PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 20 MAY 2020 6:46PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 20.5.2020

 

Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ: ભારતમાં પ્રત્યેક એક લાખ વ્યક્તિએ 7.9 કેસ છે જેની સરખામણીએ દુનિયામાં પ્રત્યેક એક લાખ વ્યક્તિએ 62.3 છે. 39.6%થી વધુ પુષ્ટિ થયેલા દર્દીઓ સાજા થયા

કોવિડ-19ના કેસોના ડેટા પરથી જાણવા મળ્યું છે કે, ભારતે કોવિડ-19ના ફેલાવાની ગતિ નિયંત્રણમાં રાખવામાં ઘણા અંશે સફળતા મેળવી છે. સમગ્ર વિશ્વમાં પ્રત્યેક એક લાખની વસ્તીએ 62.3 કેસોની સરખામણીમાં ભારતમાં પ્રત્યેક એક લાખની વસ્તીએ માત્ર 7.9 ટકા કેસો નોંધાયા છે. તેવી જ રીતે, પ્રત્યેક એક લાખની વસ્તીએ વૈશ્વિક મૃત્યુ દર 4.2 છે જ્યારે ભારતમાં આ આંકડો 0.2 છે. આ ઓછો મૃત્યુ દર સમયસર કેસોની ઓળખ અને તેનું યોગ્ય તબીબી વ્યવસ્થાપન દર્શાવે છે. આજદિન સુધીમાં 39.6%થી વધુ પુષ્ટિ થયેલા દર્દીઓ સાજા થવા સાથે કુલ 42298 દર્દીઓ કોવિડ-19 બીમારીથી મુક્ત થયા છે. અહીં નોંધનીય છે કે, ભારત દ્વારા આ બીમારીના વ્યવસ્થાપન માટે અપનાવવામાં આવેલા તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ અસરકારક રહ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625480

 

ડૉ. હર્ષવર્ધને NAM આરોગ્ય મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી નોન-અલાઇન્ડ મૂવમેન્ટ (NAM)ના આરોગ્યમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. NAMની બેઠકનું આયોજન એવા સમયે કરવામાં આવ્યું હતું જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય મહામારીનો સામનો કરી રહ્યો છે અને તેના કારણે સમગ્ર દુનિયામાં કરોડો લોકોનું જીવન તેમજ રોજગારી અસ્તવ્યસ્ત થઇ ગયા છે. NAMમાં કોવિડ-19ના કારણે ઉભા થયેલા જોખમો સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને યોગ્ય તૈયારીઓ, સુરક્ષા, પ્રતિકારકતામાં વૃદ્ધિ, તેમજ બહેતર રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે તેની સામે લડવા માટે બધાએ દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625462

 

મંત્રીમંડળે હાલની આંશિક ધિરાણ બાંયધરી યોજના (PCGS)”માં સુધારાને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળ બેઠકે આંશિક ધિરાણ બાંયધરી યોજના (PGCS) લંબાવવા માટે મંજૂરી આપીને NBFC/ MFC/ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુટ (MF) દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા AA અથવા તેથી નીચેના રેટિંગ ધરાવતા (મૂળ/ એક વર્ષ સુધીની પ્રારંભિક પાકતી મુદત સાથેના રેટિંગ વગર પેપર સહિત) બોન્ડ્સ અથવા કોમર્શિયલ પેપર (CP)ની જાહેર ક્ષેત્રની બેંકો (PSB) દ્વારા ખરીદીમાં 20% સુધીના પ્રથમ નુકસાન માટે સોવેરિજન પોર્ટફોલિયો બાંયધરીને મંજૂરી આપી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625362

 

મંત્રીમંડળે સૂક્ષ્મ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગોના ઔપચારિકરણ યોજનાને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે સમગ્ર ભારતમાં ફેલાયેલા બિનસંગઠિત ક્ષેત્રો માટે નવી કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના – “સૂક્ષ્મ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો (FME)ના ઔપચારિકરણ યોજનાને રૂપિયા 10,000 કરોડની ફાળવણી સાથે મંજૂરી આપી છે. આ ખર્ચ ભારત સરકાર અને રાજ્યો દ્વારા 60:40ના ધોરણે વહેંચીને ભોગવવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625440

 

મંત્રીમંડળે 'પ્રધાનમંત્રી વયવંદના યોજના'નો સમયગાળો લંબાવવાની મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા પ્રધાનમંત્રી વયવંદના યોજના (PMVVY)ની સમયમર્યાદા વધુ ત્રણ વર્ષ વધારીને 31 માર્ચ, 2020થી લંબાવીને આગામી 31 માર્ચ, 2023 સુધી કરવાની મંજૂરી આપવામાં આવી છે. PMVVY એ ખરીદ કિંમત/ સબસ્ક્રિપ્શન રકમ ઉપર સુનિશ્ચિત આવકના આધારે વરિષ્ઠ નાગરિકોને ચોક્કસ લઘુતમ પેન્શન આપવાના ઇરાદાથી શરૂ કરાયેલી વરિષ્ઠ નાગરિકો માટેની સામાજિક સુરક્ષા યોજના છે. તેમાં પ્રારંભમાં 2020-21ના વર્ષ માટે દર વર્ષે 7.40% સુનિશ્ચિત વ્યાજ દરને મંજૂરી આપવામાં આવી છે અને ત્યારબાદ દર વર્ષે તેને પુનઃનિર્ધારિત કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625391

 

મંત્રીમંડળે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય)ના અમલીકરણ માટે મંજૂરી આપી દીધી છે. આ યોજનાનો ઉદ્દેશ દેશમાં બ્લૂ રિવોલ્યુશન (આસમાની ક્રાંતિ) લાવવાનો છે, જે માટે ભારતમાં બે ઘટકો કેન્દ્રીય  ક્ષેત્રની યોજના (સીએસ) અને કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના (સીએસએસ) હેઠળ ભારતમાં મત્સ્ય સંવર્ધન ક્ષેત્રના સ્થાયી અને જવાબદારી વિકાસ કરવામાં આવશે, જે માટે અંદાજે કુલ રૂ. 20,050નું રોકાણ કરવામાં આવશે. એમાં (1) કેન્દ્ર સરકારનો હિસ્સો રૂ. 9,407 કરોડ, (2) રાજ્ય સરકારનો હિસ્સો રૂ. 4,880 કરોડ અને (3) લાભાર્થીનો હિસ્સો રૂ. 5,763 કરોડ છે. યોજનાનો અમલ નાણાકીય વર્ષ 2020-21થી નાણાકીય વર્ષ 2024-25 સુધીના પાંચ વર્ષનાં ગાળામાં થશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625354

 

મંત્રીમંડળે પરપ્રાંતીયો/ફસાઈ ગયેલા પરપ્રાંતીયોને અનાજની ફાળવણી માટે આત્મનિર્ભર ભારત પેકેજને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે કેન્દ્ર સરકારનાં ભંડારમાંથી અંદાજે 8 કરોડ પરપ્રાંતીયો/ફસાઈ ગયેલા પરપ્રાંતીયોને બે મહિના માટે (મે અને જૂન, 2020) માટે નિઃશુલ્ક દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજની ફાળવણી કરવાના નિર્ણયને પાછલી અસરથી મંજૂરી આપી છે. આ પ્રકારની કામગીરીમાં અંદાજે રૂ. 2,982.27  કરોડની ખાદ્ય સહાય સંકળાયેલી હશે. આંતર-રાજ્ય પરિવહન તથા ચાર્જીસ અને ડિલરના માર્જિન/ડિલરના વધારાનાં માર્જિન માટે ખર્ચ આશરે રૂ. 127.25 કરોડ થશે, જેનું વહન સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર કરશે. આ ફાળવણીથી કોવિડ-19ના કારણે આર્થિક પ્રવૃત્તિઓ બંધ થવાથી મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા પરપ્રાંતીયો/ફસાઈ ગયેલા પરપ્રાંતીયોને પડતી હાડમારીમાં ઘટાડો થશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625351

 

મંત્રીમંડળે નાણાકીય પ્રવાહિતતાની ખેંચની સમસ્યાનું સમાધાન કરવા એનબીએફસી/એચએફસી માટે સ્પેશ્યલ લિક્વિડિટી સ્કીમને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે નાણાં મંત્રાલયને નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFC) માટે નવી સ્પેશ્યલ લિક્વિડિટી સ્કીમ પ્રસ્તુત કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજનાનો ઉદ્દેશ NBFC/HFCની નાણાકીય પ્રવાહિતતાની સ્થિતિમાં સુધારો કરવાનો છે. સરકાર માટે પ્રત્યક્ષ નાણાકીય અસર રૂ. 5 કરોડ છે, જે સ્પેશ્યલ પર્પઝ વ્હિકલમાં ઇક્વિટીનું પ્રદાન હોઈ શકે છે. એ ઉપરાંત જ્યાં સુધી ગેરન્ટી સંકળાયેલી ન હોય, ત્યાં સુધી સરકારને કોઈ નાણાકીય અસર નહીં થાય. જોકે વિનંતી પર સરકારની જવાબદારી ડિફોલ્ટની રકમ જેટલી હશે, જે ગેરન્ટી ટોચમર્યાદાને આધિન છે. કુલ ગેરન્ટીની ટોચમર્યાદા રૂ. 30,000 કરોડ નક્કી કરવામાં આવી છે, જેને જરૂર પડે તો વધારી શકાશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625393

 

