કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા ઘટાડવાની કોઇ દરખાસ્ત નથી તેમજ સરકારમાં કોઇપણ સ્તરે હાલ આવા કોઇ પ્રસ્તાવની ચર્ચા અથવા ચિંતન થયું નથી: ડૉ. જીતેન્દ્ર સિંહ
Posted On:
26 APR 2020 7:02PM by PIB Ahmedabad
સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય ઘટાડીને 50 વર્ષ કરવાની દરખાસ્ત સરકાર દ્વારા કરવામાં આવી હોવાના મીડિયાના એક વર્ગમા ફરતા થયેલા અહેવાલોને પ્રબળપણે નકારી કાઢતા પૂર્વોત્તર પ્રદેશ વિકાસ (DoNER) કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર), PMO રાજ્યમંત્રી, કાર્મિક, જાહેર ફરિયાદ નિવારણ અને પેન્શન, અણુ ઉર્જા અને અવકાશ મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે અહીં સ્પષ્ટ રીતે જણાવ્યું કે, નિવૃત્તિની વય મર્યાદા ઘટાડવાનો આવી કોઇ જ દરખાસ્ત નથી તેમજ આવા કોઇપણ પ્રસ્તાવ પર સરકારમાં કોઇપણ સ્તરે ચર્ચા કે ચિંતન થયું નથી.
ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કેટલાક ચોક્કસ પ્રેરિત તત્વો છે જેઓ છેલ્લા અમુક દિવસથી, ફરીથી મીડિયાના ચોક્કસ વર્ગમાં આવી ખોટી માહિતીનો ફેલાવો કરી રહ્યા છે અને તેને સરકારના સૂત્રો અથવા DoP&Tના અહેવાલો ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, હિતધારકોના મનમાંથી કોઇપણ ગુંચવણો દૂર કરવા માટે દરવખતે તાત્કાલિક ખંડન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, દેશ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યો છે તેવા કટોકટીના સમયમાં અને સમગ્ર દુનિયા જ્યારે આ મહામારી સામે લડવા માટે સક્રીયપણે પગલાં લેવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહી છે ત્યારે, કેટલાક ચોક્કસ તત્વો માત્ર તેમના હિતો પોષવા માટે સરકારીની સારી કામગીરીને ઝાંખી પાડવા માટે આવી મીડિયા સ્ટોરી વહેતી કરે છે તે ઘણી દુર્ભાગ્યપૂર્ણ બાબત કહેવાય.
તેનાથી વિપરિત, વાસ્તવમાં કોરોના વાયરસના પડકારની શરૂઆત થઇ ત્યારથી, સરકાર અને DoP&Tએ સમય સમયે કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવા માટે તાત્કાલિક નિર્ણયો લીધા છે. ઉદાહરણ તરીકે તેમણે કહ્યું હતું કે, લૉકડાઉનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી તે પહેલાં જ DOPTએ પોતાની ઓફિસોમાં “ઓછામાં ઓછા જરૂરી સ્ટાફ” સાથે કામ કરવાની એડવાઇઝરી બહાર પાડી હતી. આ માર્ગદર્શિકામાં આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી હોવા છતાં, DOPTએ “દિવ્યાંગ કર્મચારીઓને આવશ્યક સેવાઓ આપવામાંથી પણ” મુક્તિ આપતા નિર્દેશો બહાર પાડ્યા હતા.
લૉકડાઉનના કારણે ઉભા થયેલા અવરોધોને ધ્યાનમાં રાખીને, DOPTએ સરકારી અધિકારીઓને વાર્ષિક પરફોર્મન્સ અપ્રેઇઝલ રીપોર્ટ (APAR) જમા કરાવવાની છેલ્લી તારીખ મુલતવી રાખી છે.
સાથે સાથે, તેમણે UPSE દ્વારા IAS/ જાહેર સેવાના ઇન્ટરવ્યુ/ પર્સનાલિટી ટેસ્ટની તારીખોના ફરી તૈયાર કરાયેલા સમયપત્રકનો ઉલ્લેખ કર્યો હતો અને જાહેરાત કરી હતી કે, જાહેર સેવા પ્રાથમિક ટેસ્ટ 3 મે પછી લેવામાં આવશે. તેવી જ રીતે, SSC દ્વારા પણ તેમની ભરતીની પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે.
કાર્મિક મંત્રાલયમાં કાર્મિક વિભાગ બાબતે ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે સરકારે પેન્શનમાં 30% કાપ મૂકાશે અને 80 વર્ષથી વધુ વયના લોકોના પેન્શન બંધ કરાશે તેવો નિર્ણય લીધો હોવા સંબંધે તેવા ખોટા સમાચારો ફરતા થયા હતા. જોકે, આનાથી વિપરિત, વાસ્તવિકતા એ છે કે, 31 માર્ચના રોજ એક પણ એવા પેન્શનર નથી જેમના ખાતામાં પેન્શનની રકમ જમા ન થઇ હોય. માત્ર આટલું જ નહીં પરંતુ, જ્યાં પણ જરૂર હોય ત્યાં પોસ્ટ વિભાગની સેવાઓના માધ્યમથી પેન્શનરોને તેમના ઘરે જઇને પેન્શનની રકમ પહોંચાડવામાં આવી છે.
કાર્મિક વિભાગની વાત કરીએ તો, છેલ્લા ચાર અઠવાડિયામાં, કાર્મિક મંત્રાલયે 20 શહેરોમાં પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકો માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા પરામર્શ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ડૉ. રણદીપ ગુલેરિયા, નિદેશક (AIIMS) જેવા નિષ્ણાતોએ ફેફસાને લગતી સલાહો આપી હતી. આવી જ રીતે, વેબિનાર પર યોગ સત્રોનું પણ આયોજન કરવામાં આવે છે.
GP/DS
(Release ID: 1618507)
Visitor Counter : 315
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu