ગૃહ મંત્રાલય

તબીબી પ્રોફેશનલો અને પેરામેડિકલ સ્ટાફ સરળતાથી આવનજાવન કરી શકે તેમજ તમામ ખાનગી ક્લિનિક્સ, નર્સિંગ હોમ અને લેબ ખુલ્લા રહે તે સુનિશ્ચિત કરો; કોવિડ અને બિન-કોવિડ બંને ઇમરજન્સી સેવાઓ પર ધ્યાન આપવું આવશ્યક છે: ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું

Posted On: 11 MAY 2020 12:10PM by PIB Ahmedabad

કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 10 મે 2020ના રોજ એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તબીબી પ્રોફેશનલો અને પેરામેડિકલ સ્ટાફને આવનજાવન પર કેટલાક રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોનો મુદ્દો ચર્ચાયો હતો.

બેઠકના અનુસંધાનમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલેય તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને લેખિત સંદેશાવ્યવહારમાં જણાવ્યું હતું કે, તમામ આરોગ્ય સંભાળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અને લોકોના અમુલ્ય જીવન બચાવવા માટે તમામ તબીબી પ્રોફેશનલો અને પેરા મેડિકલ સ્ટાફ સરળતાથી અને વિના અવરોધે આવનજાવન કરી શકે તે સુનિશ્ચિત થવું જોઇએ. તેમાં ઉમેરવામાં આવ્યું હતું કે, તબીબી પ્રોફેશનલો અને પેરામેડિકલ સ્ટાફને આવનજાવન પર કોઇપણ પ્રકારના પ્રતિબંધોના કારણે કોવિડ અને બિન-કોવિડ તબીબી સેવાઓમાં ગંભીર અડચણો ઉભી થઇ શકે છે.

ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, સંદેશા વ્યવહારમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે, તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોએ તમામ તબીબી પ્રોફેશનલો, નર્સો, પેરા મેડિકલ સ્ટાફ, સફાઇ કર્મચારીઓ અને એમ્બ્યુલન્સ કોઇપણ પ્રકારના અવરોધ વગર સરળતાથી આવનજાવન કરે તે સુનિશ્ચિત કરવું જોઇએ. આનાથી દર્દીઓને કોઇપણ પ્રકારની અડચણો વગર તમામ કોવિડ અને બિન-કોવિડ તબીબી સેવાઓ પૂરી પાડી શકાશે. તેમાં એવું પણ ટાંકવામાં આવ્યું હતું કે, ઉપરોક્ત તમામ તબીબી પ્રોફેશનલોને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ આંતર-રાજ્ય મુસાફરીની પણ સુવિધા કરી આપવી જોઇએ.

વધુમાં એવું પણ ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે, તમામ ખાનગી ક્લિનિક્સ, નર્સિંગ હોમ અને લેબોરેટરીઓ તેમના તબીબી પ્રોફેશનલો અને સ્ટાફ સાથે ખુલ્લા રાખવાની તેમને મંજૂરી આપવામાં આવે. આનાથી કોવિડ અને બિન-કોવિડ એવા તમામ દર્દીઓને કોઇપણ પ્રકારની અડચણો વગર ઇમરજન્સીની સ્થિતિમાં સેવાઓ પૂરી પાડી શકાશે અને તેનાથી હોસ્પિટલો પર વધારાનું ભારણ ઘટશે.

 

તબીબી પ્રોફેશનલોને આવનજાવન સંબંધિત સત્તાવાર સંદેશાવ્યવહાર જોવા માટે અહીં ક્લિક કરો

 

 

GP/DS



(Release ID: 1622954) Visitor Counter : 237