નાણા મંત્રાલય

નાણાં મંત્રીએ કૃષિ ક્ષેત્રે માળખાકિય સુવિધાઓ, લોજીસ્ટીક્સ, ક્ષમતા નિર્માણ, શાસકિય અને વહિવટી સુધારા તથા કૃષિ, માછીમારી અને ફૂડ પ્રોસેસીંગ સેક્ટરને મજબૂત કરવાનાં પગલાંઓની જાહેરાત કરી

Posted On: 15 MAY 2020 7:42PM by PIB Ahmedabad
  • ખેડૂતો માટે રૂ.1000 કરોડના ફાર્મ-ગેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જાહેરાત
  • માઈક્રો ફૂડ એકમોના ઔપચારિકરણ માટે રૂ.10,000 કરોડની યોજના
  • પ્રધાન મંત્રી મત્સ્ય  સંપદા યોજના (પીએમએમએસવાય) મારફતે માછીમારોને રૂ.20,000 કરોડની સહાય
  • રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ
  • રૂ.15,000 કરોડનું પશુ પાલન માળખાગત વિકાસ ફંડ સ્થપાશે
  • રૂ.4,000 કરોડના ખર્ચે હર્બલ વાવેતરને પ્રોત્સાહન
  • રૂ.500 કરોડ મધમાખી ઉછેર માટે ખર્ચાશે
  • ફ્રોમ ટોપ ટુ ટોટલ માટે રૂ.500 કરોડ

 

  • કૃષિ ક્ષેત્રમાં શાસકિય અને વહિવટી સુધારાના પગલાં લેવાશેઃ
    • ખેડૂતોને બહેતર ભાવ મળી રહે તે માટે આવશ્યક ચીજવસ્તુ ધારામાં સુધારા
    • ખેડૂતોને માર્કેટીંગની પસંદગી મળી રહે તે માટે ખેત બજાર સુધારા
    • ખેત પેદાશોની કિંમત અને ગુણવત્તાની ખાત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તા.12 મે, 2020ના રોજ રૂ.20 લાખ કરોડ એટલે કે ભારતન જીડીપીના 10 ટકા જેટલા વિશેષ આર્થિક અને ઘનિષ્ટ પેકેજની જાહેરાત કરી હતી. તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન માટેની અથવા તો સ્વનિર્ભર ભારત ચળવળની જાહેરાત કરી છે. તેમણે આત્મનિર્ભર ભારતના સ્થંભ તરીકે અર્થતંત્ર, માળખાગત સુવિધાઓ, સિસ્ટમ, ધબકતી માનવ સંપદા અને માંગને ગણાવ્યા છે.

કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે તેમની પ્રેસ કોન્ફરન્સમાં ખેતી, માછીમારી અને ફૂડ પ્રોસેસીંગ સેક્ટરને મજબૂત બનાવવા માટે દેશમાં માળખાગત સુવિધાઓ, લોજીસ્ટીક્સ, ક્ષમતા નિર્માણ, શાસકીય અને વહિવટી સુધારા કરવા માટેની જાહેરાત કરી છે.

અંગે વિગતો આપતાં શ્રીમતિ સિતારામને સૂચવેલા 11 પગલાંમાં 8 પગલાં કૃષિ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ સુધારવા માટેના તથા 3 પગલાં વહિવટી અને શાસકિય સુધારા અંગેના છે, જેમાં ખેત પેદાશોના વેચાણ અને સંગ્રહ મર્યાદા નાબૂદ કરવાનો સમાવેશ થાય છે.

