પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોલસા અને ખાણકામ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરવા બેઠક યોજી

Posted On: 30 APR 2020 8:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 રોગચાળાની સ્થિતિને ધ્યાને રાખીને અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે ખનીજ અને કોલસા ક્ષેત્રોમાં સંભવિત આર્થિક સુધારા વિશે ચર્ચાવિચારણા કરવા માટે આજે એક વિસ્તૃત બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકમાં સ્થાનિક સ્ત્રોતોમાંથી ખનિજ સંસાધનોની પ્રચૂર ઉપલબ્ધતા સરળતાપૂર્વક સુનિશ્ચિત કરવા, ઉત્ખનન વધારવા, રોકાણ અને આધુનિક ટેકનોલોજીને સ્વીકારવા, પારદર્શક અને કુશળ પ્રક્રિયાઓના માધ્યમથી મોટા પાયે રોજગારીની તકોનું સર્જન કરવા માટે ચર્ચા કરી હતી.

બેઠકમાં ખનીજની વધારાની ખાણોની હરાજી, હરાજીમાં મોટા પાયે ભાગીદારીને પ્રોત્સાહન આપવા, ખનિજ સંસાધનોનું ઉત્પાદન વધારવા તથા ખનિજ અને એના વહનના ખર્ચમાં ઘટાડો કરવા તેમજ વાણિજ્યિક પ્રક્રિયામાં સરળતા વધારવાની સાથે સાથે  પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ વિકાસ સહિત કાર્બનના ઉત્સર્જનમાં ઘટાડો કરવા પર ચર્ચા વિચારણા કરી હતી.

દરમિયાન હરાજીના માળખામાં સુધારો કરવા, અસરકારક અને કાર્યદક્ષ સંસ્થાગત વ્યવસ્થાપન કરવા, ઉત્ખનન અને ખાણકામમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા, સરકારી ક્ષેત્રને વધારા પ્રતિસ્પર્ધી બનાવવાની સાથે સાથે ખનિજ વિકાસ ભંડોળના માધ્યમથી સામુદાયિક વિકાસ સંબંધિત કામગીરીઓને વ્યાપક બનાવવાથી સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. સ્થાનિક પુરવઠા માટે દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરવા સહિત ખનિજની નિકાસ સંબંધિત માળખાગત સુવિધાઓ વધારવા અને એને શ્રેષ્ઠ બનાવવા પણ ચર્ચા વિચારણા કરી હતી.

બેઠકમાં સંભવિત સુધારાઓ માટે ખાણોમાંથી કોલસાનું રેલવે સ્લાઇડિંગ સુધી વહન કરવા માટે કુશળ અને પર્યાવરણની દ્રષ્ટિએ સુદ્રઢ ફર્સ્ટ માઇલ કનેક્ટિવિટી, રેલવે વેગનો પર ઓટોમેટિક ચઢાવવા, કોલસાનું ગેસિફિકેશન અને લિક્વિડેશન, કોલ બેડ મિથનના ઉત્ખનન પર પણ ચર્ચા થઈ હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગારીની તકો વધારવા અને વિકાસને પ્રોત્સાહન આપવા ખનીજ ક્ષેત્રનાં યોગદાનની સમીક્ષા કરી હતી. તેમણે ખનિજોના ઉત્પાદન અને દેશની અંદર એના પ્રોસેસિંગના ક્ષેત્રમાં દેશની સ્વનિર્ભરતામાં સુધારો કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ખનિજ ક્ષેત્રને પોતાની કામગીરી આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ બનાવવી જોઈએ. તેમણે માટે એક કાર્યયોજના બનાવવાની સલાહ આપી હતી. તેમણે કુશળતાપૂર્વક ખાણકામ કરવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે મંજૂરી મેળવવામાં વિલંબ ઘટાડવા અને અર્થતંત્રને પ્રોત્સાહન આપવા ખાનગી રોકાણ વધારવાની પ્રક્રિયાને વધારે સરળ બનાવવા રાજ્યો સાથે ભાગીદારી કરવાના લક્ષ્યાંકને નિર્ધારિત કરવાની સૂચના આપી હતી. તેમણે ચાલુ વર્ષે દેશમાં કોલસાનો પુરવઠો મોટા પાયે ઉપલબ્ધ હોવાથી થર્મલ કોલસાની આયાત ઘટાડવાનો લક્ષ્યાંક બનાવવાની સૂચના પણ આપી હતી.

 

 

GP/DS



(Release ID: 1619900) Visitor Counter : 225