ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત આવવા તેમજ ભારતમાં ફસાયેલા અને તાત્કાલિક કારણથી વિદેશ જવા માંગતા લોકોને વિદેશ મુસાફરી કરવા માટે SOP બહાર પાડ્યા

Posted On: 24 MAY 2020 8:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા વિદેશમાં ફસાયેલા અને વતન પરત આવવા માંગતા ભારતીયો તેમજ જેઓ ભારતમાં ફસાયેલા છે અને તાત્કાલિક કારણોથી વિદેશમાં જવા માંગે છે તેવા તમામ લોકોને મુસાફરી કરવા માટે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) બહાર પાડ્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા 05.05.2020ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશના બદલે હવેથી નવો બહાર પાડવામાં આવેલો આદેશ માન્ય અને અમલમાં રહેશે. SOP જમીન સરહદેથી આવી રહેલા મુસાફરો માટે પણ લાગુ થવાપાત્ર રહેશે.

 

કોવિડ-19 મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લેવા માટે, લૉકડાઉનના માપદંડોના અમલીકરણ દરમિયાન આંતરરાષ્ટ્રીય મુસાફરોને ભારતમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર રોજગારી, અભ્યાસ/ ઇન્ટર્નશીપ, પર્યટન, વ્યવસાય વગેરે સહિત વિવિધ કારણોથી સંખ્યાબંધ ભારતીયો વિદેશમાં ફસાયેલા છે. તેઓ વિદેશમાં ઘણા લાંબા સમયથી રોકાયેલા હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે ભારત પરત આવવા માંગે છે. ઉપરોક્ત કેસો ઉપરાંત, એવા પણ સંખ્યાબંધ વિદેશી ભારતીયો છે જેઓ તબીબી ઇમરજન્સી અથવા પરિવારમાં કોઇ વ્યક્તિના મૃત્યુ જેવા કારણોસર ભારતની મુલાકાતે આવ્યા છે. એવા કેટલાય વિદેશી ભારતીયો છે જેઓ લૉકડાઉનમાં ભારતમાં ફસાઇ ગયા છે અને વિવિધ કારણોસર તાત્કાલિક વિદેશ પ્રવાસ કરવા માંગે છે.

 

વિદેશમાં ફસાયેલા ભારતીયોને મુસાફરી માટે, વિસ્થાપિત શ્રમિકો/ કામદારો કે જેઓને છુટા કરવામાં આવ્યા છે, ટુંકા સમય માટે વીઝા ધરાવે છે અને વીઝાની મુદત પુરી થવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તબીબી ઇમરજન્સી/ સગર્ભા મહિલાઓ/ વૃદ્ધ વ્યક્તિઓ અથવા તેમને પરિવારમાં કોઇ સભ્યના મૃત્યુના કારણે ભારત આવવું પડ્યું છે તેવા અને વિદ્યાર્થીઓ સહિત જેઓ મુશ્કેલીમાં મુકાયેલા છે જેવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

 

આવા લોકોએ તેઓ જે દેશમાં ફસાયેલા છે ત્યાં ભારતીય મિશન ખાતે નોંધણી કરાવવાની રહેશે અને સાથે MEA દ્વારા સૂચિત કરવામાં આવેલી વિગતો પૂરી પાડવાની રહેશે. તેઓ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) દ્વારા મંજૂરી આપવામાં આવેલી નોન-શિડ્યૂલ્ડ કોમર્શિયલ ફ્લાઇટ અને જહાજ મંત્રાલય (MOS) અંતર્ગત આવતા મિલિટરી બાબતોના વિભાગ (DMA) દ્વારા મંજૂરી આપવામાં આવેલા જહાજ મારફતે ભારત આવવા માટે મુસાફરી કરી શકશે. પ્રવાસ માટેનો ખર્ચ જે-તે મુસાફરે ભોગવવાનો રહેશે. ઉપરાંત, માત્ર એવા લોકોને ભારતમાં મુસાફરીની મંજૂરી આપવામાં આવશે જેમનામાં કોઇપણ પ્રકારના કોરોના બીમારીના લક્ષણો દેખાતા નથી.

 

વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આવા તમામ પ્રવાસીઓનો ફ્લાઇટ/ જહાજ અનુસાર ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે જેમાં જરૂરી સંબંધિત માહિતી પણ સામેલ કરવામાં આવશે અને જે-તે સંબંધિત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને અગાઉથી તે અંગે જાણ કરવામાં આવશે. ઉપરાંત, MEA દ્વારા તેમના રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો અનુસાર નોડલ અધિકારીની પણ નિયુક્તિ કરવામાં આવશે જેઓ હેતુ માટે સંબંધિત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા નિયુક્ત કરવામાં આવેલા નોડલ અધિકારી સાથે સંકલનમાં રહેશે. ભારત આવી રહેલી ફ્લાઇટ/ જહાજના શિડ્યૂલ (આગમનનો દિવસ, સ્થળ અને સમય) MEA દ્વારા તેમના ઑનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ પર ઓછામાં ઓછા બે દિવસની નોટિસ સાથે મૂકવામાં આવશે.

 

આરોગ્ય અને પરિવાર મંત્રાલય (MoHFW) દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે, ક્વૉરેન્ટાઇનની સુવિધા સહિતની માર્ગદર્શિકા નીચે MHA દ્વારા બહાર પાડવામાં આવેલા SOPની લિંક સાથે જોડવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, તમામ પ્રવાસીઓએ બોર્ડિંગ પહેલાં બાંયધરી આપવાની રહેશે કે તેઓ 14 દિવસ સુધી ફરજિયાતપણે ક્વૉરેન્ટાઇનમાં રહેશેજેમાંથી 7 દિવસ સ્વખર્ચે સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં અને તે પછીના 7 દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું થશે.

 

જેઓ ભારતમાં ફસાયેલા છે અને વિદેશમાં જવા માંગે છે તેવા લોકો, નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) અથવા MoCA દ્વારા હેતુથી નિયુક્ત કરવામાં આવેલી કોઇપણ અન્ય એજન્સીને જાણ કરવાની રહેશે અને સાથે પ્રસ્થાન અને આગમનના સ્થળ તેમજ MoCA દ્વારા સૂચિત કરવામાં આવેલી અન્ય તમામ જરૂરી માહિતીઓ પૂરી પાડવાની રહેશે. MoCA દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે મંજૂરી આપવામાં આવેલી નોન-શિડ્યૂલ ફ્લાઇટ્સ દ્વારા આવા પ્રવાસીઓને ભારતમાંથી પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવશે. મુસાફરી માટેનો તમામ ખર્ચ પ્રવાસીએ પોતે ભોગવવાનો રહેશે.

 

ગંતવ્ય દેશ માટેનો પ્રવાસ ખેડવાની મંજૂરી માત્ર એવા લોકોને આપવામાં આવશે જેઓ તે દેશના નાગરિક હોય; જેઓ ઓછામાં ઓછા એક વર્ષ માટે તે દેશના વીઝા ધરાવતા હોય; અને ગ્રીન કાર્ડ અથવા OCI કાર્ડધારક હોય. જો તબીબી ઇમરજન્સી અથવા પરિવારમાં કોઇ વ્યક્તિના મૃત્યુ જેવો કોઇ કિસ્સો હશે તો, મહિનાના વીઝા ધરાવતા વિદેશી ભારતીયને પણ પ્રવાસની મંજૂરી મળી શકશે. આવા લોકોની ટિકિટ કન્ફર્મ થાય તે પહેલાં MoCA દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે કે, ગંતવ્ય દેશ દ્વારા આવા લોકોને તેમના દેશમાં પ્રવાસ માટે મંજૂરી આપવામાં આવી હોય.

 

ભારતીય દરિયાઇ મુસાફરો/ ચાલકદળના સભ્યો કે જેઓ જહાજ પર સેવા આપવા માટે કરાર સ્વીકારવા માટે તૈયાર છે તેઓ, વંદે ભારત મિશન અંતર્ગત અથવા તેમના નોકરીદાતાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી નોન-શિડ્યૂલ કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા પ્રવાસ કરી શકશે જે જહાજ મંત્રાલયની મંજૂરી અને ક્લિઅરન્સને આધીન રહેશે.

 

ફ્લાઇટના બોર્ડિંગ વખતે, MoCA દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે કે, તમામ મુસાફરોએ આરોગ્ય પ્રોટોકોલ અનુસાર થર્મલ સ્કેનિંગ કરાવવાનું રહેશે. માત્ર એવા મુસાફરોને પ્રવાસીની મંજૂરી આપવામાં આવશે જેમનામાં કોઇપણ પ્રકારના કોરોનાની બીમારીના લક્ષણો દેખાતા હોય. મુસાફરોનું ફ્લાઇટમાં બોર્ડિંગ કરતી વખતે, માસ્ક પહેરવો, આસપાસમાં સ્વચ્છતા રાખવી, શ્વસન સંબંધિત શિષ્ટાચારનું પાલન કરવું, હાથની સ્વચ્છતા રાખવી વગેરેનું દરેક વ્યક્તિએ ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

 

SOP અને આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા જોવા માટે અહીં ક્લિક કરો

 

GP/DS(Release ID: 1626702) Visitor Counter : 24