PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 22 MAY 2020 6:49PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

Date: 22.5.2020

 

Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ; સાજા થવાનો દર સુધરીને 40.98% થયો

ગઇકાલથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના નવા 6088 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. દેશમાં પુષ્ટિ થયેલા કોવિડ-19ના કુલ 1,18,447 કેસમાંથી કુલ 66,330 કેસ સક્રિય તબીબી દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 48,533 દર્દીઓ કોવિડથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 3234 દર્દી સાજા થયા હોવાનું જાણવા મળ્યું છે. દેશમાં દર્દીઓ સાજા થવાનો કુલ દર સુધરીને 40.98% થયો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626139

 

દેશભરમાં વિવિધ સ્થળો પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાના અહેવાલો મળ્યાં

કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં રાખવા માટે સરકારની માર્ગદર્શિકાઓમાં ઉલ્લેખિત તમામ પગલાઓનું કડક પાલન આવશ્યક છે. જોકે દેશમાં વિવિધ સ્થળે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકામાં સૂચિત જોગવાઈઓના ઉલ્લંઘન થયું હોવાના રિપોર્ટ મળ્યાં છે. આ રિપોર્ટને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પત્રો લખ્યાં છે અને ભાર મૂક્યો છે કે, મંત્રાલયની માર્ગદર્શિકાઓનું કડક પાલન કરવું પડશે અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ સત્તામંડળોએ માર્ગદર્શિકાનું પાલન થાય એવી સુનિશ્ચિતતા કરવા જરૂરી પગલાં લેવા જોઈએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625878

 

ગૃહ મંત્રાલયે કોવિડ-19 સામે પ્રતિક્રિયાના ભાગરૂપે લાગુ કરવામાં આવેલા વીઝા અને પ્રવાસ પરના પ્રતિબંધો હળવા કર્યા, વિદેશમાં ફસાયેલા ચોક્કસ શ્રેણીના OCI કાર્ડ ધારકોને ભારત પરત આવવા મંજૂરી આપી

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયાના ભાગરૂપે વીઝા અને પ્રવાસ પર મુકવામાં આવેલા પ્રતિબંધો થોડા હળવા કરવામાં આવ્યા છે અને હવે વિદેશમાં ફસાયેલા ચોક્કસ પ્રકારની શ્રેણીના વિદેશી ભારતીય નાગરિક (OCI) કાર્ડ ધારકોને ભારત પરત આવવા માટે મંજૂરી આપવામાં આવી છે. નીચે ઉલ્લેખ કરેલી શ્રેણીમાં આવતા OCI કાર્ડધારકોને ભારત પરત આવવા માટે મંજૂરી આપવામાં આવી છે: વિદેશમાં જન્મેલા અને OCI કાર્ડ ધરાવતા ભારતીય નાગરિકોના સગીર બાળકો; એવા OCI કાર્ડધારકો જેઓ પરિવારમાં મૃત્યુ જેવી કોઇ તાકીદની પારિવારિક સ્થિતિના કારણે ભારતમાં પરત આવવા માંગે છે; એવા દંપતીઓ જેમાં પતિ અથવા પત્નીમાંથી કોઇ એક OCI કાર્ડધારક હોય અને બીજી વ્યક્તિ ભારતીય નાગરિક હોય અને તેમની પાસે ભારતમાં કાયમી વસવાટની મંજૂરી હોય; યુનિવર્સિટીના એવા વિદ્યાર્થીઓ જેઓ OCI કાર્ડધારક (કાયદેસર રીતે સગીર નહીં) હોય પરંતુ તેમના માતાપિતા ભારતીય નાગરિક હોય અને તેઓ ભારતમાં રહેતા હોય.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626069

 

RBI અર્થતંત્રને મજબૂત બનાવવા માટે વધારના નવ પગલાં જાહેર કર્યા; વ્યાજદર ઘટાડ્યો

RBIના ગવર્નર શક્તિકાંત દાસે આજે કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા મુશ્કેલી અને અનિશ્ચિતતાના સમયમાં આર્થિક પ્રવાહ વધુ સરળ બનાવવા માટે અને આર્થિક સ્થિરતા ટકાવી રાખવા માટે વધુ નવ પગલાંની જાહેરાત કરી હતી. આ પગલાંમાં રેપોરેટમાં 40 બેઝિક પોઇન્ટનો ઘટાડો; વધુ 90 દિવસ સુધી SIDBIને ફરી ફાઇનાન્સની સુવિધા લંબાવવી; સ્વૈચ્છિક રિટેન્શન રૂટ અંતર્ગત વિદેશી પોર્ટફોલિયો રોકાણના નિયમોમાં છુટછાટ; નિકાસકારો ઊંચા સમયગાળા સુધી બેંકની લોન હવે લઇ શકશે; EXIM બેંકને લોનની સુવિધા; આયાતકારોને આયાત માટે ચુકવણી કરવામાં વધુ સમય આપવો; નિયામક માપદંડોમાં વધુ 3 મહિનાની મુદતમાં વધારો; વ્યાજ મુદ્દતી લોનમાં કાર્યકારી મૂડી પર વ્યાજના રૂપાંતરણની જોગવાઇ; કોર્પોરેટ્સમાં ભંડોળનો પ્રવાહ વધારવા માટે ગ્રૂપ એક્સપોઝર મર્યાદા વધારવાની મંજૂરીનો સમાવેશ થાય છે. રાજ્યોને એકત્રિત સિંકિંગ ભંડોળમાંથી ધિરાણ લેવાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2020-21માં GDP વૃદ્ધિ નકારાત્મક રહેવાનો અંદાજ છે, જોકે H2: 2020-21 અને તે પછી વૃદ્ધિમાં થોડી ઝડપ આપવાનું અનુમાન છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626058

 

1 એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં રૂ. 26,242 કરોડનું રીફંડ આપવામાં આવ્યું

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડે (CBDT) 1 એપ્રિલ 2020થી 21 મે 2020 સુધીના સમયગાળામાં 16,84,298 કરદાતાઓને રૂ. 26,242 કરોડ જેટલી જંગી રકમ કરવેરાના રીફંડ પેટે ચુકવી છે. આ સમયગાળા દરમિયાન 15,81,906 કરદાતાને રૂપિયા 14,632 કરોડ આવકવેરા રીફંડ પેટે ચુકવવામાં આવ્યા છે અને 1,02,392 કરદાતાને રૂપિયા 11,610 કોર્પોરેટ કરવેરાના રીફંડ પેટે ચુકવવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626075

 

ભારતીય રેલવેએ રિઝર્વેશન કાઉન્ટર્સ ફરી શરૂ કરવા અને કોમન સર્વિસ સેન્ટર (CSC) તેમજ એજન્ટ્સ દ્વારા બુકિંગ શરૂ કરવા માટે લીલી ઝંડી આપી

ભારતીય રેલવે તબક્કાવાર રિઝર્વ ટિકિટોનું બુકિંગ શરૂ કરવા માટે રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરવાની તૈયારીમાં છે. તમામ ઝોનલ રેલવેને સ્થાનિક જરૂરિયાતો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ બાબતે નિર્ણય લેવા અને રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરવા અંગે સૂચિત કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. આ રિઝર્વેશન કાઉન્ટર્સ આવતીકાલથી તબક્કાવાર શરૂ કરવામાં આવશે તેમજ સ્થાનિક જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર તેના સંબંધિત સ્થાનો અને સમય અંગેની માહિતીનો પ્રસાર પણ શરૂ કરવામાં આવશે. ભારતીય રેલવેએ કોમન સર્વિસ સેન્ટર અને ટિકિટ એજન્ટ્સ મારફતે પણ રિઝર્વેશન ટિકિટના બુકિંગ માટે મંજૂરી આપી છે જે શુક્રવારથી અમલમાં છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625892

 

દલાલી પ્રવૃત્તિઓ ઓળખવા અને તેની સામે પગલાં લેવા માટે RPF દ્વારા દેશવ્યાપી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા

ભારતીય રેલવે દ્વારા 12 મે 2020થી 15 જોડીમાં AC વિશેષ ટ્રેનોનું પરિચાલન શરૂ કરવામાં આવ્યું છે અને 1 જૂન 2020થી 100 જોડીમાં અન્ય વધારાની ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેની સાથે જ એકથી વધુ વ્યક્તિગત આઇડીનો ઉપયોગ કરીને ઇ-ટિકિટ્સની દલાલી થતી હોવા અંગેની તેમજ આ વિશેષ ટ્રેનોમાં રિઝર્વ બર્થ સંબંધિત બાબતોની ફરિયાદો શરૂ થઇ ગઇ છે. 21.05.2020ના રોજ 100 જોડી ટ્રેનો માટે રિઝર્વેશન શરૂ થયું તે પછી આવી દલાલીની પ્રવૃત્તિઓના કારણે સામાન્ય લોકોને કન્ફર્મ ટ્રેન રિઝર્વેશનની ઉપલબ્ધતામાં વિપરિત અસરો પડશે તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, RPF દ્વારા આવી દલાલી કરતા લોકોને ઓળખી કાઢવા અને તેમના વિરુદ્ધ સખત પગલાં લેવા માટે દેશવ્યાપી નક્કર પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ સાથે સાંકળેલા PRABAL મોડ્યૂલ દ્વારા PRS ડેટાના વિશ્લેષણનો ઉપયોગ કરીને આવા લોકોને ઓળખવાની અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625862

 

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને હાલમાં ચાલી રહેલી પરિયોજનાઓમાં આત્મનિર્ભર ભારતને પ્રાધાન્ય આપવા માટે કંપનીઓને જણાવ્યું

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે ઓઇલ અને ગેસ કંપનીઓ દ્વારા અમલમાં મૂકવામા આવેલી અને હાલમાં અલગ અલગ તબક્કે ચાલી રહેલી રૂપિયા 8000 કરોડના મૂલ્યની પરિયોજનાઓની સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારતને પ્રાધાન્યતા આપવા માટે આ પરિયોજનાઓમાં સંપૂર્ણપણે સ્વદેશીકરણનો અમલ કરવા માટે કંપનીઓને આગ્રહ કર્યો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626031

 

અમ્ફાન વાવાઝોડાના પગલે ઉભી થયેલ પરિસ્થિતિ અંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626095

 

ભારત જૈવવિવિધતાનાં સંરક્ષણ માટે પોતાના શ્રેષ્ઠ આચરણો અને અનુભવોનું દુનિયા સાથે આદાનપ્રદાન કરશે: કેન્દ્રીય પર્યાવરણ મંત્રી

આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ 2020ની વર્ચ્યુઅલ ઉજવણી દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે જૈવવિવિધતાના સંરક્ષણ માટે પાંચ મુખ્ય પહેલનો આરંભ કરાવ્યો છે. આ વર્ષની થીમ પર ભાર મૂકતા શ્રી જાવડેકરે આગ્રહપૂર્વક કહ્યું હતું કે, “આપણા ઉકેલો પ્રકૃતિમાં છેઅને તેથી, આપણી પ્રકૃતિનું રક્ષણ કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે ખાસ કરીને કોવિડ-19ના કારણે ઉભી થયેલી વર્તમાન સ્થિતિમાં વધુ જરૂરી છે કારણ કે તે આપણને વિવિધ ચેપી બીમારીઓ સહિત રોગચાળાની આપત્તિઓ સામે રક્ષણ આપે છે. પર્યાવરણ મંત્રીએ આપણા વપરાશને મર્યાદિત કરવાની અને ટકાઉક્ષમ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત હોવાનું ભારપૂર્વક કહ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626110

લાભાર્થીઓ સુધી ખાદ્યાન્નનું વિતરણ થાય તેવું રાજ્યો સુનિશ્ચિત કરે જેથી દેશમાં કોઇપણ વ્યક્તિને ભુખ્યા રહેવું પડે: શ્રી રામવિલાસ પાસવાન

કેન્દ્રીય ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રી શ્રી રામવિલાસ પાસવાને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના અન્ન અને જાહેર વિતરણ મંત્રીઓ તેમજ ખાદ્ય સચિવો સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી. શ્રી પાસવાને જણાવ્યું હતું કે, રાજ્યોએ સુનિશ્ચિત કરવું જોઇએ કે ખાદ્યાન્નનું વિતરણ લાભાર્થીઓ સુધી થાય જેથી દેશમાં કોઇપણ વ્યક્તિએ ભુખ્યા ન રહેવું પડે. મંત્રીશ્રીએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો અત્યારે અમ્ફાન ચક્રાવાતથી પણ અસરગ્રસ્ત છે માટે ચક્રાવાતથી અસરગ્રસ્ત લોકોની પણ વિશેષ કાળજી લેવી જોઇએ. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, FCI સમગ્ર દેશમાં જમીન, રેલવે અને હવાઇ માર્ગે ખાદ્યાન્ન અને દાળનું વિતરણ કરી રહી હોવાથી વર્તમાન સ્થિતિમાં ખાદ્યાન્નના વિતરણ માટે જીવાદોરી સાબિત થઇ છે. તેમણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ખાદ્યાન્ન અને દાળના વિતરણ અંગેની વર્તમાન સ્થિતિના માહિતી પણ મેળવી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626109

