પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના વચ્ચે ફોન પર ચર્ચા થઈ

Posted On: 29 APR 2020 8:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે  બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી.

ભારતના નાગરિકો તરફથી અને પોતાના તરફથી પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી શેખ હસીના અને બાંગ્લાદેશના લોકોને પવિત્ર રમઝાન માસના પ્રસંગે શુભેચ્છા આપી હતી.

બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળા પર એશિયા અને બંને દેશોની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી તથા બંનેએ પોતપોતાના દેશમાં એની અસરો ઘટાડવા લીધેલા પગલાંની જાણકારી ટૂંકમાં આપી હતી.

બંને નેતાઓએ 15 માર્ચના રોજ સાર્ક દેશોના નેતાઓ વચ્ચે થયેલી વિશેષ સમજૂતીનો અમલ કરવા સંમતિ વ્યક્ત કરવા પર ખુશ વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ મોદીએ સાર્ક કોવિડ-19 ઇમરજન્સી ફંડમાં 1.5 મિલિયન ડોલરનું પ્રદાન આપવા બદલ પ્રધાનમંત્રી શેખ હસીનાનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી શેખ હસીનાએ એશિયામાં કોવિડ-19નો સામનો કરવા સંકલિત પ્રયાસો હાથ ધરવામાં લીડ લેવામાં તથા બાંગ્લાદેશને તબીબી પુરવઠા અને ક્ષમતા નિર્માણ એમ બંને દ્રષ્ટિએ પુરવઠો પૂરો પાડવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.

બંને નેતાઓએ માર્ગ, રેલવે, આંતરિક જળમાર્ગો અને હવાઈ માર્ગો દ્વારા સરહદ પાર આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ બંને દેશોનાં સહિયારી ઇતિહાસ, સંસ્કૃતિ, ભાષા અને ભાઈચારાની ભાવનાને યાદ કરીને ગાઢ દ્વિપક્ષીય સંબંધો પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે, કોવિડ-19ના પ્રસારનાં નિયંત્રણમાં બાંગ્લાદેશને મદદ કરવા અને રોગચાળાની આર્થિક અસર ઓછી કરવામાં સહાય કરવા ભારત તૈયાર છે.

પ્રધાનમંત્રીએ ઐતિહાસિક મુજીબ બર્શોમાં બાંગ્લાદેશનાં તમામ મૈત્રીપૂર્ણ લોકો અને પ્રધાનમંત્રી શેખ હસીનાના સારાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એમની શુભેચ્છા પાઠવી હતી.

 

GP/DS


(Release ID: 1619418) Visitor Counter : 242