પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પવિત્ર રમઝાન માસના પ્રારંભ પર લોકોને શુભેચ્છાઓ પાઠવી

પોસ્ટેડ ઓન: 24 APR 2020 8:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર રમઝાન માસના પ્રારંભ પર લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ટ્વિટર પોતાની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, "રમઝાન મુબારક! હું દરેકની સલામતી, સુખાકારી અને સમૃદ્ધીની પ્રાર્થના કરું છું. પવિત્ર મહિનો દયા, ભાઇચારો, અને કરૂણા લઇને આવે. આપણે કોવિડ-19 સામે ચાલી રહેલી લડાઇમાં નિર્ણાયક વિજય હાંસલ કરીએ અને વધારે તંદુરસ્ત પૃથ્વીનું સર્જન કરીએ."

 

GP/DS


(રીલીઝ આઈડી: 1617997) મુલાકાતી સંખ્યા : 206