સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


અત્યાર સુધીમાં 12,726 દર્દી સાજા થયા

Posted On: 05 MAY 2020 5:44PM by PIB Ahmedabad

ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં આજે કોવિડ-19 પર ઉચ્ચ સ્તરીય મંત્રીઓના સમૂહ (GoM)ની 14મી સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઇ હતી અને અત્યાર સુધીમાં કેન્દ્ર તેમજ રાજ્યો દ્વારા લેવામાં આવેલા પગલાંની સમીક્ષા થઇ હતી. GoMPPE, માસ્ક, વેન્ટિલેટર્સ, દવાઓ અને અન્ય આવશ્કયક ઉપકરણોની જરૂરિયાત સામે પર્યાપ્તતા અને ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરી હતી. આરોગ્ય સેતુ એપ્લિકેશનના પરફોર્મન્સ, પ્રભાવ અને અસરકારકતા અંગે પણ આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને બિન-કોવિડ હોસ્પિટલોમાં તેમજ કોવિડ બ્લોક ધરાવતી હોસ્પિટલોમાં અન્ય બિન-કોવિડ સારવાર વિસ્તારોમાં PPEના વ્યવહારુ ઉપયોગ અંગે વધારાની માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા 24 માર્ચ 2020ના રોજ PPEના વ્યવહારુ ઉપયોગ અંગે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાના અનુસંધાનમાં છે.

વ્યક્તિત સુરક્ષાત્મક ઉપકરણો (PPE)ને હોસ્પિટલના વિવિધ વિસ્તારો જેમકે OPD, ડૉક્ટરોની ચેમ્બર, પ્રિ-એનેસ્થેટિક ચેપઅપ ક્લિનિક, IPD- વોર્ડ/ICU, લેબરરૂમ, ઓપરેશન થિયેટર વગેરે અનુસાર અલગ અલગ સ્તરમાં સૂચવવામાં આવ્યા છે. વિગતવાર માર્ગદર્શિકા લિંક પર ઉપલબ્ધ છે. https://www.mohfw.gov.in/pdf/AdditionalguidelinesonrationaluseofPersonalProtectiveEquipmentsettingapproachforHealthfunctionariesworkinginnonCOVIDareas.pdf

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પહેલાંથી બિન-આવશ્યક આરોગ્ય સેવાઓ આપવા અંગે 14 એપ્રિલ 2020ના રોજ માર્ગદર્શિકા બહાર પાડી છે. માર્ગદર્શિકાના અનુસંધાનમાં, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ સરકારી અને ખાનગી બિન-કોવિડ સુવિધાઓમાં આપવામાં આવતી રોગ પ્રતિકારકતા, માતા-બાળકની આરોગ્ય સેવાઓ, ગંભીર રીતે બીમાર દર્દીઓ જેમકે ડાયાલિસિસ, કેન્સર, ડાયાબિટિસ અને TB સંબંધિત સેવાઓ અને રક્તદાન સેવાઓને વિવિઝ ઝોનમાં આપવામાં આવેલી છૂટછાટ અનુસાર સુનિશ્ચિત કરવાની રહેશે.

દેશમાં અત્યાર સુધીમાં 12,726 દર્દીઓ સાજા થઇ ગયા છે. જે 27.41% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 46,433 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 3,900 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે. ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કારણે 1568 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે જ્યારે ગઇકાલથી અત્યાર સુધીમાં 195 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં પુષ્ટિ થયેલા કેસો અને મૃત્યુની સંખ્યામાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હોવાથી, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ તમામ કેસોનું સંપર્ક ટ્રેસિંગ, સક્રિય કેસોની શોધખોળ અને તબીબી વ્યવસ્થાપનના પગલાંનું અસરકારક રીતે અમલીકરણ સુનિશ્ચિત કરે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

*****

 



(Release ID: 1621300) Visitor Counter : 207