ગૃહ મંત્રાલય

લૉકડાઉનના સમય પછી ઉત્પાદન ઉદ્યોગો ફરી શરૂ કરવા અંગે NDMA(MHA) દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી


ફિલ્ડમાં કામ કરનારાઓએ માર્ગદર્શિકાઓનું સુસ્ત પાલન કરવાનું રહેશે

Posted On: 11 MAY 2020 12:46PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા લૉકડાઉનનો સમય પૂરો થયા પછી ઉત્પાદન ઉદ્યોગોને ફરી શરૂ કરવા અંગે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 અંતર્ગત વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

કોવિડ-19 સામે પ્રતિક્રિયાના ભાગરૂપે અગાઉ 25 માર્ચના રોજ અમલ સાથે દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કેટલાક ઝોનમાં તબક્કાવાર લૉકડાઉનનો સમયગાળો લંબાવવામાં આવ્યો હોવાથી, ચોક્કસ આર્થિક પ્રવૃત્તિઓને તા. 1 મે 2020ના રોજના NDMA આદેશ નંબર- 1-29/2020-PP અને તા. 1 મે 2020ના રોજના ગૃહ મંત્રાલયના આદેશ નંબર- 40- 3/2020-DM-I(A) અનુસાર મંજૂરી આપવામાં આવી છે.

કેટલાક અઠવાડિયા સુધી લૉકડાઉનના અમલના કારણે અને લૉકડાઉન દરમિયાન ઔદ્યોગિક એકમો બંધ રહેવાથી, કેટલાક ઓપરેટરો દ્વારા સ્થાપિત SOPનું પાલન કરવામાં આવ્યું હોય તે શક્ય છે. પરિણામે, કેટલીક ઉત્પાદન સુવિધાઓ, પાઇપલાઇન, વાલ્વ વગેરે પાસે બાકી રહેલું રસાયણ પડ્યું રહ્યું હોય જેના કારણે જોખમ ઉભું થઇ શકે છે. હાનિકારક રસાયણો અને જ્વલશીલ સામગ્રીઓની સંગ્રહ સુવિધાઓ માટે પણ બાબત લાગુ પડે છે.

રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા નીચે દર્શાવેલી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે-

1. રાસાયણિક આપત્તિ, 2007 પર માર્ગદર્શિકા

2. રાસાયણિક (ત્રાસવાદી) આપત્તિ 2009ના વ્યવસ્થાપન પર માર્ગદર્શિકા

3. POL ટેન્કરોના પરિવહન માટે સલામતી અને સુરક્ષા વધુ મજબૂત કરવી, 2010, જે રસાયણ ઉદ્યોગો માટે સંબંધિત છે. પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, 1086 હેઠળ હાનિકારક રસાયણનું ઉત્પાદન, સંગ્રહ અને આયાત કાયદો, 1989 ઉદ્યોગો માટે કાનૂની જરૂરિયાતો પૂરી પાડે છે.

જ્યારે લૉકઆઉટ/ટેગઆઉટ પ્રક્રિયાઓ કરવામાં આવે ત્યારે, સંખ્યાબંધ ઉર્જા સ્રોતો ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અથવા રાસાયણિક ઉપકરણની સર્વિસ કરતા અથવા મેન્ટેનન્સ કરતા ચાલકો/ સુપરવાઇઝરો માટે હાનિકારક પૂરવાર થઇ શકે છે. જ્યારે ભારે મશીનરી અને ઉપકરણોની સમયાંતરે જાળવણી કરવામાં આવે ત્યારે તે ચાલકો/ સુપરવાઇઝરો માટે જોખમી પુરવાર થઇ શકે છે.

વપરાશ યોગ્ય પ્રવાહીઓ, વાયુ મિશ્રિત ઘટકો, ખુલ્લા વાયરો, કન્વેયર બેલ્ટ અને ઓટોમેટેડ વાહનો ઉત્પાદન સુવિધામાં અતિ ઉચ્ચ જોખમનો માહોલ ઉભો કરે છે. સલામતી સંહિતાનું અયોગ્ય પાલન અને રસયાણોના લેબલિંગની અયોગ્ય કામગીરીના કારણે વધુમાં ગંભીર જોખમો ઉભા થઇ શકે છે.

જ્યારે અનઅપેક્ષિત ઘટના બને ત્યારે, તાત્કાલિક પ્રતિક્રિયાનું સંચાલન કરવાનું વધુ પડકારજનક બની જાય છે. જોખમને ઘટાડવા માટે અને ઔદ્યોગિક એકમોને સફળતાપૂર્વક ફરી શરૂ કરવા તેમને પ્રોત્સાહન આપવા માટે, નીચે દર્શાવેલી માર્ગદર્શિકાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

રાજ્ય સરકાર સુનિશ્ચિત કરશે કે, સંબંધિત મોટા આકસ્મિક હાનિકારક (MAH) એકમોના ઓફ-સાઇટ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન તૈયાર છે અને તેનો અમલ કરવાની પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલી છે. ઉપરાંત પણ સલાહભર્યું છે કે, જિલ્લાના તમામ જવાબદાર અધિકારીઓ ઔદ્યોગિક ઓન-સાઇટ આપત્તિ વ્યવસ્થાપન પ્લાનનો અમલ કરાયેલો છે અને કોવિડ-19 લૉકડાઉન દરમિયાન તેમજ તે પછી ઉદ્યોગોને ફરી શરૂ કરવા માટે પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયાઓનો અમલ કરવામાં આવ્યો છે તે સુનિશ્ચિત કરે.

વિગતવાર માર્ગદર્શિકા જોવા માટે અહીં ક્લિક કરો

 

 

GP/DS

 



(Release ID: 1622957) Visitor Counter : 247