 

ડૉ. હર્ષવર્ધન વિશ્વ આરોગ્ય સંસ્થાના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધન વર્ષ 2020-21 માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવ્યા છે. ડૉ. હર્ષવર્ધને કાર્યકારી બોર્ડના અધ્યક્ષ તરીકે હોદ્દો સંભાળતા જ કોવિડ-19 મહામારીના કારણે દુનિયાભરમાં મૃત્યુ પામેલા લાખો લોકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમણે ઉપસ્થિત તમામ મહાનુભવોને વિનંતી કરી હતી કે, આ પ્રસંગે કોવિડ-19 સામે લડી રહેલા આરોગ્ય કામદારો અને અન્ય કોરોના યોદ્ધાઓને સ્ટેન્ડિંગ ઓવેશન (ઉભા થઇને સન્માન) આપીને તેમના માન, દૃઢ સંકલ્પ અને સમર્પણ ભાવનામાં વધારો કરે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626111

 

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે આર્થિક સદ્ધરતા ખૂબ મહત્વપૂર્ણ છે- શ્રી નીતિન ગડકરી

શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે આર્થિક સદ્ધરતા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સંસ્થાઓએ ગુણવત્તામાં કોઇપણ બાંધછોડ કર્યા વગર તેમના પરિચાલન ખર્ચમાં ઘટાડો કરવાની જરૂર છે. તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી MIT ADT યુનિવર્સિટીના પ્રતિનિધિઓને ઉચ્ચ શિક્ષણના ભાવિ અંગે સંબોધી રહ્યા હતા ત્યારે આ ટિપ્પણી કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓનું અપગ્રેડેશન કરવું જરૂરી છે અને મૂલ્ય આધારિત શિક્ષણ એ સમાજની શક્તિ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આપણા યુવાનોએ સમજવું જોઇએ કે તેમની શક્તિઓ અને નબળાઇઓ તેમજ તેમને પડી રહેલી સમસ્યાઓને નવી તકોમાં રૂપાંતરિત કરી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આ તબક્કા દેશ માટે યુવાનોની ક્ષમતામાં વધારો કરવો ખૂબ મહત્વપૂર્ણ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625827

 

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે જમ્મુ અને કાશ્મીરમાં કોરોના સેમ્પલના પરીક્ષણની પ્રક્રિયામાં ઝડપ વધારવા અંગેના પગલાંઓ પર ચર્ચા કરી

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે જમ્મુ અને કાશ્મીરમાં કોરોના સેમ્પલના પરીક્ષણની પ્રક્રિયા વધુ ઝડપથી કરવા અંગે વિવિધ પગલાં પર ચર્ચા કરી હતી. જમ્મુ અને કાશ્મીરના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સરકારી મેડિકલ કોલેજો અને SKIMSના વડા તેમજ ફેકલ્ટી સભ્યો સાથે દોઢ કલાક કરતા વધુ ચાલેલી બેઠક દરમિયાન ડૉ.જીતેન્દ્રસિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોરોના સેમ્પલનું પરીક્ષણ વધુ સમય મર્યાદામાં થાય અને લોકોના સેમ્પલના પરીક્ષણમાં કોઇપણ પ્રકારે બિનજરૂરી વિલંબ નહીં થાય અને અસુવિધા ઉભી નહીં થાય તે ફરી સુનિશ્ચિત કરવા માટે પરીક્ષણની માંગ અનુસાર પ્રતિક્રિયા આપવાની જરૂર છે. તેમણે સામાન્ય જનતાને એવી પણ અપીલ કરી હતી કે, તેઓ ફોર્મ ભરતી પોતાનું નામ, મોબાઇલ નંબર વગેરે વિગતો ભરતી વખતે વધુ કાળજી રાખે અને સચોટ તેમજ સ્પષ્ટ વિગતો ભરે જેથી માહિતી મેળ ખાવાની સમસ્યાના કારણે તેમના રિપોર્ટમાં કોઇ વિલંબ ના થાય.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625854

 

જાપાની કંપનીઓને ભારતીય ફાર્માસ્યુટિકલ અને તબીબી ઉપકરણ ઉદ્યોગોમાં રોકાણ માટે આમંત્રણ આપવામાં આવ્યું

