વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

લોકડાઉન વચ્ચે SCTIMST સંશોધન અને વિકાસ, ટેકનોલોજીઓ અને ઉત્પાદનો સાથે કોવિડ-19 રોગચાળાનો સામનો કરવા સજ્જ

Posted On: 29 APR 2020 12:30PM by PIB Ahmedabad

ભારત સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ  સંસ્થાનો દરજ્જો ધરાવતી શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સિસ એન્ડ ટેકનોલોજીસ (એસસીટીઆઇએમએસટી) ભારતની કોવિડ-19 સામેની લડાઈમાં તાતી જરૂરિયાતને પૂર્ણ કરવા એના સંશોધન, ટેકનોલોજીઓ અને નવીનતાઓ સાથે નોખી તરી આવી છે.

રાષ્ટ્રીય સ્તરે લોકડાઉનની જાહેરાત થયાના ઘણા સમય અગાઉ જ્યારે એક ફોરેન-રિટર્ન ડૉક્ટરનું કોવિડ-19 સાથે નિદાન થયું હતું, ત્યારે પોતાના સ્ટાફનાં ઘણા સભ્યોને ક્વારેન્ટાઇન કરવા છતાં સંસ્થા SCTIMST રોગચાળાનો સામનો કરવા મહત્ત્વપૂર્ણ પુરવાર થઈ શકે એવી કેટલીક ટેકનોલોજીઓ અને ઉત્પાદનો પ્રસ્તુત કર્યા છે. સંસ્થાએ ઝડપી પરીક્ષણની ભારતની તાતી જરૂરિયાતનું સમાધાન થઈ શકે માટે ત્રણ અઠવાડિયામાં કોવિડ 19 માટે વન સ્ટેપ કન્ફર્મેટરી ડાઇગ્નોસ્ટિક કિટ વિકસાવી હતી. મુદ્દા પર અન્ય સંશોધન અને વિકાસલક્ષી કાર્યમાં યુવી આધારિત ફેસમાસ્ક ડિસ્પોઝલ બિન સામેલ છે, જેનો ઉપયોગ થયેલા ફેસમાસ્ક, ઓવરહેડ કવર અને ફેસ શીલ્ડના ડિકોન્ટામિનેશન માટે હોસ્પિટલોમાં અને જાહેર સ્થળોમાં હેલ્થ વર્કર્સ દ્વારા થઈ શકશે. વળી એમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં પ્રવાહી માટે તથા શરીરનાં અન્ય પ્રવાહીનું સોલિડિફિકેશન કરવા તેમજ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન ચેપી પ્રવાહીનો સલામત નિકાલ કરવા માટે એને ડિસઇન્ફેક્ટ કરવા અતિશોષક સામગ્રી સામેલ છે. ઉપરાંત કોવિડ-19ના દર્દીઓની ચકાસણી કરવા માટે ડિસઇફેક્ટેડ બેરિયર-એક્ઝામિનેશન બૂથ સામેલ છે.

10 મિનિટમાં કોવિડ 19નું નિદાન કરે શકે એવું કન્ફર્મેટરી નિદાન ટેસ્ટ અને 2 કલાકથી ઓછા સમયમાં પરીક્ષણનું પરિણામ આપતી (સ્વેબમાં આરએનએ એક્સટ્રેક્શનથી લઈને આરટી-લેમ્પ નિદાન સમય) દુનિયાનાં બહુ થોડા પરીક્ષણોમાં સામેલ છે. એક મશીનમાં સિંગલ બેચમાં કુલ 30 નમૂનાનું પરીક્ષણ થઈ શકે છે, જેથી ઓછા ખર્ચે નમૂનાઓનું ઝડપી પરીક્ષણ કરવાની સુવિધા મળે છે.

ચિત્રા યુવી આધારિત ફેસમાસ્ક ડિસ્પોઝલ બિન ફેસમાસ્ક જેવી ઉપયોગ થયેલી સામગ્રીઓનું શુદ્ધિકરણ કરી શકે છે અને ઇન્ફેક્શન ચેઇનને તોડી શકે છે, ખાસ કરીને હોસ્પિટલોમાં. જાણકારી એચએમટી મશીન ટૂલ્સ, અર્નાકૂલમ, કેરળને ટ્રાન્સફર કરવામાં આવી છે. અતિશોષક સામગ્રી ચિત્રા એક્રીલોસોર્બ સીક્રેશન સોલિડિફિકેશન સિસ્ટમ હોસ્પિટલના સ્ટાફ માટેનું જોખમ ઘટાડે છે, જેમણે બોટલો અને કેનિસ્ટર (ટીનના ડબ્બા)નું શુદ્ધિકરણ અને સાફસફાઈ કરીને એનો પુનઃઉપયોગ કરવાની તથા એનો સરળ અને સલામત રીતે નિકાલ કરવાની જરૂર હોય છે. ડિસઇન્ફેક્ટેડ એક્ઝામિનેશન બૂથ ડૉક્ટર સાથે સીધા સંપર્ક વિના દર્દીનું પરીક્ષણ કરવા માટે ટેલીફોન બૂથ જેવું બંધ બૂથ છે, જેથી ઇન્ફેક્શનનું નિવારણ થાય છે.

દેશના કોવિડ-19 સામેના પ્રતિસાદમાં પ્રદાન કરવામાં ઝડપ લાવવા એસસીટીઆઇએમએસટીએ ઉત્પાદકો/સ્ટાર્ટઅપ્સ/સામાજિક જૂથોને રસ વ્યક્ત કરવા જણાવ્યું છે, જેમને એએમબીયુ બેગ આધારિત વેન્ટિલેટર, વેન્ટિલેટર શેરિંગ કિટ, બેટરીથી ચાલતા આસિસ્ટિવ બ્રીધિંગ યુનિટ, આઇસોલેશન પોડ્સ, ડિસ્પોઝેબલ સેફ્ટી ફેસ શીલ્ડ અને ડિપ્લોયેબલ ફિલ્ડ યુનિટના વિકાસ માટે ઝડપથી તબીબી ઉપકરણને સંયુક્તપણે વિકસાવવા અને ઉત્પાદન કરવામાં રસ છે, જેથી રોગચાળા કોવિડ 19ની સ્થિતિમાં સપોર્ટ મળે. એસસીટીઆઇએમએસટીએ વિપ્રો 3ડી, બેંગાલુરુ સાથે જોડાણ કર્યું છે, જેનો ઉદ્દેશ એસસીટીઆઇએમએસટી દ્વારા વિકસાવવામાં આવેલ આર્ટિફિશિયલ મેન્યુઅલ બ્રીધિંગ યુનિટ (એએમબીયુ) પર આધારિત ઇમરજન્સી વેન્ટિલેટર સિસ્ટમની ડિઝાઇન બનાવવાનો છે. પછી એનું નૈદાનિક પરીક્ષણ અને ઉત્પાદન થશે.

સંસ્થા ત્રણ પાંખ ધરાવે છેઃ ટર્શરી રેફરલ સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલ કોમ્પ્લેક્સ, બાયોમેડિકલ ટેકનોલોજી વિંગ અને જાહેર આરોગ્ય સંસથા માટે શૈક્ષણિક કેન્દ્ર (અચુત મેનન સેન્ટર ફોર હેલ્થ સાયન્સ સ્ટડીઝ) તથા બાયોમેડિકલ ઉપકરણો માટે ટેકનિકલ રિસર્ચ સેન્ટર. ઉચ્ચ ગુણવત્તાયુક્ત, કાર્ડિયાક અને ન્યૂરોલોજિકલ બિમારીઓની અદ્યતન સારવાર, બાયોમેડિકલ ઉપકરણો અને સામગ્રીઓ માટે ટેકનોલોજીઓનાં સ્વદેશી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એસસીટીઆઇએમએસટી યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે તથા ઉત્કૃષ્ટ સંશોધન અને તાલીમ સુવિધાઓ પૂરી પાડે છે, જે ફિલ્ડમાં વ્યાવસાયિકોમાંથી શ્રેષ્ઠ વ્યાવસાયિકોની ટીમ ધરાવે છે. દેશ અત્યારે નિયંત્રણો ધરાવે છે છતાં કટોકટીની સ્થિતિમાં પ્રતિભાવ આપવા સંસ્થાએ એની અસરકારક ક્ષમતા અને કાર્યદક્ષતા પુરવાર કરી છે.

 

[વધુ વિગત મેળવવા માટે કૃપા કરીને સંપર્ક કરો: શ્રીમતી સ્વપ્ન વામદેવન, પીઆરઓ, એસસીટીઆઇએમએસટી, મોબાઇલ: 9656815943, ઇમેલ: pro@sctimst.ac.in]

 

 

GP/DS



(Release ID: 1619261) Visitor Counter : 194