પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 7 મે 2020ના રોજ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વર્ચ્યુઅલ વેસાક વૈશ્વિક ઉજવણીમાં ભાગ લેશે


શ્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે મુખ્ય સંબોધન પણ કરશે

Posted On: 06 MAY 2020 8:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 7 મે 2020ના રોજ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ઉજવણીમાં ભાગ લેશે.

ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય, વૈશ્વિક બૌદ્ધ છત્ર સંસ્થા આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ (IBC)ના સહયોગથી વર્ચ્યુઅલ પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે જેમાં દુનિયાભરમાંથી બૌદ્ધ સંઘોના તમામ સર્વોચ્ચ વડાઓ પણ ભાગ લઇ રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સવારે કાયક્રમમાં મુખ્ય સંબોધન આપશે.

સમગ્ર દુનિયામાં કોવિડ-19 મહામારીની અસરને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ વેસાક દિવસ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમનું આયોજન કોવિડ-19 યોદ્ધાઓ તરીકે અગ્ર હરોળમાં રહીને કામ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ અને બીમારી સામે લડી રહેલા પીડિતોના માનમાં કરવામાં આવી રહ્યું છે.

પ્રસંગે પ્રાર્થના સમારંભોમાં નેપાળના પવિત્ર લુંબિની ગાર્ડન, ભારતમાં બોધીગયામાં મહાબોધી મંદિર, ભારતમાં સારનાથ ખાતે મુલગંધ કુટી વિહાર, ભારતમાં કુશીનગર ખાતે પરિનિર્વાણ સ્તૂપ, શ્રીલંકામાં આવેલા પવિત્ર તેમજ ઐતિહાસિક અનુરાધાપુરા સ્તૂપ ખાતે રુવાન્વેલી મહા સેયામાંથી પવિત્ર મંત્રોચ્ચાર અને, નેપાળમાં આવેલા બૌધનાથ, સ્વયંભૂ, નમો સ્તૂપ તેમજ અન્ય લોકપ્રિય બૌદ્ધિસ્ટ સ્થળોએથી પવિત્ર પ્રાર્થનાનું લાઇવ સ્ટ્રિમિંગ કરવામાં આવશે.

સાંસ્કૃતિક મંત્રી અને પર્યટન મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલ અને લઘુમતી તેમજ યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રી  કિરેન રિજિજુ કાર્યક્રમમાં ભાગ લેશે.

વેસાકબુદ્ધ પૂર્ણિમાને ગૌતમ બુદ્ધની જન્મતિથિ, જ્ઞાન પ્રાપ્તિ અને મહા પરિનિર્વાણના દિવસ તરીકે અત્યંત પવિત્ર પર્વ માનવામાં આવે છે.

 

GP/DS

 

 


(Release ID: 1621743) Visitor Counter : 197