સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
18 MAY 2020 5:53PM by PIB Ahmedabad
વર્તમાન સ્થિતિ:
ભારત સરકારે કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે અતિ સક્રિય અને વહેલાસર અભિગમ અપનાવ્યો છે. કોવિડ-19ના વ્યવસ્થાપનના પ્રયાસોની ઉચ્ચ સ્તરે નિયમિત સમીક્ષા થાય છે અને એના પર નજર રાખવામાં આવે છે.
અત્યારે ભારતમાં કોરોના ધરાવતા દર્દીઓના કેસ 56,316 છે. અત્યાર સુધી કોવિડ-19માં 36,824 દર્દીઓની સારવાર થઈ છે. છેલ્લાં 24 કલાકમાં 2,715 દર્દીઓની સારવાર થઈ છે. અત્યારે આપણો રિકવરી દર 38.29 ટકા છે.
પુષ્ટિ થયેલા કેસોની દ્રષ્ટિએ લાખદીઠ વસ્તીમાં અત્યાર સુધી ભારતમાં લાખદીઠ આશરે 7.1 કેસ છે, જ્યારે દુનિયામાં આ દ્રષ્ટિએ લાખદીઠ આશરે 60 કેસ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ 118 મુજબ લાખ દીઠ પુષ્ટિ થયેલા સૌથી વધુ કેસોની સ્થિતિ નીચે મુજબ છેઃ
દેશ
|
કુલ પુષ્ટિ થયેલા કેસો
|
કેસોની સંખ્યા લાખદીઠ
|
દુનિયા
|
45,25,497
|
60
|
સંયુક્ત રાજ્ય અમેરિકા
|
1,409,452
|
431
|
રશિયન સંઘ
|
281,752
|
195
|
બ્રિટન
|
240,165
|
361
|
સ્પેન
|
230,698
|
494
|
ઇટાલી
|
224,760
|
372
|
બ્રાઝિલ
|
218,223
|
104
|
જર્મની
|
174,355
|
210
|
તુર્કી
|
148,067
|
180
|
ફ્રાંસ
|
140,008
|
209
|
ઇરાન
|
118,392
|
145
|
ભારત
|
96,169*
|
7.1
|
* લેટેસ્ટ આંકડા 18 મે, 2020 સુધીના છે
અત્યાર સુધી આક્રમક અને વહેલાસર પગલાંથી પરિણામો મળ્યાં છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની નવી માર્ગદર્શિકા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો માટે રેડ/ઓરેન્જ/ગ્રીન ઝોનનું વર્ગીકરણ કરવા માટે 17.05.2020ના રોજ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિક મુજબ, રાજ્યોને જિલ્લાઓ/મ્યુનિસિપલ કોર્પોરેશનોનું વર્ગીકરણ કરવાનું કહેવાયું છે, અથવા જો જરૂર પડે તો પેટાડિવિઝન/વોર્ડ કે તેમના ફિલ્ડના મૂલ્યાંકનો મુજબ રેડ/ઓરેન્જ/ગ્રીન ઝોન તરીકે અન્ય કોઈ પણ વહીવટી એકમો તરીકે વર્ગીકરણ કરવાનું કહેવાય છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ કામગીરી માટે વિવિધ માપદંડોનો સમન્વય કરીને એના આધારે એકથી વધારે પરિબળોનું વિશ્લેષણ કરવાનું કહેવાયું છે, જેમાં કુલ સક્રિય કેસોની સંખ્યા, લાખદીઠ સક્રિય કેસો, કેસો બમણો થવાનો દર (7 દિવસના સમયગાળાને આધારે ગણતરી કરવામાં આવે છે), મૃત્યુદર, ટેસ્ટિંગ રેશિયો અને પુષ્ટિ થયેલા કેસોનો દર સામેલ છે.
ફિલ્ડની કામગીરીની દ્રષ્ટિએ રાજ્યોને અસરકારક રીતે કન્ટેઇન્મેન્ટ અને બફર ઝોનમાં વિભાજીત કરવાનું કહેવાયું છે. રાજ્યોને આ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કન્ટેઇન્મેન્ટ યોજનાનો કડક અમલ સુનિશ્ચિત કરવાનું જણાવ્યું છે.
કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ખાસ ટીમો દ્વારા ઘરેઘરે સર્વેલન્સ દ્વારા સક્રિય કેસો, નમૂનાની માર્ગદર્શિકા મુજબ તમામ કેસોનું પરીક્ષણ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, તમામ પુષ્ટિ થયેલા કેસોનું ક્લિનિકલ મેનેજમેન્ટ દ્વારા પુષ્ટિ થયેલા કેસોની તપાસ પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ સંબંધમાં સમુદાયને સક્રિયપણે ભાગીદાર બનાવવો જોઈએ.
ઉપરાંત દરેક કન્ટેઇન્મેન્ટ ઝોનની આસપાસ બફર ઝોનને અલગ કરવામાં આવશે, જેથી આસપાસનાં વિસ્તારોમાં ઇન્ફેક્શન ફેલાય નહીં. બફર ઝોનમાં આરોગ્ય સુવિધાઓમાં ILI/SARI કેસો પર નજર રાખવા વિસ્તૃત તપાસનું સંકલન કરવામાં આવશે.
વ્યક્તિગત સ્વચ્છતા, હાથની સ્વચ્છતા અને શ્વાસોશ્વાસના દરની નિયમિતતા, ચહેરા પર કવરનો ઉપયોગ કરવા અને સંવર્ધિત આઇસી પ્રવૃત્તિઓ દ્વારા શારીરિક અંતર જેવા નિવારણાત્મક પગલાં પર અસરકારક સામુદાયિક જાગૃતિ સુનિશ્ચિત કરવી મહત્ત્વપૂર્ણ છે.
GP/DS
(Release ID: 1624964)
Visitor Counter : 239
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam