ગૃહ મંત્રાલય

પશ્ચિમ બંગાળમાં અમ્ફાન ચક્રાવાત બાદ વ્યવસ્થાપન કરવા માટે NDRFની વધુ 10 ટીમો મોકલવામાં આવી

प्रविष्टि तिथि: 23 MAY 2020 4:28PM by PIB Ahmedabad

પશ્ચિમ બંગાળ સરકારના આપત્તિ વ્યવસ્થાપન અને નાગરિક સંરક્ષણ અગ્ર સચિવે રાજ્યમાં વધારાની ટીમો નિયુક્ત કરવા માટે લેખિત વિનંતી કરી હોવાથી, NDRFની વધુ 10 ટીમો રાજ્યમાં નિયુક્ત કરવામાં આવી છે અને તેમને રવાના કરી દેવામાં આવી છે. તેઓ વહેલામાં વહેલી તકે રાજ્યની બહાર દેશમાં NDRFના વિવિધ ઠેકાણાઓ પરથી પહોંચી જશે. ટીમો આજે મોડી રાત્રે કોલકાતા પહોંચે તેવી સંભાવના છે.

હાલમાં પશ્ચિમ બંગાળમાં ચક્રાવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃસ્થાપન અને બચાવ કામગીરી માટે NDRFની 26 ટીમો નિયુક્ત કરવામાં આવી છે. વધારાની 10 ટીમો ઉમેરાવાથી પશ્ચિમ બંગાળમાં અમ્ફાન ચક્રાવાતથી અસરગ્રસ્ત જિલ્લામાં NDRFની કુલ 36 ટીમો નિયુક્ત થઇ જશે.

GP/DS


(रिलीज़ आईडी: 1626404) आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam