PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 10 MAY 2020 6:23PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                        

Date: 10.5.2020

 

 

Released at 1900 Hrs

 

Text Box: •	અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના કુલ 62,939 કેસ નોંધાયા છે જેમાંથી 19,357 દર્દી સાજા થઇ ગયા છે જે સાજા થવાનો દર 30.76% હોવાનું દર્શાવે છે. છેલ્લા 24 કલાકમાં 1511 દર્દી સાજા થયા છે.
•	છેલ્લા 24 કલાકમાં 3277 નવા કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.
•	કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જ્યાં સૌધી વધુ કેસ નોંધાયા છે અથવા નોંધાઇ રહ્યા છે તેવા 10 રાજ્યોમાં ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમો નિયુક્ત કરી.
•	કેબિનેટ સચિવે કહ્યું કે, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું કે ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફની આવનજાવન કોઇપણ અવરોધ વગર થવી જોઇએ અને કોરોના યોદ્ધાઓની સલામતી તેમજ સુવિધા માટે પૂરતા પગલાં લેવામાં આવે.
•	અત્યાર સુધીમાં 366 "શ્રમિક વિશેષ ટ્રેન"નું પરિચાલન કરવામાં આવ્યું.
•	3000 શાળાઓને CBSE બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટે મંજૂરી આપવામાં આવી.
•

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

કોવિડ-19ના વ્યવસ્થાપન માટે દેશમાં પૂરતા પ્રમાણમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય સુવિધાઓ છે

દેશમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે પૂરતા પ્રમાણમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય સુવિધાઓ ઓળખી કાઢવામાં આવ્યા છે. કોવિડ-19ના કેસોના વ્યવસ્થાપન માટે સમર્પિત જાહેર આરોગ્ય સુવિધાઓને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી છે. 10/05/2020ના રોજની સ્થિતિ અનુસાર, તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 483 જિલ્લામાં 7740 સુવિધાઓ ઓળખી કાઢવામાં આવી છે જેમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની તેમજ કેન્દ્ર સરકારોની હોસ્પિટલો અને સુવિધાઓ પણ સામેલ છે. અત્યારે  656769 આઇસોલેશન બેડ, પુષ્ટિ થયેલા કેસો માટે 305567 બેડ, શંકાસ્પદ કેસો માટે 351204 બેડ, 99492 ઓક્સિજન સપોર્ટ વાળા બેડ, 1696 સુવિધાઓ ઓક્સિજન મેનિફોલ્ડ સાથે અને 34076 ICU બેડની વ્યવસ્થા છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના 19,357 દર્દી સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 1511 દર્દી સાજા થયા છે જે સાજા થવાનો દર 30.76% હોવાનું દર્શાવે છે. દેશમાં કુલ પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા વધીને 62,939 થઇ છે. ગઇ કાલથી અત્યાર સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 3277 કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622631

 

કોવિડ-19ના વ્યવસ્થાપનમાં સહાય માટે કેન્દ્રની ટીમોને રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આજે કોવિડ-19ના કેસોની સંખ્યા સૌથી વધુ ઝડપથી વધી છે/ વધી રહી છે તેવા 10 રાજ્યોમાં કેન્દ્રની ટીમો નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ ટીમો રાજ્યોના આરોગ્ય વિભાગોને કોવિડ-19 મહામારીના ઉપદ્રવના વ્યવસ્થાપનમાં મદદરૂપ થશે. આ ટીમોમાં MoHFWના વરિષ્ઠ અધિકારી સંયુક્ત સચિવ સ્તરના એક નોડલ અધિકારી અને એક જાહેર આરોગ્ય નિષ્ણાત રહેશે. આ ટીમો રાજ્યોના આરોગ્ય વિભાગોને તેમના જિલ્લાઓ/ શહેરોમાં ચેપગ્રસ્ત વિસ્તારોમાં આ બીમારીના નિયંત્રણ માટે વિવિધ પગલાંના અમલીકરણમાં મદદ કરશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622602

 

કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવો સાથે કોવિડ-19ના વ્યવસ્થાપન અંગે સ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજાઇ

કેબિનેટ સચિવે નોંધ્યું હતું કે, 350થી વધુ શ્રમિક વિશેષ ટ્રેનો રેલવે દ્વારા દોડાવવામાં આવી છે જેમેં 3.5 લાખ વિસ્થાપિત શ્રમિકો તેમના વતન પહોંચ્યા છે. તેમણે રાજ્ય સરકારોને વિનંતી કરી હતી કે તેઓ વધુ શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવવા અંગે રેલવે સાથે સંકલનમાં રહે. તેમણે એવું પણ નોંધ્યું હતું કે, વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી ભારતમાં આવી રહેલા ભારતીયો અંગે પણ રાજ્યો સતત સહકાર આપે છે. કેબિનેટ સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડૉક્ટરો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફનું આવનજાવન કોઇપણ પ્રકારના અવરોધો વગર થવું જોઇએ અને કોરોના યોદ્ધાઓની સુવિધા તેમજ સુરક્ષા માટે તમામ પગલાં લેવા જોઇએ. રાજ્યોના મુખ્ય સચિવોએ આ બેઠકમાં તેમના રાજ્યોમાં વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપી હતી અને કોવિડથી સુરક્ષાની જરૂર હોય ત્યારે, આર્થિક પ્રવૃત્તિઓ પણ પ્રમાણબદ્ધ રીતે આગળ વધવાના જરૂર હોવાનું કહ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622632

 

પ્રધાનમંત્રી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે, 11 મે 2020ના રોજ બપોરે 3 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે 5મી બેઠકનું આયોજન કરશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622668

 

 

ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં 10 મે 2020 (15:00 કલાક) સુધીમાં 366 “શ્રમિક વિશેષ ટ્રેનનું પરિચાલન કર્યું

દેશના વિવિધ ભાગોમાં 10 મે 2020 (15:00 કલાક) સુધીમાં 366 “શ્રમિક વિશેષ ટ્રેનનું પરિચાલન કરવામાં આવ્યું છે જેમાંથી 287 ટ્રેનો તેના ગંતવ્ય સ્થળે પહોંચી ગઇ છે જ્યારે 79 ટ્રેનો રસ્તામાં છે. આ 287 ટ્રેનો આંધ્રપ્રદેશ (1 ટ્રેન), બિહાર (87 ટ્રેન), હિમાચલ પ્રદેશ (1 ટ્રેન), ઝારખંડ (16 ટ્રેન), મધ્યપ્રદેશ (24 ટ્રેન), મહારાષ્ટ્ર (3 ટ્રેન), ઓડિશા (20 ટ્રેન), રાજસ્થાન (4 ટ્રેન), તેલંગાણા (2 ટ્રેન), ઉત્તરપ્રદેશ (127 ટ્રેન), પશ્ચિમ બંગાળ (2 ટ્રેન) જેવા વિવિધ રાજ્યોમાં પહોંચી છે. આવી પ્રત્યેક શ્રમિક વિશેષ ટ્રેનમાં સામાજિક અંતરના માપદંડોનું પાલન કરીને મહત્તમ અંદાજે 1200 મુસાફરો જઇ શકે છે. ટ્રેનમાં મુસાફરો બેસે તે પહેલાં તેમનું યોગ્ય સ્ક્રિનિંગ કરવામાં આવ છે. મુસાફરી દરમિયાન તેમને વિનામૂલ્યે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622664

 

ગૃહ મંત્રાલયે 3000 CBSE સાથે જોડાયેલા શાળાઓને CBSE બોર્ડની પરીક્ષાઓની ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટે મૂલ્યાંકન કેન્દ્રો તરીકે મંજૂરી આપી

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે આ મંજૂરી આપવા બાબતે ગૃહ મંત્રાલય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સમગ્ર ભારતમાં 3000 CBSE સાથે જોડાયેલી શાળાઓને મૂલ્યાંકન કેન્દ્રો તરીકે ઓળખી કાઢવામાં આવી છે અને આઈ શાળાઓને મૂલ્યાંકનના મર્યાદિત હેતુ માટે વિશેષ મંજૂરીઓ આપવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622553

 

કાયદામંત્રીએ ભારત સરકારના એટર્ની જનરલ, સોલિસિટર જનરલ અને કાનૂનના તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

કાયદા અને ન્યાયમંત્રી શ્રી રવિ શંકર પ્રસાદે આજે કાનૂની અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવી ગંભીર મહામારીના કારણે ઉભા થયેલી જટીલતાઓ અને આવા સંવેદનશીલ પ્રકારના પડકારોનો સામનો કરવો મુશ્કેલ છે, જેને અત્યારે ગવર્નન્સ સિસ્ટમ પ્રતિભાવ આપી રહી છે અને ભારત સરકાર તેમજ રાજ્ય સરકારોની આ નિર્ણયો લેવાની પ્રક્રિયા પર ભરોસો મૂકવામાં આવે તે વધુ યોગ્ય રહેશે. કાયદામંત્રીએ જણાવ્યું હતું કે, આવા પડકારજનક સમયમાં અતિ ઇર્ષા સાથે કરેલી PIL અવગણવી જોઇએ. કાયદામંત્રીએ ખાસ કરીને ભારપૂર્વક કહ્યું હતું કે, આ પડકારને ન્યાય આપવાની પ્રણાલી વધુ મજબૂત બનાવવા માટે ડિજિટલ સિસ્ટમના ઉપયોગની એક તક તરીકે જોવો જોઇએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622675

 

મિશન સાગર -10 મે 2020

હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારી વચ્ચે ભારત સરકારે પોતાની પહોંચને આગળ ધપાવવાના ભાગરૂપે, ભારતીય નૌસેનાનું જહાજ કેસરીમાલદીવ્સ, મોરેશિયસ, સેશેલ્સ, મડાગાસ્કર અને કોમોરોડ્સને સહાય માટે ખાદ્યચીજો, HCQ સહિત કોવિડ સંબંધિત દવાઓ અને વિશેષ આયુર્વેદિક દવાઓ તેમજ મેડિકલ સહાય ટીમ સાથે 10 મે 2020ના રોજ રવાના કર્યું હતું. મિશન સાગરના ભાગરૂપે ભારતે આ પ્રદેશમાં પ્રથમ પ્રતિભાવક તરીકે પોતાની ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ દેશોમાં કોવિડ-19 મહામારી સામેની લડાઇ અને તેના કારણે ઉભી થયેલી મુશ્કેલીઓમાં સહાય માટે આ જહાજ રવાના કર્યું છે જેનાથી આ દેશો સાથેના શ્રેષ્ઠ સંબંધો વધુ ઘનિષ્ઠ થયા છે. સાગરપ્રદેશમાં તમામ દેશોની સલામતી અને વિકાસની પ્રધાનમંત્રીની દૂરંદેશીને અનુરૂપ આ જહાજ મોકલવામાં આવ્યું છે અને પડોશી દેશો સાથે ભારતે કેળવેલા સંબંધોના મહત્વ પર તે પ્રકાશ પાડે છે અને વર્તમાન સંબંધોને વધુ મજબૂત કરે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622682

 

રીટેઇલર્સ અને બિલ્ડિંગ અને બાંધકામ પ્રોફેશનલોની MSME તરીકે નોંધણી કરવાની રજૂઆતની તપાસ કરવામાં આવશે: શ્રી ગડકરી

કેન્દ્રીય MSME અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ રીટેઇલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને પ્રેક્ટિસિંગ એન્જિનિયરો, આર્કિટેક્ટ્સ એન્ડ ટાઉન પ્લાનિંગ એસોસિએશન (ઇન્ડિયા)ના પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે, MSME તરીકે તેમની નોંધણી કરાવવાની રજૂઆતની ઝડપથી તપાસ કરવામાં આવશે. તેમને લાગ્યું કે, આ બાબતને રોજગારી સર્જન કરનારા આ સંગઠનોના દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે અને વીમો, મેડિકલ, પેન્શન વગેરે વિવિધ લાભો કામદારોને આપી શકાય તેમ છે કે નહીં તેનો વિચાર કરવાની જરૂર છે. તેમણે રીટેઇલરોને હોમ ડિલિવરી અને સામાજિક અંતર જાળવવા માટે નવા વિકલ્પો શોધવાનું શરૂ કરવાનું અને રીટેઇલ આઉટલેટ્સ પર ગ્રાહકો/ કર્મચારીઓને માસ્ક અને સેનિટાઇઝરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622527

 

કોવિડ-19ના કારણે દેશવ્યાપી લૉકડાઉનમાં લાદવામાં આવેલા આકરા પ્રતિબંધો વચ્ચે પણ નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડનું વેચાણ એપ્રિલ 2020માં 71% વધ્યુ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1622635

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • હિમાચલ પ્રદેશ: રાજ્ય સરકારની વિનંતીના પગલે કેન્દ્ર સરકારે થિવિમ/ મડગાંવ/ કારમાલી (ગોવા) થી ઉના સુધી વિશેષ ટ્રેન ચલાવવા માટે સંમતિ આપી છે જેથી ગોવામાં ફસાયેલા હિમાચલ પ્રદેશના લોકો ત્યાંથી પોતાના ઘરે જઇ શકે. હિમાચલના લોકોને વતન પરત લઇ જવા માટે વિશેષ ટ્રેન 13 અથવા 14 મેના રોજ ગોવાથી રવાના થશે.
    • પંજાબ: મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, પંજાબ સ્કૂલ શિક્ષણ બોર્ડમાં ધોરણ દસના વિદ્યાર્થીઓની કોઇપણ પરીક્ષા લેવામાં આવશે નહીં અને તેમને પ્રિ-બોર્ડ પરીક્ષાના પરિણામોના આધારે આગળના ધોરણમાં મોકલવામાં આવશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ કટોકટીના પગલે રાજ્યમાં લાગુ કરવામાં આવેલા લાંબા સમયના લૉકડાઉન/ કર્ફ્યૂને ધ્યાનમાં રાખીને પંજાબ સ્કૂલ શિક્ષણ તંત્ર અંતર્ગત ધોરણ -5 થી 10ના તમામ વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની પરીક્ષા લીધા વગર આગળના ધોરણમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ -11 અને 12ના વિદ્યાર્થીઓ અંગે નિર્ણય કેન્દ્ર સરકારના નિર્ણય છી લેવામાં આવશે.
    • હરિયાણા: હરિયાણા સરકારે કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે ધ્યાનમાં રાખવા જેવા તમામ સુરક્ષાત્મક પગલાંના સંદર્ભમાં માર્ગદર્શિકા બહાર પાડી છે (દિવ્યાંગજનોની સુરક્ષા અને સલામતી માટે). તમામ વિભાગોના વડા અથવા કચેરીઓના વડાઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, સ્ટાફનું રોસ્ટર તૈયાર કરતી વખતે જેઓ ઘણા વધુ દિવ્યાંગ છે તેવા કર્મચારીઓને ફરજ પર ન બોલવવામાં આવે તે બાબત તેઓ સુનિશ્ચિત કરે. હરિયાણા સરકાર શાળા વિદ્યાર્થીઓને તેમનું શિક્ષણ ચાલુ રહે તેમાં મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. એકતરફ શૈક્ષણિક અભ્યાસક્રમમાં પાંચ DTH ચેનલના માધ્યમથી પ્રસારણ કરવામાં આવે છે જ્યારે સાથે સાથે, હરિયાણા EDUSATની ચાર ચેનલોનું પણ પ્રસારણ રાજ્યમાં તમામ કેબલ ઓપરેટરોના માધ્યમથી કરવામાં આવે છે.
    • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં પુષ્ટિ થયેલા કુલ કેસોની સંખ્યા વધીને 20.228 થઇ છે જેમાં છેલ્લા 24 કલાકમાં 48 વ્યક્તિના મોત નીપજ્યાં છે જ્યારે 1156 નવા કેસો નોંધાયા છે. માત્ર મુંબઇમાં જ કુલ 12,864 કેસો નોંધાયા છે જ્યારે 489 દર્દીના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે.
    • ગુજરાત: દિલ્હીના એઇમ્સના નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, લોકો તરફથી દર્દીઓ સાથે થતી ગેરવર્તણૂકના ભયના કારણે કોવિડ-19ના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં થતા વિલંબ તેમજ ડાયાબિટિસ, હાઇપર ટેન્શન, હૃદય અને કિડનીની બીમારી સહિત અન્ય બીમારીઓ ધરાવતા દર્દીઓના કારણે ગુજરાતમાં કોવિડ-19ના દર્દીઓના મૃત્યુ થવાની સંખ્યા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,747 કેસો પોઝિટીવ નોંધાયા છે જેમાંથી 452 દર્દીના મરણ નીપજ્યાં છે.
    • રાજસ્થાન: રાજસ્થાનમાં આજે કોવિડ-19ના નવા 33 કેસ પોઝિટીવ હોવાનું નોંધાયું છે જેથી રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 3,741 થઇ ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે 60% જેટલા પ્રભાવશાળી દર સાથે દર્દીઓ સાજા થયા છે. 2,176 દર્દીઓ સાજા થઇ ગયા છે જ્યારે 1917 દર્દીઓને સાજા થતા હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.
    • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના વધુ 273 કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 3,614 થઇ છે. અત્યાર સુધીમાં કુલ ચેપગ્રસ્ત થયેલા દર્દીઓમાંથી 1,676 દર્દી સાજા થઇ ગયા છે જ્યારે 215 વ્યક્તિનાં મૃત્યુ થયા છે.
    • ગોવા: ગોવા અન્ય એક એવું રાજ્ય બન્યું છે જ્યાં ફેક્ટરી અધિનિયમ 1948 અંતર્ગત શ્રમ કાયદામાં છૂટછાટ આપવામાં આવી છે અને કોવિડ મહામારીના કારણે ત્રણ મહિના સુધી શિફ્ટનો સમય 12 કલાક કરવાની મંજૂરી આપવામાં આવી છે. કામદારોને વધારાના કલાકો માટે ઓવરટાઇમ ચુકવવામાં આવશે.
  • કેરળ: કેરળ ઉચ્ચ અદાલતે રાજ્ય સરકારને નિર્દેશો આપ્યા છે કે, તે તામિલનાડુ સાથે આવેલી વાલાયાર સરહદી ચેકપોસ્ટ પર ગઇ કાલથી ફસાયેલા નાગરિકોને એક વખતના પગલાં તરીકે ઇ-પાસ ઇશ્યુ કરે. સરકારે ચેતવણી આપવા છતાં આજે પણ મોટી સંખ્યામાં કેરળવાસીઓ પાસ વગર જ સરહદે આવીને ભેગા થયા છે. INS જલશ્વ માલદીવ્સથી 698 લોકોને લઇને આજે સવારે કોચી આવી પહોંચ્યું હતું. 698 મુસાફરોમાંથી 440 કેરળના, 146 તામિલનાડુના અને બાકીના મુસાફરો દેશના અન્ય રાજ્યોના છે. અન્ય 121 મુસાફરો લક્ષદ્વીપથી આજે કોચી ખાતે M V અરબી સમુદ્ર પર આ પહોંચ્યા હતા. દોહાથી 182 મુસાફરો સાથેની ફ્લાઇટ આજે રાતે તિરુવનંતપુરમ હવાઇમથકે આવી પહોંચશે.
  • તામિલનાડુ: રાજ્ય સરકાર વિસ્થાપિત શ્રમિકોના પરિવહનનો ખર્ચ રાજ્ય આપત્તિ પ્રક્રિયા ભંડોળમાંથી ચુકવશે. 117 ભારતીયો મલેશિયાથી આજે તિરુચી ખાતે તમામ મહિલા ચાલકદળ સાથે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં આવયા હતા. ચેન્નઇમાં આ સપ્તાહમાં કોવિડ-19ના વધુ કેસો આવવાની સંભાવના હોવાનું વિશેષ અધિકારી જે. રાધાક્રિશ્નને જણાવ્યું હતું. રાજ્યમાં સોમવારથી કોવિડ-19 લૉકડાઉન પ્રતિબંધોમાં વધુ છુટછાટો આપવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસ- 6535, સક્રિય કેસ- 4664, મૃત્યુ- 44, સાજા થયા- 1824, ચેન્નઇમાં સક્રિય કેસ- 3330.
  • કર્ણાટક: રાજ્યમાં કોવિડ-19ના 76%થી વધુ કેસોમાં કોઇ લક્ષણો દેખાયા જ નથી. ચાર શ્રમિક ટ્રેનો ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ માટે રવાના થઇ છે. કોવિડ-19ના કેસોમાં વધારો થતા રેમન્ડ સેમ્પલ સર્વે હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સૌથી વધારે વૃદ્ધિ સાથે નવા 53 કેસ નોંધાયા છે; રાજ્યમાં કુલ કેસ 847 થયા. એક 56 વર્ષીય મહિલાનું મૃત્યુ થતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 31 વ્યક્તિનાં મોત નીપજ્યાં. મૃત્યુ પામનારી મહિલાનો 7 મેના રોજ પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો.
  • આંધ્રપ્રદેશ: વિદેશમાં ફસાયેલા તેલુગુ લોકોને લઇને પહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ મુંબઇ અને હૈદરાબાદથી સોમવારે સવારે વિજયવાડામાં ગંગાવરમ હવાઇમથકે આવી પહોંચશે. આ તમામ મુસાફરો આવશે એટલે તુરંત હવાઇમથકે તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવશે અને 14 દિવસ સુધી દેખરેખ હેઠળ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 50 કેસ રાજ્યમાં નોંધાયા છે; જ્યારે 38 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે જ્યારે 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 1980 થઇ છે. સક્રિય કેસ- 1010, સાજા થયા- 925, મૃત્યુ- 45, સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લા: કુર્નૂલ (566), ગુંતૂર (382) અને ક્રિશ્ના (339).
  • તેલંગાણા: હૈદરાબાદના કેટલાક કેન્દ્રોમાં શહેર પોલીસે પ્રવાસના કેટલાક પ્રતિબંધો પર બ્રેક મારી હોવાથી, તેલંગાણામાંથી બહાર ગયેલા વિસ્થાપિત શ્રમિકોને વતન પરત આવવામાં હજુ પણ થોડી રાહ જોવી પડશે. તેલંગાણામાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1163, સક્રિય કેસો 382, સાજા થયેલાની સંખ્યા 751 અને મૃત્યુનો આંકડો 30 છે.
  • આસામ: આરોગ્યમંત્રી હિમાંતા બિશ્વા શર્માએ તમામ નાયબ આયુક્તો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને કોવિડ-19 માટે હાલમાં ચાલી રહેલા આસામ કમ્યુનિટી સર્વેલન્સ કાર્યક્રમની સમીક્ષા કરી હતી.
  • મણીપૂર: મણીપૂરના ફસાયેલા લોકોને પરત લાવવા માટે ચેન્નઇથી જિરિબાનની વિશેષ ટ્રેન આજે સાંજે રવાના થશે. પરત આવી રહેલા નાગરિકોને ક્વૉરેન્ટાઇનમાં રાખવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
  • મિઝોરમ: મિઝોરમમાં, અત્યાર સુધીમાં કાયદાનું ઉલ્લંઘન કરનારા 1323 લોકોને કોવિડ-19 વટહુકમ, 2020ની ચેપનિવારણ અને નિયંત્રણ જોગવાઇ હેઠળ દંડ ફટકારવામાં આવ્યો છે.
  • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં પૂરતા પ્રમાણમાં ખાદ્ય સામગ્રી, દવાઓ અને અન્ય જરૂરિયાતની ચીજો ઉપલબ્ધ છે. આવશ્યક ચીજોનું વિતરણ કરતા વ્યાપારી વાહનો અને સેવા પ્રદાતાઓના વાહનો પર કોઇ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. દીમાપુર જિલ્લા વહીવટીતંત્રએ 11 મેથી સવારે 6 થી 9 સુધી હાર્ડવેરની તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપી છે.

 

 

    •  

FACT CHECK

 

 

 



(Release ID: 1622764) Visitor Counter : 171