PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
21 MAY 2020 6:32PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Date: 21.5.2020
Released at 1900 Hrs
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ
અત્યાર સુધીમાં, દેશમાં કોવિડ-19ની બીમારીમાંથી 45299 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 3002 કોવિડ-19ના દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો દર સુધરીને 40.32% થયો છે. ભારતમાં હાલમાં 63,624 સક્રિય કેસો છે. કુલ સક્રિય કેસોમાંથી માત્ર અંદાજે 2.94% દર્દીઓ ICUમાં છે. ભારતમાં કુલ મૃત્યુદર 3.06% નોંધાયો છે જે 6.65%ના વૈશ્વિક મૃત્યુદરની સરખામણીએ ઘણો ઓછો છે. મૃત્યુના આંકડાના વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે, મૃતકોમાંથી 64% પુરુષો અને 36% મહિલાઓ હતી. જો વય અનુસાર વર્ગીકરણ કરવામાં આવે તો 0.5% મૃત્યુ પામનારા દર્દીઓ 15 વર્ષી ઓછી વયજૂથના હતા જ્યારે મૃત્યુ પામનારામાંથી 2.5% દર્દીઓ 15થી 30 વર્ષની વયજૂથમાં હતા. કુલ મૃત્યુ પામનારામાંથી 11.4% દર્દીઓ 30 થી 45 વર્ષના, 35.1% દર્દીઓ 45 થી 60 વર્ષના અને 50.5% દર્દીઓ 60 વર્ષથી વધુ વયના હતા. વધુમાં, મૃત્યુ પામનારામાંથી 73% દર્દીઓને અન્ય બીમારી પણ હતી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625779
કોવિડ-19 અંગે અપડેટ્સ –II
લૉકડાઉનના અમલના સમયગાળાનો ઉપયોગ દેશમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારવા માટે કરવામાં આવ્યો છે અને તેનાથી ફાયદો થયો છે. 21.05.2020 સુધીની સ્થિતિ અનુસાર દેશમાં 555 પરીક્ષણ લેબોરેટરી (391 સરકારી ક્ષેત્રમાં આવેલી અને 164 ખાનગી ક્ષેત્રમાં આવેલી) 26,15,920 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને છેલ્લા 24 કલાકમાં 103532 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા સમુદાય આધારિત સેરો-સર્વે કરવામાં આવી રહ્યો છે જેથી ભારતની વસ્તીમાં SARS-CoV-2ના ચેપના ફેલાવાની વ્યાપકતાનું અનુમાન લગાવી શકાય. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારોના સહિયારા પ્રયાસોના કારણે 3027 સમર્પિત કોવિડ હોસ્પિટલો અને કોવિડ આરોગ્ય સંભાળ કેન્દ્રો તેમજ 7013 કોવિડ સંભાળ કેન્દ્રો ઓળખી કાઢવામાં આવ્યા છે. વધુમાં, 2.81 લાખથી વધુ આઇસોલેશન બેડ, 31250થી વધુ ICU બેડ અને 109888 ઓક્સિજન સપોર્ટ બેડ પણ કોવિડ સમર્પિત હોસ્પિટલો અને કોવિડ આરોગ્ય કેન્દ્રોમાં તૈયાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભારત સરકારે 65 લાખ PPE કવરઓલ અને 101.07 લાખ N95 માસ્કનો પૂરવઠો રાજ્યોને પૂરો પાડ્યો છે. અંદાજે 3 લાખ PPE કવરઓલ અને 3 લાખ N95 માસ્કનું હાલમાં ઘરેલુ ઉત્પાદકો દ્વારા દૈનિક ધોરણે ઉત્પાદન કરવામાં આવે છે. અગાઉ ભારતમાં આનું ઉત્પાદન થતું જ નહોતું છતાં પણ અત્યારે આટલી મોટી સંખ્યામાં ઉત્પાદન થઇ રહ્યું છે.
આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 1 કરોડ લોકોને સારવાર આપવામાં આવી
ભારત સરકારની મોખરાની આરોગ્ય વીમા યોજના આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) અંતર્ગત આજે એક કરોડ દર્દીઓને સારવાર આપવાના સીમાચિહ્ન સુધી પહોંચી ગઇ છે. આ સિદ્ધિને ચિહ્નિત કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને જાહેર આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા અને વિશ્લેષણ કરવા માટે શરૂ કરવામાં આવેલા એક મુક્ત મંચરૂપી વેબિનારની શ્રેણી આરોગ્ય ધારાના પ્રથમ સંસ્કરણનો આજે શુભારંભ કરાવ્યો હતો. મંત્રીશ્રીએ તેમની શુભેચ્છા પાઠવી હતી અને તમામ રાજ્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી જેમણે આ યોજનાનો લાભ તેના વચન પ્રમાણે પહોંચ્યો અને ખાસ કરીને કોવિડ-19ના કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ સ્થિતિમાં પણ આ યોજનાનો લાભ લોકોને આપ્યો. તેમણે જણાવ્યું હતું કે, “ભારત સરકાર કોવિડ-19નું પરીક્ષણ અને સારવાર આયુષમાન ભારત PMJAYના તમામ તમામ 53 કરોડ લાભાર્થીઓને વિનામૂલ્યે મળે ત્યાં સુધી તેનું વિસ્તરણ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમજ સાર્વત્રિક આરોગ્ય કવરેજ તરફ ભારત સરકારના સંકલ્પ, શક્યતા અને ક્ષમતા વધુ મજબૂત બનાવવાના પણ પ્રયાસો ચાલી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓ અને તમામ સંકલિત હોસ્પિટલોના નક્કર પ્રયાસોના પરિણામે જ આપણે 1 કરોડ દર્દીઓને સારવાર આપવાના આંકડા સુધી પહોંચી શક્યા છીએ.”
