માનવ સંસાધન વિકાસ મંત્રાલય

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ વિવિધ પરીક્ષાઓ માટે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ્સ ભરવા માટે તારીખો લંબાવી/એમાં ફેરફાર કર્યો

Posted On: 30 APR 2020 7:42PM by PIB Ahmedabad

કોવિડ-19 રોગચાળાને કારણે માતાપિતાઓ અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય એચઆરડી મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંક નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ને વિવિધ પરીક્ષાઓ માટે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવા માટેની તારીખો લંબાવવા/સુધારો કરવાની સલાહ આપી હતી. મુજબ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિવિધ પરીક્ષાઓ માટે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ્સને ભરવાની તારીખને લંબાવવામાં આવી છે/એમાં સુધારો કરવામાં આવ્યો છે.

લંબાવેલી/સુધારેલી તારીખો નીચે મુજબ હશે -

ક્રમ

પરીક્ષા

હાલની તારીખો

સુધારેલી/લંબાવેલી તારીખો*

થી

સુધી

થી

સુધી

 

01

નેશનલ કાઉન્સિલ ફોર હોટેલ મેનેજમેન્ટ (એનસીએચએમ) જેઇઇ-2020

01.01.2020

30.04.2020

01.03.2020

15.05.2020

 

02

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નૂ)માં પીએચ.ડી અને ઓપનમેટ (એમબીએ) માટે  એડમિશન ટેસ્ટ-2020

28.02.2020

30.04.2020

01.03.2020

15.05.2020

 

03

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઇસીએઆર)-2020

01.03.2020

30.04.2020

01.03.2020

15.05.2020

 

 

04

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામિનેશન (જેએનયુઇઇ)-2020

02.03.2020

30.04.2020

02.03.2020

15.05.2020

 

05

ઓલ ઇન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ ટેસ્ટ (એઆઇએપીજીઇટી)-2020

01.05.2020

31.05.2020

06.05.2020

05.06.2020

 

 

‘*’ ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ્સ બપોરનાં 4.00 સુધી સ્વીકારવામાં આવશે અને ફી રાત્રે 11.50 સુધી સ્વીકારવામાં આવશે.

 

પર્યાપ્ત ફીની ચુકવણી ક્રેડિટ/ડેબિટ કાર્ડ/નેટ બેંકિંગ/યુપીઆઈ અને પેટીએમ દ્વારા ચુકવી શકાશે.

15.05.2020 પછી સ્થિતિની સમીક્ષા કર્યા પછી એડમિડ કાર્ડના ડાઉનલોડિંગની સુધારેલી તારીખો અને પરીક્ષાની સુધારેલી તારીખોનું વિગતવાર શીડ્યુલ સંબંધિત વેબસાઇટ() અને  www.nta.ac.in પર અલગથી રજૂ થશે.

એનટીએ શૈક્ષણિક કેલેન્ડર અને શીડ્યુલનું મહત્ત્વ સમજે છે, પણ વિદ્યાર્થીઓ સહિત દેશના તમામ નાગરિકોની સુખાકારીને લઈને ચિંતિત પણ છે.

વિદ્યાર્થીઓ અને માતાપિતાઓને પરીક્ષા વિશે ચિંતા કરે એવી અપેક્ષા એનટીએ રાખે છે. ઉપરાંત માતાપિતાઓને યુવાન વિદ્યાર્થીઓને સમયનો ઉપયોગ પરીક્ષાની તૈયારી કરવામાં અને જો શિક્ષણમાં ઓછી સમજણ હોય, તો એને વધારવામાં મદદરૂપ થવા ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થવા વિનંતી કરે છે. એનટીએ વિદ્યાર્થીઓને લેટેસ્ટ ડેવલપમેન્ટ વિશે અપડેટ રાખશે અને સમય સાથે ફેરફારો વિશે માહિતી આપશે.

ઉમેદવારો અને તેમના માતાપિતાઓને લેટેસ્ટ અપડેટ માટે સંબંધિત પરીક્ષાની વેબસાઇટ() અને www.nta.ac.inની મુલાકાત લેતા રહેવાની સલાહ આપે છે.

ઉમેદવારો વધુ કોઈ પણ સ્પષ્ટતા માટે 8287471852, 8178359845, 9650173668, 9599676953, 8882356803 પર સંપર્ક કરી શકે છે.

 

GP/DS

 



(Release ID: 1619776) Visitor Counter : 242