રસાયણ અને ખાતર મંત્રાલય

જનઔષધિ કેન્દ્રો સુધી પહોંચવા માટે 3,25,000થી વધારે લોકો “જનઔષધિ સુગમ” મોબાઇલ એપનો ઉપયોગ કરી રહ્યા છે

Posted On: 30 APR 2020 11:52AM by PIB Ahmedabad

કોવિડ-19 કટોકટીને કારણે રાષ્ટ્રવ્યાપી લોકાડાઉન વચ્ચે જનઔષધિ સુગમ મોબાઇલ એપ લોકોને તેમની નજીકમાં સ્થિત પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર (પીએમજેએકે) અને વાજબી કિંમત ધરાવતી જેનેરિક મેડિસનની ઉપલબ્ધતાની જાણકારી મેળવવા મોટા પાયે મદદરૂપ થઈ રહી છે.

એપ યુઝરને અનેક લાભ આપે છે એટલે 325000થી વધારે લોકો જનઔષધિ સુગમ મોબાઇલ એપનો ઉપયોગ કરી રહ્યાં છે. ઉપભોક્તાઓનાં જીવનને સરળ બનાવવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (પીએમબીજેપી) માટે મોબાઇલ એપ્લિકેશન ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ હેઠળ બ્યૂરો ઓફ ફાર્મા PSUs ઓફ ઇન્ડિયા (બીપીપીઆઈ) દ્વારા વિકસાવવામાં આવી છે, જેનો આશય સાધારણ જનતાને તેમની આંગળીનાં ટેરવે ડિજિટલ પ્લેટફોર્મ પ્રદાન કરીને સુવિધા આપવાનો છે, જેથી તેઓ નજીકનાં જનઔષધિ કેન્દ્રની જાણકારી મેળવવી, જનઔષધિ કેન્દ્રના લોકેશન માટે ગૂગલ મેપ દ્વારા દિશાઓ મેળવવા, જનઔષધિ જેનેરિક દવાઓ સર્ચ કરવા, એમઆરપી અને સંપૂર્ણ બચત સ્વરૂપે જેનેરિક અને બ્રાન્ડેડ મેડિસિનની પ્રોડક્ટ સરખામણીનું વિશ્લેષણ કરવા જેવા યુઝરને અનુકૂળ વિકલ્પોનો લાભ મેળવી શકે છે.

જનઔષધિ સુગમ મોબાઇલ એપ એન્ડ્રોઇડ અને આઇ-ફોન એમ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાંથી યુઝર નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકશે.

કોવિડ-19 સામેની લડાઈમાં ભારત સરકારે પીએમબીજેપી જેવી પ્રસિદ્ધ યોજનાઓ દ્વારા હેલ્થકેર વ્યવસ્થાની સ્થિતિમાં પરિવર્તનનો પવન ફૂંક્યો છે, જે 900 ગુણવત્તાયુક્ત જેનેરિક-દવાઓ અને 154 સર્જિકલ સાધનસામગ્રી તથા દેશનાં દરેક નાગરિક માટે વાજબી કિંમતે ઉપભોગ કરી શકાય એવી દવાઓ પૂરી પાડે છે.

અત્યારે દેશનાં 726 જિલ્લાઓમાં 6300થી વધારે પીએમજેએકે કાર્યરત છે. લોકડાઉનના ગાળામાં પીએમબીજેપી કોરોનાવાયરસથી લોકોનું રક્ષણ કરવામાં મદદરૂપ થવા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતીપ્રદ પોસ્ટ દ્વારા જાગૃતિ પણ લાવે છે.

 

 

GP/DS



(Release ID: 1619571) Visitor Counter : 240