પર્યાવરણ અને વન મંત્રાલય

આગામી પાંચ વર્ષમાં સમગ્ર દેશમાં 200 ‘નગર વન’નું નિર્માણ કરવા માટે શહેરી વનીકરણ યોજના શરૂ કરવામાં આવી


શહેરી વનીકરણથી ગ્રામ્ય વનની પ્રાચીન પરંપરા શહેરોમાં પુનર્જિવિત થશે: શ્રી પ્રકાશ જાવડેકર

Posted On: 05 JUN 2020 1:27PM by PIB Ahmedabad

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, સરકારે આજે આગામી પાંચ વર્ષમાં સમગ્ર દેશમાં 200 શહેરી વન વિકસાવવા માટે નગર વન યોજનાનો અમલ કરવાની જાહેરાત કરી હતી જેમાં લોકભાગીદારી અને જંગલ ખાતા, મ્યુનિસિપલ સંગઠનો, NGO, કોર્પોરેટ્સ અને સ્થાનિક લોકો વચ્ચે સહકાર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ (WED)ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના પર્યાવરણ કાર્યક્રમ (UNEP) દ્વારા જાહેર કરવામાં આવેલી થીમને કેન્દ્ર સ્થાને રાખીને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે તેના અનુસંધાનમાં કેટલાક કાર્યક્રમોનું આયોજન કરે છે. વર્ષની થીમજૈવ વિવિધતાછે. પ્રવર્તમાન કોવિડ-19 મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને મંત્રાલય દ્વારા વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગર વન (શહેરી વનીકરણ)ની થીમને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી હતી.

શહેરી વનીકરણના શ્રેષ્ઠ આચરણો દર્શાવતી માહિતી પત્રિકાનું વિમોચન અને નગર વન યોજનાની જાહેરાત કરતી વખતે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, જંગલો શહેરોના ફેફસાની ભૂમિકા નિભાવશે અને શહેરી વિસ્તારોમાં વનીકરણ જમીન અથવા સ્થાનિક શહેરી વિકાસ સંગઠનો દ્વારા આપવામાં આવેલી જમીન પર પ્રાથમિકરૂપે તેને વિકસાવવામાં આવશે. જૈવ વિવિધતાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવેલી વર્ષની થીમ એટલે કે, “હવે પ્રકૃતિનો વારો” (ટાઇમ ફોર નેચર) પર વિશેષ ભાર મૂકતા શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે, “પાયાનો સિદ્ધાંત છે કે જો આપણે પ્રકૃતિનું રક્ષણ કરીશું તો, પ્રકૃતિ આપણું રક્ષણ કરશે.”

આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે એક ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે, પૂણેવાસીઓ કેવી રીતે જંગલ ખાતા અને સ્થાનિક સંગઠનો સાથે મળીને 16.8 હેક્ટરના વેરાન ટેકરીઓના વિસ્તારને હરિયાળા જંગલમાં ફેરવી દીધો. આજે, જંગલ 23 પ્રકારની વનસ્પતિની પ્રજાતિ, 29 પ્રજાતિના પક્ષીઓ, 15 પ્રજાતિના પતંગીયા, 10 પ્રજાતિના સરીસૃપો, 3 પ્રજાતિના સસ્તન પ્રાણીઓની વિવિધતા ધરાવે છે. આટલું નહીં, શહેરી વનીકરણ પરિયોજનાથી પરિસ્થિતિકીય સંતુલન જાળવવામાં મદદ મળે છે અને પર્યાવરણ તેમજ સામાજિક બંને જરૂરિયાતોને તેનાથી સંતોષી શકાય છે. વાજરે શહેરી વન હવે દેશના બાકીના હિસ્સા માટે મોડેલરૂપ બની ગયું છે.

વર્ષે જૈવ વિવિધતા પર ધ્યાન આપવાની બાબત પર ભાર મૂકતા પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે, “ભારતમાં સમગ્ર દુનિયાનો માત્ર 2.5% ભૂપ્રદેશ, 16% માનવવસ્તી તેમજ પશુધનનું સંચાલન તેમજ માત્ર 4% ચોખ્ખા પાણીના સ્રોતો જેવી સંખ્યાબંધ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ સમગ્ર દુનિયાની કુલ જૈવ વિવિધતાનો 8% હિસ્સો તો માત્ર ભારતમાં છે; એવી વિશાળ જૈવ વિવિધતા છે જે ભારતીયોના પ્રકૃતિ સાથે તાલમેલ જાળવવાના સિદ્ધાંતોના પરિણામે હાંસલ થઇ શકી છે.”

ભારતીય સંસ્કૃતિ પર પ્રકાશ પાડતા, શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે, “કદાચ ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં વૃક્ષોની પૂજા કરવામાં આવે છે, જ્યાં પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપોની પૂજા કરવામાં આવે છે અને ભારતીય સમાજ પર્યાવરણને કેટલો આદર આપે છે તેનો અંદાજ આના પરથી લગાવી શકાય છે. પ્રાચીનકાળમાં આપણે ત્યાં ગ્રામ્ય વનની પરંપરાનું પાલન કરવામાં આવતું હતું. હવે, શહેરી વનીકરણની નવી યોજનામાં અંતરાલ પૂરાશે કારણ કે શહેરી વિસ્તારોમાં બગીચાઓ તો છે પરંતુ વન પ્રદેશ ભાગ્યે જોવા મળે છે;” કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શહેરી વનોનું નિર્માણ કરવાની પ્રવૃત્તિથી આપણે કાર્બનના વધારાના અવશોષકો પણ બનાવી શકીશું.

પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી બાબુલ સુપ્રીયો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દેશમાં જૈવ વિવિધતાના સંરક્ષણ માટે વૃક્ષારોપણ અને જમીનમાં ભેજ જાળવવા જેવી પ્રવૃત્તિઓને પાયાની વ્યૂહનીતિ ગણાવી તેના પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કહ્યું હતું કે, જમીનનું ધોવાણ, કાદવ, નદીના તટપ્રદેશોમાં પાણીનું ઘટતું સ્તર વગેરે સમસ્યાઓનો ઉકેલ લાવવાની જરૂર છે અને દરેક વ્યક્તિએ દિશામાં સહિયારા પ્રયાસો કરવા પડશે.

રણપ્રદેશની વૃદ્ધિ રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર કોન્વેન્શન (UNCCD)ના કાર્યકારી નિદેશક શ્રી ઇબ્રાહીમ થિઆવ અને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP)ના કાર્યકારી નિદેશક સુશ્રી ઇંગર એન્ડર્સને પણ વર્ચ્યુઅલ માધ્યમોથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

UNCCDના કાર્યકારી નિદેશક શ્રી થિઆવે જણાવ્યું હતું કે, “શું હવે સમજવાનો સમય નથી આવી ગયો કે, કુદરતને આપણી જરૂર છે તેના કરતા વધારે આપણે કુદરતની જરૂર છે. શું હવે સમય નથી આવી ગયો કે, કુદરત સાથે આપણા સંબંધ અંગે આપણે ફરી વિચાર કરવાની અને તેને ફરી પરિભાષિત કરવાની જરૂર છે. કદાચ, સમય છે, જ્યાં સમગ્ર માનવજાતે કુદરત સાથે નવા સામાજિક સંપર્કો સ્થાપવાની જરૂર છે.”

વર્ષની થીમ પર ભાર મૂકતા સુશ્રી એન્ડરસને જણાવ્યું હતું કે, જો કુદરત માટે કોઇ પગલાં લેવામાં આવશે તો તેનો અર્થ એવો થાય કે ભવિષ્યમાં મહામારીની શક્યતા ઘટાડવી, લાંબાગાળાનું લક્ષ્ય હાંસલ કરવું, જળવાયુ પરિવર્તનને ધીમું પાડવું, કુદરતના જીવોને સાચવવા, બહેતર અર્થતંત્ર અને ચોખ્ખી હવામાં શ્વાસ લઇ શકવો અથવા જીવનનું રક્ષણ કરતા વૃક્ષોની વચ્ચેથી પસાર થવું. કોવિડ પછીની દુનિયામાં, આપણે વધુ બહેતર રીતે નિર્માણ કરવાની જરૂર છે, આપણું પોતાનું રક્ષણ કરવા માટે આપણે પ્રકૃતિનું રક્ષણ કરવાની જરૂર છે.

મહારાષ્ટ્ર સરકારના વનમંત્રી શ્રી સંજય રાઠોડ, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના નવા નિયુક્ત સચિવ શ્રી આર.પી. ગુપ્તા અને પર્યાવરણ મંત્રાલયના વિશેષ સચિવ અને જંગલોના મહાનિદેશક શ્રી સંજયકુમાર, પર્સિસ્ટન્ટ સિસ્ટમના આનંદ દેશપાંડે, TERRE પોલિસી સેન્ટર, પૂણેના ડૉ. વિનિતા આપ્ટેએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમના જ્ઞાનનું આદાનપ્રદાન કર્યું હતું.

કુલ 35 વૈશ્વિક જૈવ વિવિધતા હોટસ્પોટમાંથી 4 તો ભારતમાં છે જ્યાં કેટલીક લુપ્તપ્રાય: પ્રજાતિઓ પણ વસવાટ કરી રહી છે. જોકે, વધતી વસ્તી, જંગલોનું નિકંદન, શહેરીકરણ અને ઔદ્યોગિકરણના કારણે આપણા કુદરતી સ્રોતો પર વિપુલ પ્રમાણમાં વિપરિત અસર પડી છે અને તેના કારણે જૈવ વિવિધતાનો નાશ થવાની નોબત આવી છે. ગ્રહ પર તમામ જીવોને ટકી રહેવા માટે જૈવ વિવિધતા મહત્વપૂર્ણ છે અને વિવિધ પરિસ્થિતિય સેવાઓ પૂરી પાડવા માટે તે મુખ્ય આધાર છે. જૈવ વિવિધતા સંરક્ષણને પરંપરાગત રીતે માત્ર અંતરિયાળ જંગલ વિસ્તાર સુધી સિમિત માનવામાં આવતી હતી પરંતુ વધતા શહેરીકરણની સાથે સાથે શહેરી વિસ્તારોમાં પણ જૈવ વિવિધતાની સલામત કરવાની અને તેને બચાવવાની જરૂરિયાત ઉભી થઇ. અંતરાલને પૂરો કરવા માટે શહેરી વનીકરણ શ્રેષ્ઠ રીત છે. આથી , પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે WED ઉજવણી 2020 માટે નગર વન થીમને યોગ્ય રીતે અપનાવી છે જેથી શહેરી જમીન પ્રદેશમાં જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપી શકાય અને તેનું સંવર્ધન કરી શકાય.

 

GP/DS

 



(Release ID: 1629617) Visitor Counter : 610