PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
प्रविष्टि तिथि:
04 JUN 2020 6:27PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Date: 04.6.2020

Released at 1900 Hrs
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 કુલ 3,804 દર્દી સાજા થઇ ગયા છે. અત્યાર સુધીમા દેશમાં કોવિડ-19ના કુલ 1,04,107 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર 47.99% નોંધાયો છે. હાલમાં દેશમાં કોવિડ-19ના કુલ 1,06,737 સક્રિય કેસો છે અને તમાનને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ICMR દ્વારા કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોના પરીક્ષણ માટે ક્ષમતા વધારવામાં આવી છે. પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 498 કરવામાં આવી છે જ્યારે ખાનગી લેબોરટરીની સંખ્યા 212 કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,39,485 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 42,42,718 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629368
ડૉ. હર્ષવર્ધને દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર અને આરોગ્ય મંત્રી પાસેથી કોવિડ-19ના વ્યવસ્થાપનની તૈયારીઓ જાણી અને પરિસ્થિતિની સમક્ષા કરી
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે નવી દિલ્હીમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટેની તૈયારીઓ અને તેના ફેલાવાના નિયંત્રણ અંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “દિલ્હીમાં ચિંતાજનક રીતે વધી રહેલા કોવિડ-19ના કેસો અને વધતા મૃત્યુદરને ધ્યાનમાં રાખતા પરીક્ષણની કામગીરી ઝડપી કરવાની જરૂર છે તેમજ સઘન દેખરેખ, સંપર્ક ટ્રેસિંગ અને પરિસીમા નિયંત્રણની પ્રવૃત્તિઓ હાથ ધરવાની જરૂર છે.” તેમણે આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ અને કોવિડ-19ના વધતા કેસો તેમજ મૃત્યુની સંખ્યાને અસરકારક રીતે નિયંત્રણમાં લાવવા માટે તેના બહેતર તબીબી વ્યવસ્થાપનની સાથે સાથે તાકીદના ધોરણે પરીક્ષણની કામગીરીમાં વધારો કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે એ વાત પણ ટાંકી હતી કે, વર્તમાન સમયમાં કેસની સંખ્યામાં ઝડપથી થઇ રહેલી વૃદ્ધિની કારણે બેડની ઉપલબ્ધતા પણ વધારવાની જરૂર છે જેથી પોઝિટીવ કેસોને દાખલ કરવામાં કોઇપણ પ્રકારે બિનજરૂરી વિલંબ ટાળી શકાય.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629348
ભારત- ઑસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629320
પ્રધાનમંત્રી અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જૈસિન્ટો ન્યૂસી વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ
પ્રધાનમંત્રીએ આજે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ મહામહિમ ફિલિપ જૈસિન્ટો ન્યૂસી સાથે ટેલીફોન પર વાર્તાલાપ કર્યો હતો. બંને નેતાઓએ પોત પોતાના દેશમાં કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી પડકારજનક સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આરોગ્ય કટોકટીના આ સમયમાં મોઝામ્બિકને આવશ્યક દવાઓ અને ઉપકરણો સહિત શક્ય હોય તે પ્રકારે મદદ કરવા માટે પ્રધાનમંત્રીએ ભારત વતી ઇચ્છા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ ન્યૂસીએ આરોગ્ય સંભાળ અને ફાર્માસ્યુટિકલ પૂરવઠાઓના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે નીકટતાપૂર્વકના સહકારની પ્રશંસા કરી હતી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629306
ભારતના રાષ્ટ્રપતિને જ્યોર્જિયાના રાષ્ટ્રપતિએ કૉલ કરી વાર્તાલાપ કર્યો
ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદને જ્યોર્જિયાના રાષ્ટ્રપતિ મહામહિમ સુશ્રી સલોમે ઝૌરાબિચવીલીએ ટેલીફોન કરી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. બંને મહાનુભવોએ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી હતી. સમગ્ર દુનિયામાં ફેલાયેલી કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા પડકારો અને સંખ્યાબંધ લોકોના જીવન અસ્તવ્યસ્ત થઇ ગયા છે તે બાબતને ધ્યાનમાં રાખતા રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં લેવા માટે જ્યોર્જિયા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો નોંધનીય છે. રાષ્ટ્રપતિએ જ્યોર્જિયાના રાષ્ટ્રપતિને માહિતી આપી હતી કે, ભારતે કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે ખૂબ જ સખત પગલાં લીધા છે અને અમે આ બીમારીને ઘણા અંશે નિયંત્રણમાં લેવા માટે સફળ રહ્યા છીએ. કોવિડ-19 મહામારી સામેની લડતમાં આંતરરાષ્ટ્રીય પ્રયાસોને ગતિશીલ કરવામાં ભારતે મોખરાની ભૂમિકા નિભાવી છે અને 150થી વધુ દેશોને આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડીને તેમને સહાય કરી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629120
RPFના અધિકારીની કર્તવ્ય નિષ્ઠા અને ફરજ પ્રત્યેના જુસ્સાએ સૌના દિલ જીતી લીધા
RPFના કોન્સ્ટેબલ શ્રી ઇન્દરસિંહ યાદવે દર્શાવેલી કર્તવ્ય નિષ્ઠા અને ફરજ પ્રત્યેના જુસ્સાની રેલવે મંત્રી પીયૂષ ગોયલે પ્રશંસા કરી હતી અને તેમને સન્માનરૂપે રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી હતી. શ્રી યાદવ ટ્રેનમાં જઇ રહેલા માત્ર 4 મહિનાના બાળકને દુધ આપવા માટે ટ્રેન પાછળ દોડ્યા હતા અને તેને દુધ પહોંચાડીને દૃશ્ટાંત પૂરું પાડ્યું છે. શ્રીમતી શરીફ હાશ્મી તેમના 4 વર્ષના બાળક સાથે શ્રમિક વિશેષ ટ્રેનમાં બેલગામથી ગોરખપુર જઇ રહ્યા હતા. અગાઉના કોઇપણ સ્ટેશન પર તેમના બાળક માટે દુધ ન મળ્યું હોવાથી તે રડતું હતું અને તે દરમિયાન ભોપાલ સ્ટેશન પર ફરજ નિભાવી રહેલા શ્રી યાદવને આ બાળકની માતાએ મદદ માટે વિનંતી કરી હતી. માતાની મદદ કરવા માટે શ્રી ઇન્દરસિંહ યાદવ તુરંત સ્ટેશનની બહાર દોડીને ગયા હતા અને દુધની બોટલ લઇ આવ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં ટ્રેન સ્ટેશન પરથી ચાલવા લાગી હોવાથી કોન્સ્ટેબલે માનવતા દાખવી અને હિંમતપૂર્વક તેઓ ટ્રેનની પાછળ દોડ્યા હતા અને મહિલાઓના કોચમાં બાળકની માતાના દુધ આપ્યું હતું.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629340
તુલિપ – તમામ ULB અને સ્માર્ટ સિટીમાં નવા સ્નાતકોને તકો આપવા માટે શહેરી શિક્ષણ ઇન્ટર્નશીપ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો
કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’, આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી હરદીપ એસ. પૂરી તેમજ અખિલ ભારતીય ટેકનિકલ શિક્ષણ પરિષદ દ્વારા સંયુક્ત રીતે ‘શહેરી શિક્ષણ ઇન્ટર્નશીપ કાર્યક્રમ (તુલિપ)’ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ સમગ્ર દેશમાં તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB) અને સ્માર્ટ સિટીમાં નવા સ્નાતકોને ઇન્ટર્નશીપની તકો પૂરી પાડનારો કાર્યક્રમ છે. તુલિપ કાર્યક્રમ શહેરી ક્ષેત્રમાં નવા સ્નાતકોને પ્રયોગાત્મક શિક્ષણની તકો પૂરી પાડનારો કાર્યક્રમ છે. કોવિડ-19ની કટોકટીના વ્યવસ્થાપન માટે ટેકનોલોજીના લાભ લેવામાં સ્માર્ટ સિટી મોખરે રહ્યા છે જેમાંના 47 સ્માર્ટસિટી તેમના સ્માર્ટ કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રોને કટોકટી વ્યવસ્થાપન વૉરરૂમ તરીકે ઉપયોગમાં લઇ રહ્યા છે અને 34 સિટી વહેલી તકે તેને પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યા છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629314
