રેલવે મંત્રાલય

ભારતીય રેલવેએ આજે નવી દિલ્હીથી 03 વિશેષ ટ્રેન રવાના કરી


નવી દિલ્હી- બિલાસપુર ટ્રેન માટે કુલ 1177 મુસાફરો, નવી દિલ્હી- દિબ્રુગઢ વિશેષ ટ્રેન માટે 1122 મુસાફરો અને નવી દિલ્હી- બેંગલુરુ વિશેષ ટ્રેનમાં કુલ 1162 મુસાફરોનું બુકિંગ થયું

નવી દિલ્હીથી આજે 3461 મુસાફરો રવાના થશે

ટ્રેન નંબર 02442 નવી દિલ્હીથી બિલાસપુર જતી પહેલી વિશેષ ટ્રેન આજે મુસાફરીનો પ્રારંભ કરશે

ટ્રેન રવાના થતાની સાથે જ, ભારતીય રેલવેની મુસાફર ટ્રેન સેવા ધીમે ધીમે શરૂ થઇ રહી છે

આ સેવાઓ શ્રમિક વિશેષ ટ્રેન ઉપરાંત રહેશે

Posted On: 12 MAY 2020 3:24PM by PIB Ahmedabad

ટ્રેન નંબર 02442 નવી દિલ્હીથી બિલાસપુર જતી વિશેષ ટ્રેન આજે એટલે કે 12 મે 2020ના રોજ નવી દિલ્હી રેલવે સ્ટેશનથી પોતાની મુસાફરી શરૂ કરશે. કોવિડ-19ના કારણે મુસાફર ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવ્યા પછી મુસાફરો માટે શરૂ થયેલી પહેલી વિશેષ ટ્રેન છે. ટ્રેન રવાના થતાની સાથે ભારતીય રેલવેની મુસાફર ટ્રેન સેવાઓ તબક્કાવાર શરૂ થઇ ગઇ છે. કુલ 03 વિશેષ ટ્રેન આજે નવી દિલ્હીથી પ્રસ્થાન કરશે જ્યારે કુલ 05 વિશેષ ટ્રેન અન્ય શહેરોથી નવી દિલ્હી તરફ આવવા માટે પ્રસ્થાન કરશે વિશેષ રેલવે સેવાઓ ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવતી શ્રમિક વિશેષ ટ્રેન ઉપરાંત રહેશે.

નવી દિલ્હીથી કુલ 03 ટ્રેનો આજે વિવિધ સ્થળોએ જવા માટે રવાના થશે. ટ્રેનોની વિગતો નીચે આપવામાં આવી છે:

અનુક્રમ નંબર

ટ્રેન નંબર

પ્રસ્થાન સ્થળ

ગંતવ્ય સ્થળ

1

02692

નવી દિલ્હી

બેંગલુરુ

2

02424

નવી દિલ્હી

દિબ્રુગઢ

3

02442

નવી દિલ્હી

બિલાસપુર

 

નવી દિલ્હીથી બિલાસપુર જનારી વિશેષ ટ્રેનમાં મુસાફરી કરનારા 1177 મુસાફરો માટે કુલ 741 PNR જનરેટ કરવામાં આવ્યા છે, નવી દિલ્હીથી દિબ્રુગઢ જનારી વિશેષ ટ્રેનમાં મુસાફરી કરનારા 1122 મુસાફરો માટે કુલ 442 PNR જનરેટ કરવામાં આવ્યા છે અને નવી દિલ્હીથી બેંગલુરુ જનારી વિશેષ ટ્રેનમાં મુસાફરી કરનારા 1162 મુસાફરો માટે કુલ 804 PNR જનરેટ કરવામાં આવ્યા છે,

દિલ્હી સહિત વિવિધ શહેરોમાં આજે કુલ 08 ટ્રેનો રવાના થઇ રહી છે. ટ્રેનોની વિગતો નીચે આપવામાં આવી છે:

અનુક્રમ નંબર

ટ્રેન નંબર

પ્રસ્થાન સ્થળ

ગંતવ્ય સ્થળ

1

02301

હાવરા

નવી દિલ્હી

2

02951

મુંબઇ સેન્ટ્રલ

નવી દિલ્હી

3

02957

અમદાવાદ

નવી દિલ્હી

4

02309

રાજેન્દ્રનગર (ટી)

નવી દિલ્હી

5

02691

બેંગલુરુ

નવી દિલ્હી

6

02692

નવી દિલ્હી

બેંગલુરુ

7

02424

નવી દિલ્હી

દિબ્રુગઢ

8

02442

નવી દિલ્હી

બિલાસપુર

 

 

GP/DS

 


(Release ID: 1623375) Visitor Counter : 263