણી દ્વારા પડતર કાર્યો પૂરા કરવા માટે સમયનો સદુપયોગ કરી લેવો જોઇએ અને સાથે સાથે યોગ્ય સામાજિક અંતરના માપદંડોનું પાલન થાય તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. આમ કરવાથી આવનારા વર્ષોમાં પર્યટકોની સંખ્યામાં વૃદ્ધિ જાળવી રાખવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ તૈયાર કરવામાં મદદ મળશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630671

 

ખાનગી ક્ષેત્રને તેમની ક્ષમતામાં સુધારો કરવા માટે ઇસરોની સુવિધાઓ અને અન્ય સંબંધિત અસ્કયામતોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે: ડૉ. જીતેન્દ્રસિંહ

મોદી સરકારની બીજી ટર્મના પ્રથમ વર્ષમાં અવકાશ ટેકનોલોજી ક્ષેત્રે ભારતે હાંસલ કરેલી સિદ્ધિઓની માહિતી આપતા ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, નાણામંત્રીએ જણાવ્યા અનુસાર, મોદી સરકારના આત્મનિર્ભર ભારતની રૂપરેખા ભારતને સ્વનિર્ભરતા તરફ દોરી જાય છે, જેમાં અવકાશ સંબંધિત પ્રવૃત્તિઓમાં ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે પહેલ હાથ ધરવામાં આવી છે. ભારતીય ખાનગી ક્ષેત્રને ભારતની અવકાશ ક્ષેત્રની સફરમાં સહ-પ્રવાસી બનાવવામાં આવશે. કોરોના વાયરસ મહામારીના સમય દરમિયાન પણ, ઇસરોના વૈજ્ઞાનિકો આવશ્યક તબીબી ઉપકરણો, સુરક્ષાત્મક કીટ્સ અને અન્ય ઉપકરણો આપવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ શોધવામાં સતત સંકળાયેલા રહ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630524

 

પ્રધાનમંત્રી અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ મહામહિમ રોડ્રિગો ડુટર્ટે સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી અને કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે બંને દેશોની સરકારોએ લીધેલા પગલાં અંગે બંને મહાનુભવોએ વાર્તાલાપ કર્યો હતો. બંને નેતાઓએ વર્તમાન આરોગ્ય કટોકટીની સ્થિતિમાં એકબીજાના દેશોમાં વસતા પોતાના દેશવાસીઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે અને તેમને સ્વદેશ મોકલવાની કાર્યવાહીમાં બંનેની સરકારોએ આપેલા સહકારની પ્રશંસા કરી હતી. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ ફિલિપાઇન્સમાં ભારતે મોકલેલા આવશ્યક ફાર્માસ્યુટિલના પૂરવઠાની પણ પ્રશંસા કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630594

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે તમામ ડૉક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, મ્યુનિસિપલ, પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓએ કોરોના વાયરસ સામે લડવા માટે સક્રિયતાપૂર્વક જે પ્રકારે સખત પરિશ્રમ કર્યો અને તેના કારણે સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો થયો તે બદલ સૌનો આભાર માન્યો હતો. જોકે, તેમણે એમ પણ ભારપૂર્વક કહ્યું હતું કે, જિલ્લા અધિકારીઓએ હજુ પણ અન્ય રાજ્યોમાંથી આવી રહેલા લોકો પર ચાંપતી નજર રાખવી પડશે જેથી કોઇને ચેપ લાગેલો હોય તો વહેલી તકે ખબર પડે અને બીમારીને નિયંત્રિત કરી શકાય. પ્રશાસકે અગ્ર આરોગ્ય સચિવને નિર્દેશો આપ્યા હતા કે, હવે સરહદો ખુલ્લી કરવામાં આવી હોવાથી જો કેસોની સંખ્યામાં અચાનક વધારો થાય તો, દર્દીઓને તાત્કાલિક દાખલ કરી શકાય તેમ માટે તેઓ તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોને તૈયાર રાખે.
  • હરિયાણા: હરિયાણાની સરકારે રાજ્યમાં જિલ્લાઓમાં ઓછામાં ઓછા બે દિવસ અને બે રાત્રીની મુલાકાત લઇને વર્તમાન વ્યવસ્થાઓની દેખરેખ અને સમીક્ષા કરવા માટે વરિષ્ઠ અધિકારીઓને નિયુક્ત કર્યા છે અને કોવિડ-19ના પ્રસારના દરનું વિશ્લેષણ કરીને તેના આધારે ભવિષ્યની વ્યવસ્થાઓનું આયોજન કરવા જણાવ્યું છે. સંબંધિત અધિકારીઓ સુનિશ્ચિત કરશે કે, જિલ્લામાં તમામ પોલીસ અધિકારીઓ, ULB, આરોગ્ય અને તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગોને સક્રિય કરવામાં આવે અને કોવિડ-19 સામે લડવા માટે તેમને પ્રેરિત કરવામાં આવે.
  • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં કોવિડ-19ના નવા 2,259 કેસો નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 90,787 થઇ ગઇ છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કોવિડ-19ના કારણે વધુ 120 લોકોના મૃત્યુ થયા હોવાથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 3289 થઇ ગયો છે. અત્યાર સુધીમાં 42,638 દર્દીઓ કોરોના વાયરસથી સાજા થઇ ગયા છે જેમાં છેલ્લા 24 કલાકમાં 1663 દર્દીઓ સાજા થયા છે. બીજી તરફ મુંબઇમાં, નવા 1015 કેસ નોંધાયા છે જેથી અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ કેસ 50,878 થઇ ગયા છે. શહેરમાં વધુ 58 દર્દીઓ કોરોનાની બીમારીથી મૃત્યુ પામ્યા હોવાથી કુલ 1,758 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. મુંબઇમાં હવે નોંધાયેલા કુલ કેસની સંખ્યા જ્યાંથી કોરોના વાયરસની બીમારીનો ઉપદ્રવ શરૂ થયો હતો તે, ચીનના વુહાન શહેર કરતા વધી ગઇ છે. જોકે, આશાનું કિરણ છે કે, મુંબઇમાં કેસ બમણા થવાનો દર વધીને 23 દિવસ થઇ ગયો છે અને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કેસ બમણા થવાનો દર વધીને 48 દિવસ થયો છે. વધુમાં, છેલ્લા સાત દિવસમાં ધારાવીમાં કોરોના વાયરસથી કોઇ વ્યક્તિનું મોત નોંધાયું નથી.
  • ગુજરાત: ગુજરાતમાં કોવિડ-19ના વધુ 470 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસનો આંકડો વધીને 21044 થયો છે જેમાંથી 5336 દર્દીઓ હાલમાં સક્રિય છે. રાજ્યના હોટસ્પોટ અમદાવાદમાં નવા 331 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19ના કારણે કુલ મૃત્યુઆંક વધીને 1,313 થઇ ગયો છે જેમાં મંગળવારે 33 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. બીજી તરફ, 409 દર્દીઓએ સાજા થતા તેમને હો