PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 27 APR 2020 6:57PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

 

 

 

 

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

                           

Date: 27.4.2020

 

 

Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

દેશમાં અત્યાર સુધીમાં 6,184 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 22.17%નો રિકવરી દર દર્શાવે છે. ગઇકાલથી અત્યાર સુધીમાં નવા 1396 કેસ પોઝિટીવ નોંધાતા દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 27,892 થઇ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 48 દર્દીના મૃત્યુ થયા હોવાથી અત્યાર સુધીમાં ભારતમાં કોવિડ-19ના કારણે 872 દર્દીના મૃત્યુ થયા છે. દેશમાં 16 જિલ્લા એવા છે જ્યાં અગાઉ કેસ નોંધાયા હતા અને હવે છેલ્લા 28 દિવસમાં ત્યાં કોઇ કેસ નોંધાયો નથી. 85 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 14 દિવસમાં કોઇ જ નવા કેસ નોંધાયા નથી. ખાદ્યચીજો અને દવાઓની હેરફેર કરતી ટ્રકોની સંખ્યાની ટકાવારી 30 માર્ચે 46% હતી તે 25 એપ્રિલે વધીને 76% થઇ ગઇ. આ સમયગાળામાં જ, રેલવે રેકની હેરફેરની ટકાવારી 67% હતી તે વધીને 76% થઇ ગઇ છે. બંદરો પર ટ્રાફિકના સંચાલનની ટકાવારી 70%થી વધીને 87% થઇ છે અને આ સમયમાં જ, કાર્યરત મુખ્ય મંડી (બજારો)ની સંખ્યા 61%થી વધીને 79% થઇ છે. 1.5 કરોડથી વધુ લોકોને દરરોજ સરકારી એજન્સીઓ, NGO અને ઉદ્યોગો દ્વારા રાંધેલું ભોજન પૂરું પાડવામાં આવે છે. સરકાર આવશ્યક ચીજોના પૂરવઠાની સાંકળમાં આવતા અવરોધો દૂર કરવા માટે નીતિઓ અને અમલીકરણમાં હળવા કરવા પર, પાયાના સ્તરે ચોક્કસ અવરોધો દૂર કરવા પર અને પૂરવઠા કામગીરીમાં જોડાયેલા યોદ્ધાઓ દ્વારા અનુસરવામાં આવતા શ્રેષ્ઠ આચરણ અને મહત્વપૂર્ણ આંકડાઓના ટ્રેકિંગ પર ધ્યાન આપી રહી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618773

 

પ્રધાનમંત્રીએ કોવિડ-19ને પડકાર ઝીલવા પૂર્વ યોજના બનાવવા મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિકસતી સ્થિતિની અને કોવિડ-19 રોગચાળાને નિયંત્રણમાં લેવા આગળની યોજના પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીશ્રી એ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકડાઉનથી સકારાત્મક પરિણામો મળ્યાં છે, કારણ કે દેશ છેલ્લાં દોઢ મહિનામાં હજારો લોકોના જીવને બચાવી શક્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતની વસ્તી કેટલાંક દેશોની કુલ વસ્તીને સમકક્ષ છે. ભારત સહિત ઘણા દેશોમાં માર્ચની શરૂઆતમાં આ સ્થિતિ લગભગ સમાન હતી. જોકે સમયસર પગલાં સાથે ભારતે ઘણા લોકોનું જીવન બચાવ્યું છે. જોકે તેમણે ચેતવણી આપી હતી કે, વાયરસનું જોખમ હજુ દૂર થયું નથી અને સતત સતર્કતા રાખવા સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત છે. પ્રધાનમંત્રીશ્રી એ કહ્યું હતું કે, અત્યાર સુધી દેશ બે લોકડાઉનમાંથી પસાર થયો છે, બંનેમાં ચોક્કસ પાસાં અલગ-અલગ છે અને હવે આપણે આગળનો માર્ગ વિચારવાનો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618691

 

રેપિડ એન્ટીબોડી પરીક્ષણોના ભાવ સંબંધિત ચાલતા વિવાદ અંગેની વાસ્તવિકતા

કોવિડ-19 સામે લડવા માટે પરીક્ષણ એક સૌથી મહત્વપૂર્ણ હથિયારમાંથી એક ગણાય છે અને ICMR પરીક્ષણની કામગીરીમાં ઝડપ લાવવા માટે પોતાના તરફથી શક્ય એવા તમામ પ્રયાસો કરે છે. આમાં પરીક્ષણ કીટ્સની ખરીદી કરવી પડે છે અને રાજ્યોને તેનો જથ્થો પહોંચાડવો પડે છે. આ ખરીદીની પ્રક્રિયા જ્યારે આખી દુનિયામાં વિવિધ દેશોમાં આ પરીક્ષણ કીટની ભારે માંગ છે તેવી સ્થિતિમાં પોતાની સંપૂર્ણ સંભાવનાઓ, આર્થિક અને રાજદ્વારી પહોંચનો ઉપયોગ કરીને તેની ખરીદી કરવામાં આવી રહી છે. કેટલોક પૂરવઠો મેળવ્યા પછી, ICMR દ્વારા કીટ્સની ચકાસણી આધારે, અપેક્ષા કરતા ઓછું પરિણામ મળતા અન્ય કીટ્સ બનાવવા માટેનો સવાલ ઉઠેલો ઓર્ડર (વોન્ડફો) રદ કરવામાં આવ્યો હતો. ICMR દ્વારા આ પૂરવઠા માટે કોઇ જ ચુકવણી કરવામાં આવી નથી. યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોવાથી (100% એડવાન્સ રકમ ચુકવીને ખરીદી કરવા નથી જઈ રહ્યા) ભારત સરકારને એક રૂપિયાનું પણ નુકસાન થયું નથી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618703

 

સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા ઘટાડવાની કોઇ દરખાસ્ત નથી તેમજ સરકારમાં કોઇપણ સ્તરે હાલ આવા કોઇ પ્રસ્તાવની ચર્ચા અથવા ચિંતન થયું નથી: ડૉ. જીતેન્દ્ર સિંહ

સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય ઘટાડીને 50 વર્ષ કરવાની દરખાસ્ત સરકાર દ્વારા કરવામાં આવી હોવાના મીડિયાના એક વર્ગમા ફરતા થયેલા અહેવાલોને પ્રબળપણે નકારી કાઢતા કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે અહીં સ્પષ્ટ રીતે જણાવ્યું કે, નિવૃત્તિની વય મર્યાદા ઘટાડવાનો આવી કોઇ જ દરખાસ્ત નથી તેમજ આવા કોઇપણ પ્રસ્તાવ પર સરકારમાં કોઇપણ સ્તરે ચર્ચા કે ચિંતન થયું નથી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618507

 

ડૉ. હર્ષવર્ધને AIIMS ટ્રોમા સેન્ટરની તૈયારીઓ તથા વિશેષ કોવિડ-19 હોસ્પિટલની સમીક્ષા કરી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે નવી દિલ્હી ખાતે આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના જયપ્રકાશ નારાયણ એપેક્ષ ટ્રોમા સેન્ટર (JPNATC)ની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે હાથ ધરાયેલી તૈયારીઓની સાથે સાથે વિશેષ કોવિડ હોસ્પિટલમાં કોવિડ-19 દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી સારવાર અને મદદની રૂબરૂ માહિતી પણ મેળવી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618511

 

પૂર્વોત્તરમાં આઠમાંથી પાંચ રાજ્યો કોરોના મુક્ત છે જ્યારે ત્રણ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કોઇ કેસ નોંધાયા નથી: ડૉ. જીતેન્દ્રસિંહ

પૂર્વોત્તરના પ્રદેશમાં આવેલા આઠમાંથી પાંચ રાજ્યો કોરોના મુક્ત છે જ્યારે ત્રણ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનો કોઇ જ નવો કેસ નોંધાયો નથી. આજે કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે યોજેલી સમીક્ષા બેઠક બાદ આ માહિતી આપી હતી જેમાં પૂર્વોત્તર કાઉન્સિલ (NEC) શિલોંગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ અલગ અલગ સરકારી સંગઠનો અને PSU પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618769

 

ક્યારેય અહેવાલ અંગે કહેવામાં આવ્યું નથી, પૂછપરછ શરૂ કરવામાં આવી છે: CBDT

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ (CBDT)એ આજે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં કોવિડ-19 પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે કેટલાક IRS અધિકારીઓ દ્વારા સૂચનો આપવામાં આવ્યા હોવા સંબંધિત અહેવાલો ફરી રહ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618527

 

કોવિડ માટે રેલવે ઇમરજન્સી સેલ દૈનિક 13,000 પૂછપરછો, વિનંતી અને સૂચનોના પ્રતિભાવ આપી રહ્યું છે

ભારતીય રેલવે દ્વારા મુસાફરો અને તમામ વાણિજ્યક ગ્રાહકોના હિતનો ખ્યાલ રાખવામાં આવે તે બાબત સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાંઓ હાથ ધરવામાં આવ્યાં છે અને રાષ્ટ્રીય પૂરવઠા સાંકળને કાર્યરત  રાખવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618685

 

શ્રી નીતિન ગડકરીએ વિદેશી ભારતીય વિદ્યાર્થીઓને કોવિડ-19 મહામારીને તકમાં રૂપાંતરિત કરવા માટે મહત્વની ભૂમિકા ભજવવા કહ્યું

કેન્દ્રીય મંત્રીએ વૈશ્વિક મહામારીને ભારતીય પ્રતિક્રિયા: ભારતનો રોડમેપ થીમ અંતર્ગત યુકે, કેનેડા, સિંગાપોર અને અન્ય યુરોપીયન દેશો તેમજ ઓસ્ટ્રેલિયા સહિત વિવિધ દેશોમાં અભ્યાસ અર્થે ગયેલા વિદેશી ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું કે, ભારત માટે અમારા મનમાં ઘડાયેલો માર્ગ સ્પષ્ટપણે સકારાત્મક છે અને આ પ્રતિકૂળતાને તકમાં રૂપાંતરિત કરવાના નક્કર પ્રયાસો કરી રહ્યા છીએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618605

 

કોવિડ-19 લૉકડાઉન દરમિયાન લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ અંતર્ગત સમગ્ર દેશમાં 684 ટનથી વધુ આવશ્યક અને તબીબી સામાન પહોંચાડવામાં આવ્યો

કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ વિસ્તારો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લાઇફલાઇન ઉડાનફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે. એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 383 ફ્લાઇટ્સનું પરિચાલન કરાયું છે જેમાં કુલ 684.08 ટન તબીબી માલસામાનનું પરિવહન કરાયું છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સે કુલ 3,76,952 કિલોમીટર હવાઇ અંતર કાપ્યું છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ટાપુઓ અને પૂર્વોત્તરના પ્રદેશોમાં મહત્વપૂર્ણ તબીબી સામાનની હેરફેર અને દર્દીઓને લઇ જવા માટે પવન હંસ લિમિટેડ સહિત હેલિકોપ્ટર સેવાની મદદ લેવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618601

 

કોવિડ-19 સામેની લડતમાં IAFનો અવિરત સહકાર

કોરોના વાયરસ મહામારીના કારણે હાલમાં ઉભી થયેલી પરિસ્થિતિ સામે લડવાના ભારત સરકારના પ્રયાસોમાં ઉભી થતી તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારતીય વાયુ સેના (IAF) દ્વારા પ્રયાસો વધારવામાં આવ્યા છે. IAF સતત સમગ્ર દેશમાં દવાઓ અને રેશનના આવશ્યક જથ્થા તેમજ તબીબી કર્મચારીઓને પહોંચાડવાનું કામ કરે છે અને મહામારી સામે લડવા માટે સરકારને દરેક પ્રકારે સજ્જ કરવાના પ્રયાસોમાં યોગદાન આપે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618772

 

 

 

 

 

 

 

 

 

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

 • પંજાબ: સરકારી એજન્સીઓ અને ખાનગી વેપારીઓએ પંજાબમાં 6,79,220 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી. કોરોના વાયરસના ફેલાવાનો નિયંત્રણમાં રાખવા માટેના વ્યાપક હેતુ સાથે ફેક્ટરીઓના કામદારોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગે કાર્યસ્થળે યોગ્ય સ્વચ્છતા અને સફાઇ જાળવી રાખવા સંબંધિત વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે. કર્મચારીઓને ચુસ્તપણે પ્રોટોકોલનું પાલન કરવાની વિનંતી સાથે માર્ગદર્શિકામાં તેમને સ્વૈચ્છિક રીતે કોઇપણ લક્ષણોની જાણ કરવાનું પણ કહેવાયું છે જેથી વહેલીતકે સારવાર થઇ શકે અને તેમને કોવિડ-19 સંબંધે વાસ્તવિકતાની ખરાઇ કર્યા વગર કોઇપણ ગપશપ/ અફવાઓ પર ધ્યાન આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
 • હરિયાણા: રાજ્ય સરકારે કોવિડ-19ને ધ્યાનમાં રાખીને તબીબી પ્રોફેશનલો અને અગ્ર હરોળમાં ફરજ નિભાવી રહેલા કર્મચારીઓની સલામતી માટે રાજ્ય અને જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓની નિયુક્તિ કરી છે જેથી તેમના વિરુદ્ધ કોઇપણ હિંસાની ઘટના રોકી શકાય. રાજ્ય અને જિલ્લા સ્તરના નોડલ અધિકારીઓ તબીબી પ્રોફેશનલોની કામગીરી દરમિયાન સલામતી સંબંધિત કોઇપણ સમસ્યાના નિવારણ માટે હંમેશા તૈયાર રહેશે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં 130707 ખેડૂતો પાસેથી કુલ 19.26 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે.
 • અરુણાચલ પ્રદેશઃ ઇટાનગરના નાયબ કમિશનરે જણાવ્યું હતું કે આસામમાંથી રાજ્યમાં આવતો શાકભાજીનો પૂરવઠો વપરાશ માટે સંપૂર્ણપણે સલામત છે.
 • મણીપૂરઃ પ્રધાનમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ બાદ મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ ગ્રીન ઝોન અને બિન કોવિડ-19 પ્રભાવિત જિલ્લાઓમાં સંભવિત છૂટછાટ આપવા માટે રાજ્યો અને કેન્દ્રના સામૂહિક પ્રયત્નની જરૂરિયાત અંગે ગહન ચર્ચા-વિચારણાં કરી હતી.
 • મેઘાલયઃ વીડિયો કોન્ફરન્સ બાદ મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાએ જાહેરાત કરી હતી કે આગામી સમયમાં લૉકડાઉન ચાલુ રહી શકે છે, જોકે તેમાં વધારે છૂટછાટ આપવામાં આવશે. તેમણે આજે પ્રધાનમંત્રીને "રેપિડ રિસ્પોન્સ સિસ્ટમ"નું મેઘાલય મોડેલ સૂચવ્યું હતું, જેની અંદર નિર્ધારિત સમયગાળાની અંદર નવા કોવિડ-19 કેસો સામે આવતાં અટકાવવા માટે આરોગ્યતંત્ર, વહીવટીતંત્ર અને પોલીસતંત્ર દ્વારા પ્રતિક્રિયા હાથ ધરવામાં આવે છે.
 • મિઝોરમઃ રાજ્યના મુખ્યમંત્રીએ અન્ય મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અને મિઝોરમના લોકોની શિસ્ત અને સહકાર અંગે વાતચીત કરી હતી.
 • નાગાલેન્ડઃ સરકારે જણાવ્યું હતું કે વધારે સુરક્ષા કર્મચારીઓને સરહદી વિસ્તારોમાં મોકલવામાં આવ્યાં છે અને રાજ્યના તમામ પ્રવેશ સ્થાનો પર સંપૂર્ણ નાકાબંધી કરવામાં આવી છે.
 • સિક્કીમઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ યોગ્ય પારદર્શિતા જાળવીને વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારને રાજ્ય દ્વારા પૂરી પાડવામાં માહિતી દેશના કેટલાક વિસ્તારોમાં રોગચાળાને ફેલાતો રોકવા માટે ઉપયોગી સાબિત થઇ હતી.
 • ત્રિપૂરાઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં બજારોમાં થર્મલ સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવશે. ઉપરાંત તેમણે લોકોને જાહેર સ્થળોએ થૂંકવા અને પેશાબ કરવાનું ટાળવા માટે અપીલ કરી હતી.
 • કેરળઃ કેન્દ્રિય ગૃહમંત્રી સાથે ટેલી કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં કેટલીક છૂટછાટો સાથે તબક્કાવાર રીતે લૉકડાઉનમાંથી મુક્તિ આપવી જોઇએ. રાજ્યમાં હજુ સુધી કોરોના વાયરસના સામૂહિક સંક્રમણના કોઇ સંકેતો જોવા મળ્યાં નથી. ઇડુક્કીમાં ત્રિસ્તરીય લૉકડાઉન લાદવામાં આવ્યું છે અને કોટ્ટાયમમાં ચેપ નિયંત્રણના પગલાંઓ ઘનિષ્ઠ કરવામાં આવ્યાં છે. વિવિધ દેશોમાં ફસાઇ ગયેલા 1.5 લાખથી વધારે કેરળવાસીઓએ રાજ્યમાં પરત ફરવા માટે ઑનલાઇન નોંધણી કરાવી છે. ગઇકાલ સુધી કુલ પોઝિટીવ કેસો 469 હતા, જેમાંથી 123 કેસ સક્રિય છે અને 342 લોકો સાજા થઇ ગયા છે.
 • તામિલનાડુઃ રાજ્ય સરકારે વર્તમાન દરે જુલાઇ 2021 સુધી મોંઘવારી ભથ્થામાં વધારો અટકાવી દીધો છે અને એક વર્ષ માટે ખાસ રજાઓનું રોકડ રૂપાંતર મુલતવી રાખ્યું છે. તામિલનાડુના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ એક અઠવાડિયાના સમયગાળામાં બ્લડ પ્લાઝમા સારવાર માટે કેન્દ્રની મંજૂરીની અપેક્ષા રાખી રહ્યાં છે. મદ્રાસ મેડિકલ કોલેજના વધુ બે અનુસ્નાતક વિદ્યાર્થીઓનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. ગઇકાલ સુધી રાજ્યમાં 1,885 કેસો નોંધાયા છે, જેમાંથી 838 કેસ સક્રિય છે, 24 લોકોના મરણ નીપજ્યાં છે, 1,020 લોકોને રજા આપવામાં આવી છે. સૌથી વધારે 523 કેસો ચેન્નાઇમાંથી નોંધાયા છે.
 • કર્ણાટકઃ આજે 8 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા, જેમાંથી વિજયપુરા, બાગલકોટ અને દક્ષિણ કન્નડમાંથી 2-2 કેસ, બેંગલુરુ અને માંડ્યામાંથી 1-1 કેસ નોંધાયા હતા. બેંગલુરુમાં વિક્ટોરિયા હોસ્પિટલમાં 50 વર્ષીય એક કોવિડ દર્દીએ કથિત આત્મહત્યા કરી હતી. કુલ કેસોની સંખ્યા 511 પર પહોંચી છે, જેમાંથી 19 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 188 લોકો સાજા થયા છે.
 • આંધ્રપ્રદેશઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 80 નવા પોઝિટીવ કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 1,177 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં અત્યારે 911 સક્રિય કેસો છે, 235 લોકો સાજા થયા છે અને 31 લોકોના મરણ નીપજ્યાં છે. આંધ્રપ્રદેશના રાજ્યપાલના CSO અને નર્સિંગ સ્ટાફ સહિત 4 કર્મચારી સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. રાજભવનના તમામ કર્મચારીઓને ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકારે કડપાના 4 વિસ્તારોને રેડ ઝોન જાહેર કર્યા છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટીવ કેસો ધરાવતાં વિસ્તારોમાં કુર્નૂલમાંથી 292, ગુંતૂરમાંથી 237, ક્રિશ્નામાંથી 210, નેલ્લોરમાંથી 79, ચિત્તૂરમાંથી 73 કેસો નોંધાઇ ચૂક્યાં છે.
 • તેલંગાણા: સંપર્કોના ટ્રેસિંગ માટે તેલંગાણાની પોલીસ દ્વારા કરવામાં આવતા પ્રયાસોની આંતર મંત્રાલય કેન્દ્રીય ટીમે (ICMT) પ્રશંસા કરી હતી અને તેમને ચેપગ્રસ્ત ઝોન તમજ ક્વૉરેન્ટાઇન કેન્દ્રોમાં વર્તમાન સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાની સલાહ આપી હતી. ગાચીબોલી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે 1500ની વિશેષ કોવિડ-19 હોસ્પિટલ મેડિકલ અને રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1001 થઇ.
 • મધ્યપ્રદેશ: કુલ કોવિડ-19થી ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 2,120 થઇ જેમાં છેલ્લા 24 કલાકમાં નવા 175 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં વિવિધ હોસ્પિટલમાંથી 302 દર્દી સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે 103 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યના આરોગ્ય બુલેટીન અનુસાર 1650 દર્દીની સ્થિતિ હાલમાં સ્થિર છે જ્યારે 35 દર્દી વેન્ટીલેટર પર છે.
 • ગુજરાત: રાજ્ય આરોગ્ય વિભાગે માહિતી આપી છે કે, રાજ્યમાં 61 વિશેષ કોવિડ સમર્પિત હોસ્પિટલોમાં 10,500 બેડ ઉપલબ્ધ છે. રાજ્ય પાસે HCQS અને એઝીથ્રોમાઇસીન દવાઓ, N95 અને ત્રણ સ્તરીય માસ્ક અને PPE કીટ્સનો પૂરતો જથ્થો છે. સરકારી હોસ્પિટલોમાં 1061 વેન્ટિલેટર ઉપલબ્ધ છે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 1700 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. વધુ 1000 વેન્ટિલેટરનો ઓર્ડર રાજ્ય સરકારે આપી દીધો છે.
 • મધ્યપ્રદેશના 1.10 લાખ વિસ્થાપિત શ્રમિકો અન્ય રાજ્યોમાં ફસાયેલા છે. ગુજરાતમાં સૌથી વધુ 35000 શ્રમિકો જ્યારે મહારાષ્ટ્રમાં 25000 અને રાજસ્થાનમાં 15000 છે. રાજસ્થાનમાં કામ કરતા મોટાભાગના શ્રમિકો ઘરે પરત જતા રહ્યા છે જ્યારે ગુજરાતમાં ફસાયેલા શ્રમિકોને પરત મોકલવાની કામગીરી ચાલુ છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે વિસ્થાપિત શ્રમિકોને ઘરે મોકલવા અંગે વાતચીત ચાલી રહી છે.
 • મહારાષ્ટ્ર: મુંબઇના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું કે, શહેરમાં ઘણા ચેપગ્રસ્ત ઝોનમાં પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, શહેરમાં 1,036 ચેપગ્રસ્ત ઝોનમાંથી 231માં છેલ્લા 14 દિવસમાં કોરોનાનો કોઇ નવો કેસ નોંધાયો નથી. દરમિયાન, પોઝિટીવ ટેસ્ટ આવેલા 53 પત્રકારોમાંથી 31ને છેલ્લા 24 કલાકમાં બે વખત નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી રજા આપવામાં આવી છે. તેમને 14 દિવસ સુધી હોમ ક્વૉરેન્ટાઇનમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

 

 

PIB FACTCHECK

 (Release ID: 1618791) Visitor Counter : 64