સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 પર અપડેટ

Posted On: 08 MAY 2020 5:55PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકાર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ કોવિડ-19 રોગચાળાના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે સંયુક્તપણે વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરી છે. આ પગલાઓની ઉચ્ચ સ્તરે નિયમિતપણે સમીક્ષા થાય છે અને એના પર નજર રાખવામાં આવે છે.

આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ડૉ. હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સ દ્વારા તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણાના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે કોવિડ-19ના સંબંધમાં તૈયારીના પ્રયાસો અને નિયંત્રણમાં લેવા માટેના પગલાની સમીક્ષા કરી હતી. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, અન્ય રાજ્યોમાંથી પરત ફરતાં પરપ્રાંતીય કામદારોને ક્વોરન્ટાઇન કરવાની પર્યાપ્ત વ્યવસ્થા સાથે વધારે નમૂના અને SARI / ILI કેસના ટેસ્ટિંગમાં વધારો કરવાની જરૂર છે.

આઇસીએમઆરએ PLACID પરીક્ષણ નામની બહુકેન્દ્રીય નૈદાનિક પરીક્ષણ પદ્ધતિ શરૂ કરી છે. PLACID એટલે ફેસ-2 ઓપન-લેબલ, રેન્ડમાઇઝ કન્ટ્રોલ્ડ ટ્રાયલ, જેનો આશય રોગની મધ્યમ સ્થિતિ સાથે સંકળાયેલી કોવિડ-19ની જટિલતાઓને મર્યાદિત રાખવા કોન્વલેસન્ટ પ્લાઝમાની સલામતી અને કાર્યદક્ષતાનું મૂલ્યાંકન કરવાનો છે. આ અભ્યાસને 29 એપ્રિલનાં રોજ કોવિડ-19 નેશનલ એથિક્સ કમિટી (CONEC) પાસેથી મંજૂરી મળી છે. આઇસીએમઆરએ PLACID પરીક્ષણ માટે 21 સંસ્થાઓની પસંદગી કરી છે. એમાં મહારાષ્ટ્રમાં 5 હોસ્પિટલો, ગુજરાતમાં 4, રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં 2-2 તથા પંજાબ, કર્ણાટક, તેલંગાણા અને ચંદીગઢમાં 1-1 હોસ્પિટલો સામેલ છે.

અત્યાર સુધી દેશનાં 216 જિલ્લાઓમાં કોઈ કેસ નોંધાયા નથી. 42 જિલ્લાઓમાં છેલ્લાં 28 દિવસમાં કોઈ નવો કેસ જોવા મળ્યો નથી, ત્યારે 29 જિલ્લાઓમાં છેલ્લાં 21 દિવસમાં નવો કેસ બહાર આવ્યો નથી. છેલ્લાં 14 દિવસમાં કુલ 36 જિલ્લાઓમાં અને છેલ્લાં 7 દિવસમાં 46 જિલ્લાઓમાં નવો કેસ આવ્યો નથી.

રાજ્યોએ આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી વધારાની માર્ગદર્શિકા મુજબ, વિદેશમાંથી પરત ફરેલા/કોન્ટેક્ટ્સ/શંકાસ્પદ કે પુષ્ટિ થયેલા કેસોના દર્દીઓને આઇસોલેટ કરવા હોટેલ, સર્વિસ એપાર્ટમેન્ટ, લોજ વગેરેમાં ક્વારેન્ટાઇન/સુવિધા ઊભી કરી છે. આ માર્ગદર્શિકાની વિગત નીચેની લિન્ક પરથી જોઈ શકાશેઃ

https://www.mohfw.gov.in/pdf/Additionalguidelinesforquarantineofreturneesfromabroadcontactsisolationofsuspectorconfirmedcaseinprivatefacilities.pdf

અત્યાર સુધી કુલ 16,540 લોકો સાજાં થયા છે. છેલ્લાં 24 કલાકમાં 1273 દર્દીઓ સાજાં થયા છે. એનાથી કુલ રિકવરી રેટ 29.36 ટકા થયો છે. આ રિકવરી રેટ સતત વધી રહ્યો છે, જેનો અર્થ એ છે કે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર 3 દર્દીઓમાંથી 1 દર્દી સાજા થયા છે/થઈ રહ્યાં છે. અત્યાર સુધી પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 56,342 છે. ગઇકાલથી અત્યાર સુધીમાં ભારતમાં પુષ્ટિ થયેલા કોવિડ-19 કેસોની સંખ્યામાં 3390નો વધારો થયો છે. આ નોંધવું જોઈએ કે, સરેરાશ 3.2 ટકા દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે, 4.7 ટકા દર્દીઓ આઇસીયુમાં છે અને 1.1 ટકા દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે.

કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકલ જાણકારી, માર્ગદર્શિકાઓ અને એડવાઇઝરીઓ પર તમામ અધિકૃત અને અદ્યતન માહિતી મેળવવા માટે કૃપા કરીને નિયમિત રીતે આ વેબસાઇટની મુલાકાત લોઃ https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA .

કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકલ પૂછપરછ માટે તમે technicalquery.covid19[at]gov[dot]in અને અન્ય પ્રશ્રો માટે ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર લખીને મોકલી શકો છો.

કોવિડ-19 સાથે કોઈ પણ પ્રશ્ર હોય તો કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની હેલ્પલાઇન નંબર પર કોલ કરોઃ +91-11-23978046 અથવા 1075 (ટોલ-ફ્રી). કોવિડ-19 પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી અહીં ઉપલબ્ધ છેઃ https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

 



(Release ID: 1622227) Visitor Counter : 231