ગેરંટી ધરાવતી ઈમરજન્સી ક્રેડીટ લાઈન સ્કીમ(ઈસીએલજીએસ) ની રજૂઆત મારફતે કેબિનેટે રૂ. 3 લાખ કરોડનુ વધારાના ભંડોળને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં  મળેલી મંત્રીમંડળની બેઠકે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો (MSME)સહિત રસ ધરાવતા મુદ્રા એકમોને ધિરાણ પૂરી પાડવા માટે આજે ધિરાણ પૂરૂ પાડવા આજે "ઈમરજન્સી ક્રેડીટ લાઈન ગેરંટી સ્કીમની મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત, નેશનલ ક્રેડીટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) મારફતે વધુ ભંડોળ માટે 100 ટકા ગેરંટી પૂરી પાડવામાં આવશે. ગેરંટીડ ઈમરજન્સી ક્રેડીટ લાઈન (GECL) સુવિધા મારફતે ધિરાણ મેળવનારને ગેરંટીડ ઈમરજન્સી ક્રેડીટ લાઈન સ્વરૂપે રૂ. 3 લાખ કરોડ સુધીના ભંડોળ માટે લાયક ઠરાવવામાં આવશે. આ હેતુ માટે ભારત સરકાર તરફથી ચાલુ વર્ષ અને તે પછીનાં 3 નાણાંકિય વર્ષ માટે રૂ. 41,600 કરોડનુ ભંડોળ પૂરૂ પાડવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625401

 

પ્રધાનમંત્રીએ આયુષમાન ભારતના એક કરોડમા લાભાર્થી સાથે વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આયુષમાન ભારતના લાભાર્થીઓની સંખ્યા એક કરોડનો આંકડો પાર કરી ગઇ તે બાબતે ખુશી વ્યક્ત કરી હતી. પોતાની શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યા 1 કરોડનો આંકડો વટાવી ગઇ તેનાથી દરેક ભારતીયને ગૌરવ થશે. તેમણે જણાવ્યું હતું કે, “માત્ર બે વર્ષથી ઓછા સમયમાં, આ પહેલના કારણે સંખ્યાબંધ લોકો પર સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે. હું તમામ લાભાર્થીઓ અને તેમના પરિવારજનોને અભિનંદન પાઠવું છુ. હું સૌનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના પણ કરું છુ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625410

 

ભારતીય રેલવેએ માત્ર 20 દિવસમાં શ્રમિક વિશેષ ટ્રેનો દ્વારા 23.5 લાખથી વધુ મુસાફરોને તેમના વતન રાજ્માં પહોંચાડીને મુસાફરીના પરિવહનનું વધુ એક સીમાચિહ્ન પાર કર્યું

દેશના વિવિધ રાજ્યોમાં 20 મે 2020 (10:00 કલાક) સુધીમાં કુલ 1773 શ્રમિક વિશેષ ટ્રેનનું પરિચાલન કરવામાં આવ્યું છે. આ ટ્રેનોમાં અત્યાર સુધીમાં 23.5 લાખથી વધુ મુસાફરોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે. ગઇકાલે એટલે કે 19 મેના રોજ એક જ દિવસમાં 205 શ્રમિક વિશેષ ટ્રેનનું વિવિધ રાજ્યોમાં પરિચાલન કરીને 2.5 લાખથી વધુ લોકોને મુસાફરીની સુવિધા કરી આપવામાં આવી હતી. 1773 શ્રમિક વિશેષ ટ્રેનો આંધ્રપ્રદેશ, બિહાર, કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી, પંજાબ, રાજસ્થાન, ઓડિશા, તામિલનાડુ, તેલંગાણા, ત્રિપૂરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી રવાના થઇ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625335

 

ભારતીય રેલવે 1 જૂનથી દરરોજ 200 સમયપત્રક નિર્ધારિત નવી ટ્રેનોની શરૂઆત કરશે; શ્રમિક વિશેષ ટ્રેનોની સંખ્યા બમણી કરવામાં આવશે

ભારતીય રેલવેએ પરપ્રાંતીયોને વધારે રાહત આપવા શ્રમિક ટ્રેનોની સંખ્યા બમણી કરવાની યોજના બનાવી છે. આ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ઉપરાંત ભારતીય રેલવે 200 નવી સમયપત્રક નિર્ધારિત ટ્રેનો 1 જૂન, 2020થી શરૂ કરશે. ટૂંક સમયમાં આ ટ્રેનોના રુટ અને શિડ્યૂલ જાહેર થશે. એનું બુકિંગ ઓનલાઇન જ થશે અને થોડા દિવસોમાં એની શરૂઆત થશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625283

 

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના હિતમાં, ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓને લૉકડાઉનના પ્રતિબંધોથી બાકાત રાખવામાં આવી છે: શ્રી અમિત શાહ

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીના હિતોને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાઓની કામગીરીને લૉકડાઉનના પ્રતિબંધોથી બાકાત રાખવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. લૉકડાઉનના પ્રતિબંધોના કારણે શાળાઓ ખોલવા પર મનાઇનો આદેશ આપવામાં આવ્યો હોવાથી રાજ્ય પરીક્ષા બોર્ડ/ CBSE/ ICSE વગેરે દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. રાજ્ય સરકારો અને CBSE દ્વારા એવી વિનંતી મળી હતી કે, બોર્ડની પરીક્ષા યોજવા માટે મંજૂરી આપવામાં આવે જેના પર વિચાર કરીને કેન્દ્રીય ગૃહમંત્રાલય (MHA) દ્વારા તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને પરીક્ષાઓ દરમિયાન ધ્યાન રાખવાની અને અનુસરવાની શરતોની વિગતવાર માહિતી મોકલવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=16252407

 

કોવિડ-19 મહામારી દરમિયાન કર્મચારીઓ અને નોકરીદાતાઓના હાથમાં વધુ રોકડ પ્રવાહિતતા સુનિશ્ચિત કરવા માટે EPFO દ્વારા બહાર પાડવામાં આવેલી અધિસૂચના સાથે EPF સબસ્ક્રિપ્શનનો દર ઘટાડીને 10% કરવામાં આવ્યો

કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત પેકેજના ભાગરૂપે 13.05.2020ના રોજ EPF અને MP અધિનયમ 1952 અંતર્ગત આવરી લેવામાં આવેલી તમામ વર્ગોની સંસ્થાઓ અને કંપનીઓને મે 2020 જૂન 2020 અને જુલાઇ 2020ના વેતન માટે યોગદાનનો કાનૂની દર 12%થી ઘટાડીને 10% કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. યોગદાનમાં ઘટાડાનો ઉપરોક્ત દર કેન્દ્ર અને રાજ્યના જાહેર ક્ષેત્રના ઉદ્યોગો અથવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની માલિકીની અથવા તેમના નિયંત્રણ હેઠળની અથવા તેમના દ્વારા સંચાલિત અન્ય કંપનીઓ માટે લાગુ પડતો નથી. આ સંસ્થાઓમાં મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાના 12% લેખે યોગદાન ચાલુ રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625152

 

HRD મંત્રીએ JEE મેઇન અને NEET 2020ની અભ્યાસ પરીક્ષા માટે AI સંચાલિત મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી

શ્રી રમેશ પોખરિયાલ નિશંકે નેશનલ ટેસ્ટ અભ્યાસ નામથી એક નવી મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશન NTA દ્વારા તૈયાર કરવામાં આવી છે જેની મદદથી ઉમેદવારો આગામી સમયમાં આવી રહેલી JEE મેઇન NEET પરીક્ષા માટે NTAના પૂર્વાવલોકન હેઠળ અભ્યાસ પરીક્ષા દ્વારા પ્રેક્ટિસ કરી શકે છે. આ એપ્લિકેશન ઉમેદવારોને તેમના ઘરમાં જ સલામતી અને અનુકૂળતા સાથે ઉચ્ચ ગુણવત્તાની અભ્યાસ પરીક્ષાનો ઍક્સેસ મળી રહે તેવી સુવિધા ઉભી કરવા માટે તૈયાર કરવામાં આવી છે. એકધારા લૉકડાઉનના અમલના કારણે શૈક્ષણિક સંસ્થાઓ અને NTAના ટેસ્ટ પ્રેક્ટિસ કેન્દ્રો (TPC) બંધ રહેવાથી વિદ્યાર્થીઓને થયેલું નુકસાન દૂર કરવા માટે આવી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625181

 

કોવિડ-19 પછીની પરિસ્થિતિમાં MSME મંત્રીએ ટેકનોલોજી અપગ્રેડેશન અને વિદેશી રોકાણને આકર્ષવા માટે આહ્વાન કર્યું

કોવિડ-19 પછીની સ્થિતિમાં શ્રી નીતિન ગડકરીએ તમામ MSMEને ટેકનોલોજીના અપગ્રેડેશન માટે અને વિદેશી રોકાણમાં વધારો કરવાની સંભાવનાઓ ચકાસવા માટે આહ્વાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા MSME ક્ષેત્ર માટે જાહેર કરવામાં આવેલા રાહત પેકેજનો ઉપયોગ મધ્યમ અને નાના ઉદ્યોગો માટે  કરવો જોઇએ જેથી તે ફરી પૂર્ણરૂપે સક્રિય થઇ શકે. તેમણે માહિતી આપી હતી કે, 31 માર્ચના રોજ અંદાજે 6 લાખ MSMEનું રિસ્ટ્રક્ચરિંગ થયું હતું અને આ સંખ્યામાં આ વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં વધુ 25 લાખનો ઉમેરો થશે. રૂપિયા 10 હજાર કરોડના ભંડોળમાં વધુ રૂપિયા 50 હજાર કરોડનું વધારાનું ભંડોળ ઉમેરીને તેને મજબૂત કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625431

 

