નાણા મંત્રાલય

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ – અત્યાર સુધીમાં થયેલી પ્રગતી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ અંદાજે 42 કરોડ ગરીબ લોકોને રૂપિયા 53,248 કરોડની આર્થિક સહાય મળી

Posted On: 03 JUN 2020 9:09AM by PIB Ahmedabad

રૂપિયા 1.70 લાખ કરોડના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત સરકારે મહિલાઓ અને ગરીબો, વરિષ્ઠ નાગરિકો અને ખેડૂતોને વિનામૂલ્યે ખાદ્યાન્ન તેમજ રોકડ આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી. પેકેજનો તાકીદે અમલ કરવામાં આવ્યો છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા સતત તેની કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKY) હેઠળ અંદાજે 42 કરોડ ગરીબ લોકોને રૂપિયા 53,248 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. PMGKY અંતર્ગત આવરી લેવામાં આવેલા વિવિધ ઘટકોમાં અત્યાર સુધીમાં થયેલી પ્રગતીની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • PM-KISANના અમલીકરણ અંતર્ગત 8.19 કરોડ લાભાર્થીઓને પ્રથમ હપતાની ચુકવણી પેટે રૂપિયા 16394 કરોડ તેમના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે.
  • જનધન ખાતુ ધરાવતી મહિલાઓના 20.02 કરોડ (98.33%) ખાતામાં પ્રથમ હપતા તરીકે રૂપિયા 10029 કરોડ ચુકવવામાં આવ્યા છે. પ્રથમ હપતા તરીકે પોતાના ખાતામાંથી જેમણે રકમ ઉપડવા માટે ટ્રાન્ઝેક્શન કર્યું હતું તેવી મહિલા PMJY ખાતાધારકોની સંખ્યા 8.72 કરોડ (44%) છે. 20.62 કરોડ (100%) મહિલા જનધન ખાતામાં બીજા હપતાની ચુકવણી પેટે રૂપિયા 10,315 કરોડ જમા કરાવવામાં આવ્યા છે. બીજા હપતા તરીકે પોતાના ખાતામાંથી જેમણે રકમ ઉપડવા માટે ટ્રાન્ઝેક્શન કર્યું હતું તેવી મહિલા PMJY ખાતાધારકોની સંખ્યા 9.7 કરોડ (47%) છે.
  • અંદાજે 2.81 કરોડ વૃદ્ધ લોકો, વિધવા અને દિવ્યાંગ વ્યક્તિઓને બે હપતા પેટે કુલ રૂપિયા 2814.5 કરોડ ચુકવવામાં આવ્યા છે. બે હપતામાં તમામ 2.81 કરોડ લાભાર્થીઓને તેમના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
  • ભવન નિર્માણ અને બાંધકામ ક્ષેત્રમાં જોડાયેલા 2.3 કરોડ શ્રમિકોને આર્થિક સહાય પેટે રૂપિયા 4312.82 કરોડ આપવામાં આવ્યા છે.
  • અત્યાર સુધીમાં 101 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો 36 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા એપ્રિલ મહિના માટે ઉપાડવામાં આવ્યો છે. 73.86 કરોડ લાભાર્થીઓને 36 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા એપ્રિલ 2020 મહિના માટે 36.93 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવ્યું છે. 65.85 કરોડ લાભાર્થીઓને 35 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા મે 2020 મહિના માટે 32.92 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવ્યું છે. 7.16 કરોડ લાભાર્થીઓને 17 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા જૂન 2020 મહિના માટે 3.85 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવ્યું છે. 5.06 લાખ મેટ્રિક ટન દાળનો જથ્થો વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિતરિત કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 19.4 કરોડ લાભાર્થીઓમાંથી 17.9 કરોડ પરિવાર લાભાર્થીઓમાં કુલ 1.91 લાખ મેટ્રિક ટન દાળનો જથ્થો વિતરિત કરવામાં આવ્યો છે.
  • કુલ 9.25 કરોડ PMUY સિલિન્ડરનું અત્યાર સુધીમાં યોજના અંતર્ગત બુકિંગ કરવામાં આવ્યું છે અને 8.58 કરોડ PMUY સિલિન્ડરનું લાભાર્થીઓમાં વિનામૂલ્યે વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે.
  • EPFOના 16.1 લાખ સભ્યોએ EPFO એકાઉન્ટમાંથી નોન-રિફંડેબલ એડવાન્સ પેટે ઑનલાઇન ઉપાડવાનો લાભ મેળવ્યો છે જેના માટે કુલ રૂપિયા 4725 કરોડ ચુકવવામાં આવ્યા છે.
  • 01-04-2020ના રોજથી દર વૃદ્ધિનો અમલ કરવામાં આવ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં 48.13 કરોડ લોકોના કામના માનવ-દિવસ જનરેટ કરવામાં આવ્યા છે. વધુમાં, રૂપિયા 28,729 કરોડ રાજ્યોને આપી દેવાયા છે જેથી તેઓ વેતન અને સામગ્રીની બાકી રકમની ચુકવણી કરી શકે.
  • 24% EPF યોગદાન 59.23 લાખ કર્મચારીઓના ખાતામાં ટ્રાન્ફસર કરવામાં આવ્યું છે જેના માટે રૂપિયા 895.09 કરોડ ચુકવવામાં આવ્યા છે.

 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ

02/06/2020 સુધીમાં ટ્રાન્સફર કરવામાં આવેલી કુલ ડાયરેક્ટ બેનિફિટની રકમ

 

યોજના

લાભાર્થીઓની સંખ્યા

રકમ

PMJDY મહિલા ખાતાધારકોને આર્થિક સહાય

પહેલો હપતો - 20.05 કરોડ (98.3%)

બીજો હપતો –20.63 કરોડ

પહેલો હપતો - 10,029 કરોડ

બીજો હપતો – 10,315 કરોડ

NSAP (વૃદ્ધો, વિધવા, દિવ્યાંગ, વરિષ્ઠ નાગરિકો) સહાય

2.81 કરોડ (100%)

પહેલો હપતો - 1407 કરોડ

બીજો હપતો – 1407 કરોડ

PM-KISAN અંતર્ગત ખેડૂતોને ચુકવવામાં આવેલો હપતો

8.19 કરોડ

16394 કરોડ

ભવન નિર્માણ અને અન્ય બાંધકામના શ્રમિકોને આર્થિક સહાય

2.3 કરોડ

4313 કરોડ

EPFOમાં 24% યોગદાન

.59 કરોડ

895 કરોડ

ઉજ્જવલા

પહેલો હપતો – 7.48

બીજો હપતો – 4.48

8488 કરોડ

કુલ

42 કરોડ

53248 કરોડ

 

 

 

GP/DS(Release ID: 1628952) Visitor Counter : 161