ડૉ. જીતેન્દ્રસિંહે જમ્મુ અને કાશ્મીર મ્યુનિસિપલ સંસ્થાઓના પ્રતિનિધીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી કોવિડ નિયંત્રણ અને નિરાકરણના પગલાં અંગેની ચર્ચા કરી
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે જમ્મુ અને કાશ્મીર મ્યુનિસિપલ સંસ્થાઓના પ્રતિનિધીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી કોવિડ નિયંત્રણ અને નિરાકરણના પગલાં અંગેની ચર્ચા કરી હતી. આ બેઠકમાં પ્રારંભિક ટિપ્પણીમાં ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીના અગાઉના બે તબક્કામાં, દેશમાં અલગ અલગ ભાગોમાં રહેલા લોકો સુધી આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવા પર મુખ્યત્વે ધ્યાન આપવામાં આવ્યું હતું અને તે પછીના તબક્કામાં, મુખ્ય જવાબદારી દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા લોકોને તેમના ઘરે વિનામૂલ્યે પહોંચાડવામાં આવે તે સુનિશ્ચિત કરવાની હતી. જોકે, ત્રીજા તબક્કામાં મુખ્યત્વે, આ રોગના ફેલાવાને નિયંત્રણમાં લેવા પર અને લોકોમાં જાગૃતિ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને આ બંને હેતુઓ પૂર્ણ કરવા માટે સ્થાનિક એકમો અને તેમના પ્રતિનિધીઓ તેમજ નાગરિક સમાજોની ભૂમિકાથી અસામાન્ય પરિણામો હાંસલ થઇ શકે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629190
NCVTC કોવિડ-19 માટે હોસ્ટ-ડાયરેક્ટેડ એન્ટીવાયરલ્સ વિકસાવશે
વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સંશોધન બોર્ડે (SERB) હરિયાણાના હિસાર ખાતે આવેલા નેશનલ સેન્ટર ફોર વેટરનરી ટાઇપ કલ્ચર્સ (NCVTC), ICAR-NRCને એક અભ્યાસ હાથ ધરવામાં સહકાર આપવા માટે મંજૂરી આપી દીધી છે જે અંતર્ગત તેઓ કોરોના વાયરસ વિરુદ્ધ એન્ટીવાયરલ્સ માટે 94 નાના મોલેક્યૂલ રાસાયણિક અવરોધકોનું સ્ક્રિનિંગ કરશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629275
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- કેરળઃ પલક્કડ જિલ્લામાંથી કોવિડ-19ના કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યુ નીપજતાં રાજ્યનો કુલ મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે. ચેન્નઇથી પરત ફર્યા બાદ ક્વૉરેન્ટાઇનમાં રહેલી 73 વર્ષીય મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. આ દરમિયાન, મુખ્યમંત્રીએ સોમવારથી ધાર્મિક સ્થળો ખોલવા સંબંધે ધાર્મિક નેતાઓ સાથે સમગ્ર દિવસ દરમિયાન ચર્ચા-વિચારણા હાથ ધરી હતી. રાજ્યકક્ષાના વિદેશી બાબતોના મંત્રી વી. મુરલીધરને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યને 24 આંતરરાષ્ટ્રીય ઉડાનો અંગે જાણકારી આપી હતી, જોકે 12 ઉડાનોને મંજૂરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, કેરળે અખાતી દેશોમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ અંગે વિચારણાં કરવી જોઇએ અને વિદેશથી પરત ફરતાં લોકો ઉપર કોઇ શરતો લાદવી જોઇએ નહીં. કેરળે સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા લૉકડાઉનના સમયગાળા દરમિયાન પગાર કાપવાનો અને કર્મચારીઓને છૂટા કરવાનો પગલાં કોવિડનો સામનો કરવાની તેમના માનસિક શક્તિને વિપરિત રીતે પ્રભાવિત કરશે. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19ના 82 નવા પોઝિટીવ કેસ નોંધાયાં હતાં. અત્યારે સક્રિય કેસોની કુલ સંખ્યા 1,494 ઉપર પહોચી ગઇ છે.