કેન્દ્રીયમંત્રીએ પ્રારંભમાં જણાવ્યું હતું કે ગઈ કાલે તેમણે ખેડૂતોને સહાય માટે મહત્વના બે પગલાં અંગેની જાહેરાત કરી હતી, જેમાં નાબાર્ડ દ્વારા રૂ.30,000 કરોડની એડિશનલ ઈમર્જન્સી વર્કિંગ કેપિટલ સુવિધાનો સમાવેશ થતો હતો, જેથી રિજીયોનલ રૂરલ બેંકો અને સહકારી બેંકો કાપણી પછીની રવિ સિઝન અને ખરીફ પાક માટે ધિરાણો આપી શકે. બીજી બાબતમાં ખેતી ક્ષેત્રે  રૂ.2 લાખ કરોડના ધિરાણને વેગ આપીને પ્રધાન મંત્રી કિસાન યોજનામાં 2.5 કરોડ લાભાર્થીઓને ડિસેમ્બર 2020 સુધીમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ આવરી લેવાનો સમાવેશ થાય છે.

છેલ્લા બે માસ દરમ્યાન સરકારે કરેલી કામગીરીની વિગત આપતાં નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે લૉકડાઉનના ગાળા દરમ્યાન રૂ.74,300 કરોડથી વધુ રકમ મારફતે લઘુતમ ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી છે. રૂ.18,700 કરોડનું પીએમ કિસાન ફંડ તબદીલ કરાયું છે અને પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના હેઠળ રૂ.6400 કરોડના દાવાઓની ચૂકવણી કરવામાં આવી છે.

 

વધુમાં લૉકડાઉન દરમ્યાન દૂધની માંગમાં 20 થી 25 ટકાનો ઘટાડો થયો છે, જે દૈનિક 560 લાખ લીટર જેટલો થાય છેદૈનિક 360 લાખ લીટર દૂધની ખરીદી સામે દૂધ પણ સહકારી સંસ્થાઓએ ખરીદી લીધુ હતું. કુલ 111 કરોડ લીટર દૂધની વધારાની ખરીદી કરીને રૂ.4100 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.

ઉપરાંત વર્ષ 2020-21 માટે ડેરી સહકારી મંડળીઓને વાર્ષિક 2 ટકા જેટલું વ્યાજનું સબવેન્શન આપવાની યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં ઝડપથી ચૂકવણી કરનારને વ્યાજના સર્વિસીંગમાં વાર્ષિક 2 ટકાનો વધારાનો લાભ મળશે. યોજનાથી રૂ.5,000 કરોડની વધારાની પ્રવાહિતા પ્રાપ્ત થશે, જેનો લાભ 2 કરોડ ખેડૂતોને મળશે.

માછીમારી ક્ષેત્ર માટે કોરોના સંબંધિ 4 જાહેરાતો 24 માર્ચના રોજ કરવામાં આવી હતી અને તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. 242 રજીસ્ટર્ડ શ્રીમ્પ હેચરીઝની નોંધણી થઈ હતી અને નૌપીલી ઉછેરની હેચરીઝની મુદત તા.31-03-2020ના રોજ પૂરી થતી હતી તેને વધુ ત્રણ માસ માટે લંબાવવામાં આવી છે અને દરિયામાંથી પકડવામાં આવતા મત્સ્ય અને આક્વા કલ્ચર અંગેના સંચાલનને ઈનલેન્ડ ફીશરીઝમાં આવરી લેવામાં આવ્યું છે.

 

શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે  આજે જે જાહેરાતો કરવામાં આવી છે તેનાથી ખેડૂતો, માછીમારો અને ફૂડ પ્રોસેસીંગના માઈક્રો એકમોને લાંબા ગાળાનો લાભ થશે.

નાણાંમંત્રીએ કૃષિ, માછીમારી અને ફૂડ પ્રોસેસીંગ સેક્ટરમાં માળખાગત સુવિધાઓ, લોજીસ્ટીક્સ અને ક્ષમતા નિર્માણને મજબૂત કરવા માટે નીચે મુજબનાં પગલાંની જાહેરાત કરી હતીઃ

  1. ખેડૂતો માટે કૃષિ માળખાગત સુવિધાઓ સ્થાપવા રૂ.1 લાખ કરોડનું ફાર્મ-ગેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર  ફંડ

ફાર્મ-ગેટ અને એગ્રીગેશન પોઈન્ટ (પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ, ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન્સ, ખેત ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટ-અપ્સ વગેરે) ઉપર કૃષિ માળખાગત સુવિધાના પ્રોજેક્ટને ભંડોળ પૂરૂ પાડવા માટે રૂ.1 લાખ કરોડની નાણાંકિય સુવિધા આપવામાં આવી છે. ફાર્મ-ગેટ અને એગ્રીગેશન પોઈન્ટ ઉપર વિકાસને વેગ આપવા માટે પોસાય તેવું તથા નાણાંકિય દ્રષ્ટિએ અર્થક્ષમ પોસ્ટ-હાર્વેસ્ટ મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવામાં આવશે. ભંડોળની સ્થાપના તાત્કાલિક કરવામાં આવશે.

  1. માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ માટે રૂ.10,000 કરોડની ફોર્મલાઈઝેશન સ્કીમ
    પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીનુંવૉકલ ફોર લોકલ વીથ ગ્લોબલ આઉટરીચયોજનાને સાકાર કરવા માટેની યોજનાથી 2 લાખ માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝને એફએસએસએઆઈ ફૂડ સ્ટાન્ડર્ડ હાંસલ કરવા માટે, બ્રાન્ડના નિર્માણ માટે તથા માર્કેટીંગ માટે ટેકનિકલ અપગ્રેડેશન માટે સહાય આપવામાં આવશે. હાલના માઈક્રો ફૂડ એકમો, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન, સ્વ-સહાય જૂથો અને સહકારી સંસ્થાઓને યોજના હેઠળ ટેકો પૂરો પાડવામાં આવશે. યોજનામાં મહિલાઓ તથા અનુસૂચિત જાતિ/ જન જાતિની માલિકીના એકમો ઉપર મહત્વાકાંક્ષી જીલ્લાઓમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને ક્લસ્ટર આધારિત અભિગમ અપનાવવામાં આવશે. (ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં કેરી, કર્ણાટકમાં ટામેટાં, આંધ્ર પ્રદેશમાં મરચાં અને મહારાષ્ટ્રમાં નારંગી વગેરેનો સમાવેશ થશે).

 

  1. પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએસએસવાય) હેઠળ માછીમારોને રૂ.20,000 કરોડ

સરકારે દરિયાઈ તથા ઈનલેન્ડ માછીમારી માટે સુસંકલિત, લાંબા ગાળાની સમાવેશી વિકાસ યોજનાનો પ્રારંભ કરશે. યોજના હેઠળ મરાઈન, ઈનલેન્ડ ફીશરીઝ અને આક્વા કલ્ચર માટે રૂ.11,000 કરોડ તથા ફીશરીંગ હાર્બસ, કોલ્ડ ચેઈન, બજારો વગેરે માળખાગત સુવિધાઓના વિકાસ માટે રૂ.9000 કરોડ પૂરાં પાડવામાં આવશે. કેજ કલ્ચર, સીવીડ ફાર્મીંગ, ઓર્નામેન્ટલ ફીશરીઝ તથા નવા ફીશીંગ જહાજો, ટ્રેસેબિલીટી, લેબોરેટરી નેટવર્ક જેવી મહત્વની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. માછીમારોને બાન પિરિયડ સપોર્ટ પૂરો પાડવામાં આવશે (જે સમયમાં માછીમારીની છૂટ ના હોય તે સમયે). ઉપરાંત વ્યક્તિગત અને બોટ ઈન્સ્યોરન્સ પૂરો પાડવામાં આવશે. આના કારણે 5 વર્ષના ગાળામાં 70 લાખ ટન જેટલું વધારાનું મત્સ્ય ઉત્પાદન થશે. 55 લાખથી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થશે અને નિકાસ બમણી થઈને રૂ.1 લાખ કરોડ જેટલી થશે. યોજનામાં ટાપુઓ, હિમાલયન રાજ્યો, ઉત્તર- પૂર્વ અને મહત્વાકાંક્ષી જીલ્લાઓને કેન્દ્રમાં રાખવામાં આવશે.

 

  1. રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ

પશુઓને થતા ખરવાસા મોવાસા તથા બ્રૂસીલોસીસ  રોગના નિયંત્રણ માટે રાષ્ટ્રીય  પશુ રોગ નિયંત્રણ પ્રોગ્રામ રૂ.13,343 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવશે, જેમાં દૂધાળા ઢોર, ભેસો, ઘેટાં, બકરાં અને ડુક્કરની વસતિનું 100 ટકા રસીકરણ કરવામાં આવશે અને યોજનામાં 53 કરોડ પશુઓને આવરી  લેવામાં આવશે. ખરવાસા મોવાસા તથા બ્રૂસીલોસીસ  રોગ માટે અત્યાર સુધીમાં 1.5 કરોડ ગાયો અને ભેંસોને ટેગ કરીને રસીકરણ કરવામાં આવ્યું છે.

  1. રૂ.15,000 કરોડનું પશુ પાલન માળખાગત સુવિધા વિકાસ ફંડ

રૂ.15,000 કરોડનું પશુ પાલન માળખાગત સુવિધા વિકાસ ફંડ સ્થાપવામાં આવશે, જેનો ઉદ્દેશ ડેરી પ્રોસેસીંગ, મૂલ્યવૃધ્ધિ અને પશુ દાણની માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે ખાનગી મૂડી રોકાણને ટેકો આપવામાં આવશે. નિકાસ થઈ શકે તેવા ઉત્કૃષ્ટ ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

 

  1. રૂ.4,000 કરોડના ખર્ચે હર્બલ વાવેતરને પ્રોત્સાહન

નેશનલ મેડિસીન પ્લાન્ટસ બોર્ડ (એનએમપીબી) ના સહયોગથી 2.25 લાખ હેક્ટર વિસ્તારમાં ઔષધિય છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આગામી બે વર્ષમાં 10 લાખ હેક્ટર વિસ્તારને હર્બલ વાવેતર હેઠળ આવરી લેવામાં આવશે અને માટે રૂ.4,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. પ્રવૃત્તિથી ખેડૂતોને રૂ.5,000 કરોડની આવક ઉભી થશે. ઔષધિય છોડ માટે પ્રાદેશિક મંડીઓનું નેટવર્ક ઉભુ કરવામાં આવશે. નેશનલ મેડિસીનલ પ્લાન્ટસ બોર્ડ ગંગા નદીના કાંઠે 800 હેક્ટર વિસ્તારમાં ઔષધિય છોડનો કોરિડોર તૈયાર કરવામાં આવશે.

 

  1. રૂ.500 કરોડના ખર્ચે મધમાખી ઉછેર

સરકાર નીચે મુજની યોજનાઓ અમલમાં મૂકશેઃ

() સુસંકલિત મધમાખી ઉછેર વિકાસ કેન્દ્રો, એકત્રીકરણ, માર્કેટીંગ અને સંગ્રહ કેન્દ્રો, પોસ્ટ હાર્વેસ્ટ કામગીરી તથા મૂલ્ય વૃધ્ધિની સુવિધા વગેરે.

() સ્ટાન્ડર્ડનું અમલીકરણ અને સ્ટ્રેસેબિલીટી સિસ્ટમ્સ વિકસાવવામાં આવશે.

() મહિલાઓ તરફી ઝોક રાખીને ક્ષમતા નિર્માણ કરાશે.

() ક્વોલિટી ન્યૂક્લિયર્સ સ્ટોક અને મધમાખી ઉછેરનો વિકાસ કરવામાં આવશે.

યોજનાથી મધમાખી  ઉછેરના 2 લાખ લોકોને આવકમાં વૃધ્ધિ થશે અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત મધ મળી રહેશે.

 

  1. ટોપથી ટોટલ સુધી રૂ.500 કરોડ

ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતુંઓપરેશન ગ્રીનટામેટાં, ડુંગળી અને બટાકા ઉપરાંત તમામ ફળો અને શાકભાજી માટે વિસ્તારમાં આવશે. યોજનામાં અધિક જથ્થો ધરાવતા વિસ્તારમાંથી તંગી ધરાવતા વિસ્તારમાં પરિવહન માટે 50 ટકા સબસીડી પૂરી પાડવામાં આવશે. કોલ્ડ સ્ટોરેજ સહિતની સંગ્રહ વ્યવસ્થા માટે 50 ટકા સબસીડી આપવામાં આવશે અને યોજના આગામી 6 માસ સુધી પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેનું વિસ્તરણ કરવામાં આવશે. આનાથી ખેડૂતોને બહેતર ભાવ મળી રહેશે, બગાડમાં ઘટાડો થશે અને ગ્રાહકોને પોસાય તેવા દરે ઉત્પાદનો મળી રહેશે.

પત્રકાર પરિષદ દરમ્યાન કેન્દ્રના નાણાં મંત્રીએ કૃષિ ક્ષેત્રે શાસકિય અને વહિવટી સુધારા માટે નીચે મુજબના પગલાંની જાહેરાત કરી હતીઃ

  1. ખેડૂતોને બહેતર ભાવ પ્રાપ્ત થાય તે માટે આવશ્યક ચીજવસ્તુ ધારામાં સુધારો

સરકાર આવશ્યક ચીજવસ્તુ ધારામાં સુધારો કરશે. કઠોળ, ખાદ્ય તેલો, તેલિબિયાં, દાળ, ડુંગળી અને બટાકાને નિયંત્રણ મુક્ત કરવામાં આવશે. રાષ્ટ્રીય આફતો, દુષ્કાળ તથા ભારે ભાવ વધારો થાય તેવા અપવાદરૂપ સંજોગોમાં સ્ટોક મર્યાદા લાદવામાં આવશે. ઉપરાંત પ્રોસેસરો અથવા તો વેલ્યુ ચેઈનમાં સામેલ થનાર માટે તેમની સ્થાપિત ક્ષમતાને આધિન તથા નિકાસી માંગને આધારે કોઈપણ નિકાસકારને કોઈ સંગ્રહ મર્યાદા લાગુ પડશે નહીં.

 

  1. ખેડૂતોને બજારની પસંદગી પૂરી પાડવા માટે કૃષિ બજાર સુધારા

()        હેતુથી કેન્દ્ર સરકાર કાયદો ઘડીને નીચે મુજબની જોગવાઈઓ કરશે

  • ખેડૂતો વળતર યુક્ત ભાવથી ખેત પેદાશોનું વેચાણ કરી શકે તે માટે પૂરતી પસંદગી મળી રહેશે.
  • અવરોધમુક્ત આંતર રાજ્ય વેચાણ થઈ શકશે.
  • ખેત પેદાશોના -ટ્રેડીંગ માટે માળખું ઘડી કાઢવામાં આવશે.

 

  1. ખેત પેદાશોની કિંમતો અને ગુણવત્તાની ખાત્રી

ખેડૂતો પ્રોસેસર્સ, એગ્રીગેટર્સ, મોટા રિટેઈલર્સ, નિકાસકારો વગેરે સાથે સંકલાઈ શકે તે માટે કાનૂની માળખાને વાજબી અને પારદર્શક રીતે આખરી સ્વરૂપ આપવામાં આવશે. ખેડૂતોનું જોખમ નિવારવા માટે તથા તેમને ખાત્રીપૂર્વકનું વળતર મળી રહે અને ગુણવત્તાનું સ્ટાન્ડર્ડાઈઝેશન થઈ શકે તે બાબત માળખાનો આંતરિક હિસ્સો બની રહેશે.

 

GP/DS

 



(Release ID: 1624194) Visitor Counter : 464