પ્રધાનમંત્રીનું કાર્યાલય

વૈશાખ બુદ્ધ પૂર્ણિમા પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

Posted On: 07 MAY 2020 12:34PM by PIB Ahmedabad

નમસ્કાર !!!

આપ સૌને અને સમગ્ર વિશ્વમાં પ્રસરાયેલ ભગવાન બુદ્ધના અનુયાયીઓને બુદ્ધ પૂર્ણિમાની અને વૈશાખ ઉજવણીની ખૂબ ખૂબ શુભકામનાઓ!

મારું સદભાગ્ય છે કે મને પહેલા પણ આજના પવિત્ર દિવસ પર, તમને મળવાનો અને તમારા આશીર્વાદ લેવાનો અવસર મળતો રહ્યો છે. વર્ષ 2015 અને 2018માં દિલ્હીમાં અને વર્ષ 2017માં કોલંબોમાં મને અવસર સાથે જોડાવાનો, આપ સૌની વચ્ચે આવવાનો અવસર મળ્યો હતો.

આમ છતાં, વખતે પરિસ્થિતિઓ થોડી જુદી છે તેથી આપણે સામસામે મળી શકીએ તેમ નથી.

મિત્રો, ભગવાન બુદ્ધે કહ્યું હતું કે-

મનો પુબ્બંગમા ધમ્મા,

મનોશેટ્ઠા મનોમયા, તેનો અર્થ છે કે, ધમ્મા અથવા ધર્મ મનમાં અસ્તિત્વ ધરાવે છે. મન સર્વોપરી છે. તે તમામ પ્રવૃત્તિઓનું આગેવાન છે. તે મન છે જે મને તમારી સાથે જોડે છે. એટલા માટે શારીરિક ઉપસ્થિતિની ગેરહાજરી આપણને અનુભવાતી નથી. તમારા સૌની વચ્ચે આવવું ઘણી ખુશીની વાત હોત પરંતુ અત્યારે સંજોગો અનુકૂળ નથી.

એટલા માટે, જોકે દૂર રહીને , ટેકનોલોજીની સહાયતા વડે આપણને સૌને એકબીજા સાથે વાતચીત કરવાની તક મળી રહી છે અને મને લાગે છે કે તે પુરતી માત્રામાં સંતોષજનક છે.

મિત્રો, લોકડાઉનના કપરા સંજોગોની અંદર વર્ચ્યુઅલ વૈશાખ બુદ્ધ પૂર્ણિમા દિવસનું આયોજન કરવા બદલ આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ ઓર્ગેનાઈઝેશન પ્રશંસાને પાત્ર છે. તમારા નવીનીકરણયુક્ત પ્રયાસોના કારણે સમગ્ર વિશ્વમાંથી લાખો અનુયાયીઓ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે.

લુમ્બિની, બોધગયા, સારનાથ અને કુશીનગર ઉપરાંત શ્રીલંકામાં શ્રી અનુરાધાપુર સ્તૂપ અને વાસ્કડુઆ મંદિરમાં થઇ રહેલા કાર્યક્રમોનું સંયોજન ખૂબ સુંદર છે.

સમગ્ર સ્થળો પર ચાલી રહેલા પૂજાના કાર્યક્રમોનું ઓનલાઈન સ્ટ્રીમિંગ તેના પોતાનામાં એક અભૂતપૂર્વ અનુભવ છે. તમે સમારોહને કોરોના વૈશ્વિક મહામારી સામે લડત આપી રહેલા સમગ્ર દુનિયાના આરોગ્ય કર્મચારીઓ અને અન્ય સેવા કર્મિઓની માટે પ્રાર્થના સપ્તાહના રૂપમાં ઉજવવાનો સંકલ્પ લીધો છે. કરુણાથી ભરેલ તમારી પહેલની માટે હું તમારી સરાહના કરું છું.

મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા સંગઠિત પ્રયાસો વડે આપણે માનવતાને મુશ્કેલ પડકારમાંથી બહાર કાઢવામાં સક્ષમ બની શકીશું, લોકોની તકલીફોને હળવી કરી શકીશું. મિત્રો, પ્રત્યેકના જીવનની મુશ્કેલીને દુર કરવા માટેના સંદેશ અને સંકલ્પે ભારતની સભ્યતાને, સંસ્કૃતિએ હંમેશા દિશા દેખાડી છે. ભગવાન બુદ્ધે ભારતની સંસ્કૃતિ અને મહાન પરંપરા ઘણી સમૃદ્ધ કરી છે.

તેઓ પોતાના દીપક પોતે બન્યા અને પોતાની જીવન યાત્રાના માધ્યમથી અન્યોના જીવનને પણ પ્રકાશિત કરતા રહ્યા. અને એટલા માટે બુદ્ધનો સંદેશ કોઈ એક પરિસ્થિતિ સુધી સીમિત નથી, કોઈ એક પ્રસંગ સુધી સીમિત નથી.

સિદ્ધાર્થના જન્મ, સિદ્ધાર્થના ગૌતમ બન્યા પહેલા અને તે પછી, આટલી સદીઓથી સમયનું ચક્ર આપણને અનેક પરીસ્થિતિઓ, અને સંજોગોમાં થઇને લઇ જતું સતત ચાલી રહ્યું છે.

સમય બદલાયો છે, પરિસ્થિતિ બદલાઈ છે, સમાજની કાર્ય કરવાની પ્રણાલી બદલાઈ છે પરંતુ ભગવાન બુદ્ધનો સંદેશ સતત આપણા જીવનમાં વહી રહ્યો છે. આવું શક્ય માત્ર એટલા માટે બની શક્યું કારણ કે બુદ્ધ માત્ર નામ નથી પરંતુ એક પવિત્ર વિચાર છે, એક એવો વિચાર કે જે પ્રત્યેક હૃદયમાં ધબકે છે અને માનવતાને માર્ગ ચીંધે છે. બુદ્ધ વૈરાગ્ય અને તપસ્યાની સીમા છે.

બુદ્ધ સેવાભાવ અને સમર્પણના સમાનાર્થી છે. અત્યંત મજબૂત મનોબળ સાથે બુદ્ધ સામાજિક પરિવર્તનની પરાકાષ્ઠા છે. બુદ્ધ છે કે જે પોતાની જાતને તપાવીને, પોતાની જાતને હોમીને અને સમગ્ર વિશ્વમાં ખુશી ફેલાવી રહ્યા છે. અને આપણા સૌનું સદભાગ્ય જુઓ કે અત્યારના સમયમાં આપણે આપણી આસપાસ એવા અનેક લોકોને જોઈ રહ્યા છીએ કે જેઓ બીજાની સેવા કરે છે, દર્દીનો ઈલાજ કરે છે, ગરીબને ભોજન આપે છે, દવાખાનાને સ્વચ્છ કરે છે, રસ્તાઓ ઉપર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ચોવીસ કલાક કામ કરે છે. ભારતની અંદર, ભારતની બહાર પ્રકારનો પ્રત્યેક વ્યક્તિ વંદનને, અભિનંદનને પાત્ર છે.

મિત્રો, એવા સમયની અંદર કે જ્યારે વિશ્વમાં ઉથલપાથલ મચેલી છે ત્યારે ઘણીવાર દુઃખ, હતાશા અને નિરાશાની લાગણી ઘણી વધુ અનુભવાતી જોવા મળે છે, તેવા સમયમાં ભગવાન બુદ્ધની શિક્ષા વધારે પ્રાસંગિક બની જાય છે. તેઓ અવારનવાર કહેતા હતા કે માનવ જાતિએ સતત મુશ્કેલ પરીસ્થિતી ઉપર વિજય મેળવવાનો, તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો જોઈએ. થાકીને રોકાઈ જવું કોઈ વિકલ્પ નથી. આજના સમયમાં આપણે સૌ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સતત કાર્ય કરી રહ્યા છીએ.

