પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતમાં વિકાસને વેગ આપવા નાણાં ક્ષેત્ર, માળખાગત અને કલ્યાણકારક પગલાંની ચર્ચા કરવા બેઠક યોજી

Posted On: 02 MAY 2020 10:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ વર્તમાન સંદર્ભમાં વિકાસને વેગ આપવા નાણાકીય ક્ષેત્ર અને માળખાગત સુધારામાં હસ્તક્ષેપોની ચર્ચા કરવા વિવિધ રણનીતિઓ ઘડવા માટે એક બેઠક યોજી હતી.

પ્રધાનમંત્રીએ નાણાં મંત્રી અને અધિકારીઓ સાથે એક બેઠકમાં સૂક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગ અને ખેડૂતોને ટેકો આપવા, નાણાકીય પ્રવાહિતતા વધારવા અને ધિરાણનો પ્રવાહ વધારવા જેવા મુદ્દાઓ પર વિવિધ રણનીતિઓ અને પગલાંઓની ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ કોવિડ-19ને પગલે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાની રીતો અને માધ્યમો તથા રોગચાળાની અસરથી ઝડપથી વ્યવસાયોને બેઠા થવા તેમજ સક્ષમ બનાવવા લેવામાં આવેલા પગલાંની ચર્ચા પણ કરી હતી.

કામદારો અને સામાન્ય નાગરિકના કલ્યાણના મુદ્દા પર પ્રધાનમંત્રીએ કોવિડ-19થી ઊભા થયેલા વિક્ષેપને કારણે સમસ્યાઓનું સમાધાન કરવા વ્યવસાયોને મદદ કરવા રોજગારીની લાભદાયક તકો પેદા કરવાની જરૂરિયાત પ્રત્યે ધ્યાન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ અગાઉ હાથ ધરવામાં આવેલા મુખ્ય માળખાગત સુધારાઓની જરૂરિયાતો પર પણ ભાર મૂક્યો હતો તથા કોર્પોરેટ વહીવટ, ધિરાણ બજાર અને માળખાગત સુવિધાના ક્ષેત્રોમાં નવા માળખાગત સુધારો કરવાની પણ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ નવા માળખાગત પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા ઝડપી પગલાં લેવાની જરૂરિયાત અને માળખાગત ક્ષેત્રમાં ઝડપથી કામ હાથ ધરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી કોવિડ-19માં ગુમાવેલા સમયને સરભર કરી શકાશે. તેઓ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન હેઠળ હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા વારંવાર ઉચ્ચ સ્તરે કરવામાં આવે તેમજ વિલંબ દૂર થાય અને રોજગારીનું સર્જન થાય એવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

બેઠકમાં પણ ચર્ચા થઇ હતી કે, વિવિધ મંત્રાલયોએ હાથ ધરેલી વિવિધ સુધારાલક્ષી પહેલો સતત જાળવી રાખવી પડશે અને રોકાણના પ્રવાહ અને મૂડીરચના આડેના કોઈ પણ અવરોધોને દૂર કરવા નિયત સમયમાં કામગીરી કરવી પડશે.

બેઠકમાં ગૃહ મંત્રી, નાણાં મંત્રી, નાણાં મંત્રાલયના સચિવોની સાથે ભારત સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

 

GP/DS



(Release ID: 1620638) Visitor Counter : 198