રસાયણ અને ખાતર મંત્રાલય 
                
                
                
                
                
                
                    
                    
                        લોકડાઉનના સમયગાળા દરમિયાન ખાતરનું વિક્રમી વેચાણ
                    
                    
                        
                    
                
                
                    प्रविष्टि तिथि:
                28 APR 2020 5:08PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                રાષ્ટ્રીય સ્તરે લાગુ કોવિડ-19 લોકડાઉન વચ્ચે રસાયણ અને ખાતર મંત્રાલયના ખાતર વિભાગે ખેડૂત સમુદાયને ખાતરોનું વિક્રમી વેચાણ કર્યું છે.
1થી 22 એપ્રિલ, 2020 દરમિયાન ખેડૂતોને ખાતરોનું પીઓએપી વેચાણ 10.63 લાખ એમટી થયું હતું, જે ગયા વર્ષનાં સમાન ગાળામાં 8.02 લાખ એમટીથી 32 ટકા વધારે છે.
1થી 22 એપ્રિલ, 2020 ના સમયગાળામાં ડિલરોએ 15.77 એમટી ખાતરોની ખરીદી કરી હતી, જે ગયા વર્ષના સમાન ગાળા દરમિયાન 10.79 લાખ એમટીના વેચાણથી 46 ટકા વધારે છે.
રાષ્ટ્રીય સ્તરે કોવિડ-19 લોકડાઉનને કારણએ અવરજવર સાથે સંબંધિત ઘણા નિયંત્રણો હોવા છતાં ખાતર, રેલવે, રાજ્યો અને બંદરના વિભાગોના સહિયારા પ્રયાસો સાથે દેશમાં ખાતરનું ઉત્પાદન અને પુરવઠો કોઈ પણ અવરોધ વિના વધ્યો છે.
આ ખરીફની આગામી સિઝન માટે ખેડૂતોને ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા રસાયણ અને ખાતર મંત્રાલયની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય શ્રી ડી વી સદાનંદ ગૌડાએ જણાવ્યું છે કે, ખાતરની કોઈ ખેંચ નથી. રાજ્ય સરકાર પાસે ખાતરોનો પર્યાપ્ત જથ્થો છે. તેમણે કહ્યું હતું કે, અમે રાજ્યોનાં કૃષિ મંત્રીઓ સાથે સતત સંપર્કમાં છીએ. શ્રી ગૌડાએ જણાવ્યું હતું કે, એમનું મંત્રાલય વાવણીના સમય અગાઉ ખેડૂત સમુદાયને ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે.
17 એપ્રિલનાં રોજ ખાતરની 41 રેક પ્લાન્ટ અને બંદર પરથી રવાના થઈ હતી. આ લોકડાઉન દરમિયાન કોઈ પણ એક દિવસ દરમિયાન ખાતરની સૌથી મોટી મૂવમેન્ટ હતી. એક રેકમાં એકસાથે 3000 એમટી ખાતરનું લોડિંગ થાય છે. ખાતર કંપનીઓ સંપૂર્ણ ક્ષમતાએ ઉત્પાદન કરે છે.
ભારત સરકારે આવશ્યક ચીજવસ્તુઓનાં ધારા અંતર્ગત દેશમાં ખાતર પ્લાન્ટની કામગીરીને મંજૂરી આપી છે, જેથી કૃષિ ક્ષેત્રને લોકડાઉનની અસર ન થાય.
ખાતરનાં પ્લાન્ટો, રેલવે સ્ટેશનો અને બંદરો પર ખાતરનું લોડિંગ પૂર્ણ ક્ષમતા સાથે થઈ રહ્યું હોવાથી કોવિડ-19ને ટાળવા સાવધાનીઓ સાથે કોઈ સમાધાન કરવામાં આવતું નથી. માસ્ક અને અન્ય નિવારણાત્મક ઉપકરણો મજૂરો અને અન્ય તમામ વર્કિંગ સ્ટાફને પૂરાં પાડવામાં આવ્યાં છે. 
 
 
GP/DS
                
                
                
                
                
                (रिलीज़ आईडी: 1619057)
                	आगंतुक पटल  : 261
                
                
                
                    
                
                
                    
                
                इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: 
                
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam