PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 03 JUN 2020 6:57PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

Date: 03.6.2020

 

 

Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

Image

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ સાજા થવાનો દર સુધરીને 48.31% નોંધાયો, મૃત્યુદર ઘટીને 2.80% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 કુલ 4,776 દર્દી સાજા થઇ ગયા છે. ઉપરાંત, અત્યાર સુધીમા દેશમાં કોવિડ-19ના કુલ 1,00,303 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર 48.31% નોંધાયો છે. હાલમાં દેશમાં કોવિડ-19ના કુલ 1,01,497 સક્રિય કેસો છે અને તમામને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. કોવિડ-19ના દર્દીઓનો મૃત્યુદર 2.80% નોંધાયો છે. દેશમાં 480 સરકારી અને 208 ખાનગી લેબોરેટરી (કુલ 688 લેબોરેટરી) દ્વારા પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ મળીને 41,03,233 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે ગઇકાલે 1,37,158 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં વાત કરીએ તો, હાલમાં, 1,66,332 આઇસોલેશન બેડ, 21,393 ICU બેડ અને 72,762 ઓક્સિજન સપોર્ટેડ બેડની સુવિધા સાથે દેશમાં કુલ 952 કોવિડ સમર્પિત હોસ્પિટલો ઉપલબ્ધ છે. 2,391 સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્રો છે જ્યાં 1,34,945 આઇસોલેશન બેડ, 11,027 ICU બેડ અને 46,875 ઓક્સિજન સપોર્ટેડ બેડ કાર્યરત અવસ્થામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા 125.28 લાખ N-95 માસ્ક અને 101.54 લાખ વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE) રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ કેન્દ્રની સંસ્થાઓમાં પૂરા પાડવામાં આવ્યા છે.

 

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629020

 

ગ્રામીણ ભારતને વેગ આપવા માટે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની ઐતિહાસિક બેઠકનું આયોજન કરવામં આવ્યું

કેન્દ્રીય મંત્રીમંડળે આજે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમમાં ઐતિહાસિક સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. એક દૂરંદેશી પગલું છે જે કૃષિમાં પરિવર્તન અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ભરવામાં આવ્યું છે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમમાં સુધારા સાથે ધાન્ય, દાળ, તેલીબિયાં, ખાદ્યતેલ, ડુંગળી અને બટાકા જેવી ચીજવસ્તુઓને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવી દેવામાં આવશે. આનાથી ખાનગી રોકાણકારોના અતિશય નિયમનકારી હસ્તક્ષેપના ભયને દૂર કરી શકાશે. ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને પૂરવઠાની મુક્તિના કારણે અર્થતંત્રને વેગ આપવા માટે અને ખાનગી ક્ષેત્ર/ વિદેશી પ્રત્યક્ષ રોકાણને કૃષિ ક્ષેત્રમાં આકર્ષવા માટે મદદ મળશે. આનાથી કોલ્ડ સ્ટોરેજ અને ખાદ્ય પૂરવઠા સાંકળના આધુનિકીકરણમાં રોકાણ લાવવામાં મદદ થશે. સીમાચિહ્નરૂપ નિર્ણયોથી ખેડૂતોને ફાયદો થશે અને કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન આવશે. બંધન મુક્ત આંતર રાજ્ય અને રાજ્યની અંદર કૃષિ પેદાશોના વેપારને પ્રોત્સાહન આપવા માટેના વટહુકમને મંજૂરી આપવામાં આવી છે. આનાથી ખેડૂતોને પ્રસંસ્કરકો, સંગ્રાહકો, જથ્થાબંધ વેપારીઓ અને મોટી સંખ્યામાં છુટક વિક્રેતાઓ તેમજ નિકાસકારો સાથે જોડવા માડે સશક્ત કરવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629105

 

સરકારે રોકાણ આકર્ષવા માટે મંત્રાલયો/ વિભાગોમાં સચિવોના સશક્ત જૂથ અને પરિયોજના વિકાસ સેલોની સ્થાપનાને મંજૂરી આપી છે.

કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં રોકાણ આકર્ષવા માટે મંત્રાલયો/ વિભાગોમાં સચિવોના સશક્ત જૂથ અને પરિયોજના વિકાસ સેલોની સ્થાપનાને મંજૂરી આપી છે. વ્યવસ્થાતંત્રથી ભારતનું 2024-25માં 5 ટ્રિલિયન અમેરિકી ડૉલરના અર્થતંત્રનું લક્ષ્ય વધુ આગળ વધશે. વર્તમાન કોવિડ-19 મહામારીને ધ્યાનામાં રાખીને ભારતે FDIને દેશમાં આકર્ષવા માટેની તક રજૂ કરી છે જેમાં ખાસ કરીને મોટી કંપનીઓ કે જેઓ તેમના રોકાણ માટે નવા જનસમુદાય વિસ્તારમાં વૈવિધ્યતા શોધી રહ્યા છે અને તેમનું જોખમ ઓછુ કરવા માંગે છે તેમના માટે તક ઉભી કરવામાં આવી છે. ભારતમાં રોકાણકારોને રોકાણ કરવામાં સહકાર આપવા અને સુવિધા પૂરી પાડવા માટે તેમજ અર્થતંત્રમાં મુખ્ય ક્ષેત્રોને વેગ આપવા માટે સચિવોના સશક્ત જૂથ (EGoS)ને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન સાથે રોકાણ યોગ્ય પરિયોજનાઓના વિકાસ માટે અને તેના પરિણામરૂપે ભારતમાં રોકાણ યોગ્ય પરિયોજનાઓનો તખતો તૈયાર કરવા માટે અને FDIની આવકમાં વધારો કરવા માટે એક પરિયોજના વિકાસ કોષ (PDC)ને પણ મંજૂરી આપવામાં આવી છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629077

 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અત્યાર સુધીમાં થયેલી પ્રગતી

રૂપિયા 1.70 લાખ કરોડના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત સરકારે મહિલાઓ અને ગરીબો, વરિષ્ઠ નાગરિકો અને ખેડૂતોને વિનામૂલ્યે ખાદ્યાન્ન તેમજ રોકડ આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી. પેકેજનો તાકીદે અમલ કરવામાં આવ્યો છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા સતત તેની કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKY) હેઠળ અંદાજે 42 કરોડ ગરીબ લોકોને રૂપિયા 53,248 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. PM-KISANના અમલીકરણ અંતર્ગત 8.19 કરોડ લાભાર્થીઓને પ્રથમ હપતાની ચુકવણી પેટે રૂપિયા 16394 કરોડ તેમના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે. જનધન ખાતુ ધરાવતી મહિલાઓના 20.02 કરોડ (98.33%) ખાતામાં પ્રથમ હપતા તરીકે રૂપિયા 10029 કરોડ ચુકવવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628952

 

વિદેશી નાગરિકોને ભારતમાં આવવા માટે ચોક્કસ શ્રેણીમાં વીઝા અને પ્રવાસ પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી

ભારત આવવું જરૂરી હોય તેવા વિદેશી નાગરિકોને ભારતમાં આવવા માટે ચોક્કસ શ્રેણીમાં વીઝા અને પ્રવાસમાં પ્રતિબંધોમાં રાહત આપવાની બાબતને ભારત સરકારે ધ્યાનમાં લીધી છે. ભારત આવવા માંગતા વિદેશી નાગરિકોને ચોક્કસ શ્રેણીઓમાં ભારતના પ્રવાસ માટે મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે- વિદેશી વ્યાવસાયિકો, વિદેશી આરોગ્ય સંભાળ પ્રોફેશનલો, આરોગ્ય સંશોધકો, એન્જિનિયરો અને ટેકનિશિયનો, વિદેશી એન્જિનિયરિંગ, મેનેજરિયલ, ડિઝાઇન અથવા અન્ય વિશેષજ્ઞો, વિદેશી ટેકનિકલ વિશેષજ્ઞો અને એન્જિનિયરો. ઉપરોક્ત શ્રેણીઓમાં વિદેશી નાગરિકોએ, જે પણ લાગુ પડે તે અનુસાર, નવા વ્યવસાય વીઝા અથવા રોજગારી વીઝા, વિદેશમાં સ્થિત ભારતીય મિશન/ પોસ્ટ પરથી મેળવવાના રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629031

 

પ્રધાનમંત્રી અને USAના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર ચર્ચા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ શ્રી ટ્રમ્પે જી-7ના અમેરિકી અધ્યક્ષ પદ અંગે વાત કરી હતી અને ભારત સહિત અન્ય મહત્વપૂર્ણ દેશોને સામેલ કરવા માટે વર્તમાન સભ્યપદથી આગળ વધીને સમૂહના પરીઘનું વિસ્તરણ કરવાની તેમની ઇચ્છા વ્યક્ત કરી હતી. સંદર્ભે, તેમણે યુ.એસ..માં યોજાનારા આગામી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી શ્રી મોદીને આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી મોદીએ રચનાત્મક અને દૂરંદેશીપૂર્ણ દ્રષ્ટિકોણ બદલ રાષ્ટ્રપતિ શ્રી ટ્રમ્પની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, પ્રકારનો વિસ્તારિત મંચ, કોવિડ પછીની દુનિયાની ઉભરતી વાસ્તવિકતાઓને અનુરૂપ હશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત શિખર સંમેલનની સફળતા સુનિશ્ચિત કરવા માટે અમેરિકા અને અન્ય દેશો સાથે કામ કરવાનું થાય તે ભારત માટે ખુશીની વાત હશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628918

 

સરકાર વિદેશથી પરત આવી રહેલા લોકોના કૌશલ્ય મેપિંગની કવાયત હાથ ધરશે

કોવિડ-19 મહામારીના કારણે ભારતમાં પરત ફરી રહેલા આપણા કૌશલ્યપૂર્ણ લોકો પાસેથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવાના આશય સાથે ભારત સરકારે SWADES (સ્કિલ્ડ વર્કર્સ અરાઇવલ ડેટાબેઝ ફોર એમ્પલોયમેન્ટ સપોર્ટ) નામની પહેલ શરૂ કરી છે જેમાં વંદે ભારત મિશન અંતર્ગત ભારતમાં પરત ફરી રહેલા લોકોના કૌશલ્ય મેપિંગની કવાયત હાથ ધરવામાં આવશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય તેમજ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને વિદેશ મંત્રાલયની સંયુક્ત પહેલ છે જેનો ઉદ્દેશ્ય ક્વૉલિફાઇડ લોકોને તેમના કૌશલ્ય અને અનુભવના આધારે ડેટાબેઝ તૈયાર કરવાનો છે જેથી ભારતીય અને વિદેશી કંપનીઓની માંગ પૂર્ણ કરવા માટેની શક્યતાઓ ચકાસી શકાય. પહેલનો હેતુ પરત આવી રહેલા લોકોને સંબંધિત રોજગારીની તકો સાથે સશક્ત બનાવવાનો છે. રાજ્ય સરકારો અને ઔદ્યોગિત તેમજ કર્મચારી સંગઠનો સહિત મુખ્ય હિતધારકો સાથે એકત્રિત કરેલી માહિતી શેર કરવા અને તેમની સાથે ચર્ચા કરવાની યોજના છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628976

 

કેન્દ્રીય HDR મંત્રીએ ઉચ્ચ માધ્યમિક (ધોરણ XI અને XII) શિક્ષણ તબક્કા માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડ્યું

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે આજે નવી દિલ્હીમાં ઉચ્ચ માધ્યમિક (ધોરણ XI અને XII) શિક્ષણ તબક્કા માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડ્યું હતું. કેલેન્ડર માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ NCERT દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જેથી માતા-પિતા અને શિક્ષકોની મદદથી વિદ્યાર્થીઓને કોવિડ-19ના તબક્કામાં ઘરે રહીને પણ અર્થપૂર્ણ રીતે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડી શકાય. પ્રસંગે HDR મંત્રીએ જણાવ્યું હતું કે, કેલેન્ડરમાં શિક્ષકો માટે હાલમાં ઉપલબ્ધ વિવિધ ટેકનોલોજીકલ સાધનો અને સોશિયલ મીડિયાના સાધનોનો ઉપયોગ કરવાની માર્ગદર્શિકા આપવામાં આવી છે, જેની મદદથી વધુ આનંદ અને રસપ્રદ રીતે શિક્ષણ આપી શકાય છે અને અભ્યાસુઓ, માતાપિતા તેમજ શિક્ષકો ઘરેથી તેનો ઉપયોગ કરી શકે છે. છતાં પણ, મોબાઇલ, રેડિયો, ટેલિવિઝન, SMS અને અલગ અલગ સોશિયલ મીડિયા જેવા વિભિન્ન સાધનો અને પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓના ઍક્સેસના વિવિધ સ્તરો ધ્યાનમાં લેવામાં આવ્યા છે.

Image

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628948

ઓપરેશન સમુદ્ર સેતુભારતીય નાગરિકોને લઇને શ્રીલંકાથી રવાના થયેલું INS જલશ્વ ટુટીકોરિન બંદરે આવી પહોંચ્યું

નૌસેનાના ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત શ્રીલંકાથી 685 ભારતીય નાગરિકોને વતન પરત લાવવા માટે કોલંબોથી રવાના થયેલું જહાજ જલશ્વ’ 02 જૂન 2020ના રોજ ટુટીકોરીન બંદરે આવી પહોંચ્યું હતું. શ્રીલંકામાં આવેલા ભારતીય મિશને તમામ ભારતીયોને જહાજમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. જરૂરી તબીબી સ્ક્રિનિંગ કર્યા પછી તમામ મુસાફરોને જહાજમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સંપૂર્ણ દરિયાઇ મુસાફરી દરમિયાન કોવિડ સંબંધિત સલામતી પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. જહાજમાં આવેલા તમામ ભારતીય નાગરિકો માટે ટુટીકોરિન ખાતે સ્થાનિક પ્રશાસકો દ્વારા કરવામાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી ઝડપથી તેમને જહાજમાં ઉતારવાની, તબીબી સ્ક્રિનિંગ અને ઇમીગ્રેશન તેમજ તેમના ગંતવ્ય સ્થળો સુધી પરિવહનની પ્રક્રિયા થઇ શકે. વર્તમાન મહામારીના સમયમાં ભારતીય નૌસેના દ્વારા કુલ 2173 ભારતીયોને માલદીવ્સ (1488) અને શ્રીલંકા (685)માંથી બચાવીને ભારતમાં લાવવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628714

 

MSMEના વર્ગીકરણના નવા માપદંડોના અમલીકરણ માટે MSME મંત્રાલયે તૈયારીઓ કરી

દેશમાં MSMEની પરિભાષા અને માપદંડોમાં સુધારાના અમલીકરણનો માર્ગ મોકળો દ્વારા માટે માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો દ્વારા રાજપત્ર અધિસૂચના બહાર પાડવામાં આવી છે. MSMEની નવી પરિભાષા અને માપદંડ 1 જુલાઇ 2020થી અમલમાં આવશે. 13 મે 2020ના રોજ આત્મનિર્ભર ભારત પેકેજમાં MSMEની પરિભાષા બદલવાની ઘોષણા કરવામાં આવી હતી. આ જાહેરાત અનુસાર, માઇક્રો ઉત્પાદન એકમો અને સેવા એકમોની પરિભાષા વધારીને રૂપિયા 1 કરોડનું રોકાણ અને રૂપિયા 5 કરોડનું ટર્નઓવર કરવામાં આવી છે. નાના એકમોની મર્યાદા વધારીને રૂપિયા 10 કરોડનું રોકાણ અને રૂપિયા 50 કરોડનું ટર્નઓવર કરવામાં આવી હતી. તેવી જ રીતે, મધ્યમ એકમોની મર્યાદા વધારીને રૂપિયા 20 કરોડનું રોકાણ અને રૂપિયા 100 કરોડનું ટર્નઓવર કરવામાં આવી છે. ભારત સરકારે 01.06.2020ના રોજ MSMEની પરિભાષામાં વધુ સુધારાનો નિર્ણય લીધો હતો. મધ્યમ ઉદ્યોગો માટે હવે રૂપિયા 50 કરોડના રોકાણ અને રૂપિયા 250 કરોડના ટર્નઓવરની મર્યાદા રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628925

 

EPFO 1 એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં 52.62 લાખ સબસ્ક્રાઇબરોના KYC અપડેટ કર્યા

કોવિડ-19 મહામારીના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયેલી ઑનલાઇન સેવાઓની ઉપલબ્ધતા અને તેની પહોંચ વધારવા માટે EPFOએ એપ્રિલ અને મે 2020ના મહિના દરમિયાન તેના 52.62 લાખ સબસ્ક્રાઇબરના નો યોર કસ્ટમર (KYC) ડેટા અપડેટ કર્યા છે. આમાં 39.97 લાખ સબસ્ક્રાઇબર માટે આધાર સિડિંગ, 9.87 લાખ સબસ્ક્રાઇબર મોબાઇલ સિંડિંગ (UAN સક્રિયકરણ) અને 11.11 લાખ સબસ્ક્રાઇબર માટે બેંક એકાઉન્ટ સિડિંગની કામગીરી સામેલ છે. KYC એક જ વખત કરવી જરૂરી પ્રક્રિયા છે જે KYC સાથે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ને લિંક કરીને સબસ્ક્રાઇબરની ઓળખની ખરાઇમાં મદદરૂપ થાય છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628922

 

કેન્દ્રીય મંત્રીએ ફિલ્મ નિર્માતાઓના એસોસિએશન, સીને પ્રદર્શકો અને ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ફિલ્મ નિર્માતાઓના એસોસિએશન, સીને પ્રદર્શકો અને ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજી હતી. કોવિડ-19ના કારણે આ ઉદ્યોગને પડી રહેલી સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટે મંત્રીશ્રી દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંગે આ પક્ષો તરફથી મંત્રીશ્રીને રજૂઆતો મોકલવામાં આવી હતી. પ્રોડક્શન સંબંધિત ફરી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાના મુદ્દે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયાઓ બહાર પાડવામાં આવી છે. સીનેમા હોલ ફરી શરૂ કરવા અંગે કરવામાં આવેલી રજૂઆતના સંદર્ભમાં મંત્રીશ્રીએ પ્રતિનિધીઓને જણાવ્યું હતું કે, જૂન મહિનામાં કોવિડ-19 મહામારીની સ્થિતિ ધ્યાનમાં લીધા પછી તેની શક્યતાઓ ચકાસવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628754

 

મેક ઇન ઇન્ડિયાને મોટો વેગ મળ્યો: સંરક્ષણ મંત્રાલયે રૂ. 1,094 કરોડની કિંમતના 156 અપગ્રેડ કરેલા BMP ઇન્ફેન્ટરી કોમ્બેટ વ્હિકલ્સ પૂરા પાડવા માટે OFBને ઓર્ડર આપ્યો

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મેક ઇન ઇન્ડિયા પહેલને ખૂબ મોટો વેગ આપવાના ભાગરૂપે, સંરક્ષણ મંત્રાલયની હસ્તાંતરણ શાખાએ, સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહની મંજૂરી સાથે, ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)ને અપગ્રેડ કરેલી સુવિધાઓ સાથે 156 BMP 2/2k ઇન્ફેન્ટરી કોમ્બેટ વ્હિકલ (ICV) પૂરા પાડવાનો ઓર્ડર આપ્યો છે. આ વ્હિકલ્સનો ઉપયોગ ભારતીય સૈન્યના દળોને યાંત્રિક સામગ્રી પૂરી પાડવા માટે કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628743

 

ભારતીય રેલવેએ 3 જૂન 2020 (09.00 કલાક) સુધીમાં દેશના વિવિધ ભાગોમાં 4197 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કર્યું અને અત્યાર સુધીમાં શ્રમિક વિશેષ ટ્રેનોમાં 58 લાખથી વધુ મુસાફરોને તેમના વતન રાજ્યમાં જવા માટે સુવિધા કરી આપવામાં આવી

03 જૂન 2020ના રોજ સુધીની સ્થિતિ અનુસાર દેશના વિવિધ ભાગોમાં ભારતીય રેલવે દ્વારા 4197 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કરવામાં આવ્યું હતું. સવારે 09 વાગ્યા સુધીમાં 81 ટ્રેનો તેના ગંતવ્ય સ્થળે પહોંચવા માટે રસ્તામાં ચાલી રહી હતી. અત્યાર સુધીમાં, શ્રમિક વિશેષ ટ્રેનો શરૂ થયાના 34 દિવસમાં 58 લાખથી વધુ વિસ્થાપિતોને તેમના વતન રાજ્યમાં જવા માટે મુસાફરીની સુવિધા કરી આપવામાં આવી છે. જ્યાંથી સૌથી વધુ સંખ્યામાં આ ટ્રેનો રવાના થઇ હોય તેવા ટોચના પાંચ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો ગુજરાત (1026 ટ્રેન), મહારાષ્ટ્ર (802 ટ્રેન), પંજાબ (416 ટ્રેન), ઉત્તરપ્રદેશ (294 ટ્રેન) અને બિહાર (294 ટ્રેન) છે. શ્રમિક વિશેષ ટ્રેનો ઉપરાંત ભારતીય રેલવે દ્વારા 15 જોડીમાં રાજધાની પ્રકારની ટ્રેનો શરૂ કરવામાં આવી છે જે દિલ્હી સાથે જોડાયેલી છે અને 1 જૂનથી વધુ 200 ટ્રેનોની સેવા શરૂ કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629043

 

મંત્રીમંડળે આયુષ મંત્રાલય હેઠળ પેટા કચેરી તરીકે ભારતીય ઔષધી અને હોમિયોપેથી માટે ફાર્માકોપિયા આયોગની સ્થાપનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે આયુષ મંત્રાલય હેઠળ પેટા કચેરી તરીકે ભારતીય ઔષધી અને હોમોપેથી માટે ફાર્માકોપિયા આયોગ તરીકે પુનઃસ્થાપનાને મંજૂરી આપી છે જેમાં ભારતીય દવાઓ માટે ફાર્માકોપિઆ અને હોમીઓપેથિક ફાર્માકોપિયા એમ બે કેન્દ્રીય લેબોરેટરી તરીકે તેનું વિલિનીકરણ કરવામાં આવશે. આ વિલિનીકરણનો હેતુ તેમના અસરકારક વ્યવસ્થાપન અને ગુણવત્તા નિયંત્રણ માટે આર્યુવેદ, સિદ્ધા, ઉનાની અને હોમિયોપેથી ઔષધીઓના પરિણામોનું માનકીકરણ વધારવા માટે ત્રણ સંગઠનોની માળખાકીય સુવિધાઓ, તકનિકી માનવબળ અને નાણાકીય સંશાધનોના ઇષ્ટતમ ઉપયોગનો છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629071

શ્રી નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં કેન્દ્રીય રોજગારી બાંયધરી પરિષદની 21મી બેઠક યોજાઇ

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં 02.06.2020ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય રોજગારી બાંયધરી પરિષદની 21મી બેઠક યોજવામાં આવી હતી. પારદર્શકતા અને જવાબદારી હાંસલ કરવાની બાબતોને ધ્યાનમાં રાખીને, સરકાર મહાત્મા ગાંધી નરેગા કામદારોના બેંક ખાતામાં 100% વેતનની ચુકવણી થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લઇ રહી છે અને તદઅનુસાર કામદારોના સામાજિક ઓડિટ પર પણ ભાર મૂકે છે. નાણાકીય વર્ષ 2020-21 માટે, રૂપિયા 61,500 કરોડ ફાળવવામાં આવ્યા છે જે અત્યાર સુધીની સર્વાધિક રકમ છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આ યોજના માટે વધારાના રૂપિયા 40,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે જેથી કોવિડ-19ના મુશ્કેલીના સમયમાં જરૂરિયાતમંદ લોકોને રોજગારી પૂરી પાડવાનું સુનિશ્ચિત થઇ શકે. આ કાર્યક્રમ હેઠળ, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને રૂપિયા 28,000 કરોડ પહેલાંથી જ આપી દેવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628782

 

                PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસકે આંતરરાજ્ય સરહદો ઉપર અચોક્કસ ધોરણે પરીક્ષણ સુનિશ્ચિત કરવા માટે પોલીસ મહાનિદેશકને નિર્દેશો આપ્યાં છે. તમામ મુલાકાતીઓને આયોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને સ્વયં તપાસ હાથ ધરવા સલાહ આપવામાં આવી છે. પ્રશાસકે ત્રણ તબીબી સંસ્થાઓના વડાઓને OPD સુવિધામાં વધારો કરવા સલાહ આપી છે, જેથી છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી પોતાની સારવારની રાહ જોઇ રહેલા દર્દીઓ સમયસર સારવાર લઇ શકે.
  • પંજાબઃ મુખ્યમંત્રીએ કોવિડના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના લીધે આવકમાં ઘટાડો થયો હોવા છતાં સ્થાનિક ઉર્જાના દરોમાં ઘટાડો કરવા અંગે પંજાબ રાજ્ય વીજ નિયમન આયોગે લીધેલા નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે દરોમાં કરાયેલો ઘટાડો આગામી સમયમાં લોકો માટે લાભદાયક સાબિત થશે. કોરોના વાયરસ મહામારી અને રાજ્યમાં લાંબા સમયથી લાદવામાં આવેલા લૉકડાઉનના પરિણામે આવકમાં વ્યાપક નુકસાન થતાં પંજાબના મુખ્યમંત્રીએ 1 જૂનથી દારુ ઉપર કોવિડ ઉપકર લાદવાના નિર્ણયને મંજૂરી આપી છે. આ પગલાંના કારણે રાજ્યને વર્તમાન નાણાકીય વર્ષમાં રૂ. 145 કરોડની વધારાની આવક મેળવવામાં મદદ મળશે.
  • હરિયાણાઃ હરિયાણા સરકારે જાહેર પરિવહનની સુવિધા માટે ટેક્સી, કેબ, મેક્સિ કેબ અને ઓટો રિક્ષા સંબંધિત માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરી છે. પરિવહન વિભાગે જણાવ્યું હતું કે ટેક્સી અને કેબ સંચાલકોને ડ્રાઇવર ઉપરાંત મહત્તમ બે મુસાફરો સાથે વાહન ચલાવવાની મંજૂરી અપાશે. તેનો અર્થ તે થયો કે વાહનમાં મહત્તમ ત્રણ મુસાફરો રહેશે. મેક્સિ કેબ પોતાના વાહનની મહત્તમ ક્ષમતા કરતા અડધા મુસાફરો બેસાડી શકશે. ઓટો રિક્ષા ચાલકો અને ઇ-રિક્ષા ચાલકોને ડ્રાઇવર ઉપરાંત બે મુસાફરો સાથે વાહન ચલાવવાની મંજૂરી અપાઇ છે. આજ રીતે, દ્વીચક્રી ચાલકોને પોતાની પાછળ એક વ્યક્તિ બેસાડવાની મંજૂરી અપાઇ છે અને બંને વ્યક્તિઓ માટે હેલમેટ, માસ્ક અને હાથના મોજાં પહેરવા ફરજિયાત રહેશે. હાથથી ખેંચીને ચલાવતાં રિક્ષા ચાલકો બેથી વધારે મુસાફરો બેસાડી શકશે નહીં. તમામ ડ્રાઇવર અને મુસાફરોએ હંમેશા માસ્ક અથવા કપડાંથી પોતાનો ચહેરો ઢાંકવાનો રહેશે. વાહનોને નિયમિતપણે સેનિટાઇઝ કરવાના રહેશે અને ડ્રાઇવર તથા મુસાફરોએ નિયમિતપણે સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનો રહેશે. હંમેશા તમામ વ્યક્તિઓએ સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનું રહેશે.
  • અરૂણાચલ પ્રદેશઃ 67,998 ખેડૂતોને PMKSY અંતર્ગત રૂ. 2,000 ઉપરાંત રાજ્ય સરકાર તરફથી વધારાની રૂ. 1,000ની નાણાકીય સહાય આપવામાં આવી છે. રાજ્યમાં કોવિડ-19ના કુલ સક્રિય કેસોની સંખ્યા 28 છે.
  • આસામઃ આસામમાં કોવિડ-19ના નવા 51 કેસો મળી આવ્યાં છે. રાજ્યના આરોગ્યમંત્રી જણાવ્યું હતું કે, ધૂબરીમાંથી 28, દારાંગમાંથી 13, કરિમગંજમાંથી 5, સોનિતપુરમાંથી 3 અને બે કેસો લખીમપુરમાંથી નોંધાયાં હતા. આ સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 1,672 થઇ ગઇ છે.
  • મણીપુરઃ 13 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં મણીપુરમાં દર્દીઓ સાજા થવાનો દર વધીને 25% થઇ ગયો છે. રાજ્યમાં 76 સક્રિય કેસો સાથે કુલ કેસોની સંખ્યા 102 છે.
  • મેઘાલયઃ મેઘાલયના પશ્ચિમ ગારો પર્વતીય જિલ્લાના એક વ્યક્તિનો ટેસ્ટ નેગેટીવ આવતાં તેને સાજા થયેલા જાહેર કરાયા છે. 19 મેના રોજ તામિલનાડુમાંથી પરત ફરેલા આ વ્યક્તિનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. તે ક્વૉરેન્ટાઇન હેઠળ છે. હાલ રાજ્યમાં 16 સક્રિય કેસો છે અને 13 લોકો સાજા થયા છે.
  • મિઝોરમઃ અત્યાર સુધી 31 મે, 2020ના રોજ જાહેર કરાયેલા લૉકડાઉન 5.0ના નિર્દેશોમાં કોઇ ફેરફાર કરાયો નથી. તાજેતરમાં રાજ્યમાં કોવિડ-19ના 13 નવા કેસો સામે આવ્યાં છે.
  • નાગાલેન્ડઃ કોવિડ-19 સામે લડાઇમાં આરોગ્ય સંભાળ વ્યાવસાયિકોની અછત દૂર કરવા 27 ડૉક્ટરોની નિમણૂંક કરવામાં આવી છે. દીમાપુરના વેપારીઓએ સામાન્ય વ્યાપારી પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ દૂર કરવા સરકારને અપીલ કરી છે.
  • સિક્કિમઃ સિક્કિમ આર્થિક પુનરોદ્ધાર સમિતિના અધ્યક્ષે દાવો કર્યો છે કે, પ્રવાસન ક્ષેત્રમાં કોવિડ-19ના કારણે રાજ્યને રૂ. 500 કરોડના નુકસાનનો સામનો કરવો પડ્યો છે.
  • ત્રિપુરાઃ રાજ્યમાં હાથ ધરવામાં આવેલા 821 નમૂનાના પરીક્ષણમાંથી 49 વ્યક્તિઓનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. તેમાંથી મોટાભાગના પ્રવાસ ઇતિહાસ અને સંપર્ક ધરાવે છે.
  • કેરળઃ પાટનગરમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા ખ્રિસ્તી પાદરીનું મૃત્યુ થતાં આશરે 15 આરોગ્ય કર્મચારીઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં છે. કોચીમાં એર ઇન્ડિયાની મહિલા પાઇલટની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે - જે ક્વૉરેન્ટાઇન નિયમોનું ઉલ્લંઘન કરીને દુબઇથી નેદુમ્બાસેરી પહોંચી હતી. રાજ્યના મંત્રીમંડળે એક અઠવાડિયા માટે શાળાના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન વર્ગો ચલાવવા માટે ચાલી રહેલા ટ્રાયલને વધારવાનો નિર્ણય લીધો છે. પડોશી જિલ્લાઓમાં આજે બસ સેવા શરૂ થઇ હતી. આવતીકાલથી ગુરુવેયુર મંદિરમાં લગ્નોને મંજૂરી આપવામાં આવી છે. અખાતી દેશોમાં કોવિડના કારણે સાત કેરળવાસીઓના મૃત્યુ થતાં કુલ આંક 210ને પાર કરી ગયો છે. આજે નવી દિલ્હીમાં એક મલયાલી નર્સનું મૃત્યુ થયું હતું. ગઇકાલે રાજ્યમાં 86 લોકોના ટેસ્ટ પોઝિટીવ આવ્યાં હતા. 774 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
  • તામિલનાડુઃ પુડુચેરીમાં JIPMERમાં કામ કરતાં ચાર આરોગ્યકર્મીઓનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. આ સાથે કુલ કેસોની સંખ્યા 90 પર પહોંચી ગઇ છે. 'ઓપરેશન સમુદ્રસેતુ' હેઠળ INS જલશ્વએ શ્રીલંકામાં ફસાયેલા 686 લોકોની બચાવ કામગીરી કરી છે. આજે સવારે થુથિકોડી ખાતે વી. . ચિદમ્બરનાર બંદર ખાતે જહાજ આવી પહોંચ્યું હતું. રાજ્ય સરકારે પોતાના પાકનું સારું વળતર મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં પોતાના પાકનું કોઇપણ વ્યક્તિને વેચાણ કરવા ખેડૂતોને મંજૂરી આપતો વટહુકમ પસાર કર્યો છે. ગઇકાલે રાજ્યમાં 1,091 નવા કેસો નોંધાતાં તામિલનાડુમાં કોવિડના કેસોની સંખ્યા ઊંચી રહી છે. 806 કેસો ચેન્નઇમાંથી નોંધાયાં હતાં. અત્યાર સુધી કુલ 24,586 કેસો નોંધાયાં છે, જેમાંથી 10,680 કેસો સક્રિય છે, 197 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 13,706 લોકોને રજા આપવામાં આવી છે. ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 7,880 છે.
  • કર્ણાટકઃ નિસર્ગ વાવાઝોડુ ઉત્તર કન્નડના દરિયાકાંઠે ત્રાટકતાં તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં કાગળ ધરાવતી ફાઇલના બદલે ઇ-ઓફિસ સોફ્ટવેર ઉપર તમામ ફાઇલોની ઑનલાઇન ક્લિયરન્સ કામગીરી શરૂ કરી છે. રાજ્ય સરકારે 1 જુલાઇથી શાળાઓ ખોલવાની વિચારણાં કરી છે, જ્યારે પ્રવેશ પ્રક્રિયા 8 જૂનથી શરૂ કરી શકાશે. રાજ્ય PUCએ પરીક્ષા કેન્દ્રો અને વિદ્યાર્થીઓની કામચલાઉ સુધારેલી યાદી બહાર પાડી છે. મુખ્યમંત્રીએ પોતાના ઘરે ક્વૉરેન્ટાઇન થયેલા લોકો દ્વારા થતાં ઉલ્લંઘન સામે અધિકારીઓને FIR દાખલ કરવાના નિર્દેશો આપ્યાં છે. રાજ્યમાં 388 નવા કેસો નોંધાયાં હતાં, જેમાંથી 367 આંતરરાજ્ય કેસો છે. કુલ પોઝિટીવ કેસો 3,786 છે, જેમાંથી 2,339 સક્રિય કેસો છે, 52 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 1,403 લોકો સાજા થયા છે.
  • આંધ્રપ્રદેશઃ રાજ્ય સરકાર દ્વારા દાખલ કરેલી અરજી રદ કરતાં સર્વોચ્ચ અદાલતે ચાર અઠવાડિયાના નિર્ધારિત સમયની અંદર સરકારી ઇમારતો ઉપરથી રાજકીય પક્ષોના રંગ દૂર કરવાનો આદેશ આપ્યો છે અને અદાલતના તિરસ્કારની કાર્યવાહી હાથ ધરવાની ચેતવણી ઉચ્ચારી છે. રાજ્ય સરકારે ભુધાર નંબર ફાળવવા જમીનોના પુનઃસર્વેક્ષણને મંજૂરી આપી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 8,066 નમૂનાઓના પરીક્ષણ બાદ 79 નવા કેસો નોંધાયાં છે, 35 લોકોને રજા આપવામાં આવી છે અને ચાર લોકોના મરણ નીપજ્યાં છે. કુલ નોંધાયેલા 3,279 કેસોમાંથી 967 કેસો સક્રિય છે, જ્યારે 2,244 લોકો સાજા થયા છે અને 68 લોકોના મરણ નીપજ્યાં છે. પોઝિટીવ નોંધાયેલા કુલ સ્થળાંતરિતોની સંખ્યા 573 છે, જેમાંથી 362 સક્રિય છે. વિદેશમાંથી પરત ફરેલા 119માંથી 118 સક્રિય રહેવા પામ્યાં છે.
  • તેલંગાણા: હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની ઘરે જ સારવાર થઇ શકે છે તે પ્રકારની સૂચનાઓ દરેક રાજ્યો માટે ICMR દ્વારા બહાર પાડવામાં આવ્યા પછી, રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, જો એક જ પરિવારના સભ્યોને ચેપ લાગેલો હશે તો તેમને તેમના ઘરે જ સારવાર આપવામાં આવશે. તેલંગાણા ઉચ્ચ અદાલતે રાજ્ય સરકારને વિસ્થાપિત શ્રમિકોના મુદ્દે નીતિ ઘડવા માટે નિર્દેશો આપ્યા છે. ઓસ્માનિઆ મેડિકલ કોલેજમાં વધુ પાંચ PG ડૉક્ટરોને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે; મેડિકલ કોલેજમાં કુલ 12 વ્યક્તિને અત્યાર સુધીમાં પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના વધુ 87 કેસ નોંધાયા છે જે સ્થાનિક સંક્રમણના કારણે થયા છે અને તેમાંથી 12 કેસો અન્ય રાજ્યમાંથી આવેલા લોકોમાં નોંધાયા છે. તેલંગાણામાં 2 જૂનના રોજની સ્થિતિ અનુસાર કુલ પોઝિટીવ કેસની સંખ્યા 2891 થઇ છે જેમાંથી 446 વિસ્થાપિત અને વિદેશમાં આવેલા લોકો છે.
  • મહારાષ્ટ્ર: રાજ્યમાં કોવિડ-19ના વધુ 2287 કે નોંધાયા હોવાથી અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા વધીને 72,300 થઇ ગઇ છે જેમાંથી 38,493 સક્રિય કેસ છે જે હાલમાં તબીબી દેખરેખ હેઠળ છે. રાજ્યના હોસ્ટસ્પોટ મુંબઇમાં મંગળવારે કોવિડ-19ના નવા 1109 કેસ નોંધાયા હતા.
  • ગુજરાત: રાજ્યમાં મંગળવારે કોવિડ-19થી ચેપ લાગ્યો હોય તેવા વધુ 415 કેસના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 17,632 થઇ ગઇ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1092 દર્દીઓ કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા છે જેમાંથી 29 દર્દીનાં મરણ મંગળવારે થયા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, 1,014 દર્દીઓ સંપૂર્ણ સાજા થઇ જવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
  • રાજસ્થાન: આજે સવાર સુધીમાં રાજ્યમાં કોવિડ-19ના વધુ 102 કેસ પોઝિટીવ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને હવે 9475 થઇ ગઇ છે જેમાંથી 6506 દર્દીઓ સાજા થઇ ગયા છે અને 5977 દર્દીઓને રાજ્યની વિવિધ હોસ્પિટલોમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. આજે નવા નોંધાયેલા મોટાભાગના કેસ જયપુરમાંથી છે.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત વધુ 137 દર્દી નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 8420 થઇ છે. આમાંથી 2835 દર્દીઓ હાલમાં સક્રિય કેસ છે. મોટાભાગના નવા  નોંધાયેલા પોઝિટીવ કેસ ઇન્દોરમાંથી છે જ્યારે તે પછી નિમુચ જિલ્લો આવે છે. આજે નિમુચમાંથી 23 દર્દીઓ સાજા થયા હતા જ્યારે ભોપાલમાંથી 35 અને જબલપુરમાંથી 6 દર્દીઓ કોરોના વાયરસની બીમારીથી સાજા થઇ ગયા હતા.
  • છત્તીસગઢ: આરોગ્ય વિભાગના તાજેતરના અપડેટ અનુસાર રાજ્યમાં કોવિડ-19ના નવા 9 કેસ પોઝિટીવ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત કુલ કેસની સંખ્યા 564 થઇ છે જેમાંથી 433 સક્રિય કેસ છે. નવા કેસો બલોદાબજાર, કોરબા અને બલોદમાં છે. હાલમાં રાજ્યમાં 51,588 લોકોને ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
  • ગોવા: ગોવામાં કોવિડ-19થી ચેપગ્રસ્ત વધુ 6 વ્યક્તિના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હોવાથી રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા વધીને 79 થઇ છે. આમાંથી, હાલમાં 22 સક્રિય કેસ છે. મંગળવારે 13 દર્દીઓ કોરોના વાયરસથી સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે.

 

 

PIB FACT CHECK

 

 

 

 

 

 

 

 



(Release ID: 1629164) Visitor Counter : 310