નાણા મંત્રાલય

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ : અત્યાર સુધીમાં થયેલી પ્રગતિ


PMGKP અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજે 39 કરોડ ગરીબ લોકોને રૂ. 34,800 કરોડની આર્થિક સહાય પ્રાપ્ત થઇ છે

Posted On: 06 MAY 2020 11:41AM by PIB Ahmedabad

કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનની અસરના કારણે ગરીબોના રક્ષણ માટે 26 માર્ચ 2020ના રોજ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) અંતર્ગત 5 મે 2020 સુધીમાં ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને અંદાજે 39 કરોડ ગરીબ લોકોને રૂ. 34,800 કરોડની આર્થિક સહાય પ્રાપ્ત થઇ છે.

 

PMGKPના ભાગરૂપે, સરકારે મહિલાઓ અને ગરીબ વરિષ્ઠ નાગરિકો તેમજ ખેડૂતોને વિનામૂલ્યે ખાદ્યાન્ન અને રોકડ આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી. પેકેજના ઝડપથી અમલીકરણ પર કેન્દ્ર અને રાજ્યની સરકારો દ્વારા સતર્કતાપૂર્વક દેખરેખ રાખવામાં આવી રહી છે. નાણા મંત્રાલય, સંબંધિત મંત્રાલયો, કેબિનેટ સચિવાલય અને PMO જરૂરિયાતમંદ લોકો સુધી ઝડપથી અને લૉકડાઉનનો આશય પણ જળવાઇ રહે તે પ્રકારે રાહત પહોંચાડવાનું સુનિશ્ચિત કરવામાં કોઇ કસર છોડી રહ્યા નથી.

 

લાભાર્થીઓને ઝડપથી અને અસરકારક ટ્રાન્સફર પહોંચાડવા માટે ફિનટેક અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) એટલે કે સીધા લાભાર્થીના ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા હોવાનું સુનિશ્ચિત કરતું વ્યવસ્થાતંત્ર, કોઇપણ પ્રકારની ઉણપો દૂર કરે છે અને સુધારેલી કાર્યદક્ષતાનો અમલ પણ કરવામાં આવ્યો છે. આનાથી લાભાર્થીએ કોઇપણ શાખામાં પ્રત્યક્ષ રીતે જવું નથી પડતું તેમ છતાં પણ સીધા તેમાના ખાતામાં રાહતની રકમ જમા થાય તે સુનિશ્ચિત કરવામાં આવે છે.

 

PMGKPના વિવિધ ઘટકો અંતર્ગત અત્યાર સુધીમાં થયેલી પ્રગતિની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • PM-KISANના પહેલા હપતા પેટે 8.19 કરોડ લાભાર્થીઓને રૂ. 16,934 કરોડની ચુકવણી સૌથી પહેલાં કરી દેવામાં આવી છે.
  • 20.05 કરોડ (98.33%) મહિલા જન ધન ખાતા ધારકોના ખાતામાં પ્રથમ હપતા તરીકે રૂ. 10,025 કરોડ જમા કરવામાં આવ્યા છે. ગ્રાહકોએ તેમના ખાતામાંથી નાણાં ઉપાડ્યા હોય તેવા મહિલા PMJDY ખાતા ધારકોની સંખ્યામાં 8.72 કરોડ (44%) ટ્રાન્ઝેક્શન થયા છે. 5 મે 2020 સુધીમાં બીજા હપતા તરીકે 5.57 કરોડ મહિલા જન ધન ખાતા ધારકોના ખાતાઓમાં રૂ. 2,785 કરોડ ચુકવવામાં આવ્યા છે.
  • અંદાજે 2.82 કરોડ વૃદ્ધ પેન્શન, વિધવા અને દિવ્યાંગ લોકોને રૂ. 1405 કરોડ ચુકવવામાં આવી છે. તમામ 2.812 કરોડ લાભર્થીને તેમનો લાભ પહોંચાડવામાં આવ્યો છે.
  • ઇમારત અને બાંધકામ ક્ષેત્રના 2.20 કરોડ શ્રમિકોને આર્થિક સહાય તરીકે રૂ. 3492.57 કરોડની રકમ પ્રાપ્ત થઇ છે.
  • અત્યાર સુધીમાં 36 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ એપ્રિલ મહિના માટે 67.65 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો ઉપાડ્યો છે. 36 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એપ્રિલ 2020 માટે 60.33 કરોડ લાભાર્થીઓમાં 30.16 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. 22 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મે 2020 માટે 12.39 કરોડ લાભાર્થીઓમાં 6.19 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવ્યું છે.
  • વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં 2.42 લાખ મેટ્રિક ટન દાળનો જથ્થો રવાના કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 19.4 કરોડ લાભાર્થીઓમાંથી 5.21 કરોડ લાભાર્થી પરિવારોમાં દાળનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.
  • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ કુલ 5.09 કરોડ સિલિન્ડરનું બુકિંગ થયું છે અને અત્યાર સુધીમાં PMUY હેઠળ લાભાર્થીઓને 4.82 કરોડ સિલિન્ડરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
  • કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 9.6 લાખ સભ્યોએ EPFO ખાતામાંથી નોન-રિફંડેબલ એડવાન્સ ઉપાડ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રૂ. 2985 કરોડની રકમ ઑનલાઇન ઉપાડ દ્વારા પ્રાપ્ત કરી છે.
  • 24% EPF યોગદાન પેટે રૂ. 698 કરોડ કુલ 44.97 લાખ કર્મચારીઓના ખાતામાં જમા કરાવવામાં આવી છે.
  • મનરેગાના દરોમાં 01-04-2020ના રોજ અમલથી વધારો કરવામાં આવ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં 5.97 કરોડ લોકોના માનવ દિવસના કામની બાંયધરી આપવામાં આવી છે. વધુમાં રૂ. 21,032 કરોડ રાજ્યોને વેતન અને સામગ્રીની બાકી રહેલી ચુકવણીઓ પૂરી કરવા માટે આપી દેવામાં આવ્યા છે.
  • સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંભાળ કેન્દ્રોમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મચારીઓ માટે ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ દ્વારા વીમા યોજના શરૂ કરવામાં આવી છે જેમાં 22.12 લાખ આરોગ્ય કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા છે.

 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ

05/05/2020 સુધીમાં કુલ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર

 

યોજના

લાભાર્થીઓની સંખ્યા

રકમ

PMJDY મહિલા ખાતા ધારકોને સહાય

1લો હપતો - 20.05 કરોડ (98.3%)

2જો હપતો - 5.57 કરોડ

1st Ins - 10025 કરોડ

2nd Ins – 2785 કરોડ

NSAP (વૃદ્ધ વિધવાઓ, દિવ્યાંગ, વરિષ્ઠ નાગરિકો)ને સહાય

2.82 કરોડ (100%)

1405 કરોડ

PM-KISAN હેઠળ ખેડૂતોને પહેલા હપતાની ચુકવણી

8.19 કરોડ

16394 કરોડ

ઇમારત અને અન્ય બાંધકામના શ્રમિકોને સહાય

2.20 કરોડ

3493 કરોડ

EPFO માં 24% યોગદાન

 

.45 કરોડ

698 કરોડ

 

કુલ

39.28 કરોડ

34800 કરોડ

 

 

GP/DS


(Release ID: 1621322) Visitor Counter : 355