પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય

પૂર્વોત્તરમાં આઠમાંથી પાંચ રાજ્યો કોરોના મુક્ત છે જ્યારે ત્રણ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કોઇ કેસ નોંધાયા નથી: ડૉ. જીતેન્દ્રસિંહ

Posted On: 27 APR 2020 6:12PM by PIB Ahmedabad

પૂર્વોત્તરના પ્રદેશમાં આવેલા આઠમાંથી પાંચ રાજ્યો કોરોના મુક્ત છે જ્યારે ત્રણ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનો કોઇ નવો કેસ નોંધાયો નથી. આજે પૂર્વોત્તર પ્રદેશ વિકાસ (DoNER) કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર), PMO રાજ્યમંત્રી, કાર્મિક, જાહેર ફરિયાદ નિવારણ અને પેન્શન, અણુ ઉર્જા અને અવકાશ ડૉ. જીતેન્દ્રસિંહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજ્યા પછી માહિતી આપી હતી. બેઠકમાં પૂર્વોત્તર કાઉન્સિલ (NEC) શિલોંગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ પૂર્વોત્તર પ્રદેશ કૃષિ માર્કેટિંગ નિગમ (NERAMC), પૂર્વોત્તર હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ વિકાસ નિગમ (NEHHDC), પૂર્વોત્તર વિકાસ આર્થિક નિગમ લિમિટેડ (NEDFi), નેતર અને વાંસ ટેકેનોલોજી કેન્દ્ર (CBTC) સહિત અલગ અલગ સરકારી સંગઠનો અને PSU પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

મીડિયાને માહિતી આપતા, ડૉ.જીતેન્દ્રસિંહે સંતોષ વ્યક્ત કર્યો હતો કે છેલ્લા વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તરના પ્રદેશો વિકાસના પરિવર્તનના મોડેલ તરીકે ઉભરી આવ્યા છે અને કોવિડ-19 મહામારીની વર્તમાન સ્થિતિમાં પણ, પ્રદેશો ખંતપૂર્ણ અને શિસ્તબદ્ધ આરોગ્ય વ્યવસ્થાપનના મોડેલ તરીકે ઉભરી આવ્યા છે.

 

વધુ માહિતી આપતા, ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, પૂર્વોત્તરના પાંચ રાજ્યો સિક્કીમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મણીપૂર અને ત્રિપૂરા સંપૂર્ણપણે કોરોના મુક્ત છે જ્યારે અન્ય ત્રણ રાજ્યો આસામ, મેઘાલય અને મિઝોરમમાં અનુક્રમે 8, 11 અને 1 કોરોના પોઝિટીવ કેસ છે જે નેગેટિવ થવાની પ્રતિક્ષા છે. ગઇકાલે રાત સુધીમાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ રાજ્યોમાં પણ કોઇ નવા કેસ નોંધાયા નથી. તેમણે પૂર્વોત્તરના પ્રદેશોની રાજ્ય સરકારોને, તેમના મુખ્યમંત્રીઓને અને પૂર્વોત્તર પ્રદેશ વિકાસ (DoNER) વિભાગ તેમજ પૂર્વોત્તર કાઉન્સિલ (NEC)ના અધિકારીઓએ એકદમ યોગ્ય સંકલન સાધીને સ્થિતિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ડૉ. જીતેન્દ્રસિંહે પૂર્વોત્તરના વિવિધ રાજ્યો જેમકે મેઘાલય, અરુણાચલ પ્રદેસ અને મણીપૂર પાસેથી આરોગ્ય સંબંધિત પરિયોજનાઓ અંગે પ્રાપ્ત થયેલી અને વિચારાધીન દરખાસ્તો અંગે પણ માહિતી આપી હતી જેમાં ખાસ કરીને કોરોના સંભાળ અને ચેપ વ્યવસ્થાપન માટે વિશેષ પરિયોજના, ગંભીર બીમારી અને ઉન્નત આરોગ્ય સંભાળની પરિયોજનાઓ પણ છે. તેમણે કહ્યું હતું કે, પરિયોજનાઓ માટે પ્રાથમિક ધોરણે કામ કરવામાં આવશે. વધુમાં તેમણે માહિતી આપી હતી કે, DoNER દ્વારા પૂર્વોત્તરના રાજ્યોને પ્રારંભિક ધોરણે ફાળવણી માટે લૉકડાઉન પહેલાં રૂપિયા 25 કરોડ અલગ રાખ્યા છે જેથી કોરોના સંબંધિત પ્રવૃત્તિઓમાં ભંડોળની જરૂરિયાત પૂર્ણ કરી શકાય.

બેઠક દરમિયાન, ડૉ. જીતેન્દ્રસિંહે પ્રાથમિકરૂપે વાંસ સંબંધિત કામકાજોમાં સંકળાયેલા છે તેવા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર મુક્તિ આપવામાં આવી હોય વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ અંગે પણ અપડેટ્સ મેળવ્યા હતા.

 

 

GP/DS(Release ID: 1618769) Visitor Counter : 266