કોવિડ-19 પછીની સ્થિતિમાં ભારત અને જાપાન વચ્ચે વ્યવસાય અને વ્યાપાર સહયોગ માટે તબીબી ઉપકરણો અને API ક્ષેત્ર: પડકારો અને ઉભરતી તકો વિષય પર 22 મે 2020ના રોજ સવારે 11.30 કલાકે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વેબિનાર ટોક્યો ખાતે આવેલા ભારતીય દૂતાવાસ દ્વારા ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત આવતા ફાર્માસ્યુટિકલ વિભાગ સાથે ભાગીદારીમાં યોજવામાં આવ્યો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626121

 

કોવિડ-19ના નિદાન માટે RNA એક્સટ્રેક્શન કીટ અગાપ્પે ચિત્રા મેગ્નાના વ્યાપારી ધોરણે ઉત્પાદનનો પ્રારંભ

કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં રાખવા અને ચેપગ્રસ્ત લોકોને યોગ્ય મદદ પૂરી પાડવા માટે કોવિડ-19 વાયરસનું સસ્તું, ઝડપી અને સચોટ નિદાન થાય તે જરૂરી છે. અગ્રણી વૈજ્ઞાનિક ડૉ. અનુકુમાર થેક્કુવેટ્ટીલના નેતૃત્વમાં SCTIMST દ્વારા તૈયાર કરવામાં આવેલી RNA એક્સટ્રેક્શન કીટ ચિત્રા મેગ્નાનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવા માટે એપ્રિલ 2020માં તે અગાપ્પેને સોંપવામાં આવી હતી અને હવે તે અગાપ્પે ચિત્રા મેગ્મા RNA આઇસોલેશન કીટ તરીકે બજારમાં ઉપલબ્ધ થશે. ઉત્પાદનને કોવિડ-19 RNA આઇસેલોશન માટે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજિ દ્વારા સ્વતંત્ર રીતે માન્યતા આપવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625870

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં 2,345 નવા કેસો નોંધાતા રાજ્યમાં કોવિડ-19 પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 41,642 ઉપર પહોંચી ગઇ છે. રાજ્યમાં એક તરફ જ્યારે 28,454 સક્રિય કેસો અસ્તિત્વ ધરાવે છે ત્યારે 11,726 લોકો સાજા થયા છે. 1,382 કેસો હોટસ્પોટ મુંબઇમાંથી નોંધાતાં શહેરમાં કુલ કેસોની સંખ્યા 25,500 ઉપર પહોંચી ગઇ છે. મહારાષ્ટ્ર સરકારે ખાનગી અને સખાવતી હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે પ્રતિ દિન ચાર્જ નિર્ધારિત કર્યો છે અને સાથે સાથે તબીબી સુવિધાઓમાં કાર્યન્વિત પથારીઓની ક્ષમતાના 80 ટકા સુધી દરો નિયંત્રિત કરવાનો પણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે ફી નિયંત્રણનો નિર્ણય ખાનગી અને સખાવતી હોસ્પિટલોમાં આઇસોલેશન અને નોન-આઇસોલેશન બેડ એમ બંનેને લાગુ પડે છે.
  • ગુજરાતઃ કોવિડના નવા 371 કેસો નોંધાતાં રાજ્યમાં કોવિડ-19 કેસોની કુલ સંખ્યા વધીને 12,910 ઉપર પહોંચી ગઇ છે. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 773 ઉપર પહોંચી ગયો છે. અમદાવાદમાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં ઝડપી વધારો ચાલુ રહ્યો છે. અત્યાર સુધી શહેરમાં કોરોના વાયરસના 9,449 કેસો નોંધાઇ ચૂક્યાં છે, જે સમગ્ર દેશમાં મુંબઇ બાદ સૌથી વધુ પોઝિટીવ કેસ ધરાવતું શહેર છે.
  • રાજસ્થાનઃ આજે બપોરે 2 વાગ્યાં સુધી કોવિડ-19ના નવા 150 કેસો નોંધાતાં રાજ્યમાં પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 6,377 ઉપર પહોંચી ગઇ છે. અત્યાર સુધી 3,562 દર્દી સાજા થયા છે અને રાજ્યની વિવિધ હોસ્પિટલોમાંથી અત્યાર સુધી 3,187 દર્દીને રજા આપવામાં આવી છે. આશરે 2 મહિનાના સમયગાળા બાદ રાજસ્થાન પરિવહનની બસો આવતી કાલથી પસંદ કરાયેલા 55 માર્ગો ઉપર દોડવાનું શરૂ કરશે.
  • મધ્યપ્રદેશઃ કોવિડ-19ના 248 નવા કેસો નોંધાતાં રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 5,981 થઇ ગઇ છે. આમાંથી 59 નવા ચેપના કેસો હોટસ્પોટ ઇન્દોરમાંથી નોંધાયાં છે ત્યારે ઉજ્જૈનમાંથી નવા 61 કેસો નોંધાયાં છે. કોરોના કટોકટીના સમયગાળા દરમિયાન 1 એપ્રિલથી આશરે 35.45 લાખ શ્રમિકોને મનરેગા યોજના અંતર્ગત રોજગારી પૂરી પાડવામાં આવી છે, જેમાં 42.2 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે.
  • છત્તીસગઢઃ નવા નોંધાયેલા 17 કેસો સાથે રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 132 થઇ ગઇ છે. લૉકડાઉનના કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા વિસ્થાપિત શ્રમિકો હવે પાછા ફરી રહ્યાં છે. આ પાછા ફરી રહેલા વિસ્થાપિત શ્રમિકોએ વિવિધ જિલ્લાઓમાં ગ્રામ પંચાયત દ્વારા ઊભા કરવામાં આવેલા કેન્દ્રોમાં 14 દિવસ માટે ક્વૉરેન્ટાઇન હેઠળ રહેવું પડશે.
  • ચંદીગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઠના ડેપ્યૂટી કમિશનરે જણાવ્યું હતું કે ચેપગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને આવશ્યક ચીજ-વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરના વિવિધ ભાગોમાં નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોમાં 69,088 રાંધેલા ભોજનના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી ચંદિગઢમાં 2,94,592 વ્યક્તિઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી ચુક્યાં છે.
  • પંજાબ: કોરોના વાયરસ સામે લડવા માટે આગામી તબક્કાની તૈયારીઓ સાથે પંજાબ સરકાર કોવિડ-19 મહામારી સામે લડવા માટે તૈયાર કરવામાં આવેલા iGOT પ્લેટફોર્મ પર ભૂમિકા –વિશેષ તાલીમ મોડ્યૂલ સાથે અંદાજે 22000 કર્મચારીઓના કાફલાથી સજ્જ છે. અભ્યાસક્રમની વિગતો અને નોંધણી સંબંધિત સૂચનાઓ તેમજ ઑનલાઇન તાલીમ મોડ્યૂલના ઍક્સેસની માહિતી રાજ્યમાં તમામ વિભાગોના વડા, નાયબ કમિશનરો અને બોર્ડ્સ તેમજ નિગમોના મહાનિદેશકોને મોકલી દેવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ https://igot.gov.in/igot/ પરથી ભૂમિકા વિશેષ iGOT તાલીમ લે જે કેન્દ્રીય કાર્મિક મંત્રાલયની એક પહેલ છે.
  • હરિયાણા: મહિલા અને બાળ કલ્યાણ વિભાગ 82 બાળ સંરક્ષણ સંસ્થાઓમાં રહેતા 2375 બાળકોમાં કોવિડ-19 મહામારી અંગે જાગૃતિ ફેલાવવા માંગે છે અને તેમને આ સમયગાળા દરમિયાન કોઇ રચનાત્મક કાર્યોમાં સાંકળવા માંગે છે. સેફ રહોના- ફાઇટ કોરોના શીર્ષક અંતર્ગત વિવિધ ઑનલાઇન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જિલ્લા બાળ સંરણ અધિકારીઓને નિર્દેશો આપવામાં આવ્યા છે છે કે, તેઓ કોવિડ-19ને રોકવા માટે સામાજિક અંતરના માપદંડોનું ચુસ્તપાલન, માસ્ક પહેરવો, હાથ વારંવાર સાબુથી ધોવા અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરવો વગેરેનું પાલન કરે અને બાળકોને પણ આમ કરવા માટે પ્રોત્સાહિત કરે.
  • કેરળ: અસરગ્રસ્ત રાજ્યોમાંથી લોકો આવી રહ્યા હોવાથી રાજ્યમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે, જેથી કેરળના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 માટે ઓબ્ઝર્વેશન હેઠળ હોય તેવા લોકો પર દેખરેખની સિસ્ટમ વધુ સખત બનાવવામાં આવશે. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, જેઓ ઘરેલું ફ્લાઇટ્સ દ્વારા રાજ્યમાં આવશે તેમને પણ 14 દિવસ સુધી ફરજિયાત ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવશે. રાજ્યમાં આજે સંખ્યાબંધ જગ્યાએ સામાજિક અંતરના માપદંડો અને હોમ ક્વૉરેન્ટાઇનનું ઉલ્લંઘન થયું હોવાના અહેવાલોના પગલે, પોલીસ હરકતમાં આવી ગઇ છે. હૈદરાબાદમાં કાયામ્કુલમના વતની એવા પાંચ કેરળવાસીઓએ એક અંત્યેષ્ઠિમાં હાજરી આપી હતી તે તમામને કોવિડ-19નો પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે. આજે અખાતી દેશોમાંથી ત્રણ ફ્લાઇટ ભારતીયોને લઇને આવશે. રાજ્યમાં ગઇકાલે કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ અને વધુ 24 કેસ પોઝિટીવ નોંધાયા છે.
  • તામિલનાડુ અને પુડુચેરી: પુડુચેરીમાં વધુ બે મહિલાઓના રીપોર્ટ પોઝિટીવ આવતા કોવિડ-19ના કેસોની સંખ્યા વધીને 19 સુધી પહોંચી ગઇ છે. ચેન્નઇ અને કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાંમાં 23 મેથી રીક્ષાચાલકોને રીક્ષા ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. રાજ્ય સરકારે કોવિડ મહામારીના કારણે મહેસૂલ આવકમાં થયેલા ધરખમ ઘટાડાના કારણે મોટાપાયે ખર્ચ કાપના પગલાં અમલમાં મૂક્યા છે. તામિલનાડુમાં ગઇકાલે વધુ 776 કેસ પોઝિટીવ નોંધાતા કુલ પોઝિટીવ કેસનો આંકડો વધીને 13,967 થયો છે. રાજ્યમાં સક્રિય કેસ- 7588, મૃત્યુ- 94, રજા આપવામાં આવી- 6282 અને ચેન્નઇમાં સક્રિય કેસ- 5681.
  • કર્ણાટક: આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા છે જ્યારે 17 દર્દીને રજા આપવામાં આવી છે; આ સાથે કુલ પોઝિટીવ કેસ વધીને 1710 થયા છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 1080 છે અને અત્યાર સુધીમાં 588 દર્દીને રજા આપવામાં આવી છે. કુલ મૃત્યુઆંક 41 નોંધાયો છે. મુખ્યમંત્રીએ આજે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ સાતે સમીક્ષા બેઠક યોજી હતી અને આગામી 10મા (SSCL)ની પરીક્ષાઓમાં તમામ સાચવેતીના પગલાંનું ધ્યાન રાખવાની સૂચનાઓ આપી હતી. 25 જૂન 2020થી આ પરીક્ષા શરૂ થઇ રહી છે.
  • આંધ્રપ્રદેશ: આજે તિરુપતિ આંતરરાષ્ટ્રીય હવાઇમથકે 147 મુસાફરો અને એક શિશુ વંદે ભારત મિશન અંતર્ગત કુવૈતથી ફ્લાઇટમાં આવ્યા હતા. દક્ષિણ મધ્ય રેલવે દ્વારા આંધ્રપ્રદેશમાં 1 જૂનથી શરૂ થઇ રહેલી ટ્રેન સેવાઓ માટે ટિકિટો ઇશ્યુ કરવા 44 ઑનલાઇન રિઝર્વેશન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. રાજ્યમાં MSMEને રીસ્ટાર્ટ પેકેજના ભાગરૂપે રૂપિયા 1110 કરોડની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 નવા કેસ નોંધાયા છે જ્યારે 51 દર્દીને રજા આપવામાં આવી છે. કુલ કેસની સંખ્યા – 2514, સક્રિય કેસ – 728, સાજા થયા- 1731, મૃત્યુ- 55. બહારના રાજ્યોમાંથી આવેલા 153 પોઝિટીવ કેસમાંથી અત્યારે 128 કેસ સક્રિય છે.
  • તેલંગાણા: તેલંગાણામાં શુક્રવારે વારાંગલ શહેરમાં આઠ વિસ્થાપિત શ્રમિકો સહિત કુલ નવ વ્યક્તિનાં મૃતદેહ એક કુવામાંથી મળી આવ્યા છે. મૃતકોમાં છ સભ્યો પશ્ચિમ બંગાળના એક વિસ્થાપિત પરિવારના હતા જ્યારે બે કામદારો બિહારના હતા અને એક સ્થાનિક વ્યક્તિનો મૃતદેહ હતો. 3 લાખથી વધુ વિસ્થાપિત શ્રમિકોએ તેમના વતન રાજ્યમાં પાછા જવા માટે તેલંગાણા પોલીસ અને અન્ય સત્તામંડળો સમક્ષ ઑનલાઇન અરજી કરી છે. 22 મેના રોજ રાજ્યમાં કુલ કેસ 1699 થયા છે. ગઇકાલ સુધીમાં કુલ 99 વિસ્થાપિત શ્રમિકો પોઝિટીવ નોંધાયા છે.
  • અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને રાજ્યમાં LPGના 44209 સિલિન્ડરનું વિતરણ કર્યું છે. અરુણાચલ રાજ્ય પરિવહન નિગમે પરત આવી રહેલા લોકોને રાજ્યમાં નિર્ધારિત ચેકપોઇન્ટ પરથી ક્વૉરેન્ટાઇન કેન્દ્ર સુધી લઇ જવા માટે કાર્યરત તમામ સ્ટાફ (ડ્રાઇવર અને કંટક્ટર)ને કોરોનાના અગ્રહરોળના કામદારે જાહેર કર્યા છે.
  • આસામ: આસામમાં તેઝપુર ક્વૉરેન્ટાઇન કેન્દ્રના છ વ્યક્તિઓને કોવિડ-19 પોઝિટીવ આવ્યો છે. કુલ પોઝિટીવ કેસની સંખ્યા હવે વધીને 222 થઇ હોવાનું રાજ્યના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું.
  • મણીપૂર: મણીપૂરમાં વધુ એક વ્યક્તિનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે જે દિલ્હીથી જમીનમાર્ગે આવી હતી. રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા હવે 24 થઇ છે. મણીપૂરના રાજ્ય આરોગ્ય વિભાગે ક્વૉરેન્ટાઇન કેન્દ્રોમાંથી સેમ્પલના ઓપન સ્પેસ એકત્રીકરણની કામગીરી શરૂ કરી છે જેથી પ્રક્રિયા વધુ ઝડપી બને અને જિલ્લા હોસ્પિટલોમાં એકમાત્ર કિઓસ્ક એકત્રીકરણ પરની નિર્ભરતા પણ ઓછી થાય.
  • મિઝોરમ: કોવિડ-19 સામે લડવા માટે પૂરવઠો અને ઉપકરણો આજે ઐઝવાલમાં લેંગપુઇ હવાઇમથકે આવી પહોંચ્યા હતા.
  • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં, બહાર ફસાયેલા અંદાજે 100 લોકો રાજ્યમાં પરત આવ્યા છે; તમામ લોકોને ક્વૉરેન્ટાઇન કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા છે. નાગાલેન્ડ આયોજનમંત્રીએ લોકને અપીલ કરી હતી કે પરત આવી રહેલા લોકોનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે, જો કોઇ અવરોધો ઉભા કરશે તો દંડાત્મક પગલાં લેવામાં આવી શકે છે.
  • સિક્કિમ: રાજ્ય બહાર ભણી રહેલા CBSEના વિદ્યાર્થીઓ માટે રાજ્યનો શિક્ષણ વિભાગ પોતાની રીતે રાજ્યમાં પરીક્ષાનું આયોજન કરવા માંગે છે જેથી 1 જુલાઇ 2020થી ધોરણ 12ની પરીક્ષાનું આયોજન કરવાની જાહેરાત કરી છે. સિક્કિમ રાજ્ય સત્તામંડળો દ્વારા ક્વૉરેન્ટાઇન કેન્દ્રો અને સ્ક્રિનિંગ સુવિધાઓમાં વધારો કરવામાં આવશે કારણ કે આગામી 3થી 4 દિવસમાં બહાર ફસાયેલા અંદાજે 3000 સિક્કિમવાસીઓ રાજ્યમાં પરત આવી રહ્યા છે.

 

 

 

  •  

PIB FACTCHECK

 

 

 



(Release ID: 1626208) Visitor Counter : 253