ગૃહ મંત્રાલય

એનસીએમસી દ્વારા ઓડીશા અને પશ્ચિમ બંગાળના ચક્રવાતી વાવાઝોડાથી અસરગ્રસ્ત ક્ષેત્રોમાં બચાવ અને રાહત કાર્યોની સમીક્ષા કરવામાં આવી


કેબિનેટ સચિવે કેન્દ્રીય મંત્રાલયો/ સંસ્થાઓને આ બંને રાજ્યોમાં તમામ જરૂરી સહાયતા જલ્દીથી જલ્દી પહોંચાડવાના આદેશ આપ્યા

Posted On: 21 MAY 2020 12:24PM by PIB Ahmedabad

કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગાબાએ આજે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં ચક્રવાતી વાવાઝોડાઅમ્ફાનદ્વારા થયેલા નુકસાન બાદ સંલગ્ન રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો/ સંસ્થાઓની સાથે ઓડીશા અને પશ્ચિમ બંગાળના વાવાઝોડાથી અસરગ્રસ્ત ક્ષેત્રોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

ઓડીશા અને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવોએ જણાવ્યું કે આઈએમડીનું પૂર્વ અનુમાન યોગ્ય સમય પર અને એકદમ ચોક્કસ સાબિત થવાના લીધે અને એનડીઆરએફને પહેલેથી તૈનાત કરી દેવામાં આવતા પશ્ચિમ બંગાળમાં લગભગ 5 લાખ લોકો અને ઓડીશામાં લગભગ 2 લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર લઇ જવામાં ઘણી સરળતા રહી હતી. તેના કારણે લોકોના મૃત્યુના આંકડાને અત્યંત સીમિત રાખવો શક્ય બની શક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1999માં ઓડીશામાં ભારે તબાહી મચાવનાર સુપર ચક્રવાતી વાવાઝોડા પછી વાવાઝોડુંઅમ્ફાન સૌથી વધુ ભીષણ અને ઉગ્ર હતું.

એનડીઆરએફ તરફથી પશ્ચિમ બંગાળમાં વધારાની ટીમોને તૈનાત કરવામાં આવી રહી છે જેથી ખાસ કરીને કોલકાતામાં જરૂરી સેવાઓને રીપેર કરવાના કામમાં ઝડપ લાવી શકાય. તેની સાથે ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઈ) પણ પશ્ચિમ બંગાળમાં ખાદ્યાન્ન, ખાસ કરીને ચોખાની જરૂરી ઉપલબ્ધતાની ખાતરી કરશે, કે જેથી વાવઝોડાના લીધે અસહાય અનુભવ કરી રહેલા લોકોને તાત્કાલિક જરૂરી ભરણપોષણ પૂરું પાડી શકાય.

ઉર્જા મંત્રાલય અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ પણ બંને રાજ્યોમાં સેવાઓને ટૂંક સમયમાં સરખી કરવામાં મદદ કરશે. રીતે રેલવે  કે જેને પોતાની પાયાની માળખાગત સુવિધાઓમાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે તે પણ જલ્દીથી જલ્દી પોતાની વાહનવ્યવહારની સેવા ફરીથી શરુ કરવાની પ્રક્રિયામાં કાર્યરત છે.

પશ્ચિમ બંગાળે એવી માહિતી આપી છે કે ચક્રવાતી વાવાઝોડાથી અસરગ્રસ્ત ક્ષેત્રોમાં ખેતી, વીજળી અને ટેલિકોમ્યુનિકેશન સેવાઓને મોટા પાયે નુકસાન થયું છે. બીજી તરફ ઓડીશાએ જણાવ્યું છે કે તેમને ત્યાં થયેલ નુકસાન મુખ્યત્વે કૃષિ ક્ષેત્ર સુધી મર્યાદિત રહ્યું છે.

કેબિનેટ  સચિવે બચાવ અને જરૂરી સેવાઓના રીપેરીંગ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પણ સમીક્ષા કરતા એવા આદેશ આપ્યા છે કે કેન્દ્રીય મંત્રાલયો/ સંસ્થાઓના અધિકારીઓએ ઓડીશા અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારોની સાથે ઘનિષ્ઠ સંપર્ક સાધેલો રાખવો જોઈએ અને તમામ જરૂરીયાતની સહાયતા જલ્દીથી જલ્દી પૂરી પાડવી જોઈએ. ગૃહ મંત્રાલય વાવાઝોડાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે અને તે અંગે એક વિસ્તૃત અહેવાલ રજૂ કરવા માટે ટુકડીઓને ત્યાં મોકલશે.

પશ્ચિમ બંગાળ અને ઓડીશાના મુખ્ય સચિવોએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એનસીએમસીની બેઠકમાં ભાગ લીધો હતો. ગૃહ, સંરક્ષણ, શીપીંગ, નાગરિક ઉડ્ડયન, રેલવે,પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ, વીજળી, ટેલિકોમ, દવાખાના, પીવાનું પાણી અને સ્વચ્છતા તથા સ્વાસ્થ્ય મંત્રાલયો અને આઈએમડી, એનડીએમએ તેમજ એનડીઆરએફના વરિષ્ઠ અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

GP/DS



(Release ID: 1625781) Visitor Counter : 215