- તામિલનાડુઃ પુડુચેરીમાં કોવિડ-19ના નવા નોંધાયેલાં નવ કેસોમાં JIPMERના 6 સલામતી કર્મચારીઓનો સમાવેશ થાય છે. અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સક્રિય કેસોની સંખ્યા 63 પર પહોંચી ગઇ છે. કોવિડ ઉપર નિયંત્રણ સંબંધિત પગલાંઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા તામિલનાડુના મુખ્યસચિવનો કાર્યકાળ ત્રણ મહિના લંબાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 8 જૂનથી ધાર્મિક સ્થાનો ખોલવા મંજૂરી આપી હોવાથી મુખ્યસચિવ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ધાર્મિક નેતાઓએ જુદા-જુદા અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. ગઇકાલે નોંધાયેલા વિક્રમી 1,286 કેસો સાથે તામિલનાડુમાં કોવિડ-19 કેસોની સંખ્યા 25,000ને પાર પહોંચી ગઇ હતી. 1,012 કેસો ચેન્નઇમાંથી નોંધાતાં, ચેન્નઇમાં પણ પ્રથમ વખત કોરોનાના 1,000થી વધુ કેસો નોંધાયાં હતાં. અત્યાર સુધી કુલ 25,872 કેસો નોંધાયાં છે, જેમાંથી 11,345 કેસો સક્રિય છે અને 208 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. અત્યાર સુધી 14,316 લોકોને રજા આપવામાં આવી છે. ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 8,405 છે.
- કર્ણાટકઃ મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની માંગણીઓ અંગે વિચારણા કરવાની સંમતિ દર્શાવતા તેમણે પોતાની હડતાલ સમેટી લીધી હતી. માધ્યમોના અહેવાલ પરથી જાણવા મળ્યું હતું કે, ખાનગી હોસ્પિટલના સંગઠનોએ કોવિડ-19ની સારવાર ખર્ચ માટે જનરલ વોર્ડના પ્રતિ દિન રૂ. 10,000 અને ICU અને વેન્ટિલેટરની સુવિધાઓ ધરાવતાં સ્પેશિયલ વોર્ડ અંગે રૂ. 20,000નો પ્રસ્તાવ રજૂ કર્યો છે. મુખ્યમંત્રીએ ગૃહ વિભાગ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને વર્તમાન પરિસ્થિતિ દરમિયાન પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. એક વ્યક્તિના મૃત્યુ સહિત એક જ દિવસમાં કોવિડ-19ના 267 કેસો નોંધાતા બુધવારે કર્ણાટકમાં કુલ કેસોની સંખ્યા 4,000ને પાર થઇ ગઇ હતી. અત્યાર સુધી કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 4,063 છે, જેમાંથી 2,494 કેસો સક્રિય છે અને 53 લોકોના મરણ નીપજ્યાં છે. કુલ 1,514 લોકો સાજા થયા છે.
- આંધ્રપ્રદેશઃ મુખ્યમંત્રીએ YSR વાહનમિત્ર કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ઓટોરિક્ષા અને ટેક્સી માલિકો સહિત કુલ 2,62,493 લાભાર્થીઓને રૂ. 10,000નું વિતરણ કરવામાં આવ્યું છે. પૂર્વ ગોદાવરી જિલ્લાના પેદ્દાપુડીમંડલના ગોલ્લાલમામિદાદા ગામમાં નોંધાયેલા 116 કેસો કાકિનાડાના એક જ વ્યક્તિ દ્વારા ફેલાયો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 9,985 નમૂનાઓના પરીક્ષણ બાદ કુલ 98 નવા કેસો નોંધાયાં છે, 29 લોકોને રજા આપવામાં આવી છે અને ત્રણ મરણ નીપજ્યાં છે. કુલ કેસોની સંખ્યા 3,377 છે, જેમાંથી 1,033 કેસો સક્રિય છે અને 2,273 લોકો સાજા થયા છે તથા 71 લોકોના મરણ થયા છે.
- તેલંગણાઃ તેલંગણા જૂનિયર ડૉક્ટર એસોસિએશન (T-JUDA)એ જણાવ્યું હતું કે ઓસ્માનિયા મેડિકલ કોલેજ સાથે જોડાયેલી હોસ્પિટલોમાં 32 ડૉક્ટરોનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વણકરો અને કલાકારો પોતાનું ગુજરાન ચલાવવા મુશ્કેલી અનુભવી રહ્યાં હોવાથી કાર્યકર્તાઓએ સરકાર સમક્ષ તેમને રાહત પહોંચાડવા અને 'કોરોના રાહત નીધિ'ની સ્થાપના કરવા માંગણી કરી છે. 3 જૂન, 2020ના રોજ સુધીમાં કુલ પોઝિટીવ કેસોમાંથી વિસ્થાપિતો અને વિદેશમાંથી પરત ફરેલા 448 લોકોનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.
- મહારાષ્ટ્ર: રાજ્યમાં કોવિડ-19ના નવા 2560 કેસ નોંધાયા હોવાથી કોરોના ગ્રસ્ત કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 74,860 થઇ ગઇ છે. આમાંથી 39,935 સક્રિય કેસ છે. રાજ્યના હોટસ્પોટ મુંબઇમાં નવા 1,276 કેસ નોંધાયા હોવાથી શહેરમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 43,492 થઇ છે. બુધવારે નોંધાયેલા કુલ 122 મૃત્યુમાંથી 49 દર્દીઓ માત્ર મુંબઇમાં મૃત્યુ પામ્યા હતા. મહારાષ્ટ્ર અને મુંબઇમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં થઇ રહેલી વૃદ્ધિને ધ્યાનમાં રાખતા બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કમિશનર ઇકબાલસિંહ ચાહલે સૂચનાઓ બહાર પાડી હતી કે, નિસર્ગ વાવાઝોડના કારણે હંગામી ધોરણે ખસેડવામાં આવેલા લોકોનું કોવિડ-19 માટે સ્ક્રિનિંગ કરવામાં આવશે અને તેમને 2 દિવસ સુધી અવલોકન હેઠળ રાખ્યા પછી જ ઘરે જવાની મંજૂરી આપવામાં આવશે. BMCએ દરિયાકાંઠાની આસપાસમાં અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરીને આસપાસની શાળાઓમાં રાખ્યા હતા.
- ગુજરાત: ગુજરાતમાં કોવિડ-19ના કારણે ચેપ લાગ્યો હોય તેવા વધુ 485 દર્દીઓના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હોવાથી રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 18,100 સુધી પહોંચી છે જેમાંથી 4766 સક્રિય કેસ છે. નવા નોંધાયેલા કેસોમાંથી, 290 દર્દીઓ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. બુધવારે રાજ્યમાં વધુ 30 લોકો કોરોના બીમારીના કારણે મૃત્યુ પામ્યા હોવાથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1,122 થયો છે.
- મધ્યપ્રદેશ: રાજ્યમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય તેવા વધુ 168 દર્દીઓનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોવાથી કુલ દર્દીઓની સંખ્યા 8,588 થઇ છે. અત્યાર સુધીમાં આ બીમારીના કારણે 371 દર્દીઓના મોત નીપજ્યાં છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 224 દર્દીઓ સાજા થઇ ગયા છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને રાજ્યમાં સૌથી વધુ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા હોય તેવા ત્રણ શહેર ઇન્દોર, ઉજ્જૈન અને ભોપલમાં કોવિડ-19ના નિયંત્રણ માટે લેવામાં આવેલા પગલાં અને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
- રાજસ્થાન: રાજસ્થાનમાં આજે કોવિડ-19ના નવા 68 કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં પુષ્ટિ થયેલા કોવિડ-19ના કુલ કેસની સંખ્યા 9,720 પર પહોંચી ગઇ છે. આમાંથી, 6,819 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે. મોટાભાગના નવા કેસો ભરતપુર જિલ્લામાં નોંધાયા છે જ્યારે તે પછી જયપુર, જોધપુર અને ચુરુ જિલ્લો આવે છે.
- છત્તીસગઢ: રાજ્યમાં બુધવારે રાત્રી સુધીમાં કોવિડ-19ના નવા 86 કેસ નોંધાયા હોવાથી કોરોના વાયરસથી ચેપગ્રસ્ત કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 668 થઇ છે જ્યારે હાલમાં રાજ્યમાં 489 સક્રિય કેસો સારવાર હેઠળ છે. 19 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઇ ગયા હોવાથી મુંગેલી, બેમેતારા, બલોદ અને બિલારપુરની હોસ્પિટલોમાંથી બુધવારે રાત્રે તેમને રજા આપવામાં આવી હતી જ્યારે બુધવારે સવારે 40 દર્દીઓને રજા આપી દેવામાં આવી હતી.
- ગોવા: રાજ્યમાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ 47 કોવિડ-19ના દર્દીઓ પોઝિટીવ હોવાની પુષ્ટી થઇ છે જેના કારણે રાજ્યમાં કુલ પોઝિટીવ કેસનો આંકડો વધીને 126 થઇ ગયો છે. આમાંથી 69 સક્રિય કેસો હાલમાં તબીબી સારવાર હેઠળ છે. નવા નોંધાયેલા દર્દીઓ મોટાભાગે (42 દર્દી) વાસ્કોમાં મંગોર હિલ વિસ્તારમાંથી છે જ્યારે 5 દર્દીઓએ કોરોના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લીધી હોવાની હિસ્ટ્રી ધરાવે છે.
- અરુણાચલ પ્રદેશ: દેશના અલગ અલગ રાજ્યોમાં ફસાયેલા અરુણાચલ પ્રદેશના અંદાજે 9500 લોકો રાજ્યમાં પરત આવ્યા છે અને અંદાજે 2000 લોકોને દેશના અલગ અલગ રાજ્યોમાંથી અરુણાચલ પ્રદેશમાં આવવા માટે રવાના કરવામાં આવ્યા છે.
- આસામ: આસામમાં 29 દર્દીઓના કોવિડ-19ના રિપોર્ટ બે વખત નેગેટીવ આવ્યા પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ રજા આપવામાં આવેલા દર્દીઓની સંખ્યા 442 છે જ્યારે 1428 સક્રિય કેસો હાલમાં સારવાર હેઠળ છે.
- મણીપૂર: મણીપૂરમાં કોવિડ-19ના વધુ 13 દર્દીઓ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 121 સુધી પહોંચી ગઇ છે. ગઇકાલે કોવિડ-19ના પોઝિટીવ નોંધાયેલા દર્દીઓમાંથી એક નર્સની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી જ્યારે એક બહારથી આવેલી વ્યક્તિ છે.
- મિઝોરમ: મિઝોરમમાં રાજ્યના શિક્ષણમંત્રીએ નિર્ણય લીધા અનુસાર શાળાઓ ફરી ખોલવા માટે હંગામી ધોરણે 15 જુલાઇ 2020 તારીખ નક્કી કરવામાં આવી છે.
- નાગાલેન્ડ: નાગા હોસ્પિટલ ઓથોરિટી, કોહીમા (NHAK) કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યાન્વિત થઇ ગઇ છે. અત્યાર સુધીમાં અહીં કોવિડ-19 ચાર દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. નાગાલેન્ડમાં, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિભાગો માટે શાળાકીય શિક્ષણ વિભાગ દ્વારા કોવિડ-19 મહામારી દરમિયાન હાથ ધરવામાં આવેલી પહેલના ભાગરૂપે 20,000થી વધુ વિદ્યાર્થીઓએ ઑનલાઇન મૂલ્યાંકન કસોટીમાં ભાગ લીધો છે.
- ત્રિપુરા: TIDC અને પશ્ચિમ ત્રિપુરા જિલ્લા વહીવટીતંત્રએ ત્રિપુરામાં હપાનિઆ પ્રદર્શન હોલમાં મિશન મોડ પર કોવિડ સંભાળ કેન્દ્ર શરૂ કર્યું છે. અહીં 400 બેડની વ્યવસ્થા છે. 5 દર્દીઓને અહીં દાખલ કરવામાં આવ્યા છે.
PIB FACT CHECK



(रिलीज़ आईडी: 1629453)
आगंतुक पटल : 362
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam