સંરક્ષણ મંત્રાલય

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કોવિડ-19ની અસરો ઘટાડવા DPSUs અને OFB ના પ્રદાન તથા લોકડાઉન પછી તેમની કામ કરવાની યોજનાઓની સમીક્ષા કરી

Posted On: 28 APR 2020 3:17PM by PIB Ahmedabad

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંરક્ષણ ક્ષેત્રના સરકારી એકમો (ડીપીએસયુ) અને ઓર્ડનનન્સ ફેક્ટરી બોર્ડ (ઓએફબી)ની કોવિડ-19 સામે લડવાના પ્રદાનની અને તેમની કાર્યકારી યોજનાઓની સમીક્ષા કરી હતી.

શ્રી રાજનાથ સિંહે કોવિડ-19 સામે લડવા નવા ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં ડીપીએસયુ દ્વારા પ્રદર્શિત નવીન કુશળતાઓની પ્રશંસા કરી હતી તથા કેટલાંક સ્વરૂપે સ્થાનિક વહીવટીતંત્રને આપેલી સહાયને પણ બિરદાવી હતી.

સંરક્ષણ મંત્રીએ તેમને શક્ય એટલી  હદે ગુમાવેલા કાર્યકારી સમયને સરભર કરવા અને ઉત્પાદન વધારવા લોકડાઉન પછી કામગીરી ફરી શરૂ કરવાની કટોકટી યોજનાઓ તૈયાર કરવાની સૂચના આપી હતી.

લોકડાઉન પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અર્થતંત્રને બેઠું કરવાની યોજનાનો સંદર્ભ ટાંકીને શ્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, ખાનગી સંરક્ષણ ઉદ્યોગ સાથે ડીપીએસયુ આર્થિક સ્થિતિમાં સુધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.

સંરક્ષણ મંત્રીએ સંરક્ષણ ઉત્પાદન વિભાગ (ડીડીપી), સંરક્ષણ મંત્રાલય (એમઓડી), ઓએફબી અને ડીપીએસયુ દ્વારા આશરે રૂ. 77 કરોડના પીએમ કેર્સ ફંડમાં નાણાકીય પ્રદાનની પ્રશંસા કરી હતી, જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ફંડ અને એક દિવસના પગારનાં પ્રદાનમાંથી જનરેટ થયા છે. જાણકારી આપવામાં આવી હતી કે, ડીપીએસયુમાંથી પીએમ કેર્સ ફંડમાં વધારે પ્રદાન એપ્રિલ, 2020 દરમિયાન થવાની અપેક્ષા છે.

કોન્ફરન્સ દરમિયાન ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડે જાણકારી આપી છે કે, એના 41 ઉત્પાદન સ્થળોમાંથી કોઈ પણ સ્થળે કોવિડ 19નો કોઈ પોઝિટિવ કેસ નથી. કોવિડ-19 સામે સંઘર્ષ કરવામાં ઓએફબીનાં પ્રદાનમાં 100થી વધારે વેન્ટિલેટર્સનું રિપેરિંગ, 12,800 કવરોલ્સનું ઉત્પાદન, પીપીઇના ટેસ્ટિંગ માટે વિશેષ મશીનોનો વિકાસ, સ્થાનિક સત્તામંડળોને 6.35 લાખ માસ્કનો પુરવઠો, કોવિડ 19ના દર્દીઓ માટે અરુણાચલ પ્રદેશમાં 340 સ્પેશ્યલાઇઝ તંબુઓનો પુરવઠો, 1 લાખ લિટર હેન્ડ સેનિટાઇઝરનું પ્રદાન વગેરે સામેલ છે. ઓએફબીએ 10 સ્થળોમાં એની હોસ્પિટલોમાં 280 આઇસોલેશન બેડ અંકિત કર્યા છે. ઉપરાંત એચએએલએ કોવિડ-19ના દર્દીઓ માટે બેંગલોરમાં 93 આઇસોલેશન બેડ પણ અંકિત કર્યા છે.

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઇએલ) મે, 2020માં 12,000 અને જૂન, 2020માં વધુ 18,000ની વેન્ટિલેટર્સનું ઉત્પાદન કરવાની વ્યવસ્થા કરી છે. આશરે 3,000 ઇજનેરો વેન્ટિલેટર્સને કાર્યરત કરવામાં આરોગ્ય ક્ષેત્રનાં કર્મચારીઓને તાલીમ આપવા સહભાગી થશે.

હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) 300 એરોસોલ કેબિનેટનું ઉત્પાદન કર્યું છે અને વિવિધ હોસ્પિટલોને પૂરાં પાડ્યાં છે. કંપનીએ 56,000 માસ્કનું વિતરણ પણ કર્યું છે અને પરપ્રાંતીય મજૂરોને ટેકો આપ્યો છે. ઉપરાંત હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) કોવિડ-19 દર્દીઓ માટે બેંગલોરમાં 93 આઇસોલેશન બેડ પણ અંકિત કર્યા છે. એચએએલના કર્મચારીઓ વચ્ચે કોવિડ-19નો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

ભારત ડાયનેમિક્સ લિમિટેડ (બીડીએલ) પણ વેન્ટિલેટર્સ માટે ડિઝાઇનને અંતિમ ઓપ આપવા અને પ્રોટોટાઇપ બનાવવા પ્રસિદ્ધ વિજ્ઞાનીઓ સાથે કામ કરે છે.

મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (એમડીએલ) મુંબઈનાં નેવલ ક્વારેન્ટાઇન સેન્ટરને રૂ. પાંચ લાખની દવાઓ અને પીપીઇ પ્રદાન કર્યા છે તથા 4,000 લિટર સેનિટાઇઝરનું વિતરણ કર્યું છે.

ઓએફબી અને ડીપીએસયુના કેટલાંક એકમો રેડ ઝોન સિવાયના ઝોન છે, જ્યાં કામગીરી શરૂ થઈ ગઈ છે. લગભગ તમામ ડીપીએસયુએ લોકડાઉન પછી ઉત્પાદન વધારવા કટોકટીની યોજના બનાવી છે. એકમોએ ત્રણ શિફ્ટમાં કામ કરવાની અને અઠવાડિયામાં કામ કરવાના દિવસો પાંચથી વધારીને કરવાની યોજના તૈયાર કરી છે. કામગીરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને આરોગ્ય સાથે સંબંધિત અન્ય પ્રસ્તુત માર્ગદર્શિકાઓ હાથ ધરવામાં આવશે.

વીડિયો કોન્ફરન્સમાં સચિવ, (સંરક્ષણ ઉત્પાદન વિભાગ) શ્રી રાજકુમાર, સંરક્ષણ મંત્રાલયનાં સંરક્ષણ ઉત્પાદન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, ઓએફબી, બીઇએલ, એચએએલ, એમડીએલ, ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (બીઇએમએલ), ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ લિમિટેડ (જીઆરએસઈ), બીડીએલ, હિંદુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (એચએસએલ), મિધાની મિશ્રધાતુ નિગમ લિમિટેડ (મિધાની) અને ગોવા શિપયાર્ડ લિમિટેડનાં વરિષ્ઠ અધિકારીઓ પણ સહભાગી થયા હતા.

 

 

GP/DS



(Release ID: 1618973) Visitor Counter : 210