1 જૂન 2020થી શરૂ થતી ટ્રેન સેવાઓ માટે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી
ભારતીય રેલવે દ્વારા લિંક પર ઉપલબ્ધ કરાવામાં આવેલા બીડાણમાં આપેલી વિગતો અનુસાર 200 મુસાફર ટ્રેન સેવાઓનું પરિચાલન શરૂ કરવામાં આવશે. આ ટ્રેનો 1-6-2020થી શરૂ થશે અને આ તમામ ટ્રેનો માટે 21-5-2020ના રોજ સવારે 10 વાગ્યાથી બુકિંગ શરૂ થશે. આ વિશેષ સેવાઓ 01 મેથી શરૂ કરવામાં આવેલી અને હાલમાં ચાલી રહેલી શ્રમિક વિશેષ ટ્રેનો તેમજ 12 મે 200ના રોજ રૂ કરવામાં આવેલી વિશેષ એસી ટ્રેનો (30 ટ્રેન) ઉપરાંત શરૂ કરવામાં આવશે. મેલ/એક્સપ્રેસ, પેસેન્જર અને ઉપનગરીય સહિત અન્ય નિયમિત મુસાફર સેવાઓ આગામી સલાહ સુધી હજુ પણ મુલતવી રાખવામાં આવશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625585
ભારતમાં ફસાયેલા મુસાફરોને ઘરેલુ હવાઇ મુસાફરીની સુવિધા પૂરી પાડવા માટે ગૃહ મંત્રાલયે લૉકડાઉનની માર્ગદર્શિકાઓમાં ફેરફાર કર્યો
કોવિડ -19 સામે લડવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલી લૉકડાઉનના પગલાંની માર્ગદર્શિકાઓમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે જેથી ભારતમાં જ ફસાયેલા લોકોને તેમના ઘર સુધી જવા માટે હવાઇ મુસાફરીની સુવિધા પૂરી પાડી શકાય. હવાઇમથકોના પરિચાલન અને મુસાફરીની હવાઇસફર અંગે વિગતવાર માર્ગદર્શિકા નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625578
અત્યાર સુધીમાં PMUY લાભાર્થીઓને વિનામૂલ્યે 6.8 કરોડ LPG સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું
કોવિડ-19 સામે આર્થિક પ્રતિક્રિયાના ભાગરૂપે ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ” (PMGKP) નામથી ગરીબલક્ષી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે PMUY હેઠળ નોંધણી કરવામાં આવેલા 8 કરોડથી વધુ લાભાર્થીઓને 1.4.2020ના રોજ અમલથી ત્રણ મહિના સુધી વિનામૂલ્યે LPG સિલિન્ડરનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી. એપ્રિલ 00 દરમિયાન ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC)એ PMUY લાભાર્થીઓને PMGKP અંતર્ગત 453.0 લાખ સિલિન્ડર વિનામૂલ્યે આપ્યા હતા. 20.5.2020ના રોજની સ્થિતિ અનુસાર OMC દ્વારા PMUY લાભાર્થીઓને આ પેકેજ અંતર્ગત કુલ 679.92 લાખ સિલિન્ડરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી સીધા તેમના ખાતાંમાં સિલિન્ડરની રકમ એડવાન્સ આપી દેવામાં આવી છે જેથી તેઓ આ સુવિધાનો લાભ કોઇપણ મુશ્કેલી વગર લઇ શકે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625736
સરકારને ઉદ્યોગો પર સંપૂર્ણ અને વ્યાપક ભરોસો છે: નાણામંત્રીએ CII સાથે વાર્તાલાપ દરમિયાન કહ્યું
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ઉદ્યોગો પર સરકારને સંપૂર્ણ અને વ્યાપર ભરોસો હોવાનું ભારપૂર્વક કહ્યું હતું. તેમણે ઉદ્યોગોને વિનંતી કરી હતી કે, તેઓ શ્રમિકોને વધુ પ્રોફેશનલ રીતે સાંકળવા માટે અને તેમને કૌશલ્યમાં સાંકળવા માટે યોજના તૈયાર કરે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, “ઉદ્યોગજગતની માનસિકતા કામદારોનું નિયમન કરવા માટે એવા દૃષ્ટાંત પૂરા પાડવાની હોવી જોઇએ જે તમામ માટે સ્વીકાર્ય હોય.” MSME ક્ષેત્ર અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપતા શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, કોવિડ-19 પહેલાં, MSME અને NBFC માટે સ્પષ્ટ હેન્ડહોલ્ડિંગની જાહેરાત કરવામાં આવી હતી જેથી ગ્રામીણ વિસ્તારોમાં આ ઉદ્યોગોને મદદ કરી શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વધારાના મુદતી ધિરાણ અને કાર્યકારી મૂડી ધિરાણ માટે ધિરાણ ઉપલબ્ધ કરાવવાનો આશય તમામ MSME સુધી તેનો લાભ પહોંચાડવાનો હતો અને આથી સરકારે બેંકોને ધિરાણ કરવા અંગે કોઇપણ પ્રકારના ખચકાટમાંથી બહાર આવવા માટે બાંયધરી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે સરકાર લૉકડાઉન પછી વિશેષ વાહન સાથે સંપૂર્ણ અને આંશિક બાંયધરી આપે છે ત્યારે, બેંકોને થતા કોંઇપણ ખચકાટને દૂર કરવાનું સરળ થઇ જાય છે.”
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625500
કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર આવતીકાલે દેશમાં તમામ સામુદાયિક રેડિયો પર વાર્તાલાપ કરશે
દેશવાસીઓ સુધી પહોંચવાની એક અનન્ય પહેલરૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર આવતીકાલે એટલે કે 22 મે 2020ના રોજ સાંજે 7 વાગે દેશમાં સામુદાયિક રેડિયો દ્વારા લોકો સાથે જનસંપર્ક કરશે. આ વાર્તાલાપનું પ્રસારણ દેશમાં તમામ સામુદાયિક રેડિયો સ્ટેશનો પર એક સાથે કરવામાં આવશે. આ વાર્તાલાપનું પ્રસારણ બે ભાગમાં કરવામાં આવશે જેમાંથી એક ભાગ હિન્દીમાં અને બીજો અંગ્રેજીમાં રહેશે. શ્રોતાઓ FM ગોલ્ડ (100.1 MHz) બેન્ડ પર ટ્યૂન કરીને પણ સાંજે 7:30 કલાકે હિન્દીમાં અને 9:10 કલાકે અંગ્રેજીમાં મંત્રીશ્રીનો વાર્તાલાભ સાંભળી શકશે. કોવિડ સંબંધિત સંદેશાવ્યવહાર માટે દેશમાં તમામ વર્ગો સુધી પહોંચવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે આ વાર્તાલાપ કરવામાં આવશે. દેશમાં લગભગ 290 સામુદાયિક રેડિયો સ્ટેશનો છે અને તે સાથે મળીને પાયાના લોકો સુધી પહોંચવા માટે એક વિરાટ મંચ પૂરો પાડે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625821
MHRD એ જવાહર નવોદય વિદ્યાલયોને ફસાયેલા વિદ્યાર્થીનું સલામત સ્થળાંતર સુનિશ્ચિત કર્યું છે
કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ માહિતી આપી હતી કે 15 મે 2020ના રોજ નવોદય વિદ્યાલય સમિતિએ લૉકડાઉનના સમય દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 173 જવાહર નવોદય વિદ્યાલયોમાં ફસાયેલા 3000થી વધુ વિદ્યાર્થીઓના સલામત સ્થળાંતરની કામગીરી પૂરી કરી દીધી છે. જવાહર નવોદય વિદ્યાલયો શિક્ષણ સાથે રહેવાની સુવિધા આપતી શાળાઓ છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625743
જુલાઇ 2020માં 82 UG અને 42 PG નોન એન્જિનિયરિંગ MOOC ઑફર કરવામાં આવશે, SWAYAM પર સેમીસ્ટર યોજાશે – શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’
માનવ સંસાધન અને વિકાસમંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ માહિતી આપી હતી કે, યુનિર્સિટીઓ અને તેની સંકળાયેલી કોલેજોમાં પ્રવેશ લીધેલો હોય તેવા વિદ્યાર્થીઓ SWAYAM અભ્યાસક્રમોનો લાભ ઉઠાવી શકે છે અને ઑનલાઇન અભ્યાસ કોર્સ માટે ક્રેડિટ ફ્રેમવર્કના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના વર્તમાન નિયમનો અનુસાર તેઓ આ અભ્યાસક્રમો પૂર્ણ કરીને ક્રેડિટ મેળવી શકે છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રવર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિમાં, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આજીવન શીખનારા લોકો, વરિષ્ઠ નાગરિકો અને ગૃહિણીઓ પણ SWAYAM અભ્યાસક્રમનો લાભ ઉઠાવીને તેમની અભ્યાસની ક્ષિતિજોનું વિસ્તરણ કરી શકે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625826