પંદરમા નાણાંપંચની તેના આરોગ્ય ક્ષેત્રના ઉચ્ચ સ્તરીય સમૂહ સાથે બેઠક યોજાઇ

આરોગ્ય ક્ષેત્ર પર ઉચ્ચ સ્તરીય સમૂહ (HLG)ની રચના પંદરમા નાણાં પંચ દ્વાર મે 2018માં કરવામાં આવી હતી જેના અધ્યક્ષપદે એઇમ્સના નિદેશક ડૉ. રાજદીપ ગુલેરિયાને નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આ સમૂહમાં આરોગ્ય ક્ષેત્રના અગ્રણી પ્રોફેશનલોને સમાવવામાં આવ્યા છે. આ સમૂહ દ્વારા ઑગસ્ટ 2019માં તેમનો અંતિમ અહેવાલ જમા કરવામાં આવ્યો હતો અને તેની કેટલીક મુખ્ય ભલામણોને વર્ષ 2020-21 માટે 15મા નાણાં પંચના પ્રથમ અહેવાલમાં સમાવવામાં આવી હતી. આરોગ્ય ક્ષેત્રની સર્વોપરી પ્રાથમિકતા અનુસાર 15મા નાણાં પંચે નિર્ણય લીધો છે કે, વર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિના કારણે તાજેતરમાં થયેલા ફેરફારોને અનુલક્ષીને આ HLGનું ફરી ગઠન કરવામાં આવે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625371

 

કોરોના વ્યવસ્થાપનનું પૂર્વોત્તર મોડલ

કેન્દ્રીય પૂર્વોત્તર પ્રદેશ વિકાસ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડૉ. જીતેન્દ્રસિંહે કોરોનાના વ્યવસ્થાપન અંગે એક લેખ લખ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625332

 

ગ્રામીણ વિસ્તારોમાં માર્ગ નિર્માણ માટે કોઅર જિઓ ટેક્સટાઇલને મંજૂરી મળી

પ્રસરણજન્ય ફેબ્રિક તેમજ કુદરતી, મજબૂત, અત્યાધિક ટકાઉ, ભાંગતૂટ અને વળવા સામે તેમજ ભેજ સામે પ્રતિરોધક અને કોઇપણ સુક્ષ્મજીવ (માઇક્રોબાયલ)ના હુમલાથી મુક્ત કોઅર જિઓ ટેક્સાઇટલને છેવટે ગ્રામીણ માર્ગ નિર્માણ માટે એક સારી સામગ્રીના રૂપમાં સ્વીકૃતી મળી ગઇ છે. કોઅર જિઓ ટેક્સટાઇલનો ઉપયોગ PMGSY-III અંતર્ગત ગ્રામીણ માર્ગ નિર્માણમાં કરવામાં આવશે. કોઅર ફાઇબરના વૈકલ્પિક ઉપયોગનું અન્વેષણ કરવા માટે આ ઝુંબેશમાં પૃષ્ઠભૂમિમાં મુખ્ય ચાલક તરીકે સક્રિય રહેલા કેન્દ્રીય MSME અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે કારણ કે, હવે આપણે માર્ગ નિર્માણમાં સફળતાપૂર્વક કોઅર જિઓ ટેક્સટાઇલનો ઉપયોગ કરવા જઇ રહ્યા છીએ. આ નિર્ણયથી કોઅર ઉદ્યોગમાં ખૂબ જ મોટો વેગ મળશે જેમાં ખાસ કરીને કોવિડ-19 મહામારીના આ મુશ્કેલ સમયમાં તેનાથી વિશેષ ફાયદો થશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625286

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

    • પંજાબઃ 19.05.2020ના રોજ અમૃતસરથી 200મી ટ્રેન રવાના થતાં, પંજાબ સરકારે પોતાના વતનમાં પરત ફરવા ઇચ્છતાં 2,50,000થી વધુ સ્થળાંતરિત કામદારોને પાછા ફરવા સુવિધા આપી છે. મોટાભાગની ટ્રેનો ઉત્તરપ્રદેશ જઇ રહી છે, ત્યારબાદ બિહાર અને ઝારખંડ માટે ટ્રેનો રવાના થઇ રહી છે. પંજાબ સરકાર છત્તિસગઢ, મણિપુર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ માટે પણ ટ્રેનો રવાના કરી રહી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં કામ કરી રહેલા તમામ શ્રમિકોને આશ્વાસન આપ્યું હતું કે જ્યારથી કોવિડ-19ની મહામારી ફાટી નીકળી છે ત્યારથી પોતાના ઘરે પરત ફરવા માંગતા તમામ શ્રમિકોને સહાયતા અને સહકાર પુરો પાડવામાં આવી રહ્યો છે.
    • હરિયાણાઃ હરિયાણા સરકારે કેન્દ્રિય ગૃહ બાબતોના મંત્રાલય દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકા અનુસાર લૉકડાઉન 4.0ના સમયગાળા માટે વાહનોમાં મુસાફરોની બેઠક ક્ષમતાની મર્યાદા સંબંધિત દિશાનિર્દેશો પ્રસિદ્ધ કર્યા છે. ચેપગ્રસ્ત વિસ્તારોની અંદર અવરજવર માત્ર ઇમરજન્સી અને આવશ્યક ચીજવસ્તુઓ/સેવાઓ પુરતી જ મર્યાદિત રહેશે અને તેની ઉપર ચુસ્ત નિયંત્રિત રાખવામાં આવશે. ચહેરા ઉપર માસ્ક પહેરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. દરેક વખતે દરેક લોકો માટે સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનું રહેશે. હરિયાણા સરકારે કોવિડ-19નો ફેલાવો અટકાવવા લૉકડાઉનના ચોથા તબક્કામાં સરકારી કચેરીઓ ખોલવા સંબંધિત કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પડાયેલી સર્વગ્રાહી માર્ગદર્શિકાનું પાલન કરતાં હરિયાણા અને સાથે સાથે ચંદીગઢમાં જૂથ A અને Bના 100 ટકા કર્મચારીઓ સાથે અને જૂથ C અને Dના 50 ટકા કર્મચારીઓની હાજરી સાથે રાજ્ય સરકારની કચેરીઓ ખોલવાનો નિર્ણય લીધો છે.
    • હિમાચલ પ્રદેશઃ મુખ્યમંત્રીએ ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ફસાયેલા હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબ રાજ્યના નાગરિકોની બચાવ કામગીરી માટે એક સામાન્ય ટ્રેન શરૂ કરવા હરિયાણા અને પંજાબ રાજ્યના મુખ્યમંત્રીઓને સંકલન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યોમાંથી હિમાચલ પ્રદેશમાં માર્ગ દ્વારા અવરજવર શક્ય નથી અને તેથી આ રાજ્યોના લોકોની બચાવ કામગીરી માટે સામાન્ય ટ્રેન દોડાવવા પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ રાજ્યોએ સંયુક્ત પ્રયત્નો હાથ ધરવા જોઇએ. આમ, પૂર્વોત્તર રાજ્યોમાંથી આ રાજ્યના લોકોને બચાવવા માટે ભારતીય રેલવે સમક્ષ આ અંગે સંયુક્ત રજૂઆત કરવી જોઇએ.
    • અરૂણાચલ પ્રદેશઃ રાજ્ય સરકારે કોવિડ-19 પરીક્ષણ માટે વધુ ચાર ટ્રૂનેટ મશીનની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે.
    • આસામઃ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સપનાંને સાકાર કરવા માટે ગુવાહાટીમાં બેન્કના અધિકારીઓ સાથે વિશેષ રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
    • મણીપૂરઃ રાજ્ય સરકારે માત્ર લક્ષણો ધરાવતાં દર્દીઓ જ નહીં પરંતુ રાજ્યમાં પરત ફરેલા તમામ લોકો ઉપર કરવા કોવિડ-19નું પરીક્ષણ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. 0.32%ની પોઝિટીવિટી ટકાવારી સાથે 2,743 લોકો ઉપર ટેસ્ટ કરવામાં આવ્યો છે.
    • નાગાલેન્ડઃ રાજ્ય મંત્રીમંડળે દિમાપુરમાં આવેલા ઉત્તર પૂર્વના પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ગંગેશનગરને મુખ્ય ક્વૉરેન્ટાઇન કેન્દ્ર બનાવવાની મંજૂરી આપી છે. તેમાં 6,000થી વધારે લોકોનો સમાવેશ કરી શકાય છે.
    • સિક્કિમઃ પૂર્વ સિક્કિમના જિલ્લા કલેક્ટરે જિલ્લા ટાસ્ક ફોર્સના અધિકારીઓને સાથે રાખીને રાજ્યમાં રંગ્પોગોલી ખાતે પાછા ફરેલા લોકો માટે સ્થાપવામાં આવેલા વધારાના પરીક્ષણ કેન્દ્રોની મુલાકાત લીધી હતી.
    • ત્રિપૂરાઃ 1,584 મુસાફરો સાથેની શ્રમિક સ્પેશિયલ ટ્રેન અગરતાલાથી પ્રયાગરાજ માટે રવાના થઇ હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોનું યોગ્ય પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તેમને વિનામૂલ્યે ખોરાક અને પાણી વ્યવસ્થા પણ પૂરી પડાઇ હતી.
    • કેરળઃ કેન્દ્ર સરકારે કેરળને શાળાઓની પરીક્ષાઓ હાથ ધરવા માટે મંજૂરી આપી છે. પરીક્ષા કેન્દ્રો ચેપગ્રસ્ત વિસ્તારમાં હોવા ન જોઇએ અને વિદ્યાર્થીઓને ફરજિયાત પરિવહન સેવા પૂરી પાડવાની રહેશે. રાજ્ય સરકારે SSLC અને બીજી બે પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે, જે 26 મેથી શરૂ થવાની હતી. કેરળ વડી અદાલતે ભારતમાં પરત ફરી રહેલા તમામ NRIનું કોવિડ પરીક્ષણ સુનિશ્ચિત કરવા અંગે કેન્દ્ર સરકારને નિર્દેશો આપવાનો ઇન્કાર કર્યો છે. KSTRC દ્વારા કડક શરતો સાથે આંતર જિલ્લા સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી. આશરે બે મહિનાના અંતરાલ બાદ વાળંદની દુકાનો, બ્યુટી પાર્લર, ડિજિટલ સ્ટુડિયો અને ઝવેરાતની દુકાનો ખુલી હતી. આજે અખાતી દેશો અને રશિયા ખાતેથી છ ઉડાનો આવી હતી. ઓમાનમાં બે કેરળવાસીઓના કોવિડ-19 કારણે મરણ નીપજ્યાં હતા. ગઇકાલે રાજ્યમાં વધુ 12 કેસ નોંધાયા હતા, જે દરેક રાજ્ય બહારથી આવેલા લોકોનો છે.
    • તામિલનાડુઃ કલ્યાણ મંડળના સભ્ય ન હોય તેવા તામિલનાડુના હાથવણાટ કારીગરોને રૂ. 2,000ની લૉકડાઉન રાહત આપવામાં આવી હતી. આ અગાઉ કલ્યાણ મંડળના સભ્ય હોય તેવા 1,03,343 હાથવણાટ કારીગરોને બે હપ્તામાં રૂ. 2,000ની રાહત પૂરી પાડવાનો આદેશ કરવામાં આવ્યો હતો. માધ્યમિક શાળાના નિર્દેશકે તામિલનાડુમાં ખાનગી શાળાના સંચાલકોને નીચલા ધોરણોની પરીક્ષા ન યોજવા ચેતવણી આપી હતી. રાજ્ય સરકારે કોવિડ-19 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવાની નીતિમાં સુધારો કર્યો છે અને મહામારીના પ્રબંધન માટે સર્વગ્રાહી માર્ગદર્શિકા બહાર પાડી છે. ગઇકાલ સુધી કુલ કેસો 12,448 હતા, જેમાંથી 7,466 સક્રિય કેસો હતા, 84 લોકોના મૃત્યુ નીપજ્યાં છે, 4,895 લોકોને રજા અપાઇ છે. ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 5,691 છે.
    • કર્ણાટકઃ આજે બપોરે 12 વાગ્યાં સુધી રાજ્યમાં નવા 63 કેસો નોંધાયાં હતાં, જેમાં હસનમાંથી 21, બિદારમાંથી 10, માંડ્યામાંથી 8, કલબુર્ગીમાંથી 7, ઉડુપીમાંથી 6 અને બેંગલુરુ અને તુમકુરમાંથી 4-4 અને યદાગીરી, ઉતર કન્નડ અને દક્ષિણ કન્નડમાંથી 1-1 કેસ નોંધાયાં હતાં. આ સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને 1,458 પર પહોંચી ગઇ છે. આજે 10 દર્દીઓ સાજા થયા હતા અને તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી 553 લોકો સાજા થયા છે. અત્યાર સુધી 40 લોકોના મરણ નીપજ્યાં છે. સક્રિય કેસોની સંખ્યા 864 છે. આજે મુખ્યમંત્રીએ મનરેગા યોજના હેઠળ સ્થળાંતરિત કામદારોને મદદ કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની વધુ તકોનું સર્જન કરવા માટે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગને નિર્દેશો આપ્યાં હતા.
    • આંધ્રપ્રદેશઃ આજે સવારે બ્રિટનમાંથી ગન્નાવરમ હવાઇમથક ખાતે કુલ 156 મુસાફરો આવી પહોંચ્યાં હતાં અને કોવિડ પરીક્ષણ હાથ ધર્યા બાદ વિશેષ બસોમાં તેમને પોતાના વતનમાં મોકલવામાં આવ્યાં હતા. રાજ્યમાં વંદે ભારત મિશનના ભાગરૂપે કુલ 13 હવાઇજહાજો આવે તેવી સંભાવના છે અને આવતી કાલથી RTC બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. સ્પંદન પોર્ટલ ઉપર નોંધાયેલા લોકો માટે ઑનલાઇન બુકિંગ સેવા શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં માત્ર સ્થળાંતરિત શ્રમિકો, વિદ્યાર્થીઓ અને અન્ય જગ્યાએ ફસાયેલા વેકેશન કરનારાઓ માટે જ RTC બસો ચલાવવાનો નિર્ણય લેવાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન નવા 68 કેસો નોંધાયાં છે, વધુ એક વ્યક્તિનું મરણ નીપજ્યું છે અને 43 લોકોને રજા આપવામાં આવી છે. કુલ કેસો 2,407 છે, જેમાંથી 715 સક્રિય છે, 1,639 સાજા થયા છે અને 53 લોકોના મરણ નીપજ્યાં છે. અન્ય રાજ્યોમાંથી પરત ફરેલા લોકોમાં નોંધાયેલા 153 પોઝિટીવ કેસોમાંથી 128 કેસો સક્રિય છે.
    • તેલંગાણા: હૈદરાબાદમાં એક નંબરનો પહેલો દિવસ બરાબર કારગત નીવડ્યો નહીં. GHMC અડધાથી વધારે શહેરમાં દુકાનોનું માર્કિંગ કરી શક્યું નહીં અને સત્તાધીશો દ્વારા અમલીકરણના અભાવના કારણે નવા માપદંડોના અમલ અંગે લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. એકબાજાની બાજુ બાજુમાં આવેલી દુકાનો ખુલ્લી રહી હતી તેમજ સામાજિક અંતરના નિયમોનું પણ કોઇ પાલન થયું નહોતું. તેલંગાણામાં 7 થી 19 મે દરમિયાન ઘરની બહાર નીકળતી વખતે માસ્ક ન પહેરનારા 16624 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. ગઇ કાલ સુધીમાં તેલંગાણામાં કોવિડ-19ના 1634 પોઝિટીવ કેસ થયા હતા.
    • મહારાષ્ટ્ર: તાજેતરના અપડેટ અનુસાર વધુ 2100 કેસ નોંધાતા રાજ્યમાં કોવિડ-19ના કેસોની સંખ્યા વધીને 37,158 થઇ ગઇ છે. હોટસ્પોટ શહેર મુંબઇમાં જ કોવિડ-19ના નવા 1411 કેસ નોંધાયા છે. આ સાથે, મુંબઇમાં કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 22,563 નોંધાઇ છે. મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓમાં કોવિડ-19ના પોઝિટીવ કેસની સંખ્યા વધીને 1388 થઇ છે. વંદે ભારત મિશન અંતર્ગત, 1972 ભારતીયો વિદેશથી મુંબઇ આવ્યા છે અને રાજ્ય સરકારે તેમને ક્વૉરેન્ટાઇનમાં રાખવા માટે સખત પગલાં લીધા છે. આમાંથી, 822 લોકો મુંબઇના છે, 1025 લોકો મહારાષ્ટ્રના અન્ય ભાગોના છે જ્યારે 125 નાગરિકો અન્ય રાજ્યોના છે.
    • ગુજરાત: ગુજરાતમાં તાજેતરના અહેવાલો અનુસાર 21 જિલ્લામાં કોવિડ-19ના વધુ 395 કેસ પોઝિટીવ નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 719 થયો છે. રાજ્યમાં કોવિડ-19 બીમારીમાંથી કુલ 6,379 લોકો સાજા થઇ ગયા છે. રાજ્ય સરકારે આજે કોવિડ-19ની સારવારમાં ઓછા ખર્ચના ધમણ-1 વેન્ટિલેટરની કામગીરી નબળી હોવાના આક્ષેપો નકારી કાઢ્યા હતા; આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ આજે સ્પષ્ટતા કરી હતી કે, ઓછા ખર્ચના વેન્ટિલેટર સલામતી અને કામગીરીના પરીક્ષણોમાંથી પસાર થયેલા છે અને NABL દ્વારા માન્યતા પ્રાપ્ત EQDC લેબોરેટરીમાં કૃત્રિમ ફેફસા પર તેનું સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે.
    • રાજસ્થાન: રાજ્યમાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કોવિડ-19ના નવા  107 નોંધાયા છે. સૌથી વધુ સંખ્યામાં કેસો ડુંગરપુરમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા વધીને 5952 થઇ ગઇ છે જ્યારે આજદિન સુધીમાં કુલ 3373 દર્દીઓ સાજા થયા છે અને 2939 દર્દીઓ સાજા થતા તેમને રાજ્યમાં વિવિધ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.
    • મધ્યપ્રદેશ: તાજેતરના અપડેટ અનુસાર રાજ્યમાં કોવિડ-19ના વધુ 229 કેસ નોંધાયા છે જેથી કોરોના વાયરસથી કુલ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 5465 થઇ ગઇ છે. નવા નોંધાયેલા કેસોમાંથી હોટસ્પોટ ઇન્દોરમાં જ 72 કેસ નોંધાયા છે જ્યારે બીજા ક્રમે સૌથી વધુ કેસ બુરહાનપુર જિલ્લામાં 42 કેસ નોંધાયા છે. આજદિન સુધીમાં 2630 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે જ્યારે 2577 સક્રિય કેસ હાલમાં રાજ્યમાં સારવાર હેઠળ છે.
    • છત્તીસગઢ: અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 101 દર્દીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઇ છે જ્યારે 59 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે. કોવિડ-19ના કારણે રાજ્યમાં આજદિન સુધીમાં કોઇનું મૃત્યુ થયું નથી.  
    • ગોવા: રાજ્યમાં કોવિડ-19ના વધુ 8 કેસો પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થતા કુલ આંકડો 39 થયો છે. અન્ય રાજ્યોમાંથી ગોવામાં આવેલા 109 લોકોને અત્યારે હોમ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે જ્યારે 373 લોકોને સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

 

  •  

PIB FACTCHECK

 

 

 

 



(Release ID: 1625534) Visitor Counter : 246