સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. હર્ષવર્ધન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ- કાશ્મીર તેમજ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે જોડાઇને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે નિવારણ અને નિયંત્રણ સંબંધિત પગલાંઓની સમીક્ષા કરી

Posted On: 12 MAY 2020 5:13PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને આજે જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના લેફ્ટેનન્ટ ગવર્નર અને ઉત્તરાખંડ તેમજ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, પરપ્રાંતીય શ્રમિકો મોટી સંખ્યામાં પરત ફરત ફરી રહ્યા હોવાથી તેને ધ્યાનમાં રાખતા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ પાછા ફરી રહેલા લોકો માટે વધુ અસરકારક દેખરેખ, સંપર્ક ટ્રેસિંગ, પૂરતા પ્રમાણમાં પરીક્ષણ સુવિધા અને સમયસર સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વિદેશથી આવી રહેલા લોકો માટે પણ તમામ બાબતોનું ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું.

 

12 મે 2020 સુધીની સ્થિતિ અનુસાર દેશમાં કોવિડ-19ના કુલ 70,756 કેસ પોઝિટીવ નોંધાયા છે જેમાંથી 22,455 દર્દી અત્યાર સુધીમાં સાજા થયા છે અને 2293 દર્દી મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 3,604 દર્દના કોવિડ-19ના પોઝિટીવ રિપોર્ટ આવ્યા હોવાની પુષ્ટી થઇ છે અને 1538 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. કેસોની સંખ્યા બમણી થવાનો દર છેલ્લા 14 દિવસમાં 10.9 હતો, જે છેલ્લા ત્રણ દિવસમાં સુધરીને 12.2 થયો હોવાનું પણ તેમણે ટાંક્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, મૃત્યુદર 3.2% છે જ્યારે સાજા થવાનો દર 31.74% છે. તેમણે રાજ્યોને ફરી ભારપૂર્વક જણાવ્યું હતું કે, બિન-કોવિડ આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડવા પર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે

 

 

GP/DS


(Release ID: 1623390)