ભગવાન બુદ્ધ દ્વારા જણાવવામાં આવેલ ચાર સત્યો-

દયા,

કરુણા,

સુખ અને દુઃખ પ્રત્યે સમાન ભાવ અને કોઇપણ વ્યક્તિને તેના તમામ સદગુણો અને દુર્ગુણો સાથે સ્વીકાર કરવી- સત્યો ભારતની ભૂમિ માટે પ્રેરણાના સ્ત્રોત બની રહ્યા છે.

તમે આજના સમયમાં પણ જોઈ રહ્યા છો કે ભારત બંને જગ્યા પર, પોતાના દેશની અંદર અને સમગ્ર વિશ્વમાં પણ મુશ્કેલીમાં રહેલા લોકોની સાથે કોઇપણ પ્રકારના ભેદભાવ વિના નિઃસ્વાર્થપણે મજબૂત રીતે ઉભેલું છે.

નફો અને નુકસાન, સક્ષમ અને અસક્ષમની પેલે પાર આપણી માટે સંકટનો સમય અન્ય લોકોને મદદ કરવા માટેનો અને શક્ય હોય તેટલો મદદનો હાથ લંબાવવા માટેનો છે.

કારણ છે કે સંકટના સમયમાં શા માટે વિશ્વના અનેક દેશોએ ભારતને યાદ કર્યું છે અને ભારતે પણ તમામ જરૂરિયાતમંદ સુધી પહોંચવામાં કોઈ કસર નથી છોડી.

આજે ભારત પ્રત્યેક ભારતીયના જીવનને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે અને તે પોતાની વૈશ્વિક જવાબદારીને પણ સમાનપણે નિભાવી રહ્યું છે.

મિત્રો, ભગવાન બુદ્ધનો પ્રત્યેક શબ્દ, પ્રત્યેક સંવાદ માનવતાની સેવા કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતાનું ઉચ્ચારણ કરે છે. બુદ્ધ ભારતના બોધ અને ભારતના આત્મસાક્ષાત્કાર બન્નેના પ્રતિક સમાન છે. આત્મસાક્ષાત્કાર સાથે ભારત સમગ્ર માનવજાત અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યું છે અને આગળ પણ કરવાનું યથાવત ચાલુ રાખશે. ભારતની પ્રગતી વિશ્વની પ્રગતીમાં હંમેશા મદદરૂપ બનશે.

મિત્રો, આપણી સફળતાના માપદંડો અને લક્ષ્યાંકો બન્ને સમયની સાથે બદલાતા રહેશે. આમ છતાં, એક બાબત કે જે આપણે હંમેશા આપણા મનમાં રાખવાની છે તે છે કે આપણું કાર્ય સતત સેવાભાવ દ્વારા થતું રહેવું જોઈએ. જ્યારે અન્ય લોકો માટે અનુકંપા, કરુણા અને સેવાની ભાવના હોય છે ત્યારે લાગણી આપણને એટલા મજબૂત બનાવે છે કે તમે મોટામાં મોટા પડકારોને પણ પાર કરી શકો છો.

સુપ્પ બુદ્ધં પબુજ્ઝન્તિ, સદા ગોતમ સાવકા, એટલે કે જે દિવસ રાત, પ્રત્યેક સમયે માનવતાની સેવામાં લાગેલા રહે છે તે બુદ્ધના સાચા અનુયાયીઓ છે. ભાવના આપણા જીવનને સદા પ્રજ્વલિત કરતી રહે, ગતિમાન કરતી રહે.

શુભેચ્છા સાથે હું આપ સૌનો આભાર માનું છું. મુશ્કેલ સમયની અંદર તમારું પોતાનું, તમારા પરિવારનું અને જે કોઇપણ દેશમાં તમે રહેતા હોવ તેમનું ધ્યાન રાખજો, પોતાની જાતની સુરક્ષા કરજો અને જેટલું શક્ય હોય તેટલી અન્ય લોકોની મદદ કરજો.

પ્રત્યેક વ્યક્તિનું આરોગ્ય સ્વસ્થ રહે તેવી શુભકામનાઓ સાથે હું મારી વાણીને વિરામ આપું છું.

તમારો આભાર !! સર્વ મંગલમ !!!

GP/DS



(Release ID: 1621803) Visitor Counter : 347