HRD મંત્રીએ CBSE દ્વારા સાઇબર સુરક્ષાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલી ત્રણ હેન્ડબુક પર ભાર મૂક્યો, 21મી સદીના કૌશલ્યો અને સિદ્ધાંતો હેન્ડબુક
કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મૂલ્ય આધારિત વૈશ્વિક શિક્ષણના માપદંડો સ્વીકારવા માટે લેવામાં આવેલા પગલાં પર તૈયાર કરવામાં આવેલી ત્રણ હેન્ડબુકનું આજે નવી દિલ્હીમાં વિમોચન કર્યું હતું. આ ત્રણ પુસ્તિકાઓનું વિમોચન કરતી વખતે, કેન્દ્રી મંત્રીએ માહિતી આપી હતી કે, ‘સાઇબર સુરક્ષા – માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિદ્યાર્થીઓ માટે હેન્ડબુક’ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓમાં સાઇબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે તૈયાર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પુસ્તિકા એવા કિશોરવયના વિદ્યાર્થીઓ માટે એકદમ યોગ્ય માર્ગદર્શિકા છે જેઓ ઇન્ટરનેટ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ વારંવાર કરે છે અને સુરક્ષા સંબંધિત જોખમોનો સામનો કરે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625457
DoPT એ ગર્ભવતી મહિલા અધિકારીઓ અને સ્ટાફને ઓફિસમાં આવવાથી મુક્તિ આપી
કાર્મિક અને તાલીમ વિભાગે (DoPT) મહિલા અધિકારીઓ અને સ્ટાફના સભ્યોને ઓફિસે આવવામાંથી મુક્તિ આપી છે. આ બાબતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને વિવિધ મંત્રાલયો/ વિભાગો તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા તેનું પાલન કરવામાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જે ગર્ભવતી મહિલા કર્મચારીઓ મેટરનીટી રજા પર નથી તેમને પણ ઓફિસમાં આવવાથી મુક્તિ આપવામાં આવી છે. દિવ્યાંગ કર્મચારીઓને પણ ઓફિસમાં આવવાથી આવી જ મુક્તિ આપવામાં આવી છે. DoPT દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, જે સરકારી કર્મચારીઓ સહ-બીમારીઓથી પીડાય છે અને લૉકડાઉન પહેલાં જ તેની સારવાર શરૂ કરવામાં આવી છે તેઓને પણ શક્ય હોય ત્યાં સુધી જેમની પાસેથી સારવાર ચાલી રહી છે તે ફિઝિશિયન દ્વારા લાગુ થવા પાત્ર CGHS/CS (MA) કાયદા અનુસાર આપવામાં આવેલા તબીબી પ્રિસ્ક્રિપ્શન રજૂ કર્યા પછી મુક્તિ મળી શકે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625529
સંરક્ષણમંત્રીએ કહ્યું - કોવિડ-19ના કારણે સંરક્ષણ ઉત્પાદન પર વિપરિત અસર પડી છે
સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે વૈશ્વિક કોરોના વાયરસ (કોવિડ-19) મહામારી સામે રાષ્ટ્રની લડાઇમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદક સોસાયટી (SIDM) અને અન્ય માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)એ નિભાવેલી ભૂમિકા બિરદાવી હતી. સંરક્ષણમંત્રીએ MSMEને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવી હતી અને તેનાથી GDP વૃદ્ધિને વેગ મળતો હોવાનું કહ્યું હતું. તેના કારણે નિકાસ દ્વારા મૂલ્યવાન વિદેશી હુંડિયામણ મળે છે અને રોજગારીની તકોનું સર્જન પણ થાય છે તેમ તેમણે કહ્યું હતું. MSMEને વધુ મજબૂત રાખવા એ સરકારની પ્રાથમિકતાઓમાંથી એક છે. તેમણે જણાવ્યું હતું કે, “8,000થી વધુ એવા MSME છે જે અમારી ઘણી સંસ્થાઓ – ઓર્ડનન્સ ફેક્ટરી, DPSU અને સેવા સંસ્થાઓમાં ટીઅર્ડ ભાગીદારો છે. તેઓ આ સંસ્થાઓમાં 20થી વધુ ઉત્પાદનમાં યોગદાન આપે છે.”
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625732
UPSC દ્વારા 5 જૂને બેઠક યોજાયા પછી પરીક્ષાના નવા કેલેન્ડરની જાહેરાત કરવામાં આવશે
કેન્દ્રીય જાહેર સેવા પંચે કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી પ્રતિબંધોના ત્રીજા તબક્કા પછી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વિશેષ બેઠકનું આયોજન કર્યું હતું. કેટલાક પ્રતિબંધો લંબાવવામાં આવ્યા હોવાની નોંધ લઇને, પંચે એવો નિર્ણય કર્યો છે કે, વર્તમાન સ્થિતિમાં પરીક્ષાઓ અથવા ઇન્ટરવ્યુની કામગીરી ફરી શરૂ કરવી શક્ય નથી. જોકે, પંચે નોંધ લીધી હતી કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર છુટછાટો આપવામાં આવી રહી છે અને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ચોથા તબક્કાનું લૉકડાઉન પૂરું થયા પછી વધુ એક વખત પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી મુલતવી રાખવામાં આવેલી વિવિધ પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુના ઉમેદવારોને વધુ સ્પષ્ટતા આપવાના આશય સાથે પંચે 5 જૂન 2020ના રોજ તેમની આગામી બેઠકમાં પરીક્ષાઓનું સુધારેલું શિડ્યૂલ ઇશ્યુ કરવાનો નિર્ણય લીધો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625485
લોકલ ટુ ગ્લોબલ: ખાદીના માસ્ક વિદેશી બજારોમાં ધૂમ મચાવશે
ખૂબ જ લોકપ્રિય થયેલા ખાદીમાંથી બનાવેલા ફેસ માસ્ક હવે “વૈશ્વિક” સ્તરે નામના મેળવવા જઇ રહ્યા છે. ખાદી અને ગ્રામોદ્યોગ પંચ (KVIC) હવે વિદેશ માટે સુતરાઉ ખાદી અને સિલ્કમાંથી બનાવેલા ફેસ માસ્કની નિકાસ કરવા માટે શક્યતાઓનું અન્વેષણ કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ “આત્મનિર્ભર ભારત અભિયાન”ના પગલે “લોકલ ટુ ગ્લોબલ” (સ્થાનિકથી વૈશ્વિક)નું આહવાન કર્યા પછી આ દિશામાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વૈશ્વિક કોવિડ-19 મહામારી દરમિયાન ફેસ માસ્કની મોટી માંગને ધ્યાનમાં રાખીને, KVICએ બેવડા સ્તરના અને ત્રણ સ્તરના અનુક્રમે સુતરાઉ તેમજ સિલ્કમાંથી બનેલા ફેસમાસ્ક તૈયાર કર્યા છે. KVICએ અત્યાર સુધીમાં 8 લાખ માસ્કનો ઓર્ડર મેળવ્યો છે અને લૉકડાઉનના સમયમાં 6 લાખ માસ્કની ડિલિવરી પણ કરી દેવામાં આવી છે. વેચાણ ઉપરાંત, ખાદી સંસ્થાઓ દ્વારા સમગ્ર દેશમાં ખાદીમાંથી બનાવેલા 7.5 લાખ માસ્કનું વિતરણ જિલ્લા સત્તામંડળોમાં વિનામૂલ્યે કરવામાં આવ્યું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625755
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- કેરળઃ રાજ્ય સરકારે આજે ઉચ્ચ અદાલતને જાણકારી આપી હતી કે તેમણે કોવિડ ડેટાના વિશ્લેષણ માટે અમેરિકા સ્થિત બિગ ડેટા કંપની સ્પ્રિન્કલર સાથે કરેલો વિવાદાસ્પદ સોદો પડતો મુક્યો છે. સરકારે જણાવ્યું હતું કે તમામ ડેટા રાજ્યની માલિકીના સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ઇમેજિંગ ટેક્નોલોજી (C-DIT)ને હસ્તાંતર કરવામાં આવ્યો છે. કોવિડ-19ના કારણે અખાતી દેશોમાં વધુ બે કેરળવાસીઓના મરણ નીપજ્યાં હતા, જેમાંથી એક વ્યક્તિ આરોગ્ય સંભાળ કામગીરી સાથે સંકળાયેલી હતી. મુંબઇમાં વધુ બે મલયાલી વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યાં હતા. વંદે ભારતના બીજા તબક્કાના ભાગરૂપે વધુ ત્રણ ફ્લાઇટ્સ કેરળ આવી પહોંચશે. અખાતી દેશોમાંથી પરત ફરતાં લોકોના કારણે છેલ્લા 12 દિવસોમાં કેરળમાં કોવિડના કેસોની સંખ્યા દસ ગણો વધારો નોંધાયો છે, જે 16થી વધીને 161 પર પહોંચી ગઇ છે.
