પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇથિયોપિયાના પ્રધાનમંત્રી ડો. અબિય અહેમદ અલી વચ્ચે ફોન પર ચર્ચા થઈ
प्रविष्टि तिथि:
06 MAY 2020 7:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇથિયોપિયાના પ્રધાનમંત્રી મહામહિમ ડો. અબિય અહમદને ફોન કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારત અને ઇથિયોપિયા વચ્ચે ગાઢ સંબંધો યાદ કર્યા હતા તથા બંને દેશો વચ્ચે ઉત્કૃષ્ટ વિકાસલક્ષી ભાગીદારી વિશે વાત કરી હતી.
બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળા દ્વારા ઊભા થયેલા સ્થાનિક, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પડકાર અંગે ચર્ચા કરી હતી તેમજ આરોગ્યલક્ષી કટોકટી દરમિયાન એકબીજાને સાથસહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ ડો. અબિય અહેમદ અલીને ઇથિયોપિયાને ટેકો આપવાની તેમજ રોગચાળાની આર્થિક અસરને દૂર કરવા અને આવશ્યક દવાઓનો પુરવઠો સુનિશ્ચિત કરવાની ખાતરી આપી હતી.
પ્રધાનમંત્રીએ ભારતના નાગરિક અને પોતાના તરફથી કોવિડ-19 સામે લડતમાં સફળતા મેળવવા ઇથિયોપિયાના લોકોને શુભેચ્છા પાઠવી હતી.
GP/DS
(रिलीज़ आईडी: 1621589)
आगंतुक पटल : 256
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam