સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

શ્રી ગડકરીના હસ્તે એમએસએમઈ બેંક ઓફ સ્કીમ્સ, આઈડીયાઝ, ઈનોવેશન એન્ડ રિસર્ચ પોર્ટલનો પ્રારંભ


એમએસએમઈ બેંક ઓફ સ્કીમ્સ, આઈડીયાઝ, ઈનોવેશન એન્ડ રિસર્ચ પોર્ટલ હાલનાં અને ભવિષ્યના માઈક્રો, લઘુ અને મધ્યમ કદનાં એકમો માટે ખૂબ જ પરિવર્તનલક્ષી મહત્વ ધરાવતું બની રહેશે : ગડકરી

Posted On: 30 APR 2020 3:56PM by PIB Ahmedabad

કેન્દ્રીય માર્ગ પરિવહન,રાજમાર્ગ મંત્રી, તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી નીતિન ગડકરીના હસ્તે આજે વીડિયો કોન્ફરન્સ મારફતે નાગપુર ખાતેથી આજે એમએસએમઈ બેંક ઓફ સ્કીમ્સ, આઈડીયાઝ, ઈનોવેશન એન્ડ રિસર્ચ પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો (http://ideas.msme.gov.in/) પ્રસંગે એમએસએમઈ ક્ષેત્રના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રતાપ ચંદ્ર સારંગી, સચિવ, એમએસએમઈ શ્રી અરૂણ કુમાર પાંડા અને વિકાસ કમિશનર એમએસએમઈ શ્રી રામ મોહન મિશ્રા તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

પોર્ટલ મારફતે કેન્દ્ર, રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની તમામ યોજનાઓનો સંપર્ક કરી શકાય છે. તેમાં ક્ષેત્ર માટેનાં આઈડીયાઝ, ઈનોવેશન અને રિસર્ચ સંશોધન અપલોડ કરવાની પણ જોગવાઈ છે. પોર્ટલમાં માત્ર આઈડીયાઝનું ક્રાઉડ સોર્સીંગ નહીં, પણ ક્રાઉડ સોર્સીંગ મારફતે આઈડીયાઝનું મૂલ્યાંકન અને રેટીંગ વગેરેના અનોખા ફીચર્સની પણ જોગવાઈ છે.

પોર્ટલના મહત્વ અંગે વાત કરતાં શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે પોર્ટલ સામાન્ય રીતે અર્થતંત્ર માટે અને ખાસ કરીને એમએસએમઈ ક્ષેત્ર માટે ઘણું પરિવર્તનલક્ષી મહત્વ ધરાવે છે. એક ખૂબ સારી શરૂઆત છે, તેમ શ્રી ગડકરીએ વધુમાં જણાવ્યું હતું.

તેમણે સૂચન કર્યું હતું કે માહિતીલક્ષી બાબતોનું તથા સિધ્ધિઓનું કેટેગરી મુજબ વર્ગીકરણ અને વિશ્લેષણ કરી તેને પ્રસિધ્ધ કરવુ જોઈએ, જેથી અન્ય લોકો સફળ અનુભવોનો લાભ લઈ શકે અને તેના ઉપરથી શિખી શકે. શ્રી ગડકરીએ એવી સલાહ આપી હતી કે પોર્ટલનું સંચાલન ગુણવત્તા ધરાવતા પ્રોફેશનલ્સ મારફતે થવું જોઈએ, જેથી તેને સાતત્યપૂર્વક અપડેટ કરતા રહી શકાય. તેમણે જ્ઞાનનું સમૃધ્ધિમાં રૂપાંતર કરવા ઉપર ભાર મૂક્યો હતો. શ્રી ગડકરીએ સંશોધન ટેકનોલોજી અને ઈનોવેશનની બહેતર તક છે તેમ જણાવતાં કહ્યું હતું કે તેનાથી ખર્ચમાં ઘટાડો અને ગુણવત્તામાં સુધારો કરી શકાશે.

એમએસએમઈ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રતાપ ચંદ્ર સારંગીએ જણાવ્યું હતું કે પોર્ટલ માહિતીના આદાન-પ્રદાન મારફતે એમએસએમઈ ક્ષેત્રને મોટાપાયે મદદરૂપ થઈ શકશે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે પોર્ટલ મારફતે ગ્રામ્ય અને આદિવાસી જ્ઞાન, કૌશલ્યો વગેરે અંગે સંશોધન પ્રવૃત્તિ હાથ ધરવામાં સહાય થશે અને જ્ઞાન વિસ્તારવાની પણ તક મળશે. સમાન પ્રકારે તે ખેડૂતોને ખેત પેદાશો માટે આયોજન, ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટીંગમાં પણ સહાયરૂપ થશે.

જે વપરાશકારો આઈડીયા ધરાવતા હોય અથવા ઈનોવેશન કે સંશોધન કર્યુ હોય તે પ્લેટફોર્મ પર તેને શેર કરી શકશે અને સંબંધિત અધિકારી તેની સમીક્ષા કરીને જાહેર અભિપ્રાય મૂકશે. રજીસ્ટર્ડ વપરાશકારો આઈડીયાઝને રેટીંગ (ક્રાઉડ સોર્સીંગ) આપી શકશે અને વેન્ચર કેપિટાલિસ્ટસ આઈડીયા, ઈનોવેશન અને સંશોધન ધરાવનારનો સંપર્ક કરી શકશે.

આઈડીયા, ઈનોવેશન અને રિસર્ચ અંગેના ઓનલાઈન ફોર્મ્સ આસાનીથી 5 થી 6 મિનિટમાં ભરી શકાશે. વ્યક્તિ ક્ષેત્ર (ક્રેડીટ/ફાયનાન્સ, હ્યુમન કેપિટલ ડેવલપમેન્ટ, ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માર્કેટીંગ, પોલિસી વગેરે) પસંદ કરી શકશે અને પોતાના ક્ષેત્ર (ગ્રામ ટેકનોલોજી ઈનોવેશન, વેસ્ટ-ટુ-વેલ્થ, એગ્રો પ્રોસેસીંગ, મેન્યુફેક્ચરીંગ, સર્વિસીસ, ખાદી, શણ ઉદ્યોગ વગેરે) અંગે નિર્દેશ આપી શકશે.

પોર્ટલમાં આઈડીયાના તબક્કાનો ઉલ્લેખ કરવાની સુવિધા છે (કોન્સેપ્ટ, પ્રોટોટાઈપ અને કોમર્શિયાલાઈઝડ) કે જેથી તેને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવી શકાય. આઈડીયા અંગે અભ્યાસ લેખો અને તસવીરો તથા વીડિયો અને સોશ્યલ મિડીયા લીંક પણ અપલોડ કરી શકાશે.

પોર્ટલથી સંભવિત ઉદ્યોગસાહસિકોને લાભ થશે, કારણ કે તેમાં એક સ્થળે આઈડીયાઝ, ઈનોવેશન અને કોમર્શિયાલાઈઝેશન માટે ઉપલબ્ધ સંશોધન હોય છે. આઈડીયાઝનું રેટીંગ જાહેરમાં જોઈ શકાય છે. તેનાથી નિર્ણય પ્રક્રિયામાં સહાય થાય છે. વેન્ચર કેપિટાલિસ્ટસ્ટ આઈડીયા કે ઈનોવેશન ધરાવનાર વ્યક્તિ અથવા એમએસએમઈ સાથે પરામર્શ કરી શકે છે. સમાન પ્રકારે તેમાં ભવિષ્યમાં બેંકો, સરકારી પ્રયોગશાળાઓ, ઈન્ક્યુબેટર્સ, એસીલરેટર્સ, વિદેશી સહયોગીને જોડવાની પણ જોગવાઈ કરાઈ છે.

 

GP/DS


(Release ID: 1619600) Visitor Counter : 270