- તામિલનાડુઃ સ્થળાંતરિત કામદારો પોતાના વતનમાં પરત ફરતાં MSME ક્ષેત્ર અને બાંધકામ પ્રોજેક્ટ્સ પ્રભાવિત થયા છે. ચેન્ગાલપટ્ટુ વહીવટીતંત્રએ જારી કરેલો નકશો કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની માહિતી આપી હતી, જે અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે નિયમોનુસાર માત્ર વ્યક્તિના નામની ગુપ્તતા જાળવવાની રહે છે. તામિલનાડુમાં નવા 743 કેસો નોંધાતા પોઝિટીવ કેસોનો આંકડો 13,000ની સપાટી વટાવી ગયો છે. સક્રિય કેસોની સંખ્યા 7,219 છે, 87 લોકોના મરણ નીપજ્યાં છે. 20મી મેના રોજ ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 5,345 છે.
- કર્ણાટકઃ આજે બપોરે 12 વાગ્યાં સુધી રાજ્યમાં 116 નવા કેસો નોંધાયાં હતાં અને એક વ્યક્તિનું મરણ નીપજ્યું હતું. આ સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને 1,578 પર પહોંચી ગઇ છે. આજે 14 દર્દીઓને રજા અપાતાં અત્યાર સુધી કુલ 570 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 41 છે. સક્રિય કેસો 966 છે. રાજ્ય વર્તમાનમાં PPE કીટ્સનું ઉત્પાદન કરતાં 22 એકમો ધરાવે છે અને 4 કંપનીઓ વેન્ટિલેટરનું ઉત્પાદન કરી રહી છે. ચીનના ઉદ્યોગકારોએ અન્ય દેશોમાં રોકાણ કરવાનો ઇરાદો સ્પષ્ટ કરતાં મુખ્યમંત્રીએ અઠવાડિક ધોરણે નવા રોકાણ ઉપર દેખરેખ રાખવા રચવામાં આવેલી વિશેષ ટાસ્ક ફોર્સની પ્રવૃતિઓ ઉપર નજર રાખવા મુખ્ય સચિવને નિર્દેશો આપ્યાં છે.
- આંધ્રપ્રદેશઃ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર બસ સેવા શરૂ કરી છે અને શહેરી વિસ્તારોમાં દુકાનો અને સંસ્થાઓના કામકાજ માટે દિશાનિર્દેશો બહાર પાડ્યાં છે. અન્ય દેશોના ફસાયેલા આશરે 61,781 જેટલા વિસ્થાપિતોને પોતાના વતનમાં પાછા ફરવા માટે સુવિધા પૂરી પાડવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 8,092 નમૂનાઓનું પરીક્ષણ કર્યા બાદ 45 નવા કેસો નોંધાયાં હતાં, એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું અને 41 લોકોને રજા આપવામાં આવી હતી. કુલ કેસોની સંખ્યા 2,452 છે, જેમાંથી 718 કેસો સક્રિય છે અને 1,680 લોકો સાજા થયા છે. 54 લોકોના મરણ થયાં છે. અન્ય રાજ્યોમાંથી પરત ફરેલા લોકોમાં નોંધાયેલા 154 પોઝિટીવ કેસોમાંથી 128 સક્રિય છે.
- તેલંગણાઃ રાજ્યમાં એકી- બેકી સ્કિમના આધારે દુકાનો ખોલવા બાબતે હજુ પણ દુવિધાપૂર્ણ પરિસ્થિતિ પ્રવર્તે છે, જેના કારણે હૈદરાબાદના દુકાન માલિકોમાં ચિંતાનું મોજુ ફેલાયું છે. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC)એ આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં 45 બસ્તી દવાખાનાના ઉદ્ઘાટન માટે દેખરેખ અને સંકલન સાધવા માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરી છે. 21મી મે સુધી તેલંગણાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 1,661 છે. ગઇકાલ સુધી 89 સ્થળાંતરિતોનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.
- ચંદીગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે તાજેતરમાં વેપાર-ધંધાને ખોલવાની મંજૂરી અપાયા બાદ ગ્રાહકો દ્વારા સામાજિક અંતરના નિયમો અને સ્વચ્છતા આદતોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે વ્યાપારી સંગઠનો, બજાર સંગઠનો અને દુકાન માલિકોને અપીલ કરી છે. તેમણે પોલીસ મહાનિર્દેશકને પણ નિર્દેશો આપ્યાં છે કે કોરોના વાયરસ ધરાવતો કોઇપણ વ્યક્તિ રાજ્યમાં પ્રવેશી ન શકે તે માટે આંતર-રાજ્ય સરહદો ઉપર તપાસ કામગીરીમાં કોઇપણ પ્રકારની ઢીલ મુકવામાં ન આવે.
- પંજાબઃ પંજાબ સરકારે વિદેશમાંથી વિશેષ ફ્લાઇટ્સ મારફતે પરત ફરી રહેલા પંજાબના નાગરિકોને મદદ કરવા માટે નવી દિલ્હી ખાતે આવેલા ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર સુવિધા કેન્દ્ર શરૂ કર્યુ છે. અહીંથી તેમને પોતાના સંબંધિત જિલ્લામાં મોકલી આપવામાં આવશે, જ્યાં તેમને સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રહેવું પડશે. સંબંધિત જિલ્લાઓમાં હોટલોમાં આ લોકોના ક્વૉરેન્ટાઇન માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને જે લોકો હોટલના ખર્ચનું વહન ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ અને સ્થળાંતરિતોને નિઃશુલ્ક ક્વૉરેન્ટાઇન સુવિધા પૂરી પાડવામાં આવશે. S.A.S. નગર જિલ્લા પ્રશાસન (પંજાબ) દ્વારા મોહાલીની IMA સાથે સહયોગ સાધીને આઇસોલેશન અને ક્વૉરેન્ટાઇનમાં રહેલા લોકો સાથે પરામર્શ કરવા અને મનોવૈજ્ઞાનિક સહાયતા પૂરી પાડવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતું અગ્રણી ડૉક્ટરો અને ક્ષેત્રના નિષ્ણાતો સાથે આ લોકોની ચિંતા, તણાવ અને ઉદાસીનતા જેવી લાગણીઓ વ્યક્ત કરીને તેનું સમાધાન કરવાનો છે.
- હરિયાણા: હરિયાણાની સરકાર વતન રાજ્યમાં જવા માંગતા શ્રમિકોને મોકલવા માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ તમામ નાયબ આયુક્તોને નિર્દેશો આપ્યા હતા કે, તેઓ સુનિશ્ચિત કરે કે, એક પણ વિસ્થાપિત શ્રમિક અથવા કામદાર જો તેમના વતન રાજ્યમાં જવા માંગતા હોય તો તેમણે ચાલતા ન જવું પડે. વિસ્થાપિત શ્રમિકોને તેમના વતન રાજ્યમાં મોકલવામાં માટે ચલાવવામાં આવતી તમામ ટ્રેન અને બસોનો ખર્ચ હરિયાણાની સરકાર ઉપાડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ વિસ્થાપિત શ્રમિકોને રાહત કેન્દ્રોમાં વિનામૂલ્યે તમામ વ્યવસ્થાઓ કરી આપવામાં આવી છે અને તેમને બસ સ્ટેન્ડ અથવા રેલવે સ્ટેશન સુધી પહોંચવાની સગવડ પણ કરી આપવામાં આવે છે.
- હિમાચલ પ્રદેશ: લૉકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને ભારત સરકારની આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત મે અને જૂન 2020ના મહિના દરમિયાન વ્યક્તિદીઠ પાંચ કિલો ચોખા અને કાળા ચણાની દાળ આપવામાં આવશે. જેમની પાસે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અથવા રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત રેશનકાર્ડ નથી તેવા શ્રમિકોને આ લાભ આપવામાં આવશે. આ માટે તેમણે પંચાયતીરાજ સંસ્થાઓ, મેયર, નાયબ મેયર, કાઉન્સિલસ અથવા ગેઝેટેડ અધિકારીની સહી સાથેનો પત્ર દુકાનદારને આપવાનો રહેશે. આ પત્ર જિલ્લા કંટ્રોલર અથવા ઇન્સ્પેક્ટર ફૂડ સપ્લાય અથવા સસ્તા અનાજની દુકાન પરથી મળી રહેશે.
- અરુણાચલ પ્રદેશ: કર્ણાટકમાં ફસાયેલા અરુણાચલના 209 વિદ્યાર્થીઓ ગુવાહાટી આવી પહોંચ્યા હતા. તેમને જમીનમાર્ગે ઇટાનગર લઇ જવામાં આવ્યા હતા.
- આસામ: છ દર્દીઓને કોવિડ-19નો રિપોર્ટ નેગેટીવ આવ્યા પછી તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 130 થઇ ગઇ છે.
- મણીપૂર: મણીપૂરમાં, તમામ પરત આવી રહેલા લોકોના પદ્ધતિસર નમૂના એકત્રીકરણની કામગીરી ચાલી રહી છે. કુલ 139 નમૂના પરીક્ષણ માટે ઉખરુલમાં મોકલવામાં આવ્યા છે. તાક્યેલપેટ ખાતે આવેલી સરકારી આઇડિયલ બ્લાઇન્ડ સ્કૂલમાં શરૂ કરવામાં આવેલું ટ્રાન્સજેન્ટર ક્વૉરેન્ટાઇન કેન્દ્ર હવે અન્ય રાજ્યોમાંથી આવી રહેલા ફસાયેલા ટ્રાન્સજેન્ડરોને રહેવા માટે તૈયાર છે.
- મેઘાલય: મેઘાલયના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં આજદિન સુધીમાં કોવિડ-19 સંબંધિત પગલાંઓ પાછળ રૂપિયા 69 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને રૂપિયા 46 કરોડનો ખર્ચ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ વિકસાવવામાં કરવામાં આવ્યો છે.
- મિઝોરમ: મિઝોરમમાં સિઆહા જિલ્લાના ગામડાઓમાં લોકોએ તેમના ઘરે વાવેલા શાકભાજી અને મહા મહેનતે મેળવેલી વન પેદાશો સિઆહા શહેરમાં ક્વૉરેન્ટાઇન સુવિધાના વ્યવસ્થાપન માટે દાનમાં આપી દીધી છે.
- નાગાલેન્ડ: વેસ્ટર્ન સુમી સંગઠનોએ પર ફરેલા 200 લોકોનો તમામ ખર્ચ ઉપાડવાનો નિર્ણય લીધો છે, થાબેકુ ગામમાં ક્વૉરેન્ટાઇન કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
- મહારાષ્ટ્ર: તાજેતરના અહેવાલો અનુસાર રાજ્યમાં કોવિડ-19ના 2250 નવા કેસો નોંધાયા છે જેથી કુલ કોવિડ-19 પોઝિટીવ કેસોનો આંકડો વધીને 39,297 થયો છે. જોકે, સક્રિય કેસોની સંખ્યા 27,581 છે. હોટસ્પોટ મુંબઇમાં કોવિડ-19ના વધુ 1372 કેસ નોંધાયા છે જેથી માત્ર મુંબઇમાં કોવિડના કેસોની સંખ્યા 23,935 થઇ છે. મુંબઇમાં કોરોનાના વધતા કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખીને BMCએ સિવિક અધિકારીઓને મુંબઇના તમામ 24 વોર્ડમાં ખાનગી નર્સિંગ હોમમાં અને નાની હોસ્પિટલોમાં 10 ICU બેડ સાથે ઓછામાં ઓછા 100 બેડ હસ્તગત કરવાના નિર્દેશો આપ્યા છે.
- ગુજરાત: રાજ્યમાં કોવિડ-19ના વધુ 398 કેસો પોઝિટીવ નોંધાયા છે જ્યારે 30 દર્દીઓ મૃત્યુ પામ્યા છે જેથી રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોનો આંકડો વધીને 12539 થયો છે. હાલમાં રાજ્યમાં 6,571 દર્દીઓ કોવિડ-19ની સારવાર માટે અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ છે. આમાંથી 47 દર્દીઓની સ્થિતિ ગંભીર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ-19 સામે લડવા માટે જનતાનો સહકાર માંગ્યો છે અને “હું પણ કોરોના યોદ્ધા” અભિયાન શરૂ કર્યું છે. એક અઠવાડિયાના અભિયાન દરમિયાન કોરોના સામે લડવાના ત્રણ મુખ્ય નિયમો જેમકે બાળકો અને વૃદ્ધોએ ઘરમાંથી બહાર ન નીકળવું, માસ્ક પહેર્યા વગર ફરવું નહીં અને હંમેશા સામાજિક અંતર જાળવવું તે અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે.
- રાજસ્થાન: આજે કોવિડ-19ના વધુ 83 દર્દીઓના ટેસ્ટ પોઝિટીવ આવતા રાજ્યમાં કુલ પોઝિટીવ દર્દીઓનો આંકડો વધીને 6098 થયો છે. અત્યાર સુધીમાં 3421 દર્દીઓ સાજા થઇ ગયા છે. હાલમાં કુલ 2527 દર્દીઓ સારવાર હેઠળ છે.
- મધ્યપ્રદેશ: રાજ્યમાં કોવિડ-19ના વધુ 227 પોઝિટીવ કેસો નોંધાયા હોવાથી કુલ પોઝિટીવ નોંધાયેલા દર્દીઓની સંખ્યા 5875 થઇ ગઇ છે. સૌથી વધારે 2774 કેસ માત્ર ઇન્દોરમાં જ નોંધાયા છે. મધ્યપ્રદેશમાં કોવિડ-19ના કારણે કુલ મૃત્યુઆંક વધીને 267 થયો છે. ઇન્દોરમાં સૌથી વધુ 107 દર્દીઓએ કોરાનાના કારણે જીવ ગુમાવ્યો છે.
- છત્તીસગઢ: રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં કોવિડ-19ના નવા 14 કેસ નોંધાયા હોવાથી કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 115 થઇ છે.
- ગોવા: ગોવામાં કોવિડ-19ના વધુ 4 કેસ પોઝિટીવ નોંધાયા છે જેના કારણે કુલ પોઝિટીવ દર્દીઓની સંખ્યા 50 થઇ ગઇ છે. નવા નોંધાયેલામાંથી બે કેસ રાજધાની એક્સપ્રેસ દ્વારા રવિવારે ગોવા આવ્યા હતા જ્યારે એક વ્યક્તિ પૂણેથી બસ દ્વારા આવી હતી અને ચોથો દર્દી કોસ્ટગાર્ડનો કર્મચારી છે જે જહાજ દ્વારા આવ્યો હતો.
(Release ID: 1625883)
Visitor Counter : 383
Read this release in:
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam