પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત-ઓસ્ટ્રેલિયાના નેતાઓની વર્ચ્યુઅલ બેઠક


ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ ખાતે પ્રધાનમંત્રીનું ઉદ્ઘાટન પ્રવચન

Posted On: 04 JUN 2020 12:21PM by PIB Ahmedabad

મહામહિમ, નમસ્કાર!

સૌ પ્રથમ હું મારા તરફથી અને સંપૂર્ણ ભારત તરફથી ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી અસરગ્રસ્ત તમામ લોકો અને પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરવા માંગીશ. વૈશ્વિક મહામારીએ વિશ્વભરમાં દરેક પ્રકારની વ્યવસ્થાને અસર પહોંચાડી છે. અને આપણી સમિટનું ડિજિટલ સ્વરૂપ પ્રકારના પ્રભાવોનું એક ઉદાહરણ છે.

મહામહિમ, તમને ડિજિટલ માધ્યમથી મળીને મને ખુશી તો છે   પરંતુ થોડી નિરાશા પણ છે કારણકે અમને ભારતમાં તમારું હુંફાળું સ્વાગત કરવાનો અવસર ના મળી શક્યો. પહેલા જાન્યુઆરીમાં અને પછી ગયા મહિને અમે તમારી ભારત યાત્રાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ દુર્ભાગ્યવશ બંને વખતે યાત્રા સ્થગિત કરવી પડી. આપણી આજની મુલાકાત તમારી ભારત યાત્રાનું સ્થાન લઈ શકે તેમ નથી. એક મિત્ર તરીકે, મારો તમને આગ્રહ છે કે સ્થિતિ સુધર્યાં બાદ તમે જલ્દીથી જલ્દી સપરિવાર ભારત યાત્રાનું આયોજન કરો અને અમારું આતિથ્ય સ્વીકાર કરો.

મહામહિમ, ભારત ઓસ્ટ્રેલિયા  સંબંધ વિસ્તૃત થવાની સાથે સાથે ઊંડા પણ છે. અને ઊંડાઈ આવે છે આપણાં સહભાગી મૂલ્યો, પારસ્પરિક હિતો, પારસ્પરિક ભૌગોલિક સ્થિતિ અને  પારસ્પરિક ઉદ્દેશ્યો દ્વારા. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણાં સહયોગ અને તાલમેળમાં સારી એવી ગતિ આવી છે. સૌભાગ્યની વાત છે કે આપણાં સંબંધોની ડોર એક બાજુ તમારા જેવા સશક્ત અને દૂરંદેશી નેતાના હાથમાં છે. મારુ માનવું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા ના સંબંધોને વધુ સશક્ત કરવા માટે એકદમ સારો સમય છે. સારો અવસર છે.

આપણી મિત્રતાને વધારે મજબૂત બનાવવા માટે આપણી પાસે અસીમ શક્યતાઓ છે. શક્યતાઓ  પોતાની સાથે પડકારો પણ લાવે છે. એવા પડકારો કે કોઈ રીતે આપણે સક્ષમતાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરીએ, જેથી કરીને બંને દેશોના નાગરિકો, વેપારીઓ, શિક્ષણવિદો, સંશોધકો વગેરેની વચ્ચેનું જોડાણ વધારે મજબૂત બને. કઇ રીતે આપણાં સંબંધો આપણાં ક્ષેત્રની માટે અને વિશ્વની માટે એક સંતુલિત ઘટક બને, કઈ રીતે આપણે સાથે મળીને વૈશ્વિક હિત માટે કાર્ય કરીએ, બધા પાસાઓ ઉપર વિચાર કરવાની જરૂર છે.

મહામહિમ, સમકાલીન વિશ્વમાં દેશોની એકબીજા પાસેથી અપેક્ષાઓ અને આપણાં નાગરિકોની આપણી પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે. લોકશાહી મૂલ્યો વહેંચવાના નાતે, આપણાં બંને દેશોની ફરજ છે કે અપેક્ષાઓ ઉપર ખરા ઊતરીએ. એટલા માટે, વૈશ્વિક કલ્યાણના મૂલ્યો, જેમ કે લોકશાહી, કાયદાનું શાસન, સ્વતંત્રતા, પારસ્પરિક આદર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું સન્માન, અને પારદર્શકતા વગેરેને જાળવી રાખવા  તેમજ તેમની રક્ષા કરવી આપણી પવિત્ર જવાબદારી છે. તે એક રીતે ભવિષ્યની માટે આપણી વિરાસત છે. આજે જ્યારે જુદી જુદી રીતે મૂલ્યોને પડકાર ફેંકવામાં આવી રહ્યો છે, તો આપણે આપણાં પારસ્પરિક સંબંધોને મજબૂત કરીને તેમને સશક્ત બનાવી શકીએ છીએ.

મહામહિમ, ભારત ઓસ્ટ્રેલિયાની સાથે પોતાના સંબંધોને વ્યાપક રૂપે અને ઝડપી ગતિથી વધારવા માટે પ્રતિબદ્ધ છે. તે માત્ર આપણાં બંને દેશોની માટે મહત્વપૂર્ણ નથી પરંતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વિશ્વની માટે પણ જરૂરી છે. મને ખુશી છે કે આપણાં જુદા જુદા સંસ્થાગત સંવાદો આપણાં સંબંધોને અર્થ પૂરો પાડી રહ્યા છે . બંને દેશોની વચ્ચે સતત ઉચ્ચ સ્તરીય આદાન પ્રદાન પણ થઈ રહ્યા છે. વેપાર અને રોકાણ પણ વધી રહ્યું છે. પરંતુ હું એવું નહીં કહું કે હું ગતિથી , વિસ્તારથી  સંતુષ્ટ છું. જ્યારે તમારા જેવા નેતા અમારા મિત્ર રાષ્ટ્રનું નેતૃત્વ કરી રહ્યા હોય, તો આપણાં સંબંધોમાં વિકાસની ગતિનો માપદંડ પણ મહત્વાકાંક્ષી હોવો જોઈએ . મને ઘણી પ્રસન્નતા છે કે આજે આપણે આપણાં દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના રૂપમાં અપગ્રેડ કરી રહ્યા છીએ.

વૈશ્વિક મહામારીના સમયમાં આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની ભૂમિકા વધારે મહત્વપૂર્ણ રહેશે. વિશ્વએ મહામારીના આર્થિક અને સામાજિક દુષ્પ્રભાવોમાંથી જલ્દીથી જલ્દી બહાર નીકળવા માટે એક સંકલિત  અને સંગઠિત પહોંચ અપનવવાની જરૂરિયાત છે

અમારી સરકારે સંકટને એક તકની જેમ જોવાનો નિર્ણય લીધો છે. ભારતમાં લગભગ તમામ ક્ષેત્રોમાં વ્યાપક સુધારાઓની પ્રક્રિયા  શરૂ કરી દેવામાં આવી છે. ખૂબ ટૂંક સમયમાં ગ્રાઉન્ડ લેવલ પર તેના પરિણામો જોવા મળશે. મુશ્કેલ સમયમાં તમે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયનું, અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓનું જે રીતે ધ્યાન રાખ્યું છે તે માટે હું વિશેષ રૂપે આભારી છું.

GP/DS


(Release ID: 1629320) Visitor Counter : 393