આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમડળે ફોસ્ફેટિક અને પોટાસ્ટિક (P&K) ખાતરો માટે વર્ષ 2020-21 માટે પોષકતત્વો આધારિત સબસિડી (NBS) દરો નિર્ધારિત કરવાની મંજૂરી આપી

Posted On: 22 APR 2020 3:39PM by PIB Ahmedabad

પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિએ ફોસ્ફેટિક અને પોટાસ્ટિક (P&K) ખાતરો માટે વર્ષ 2020-21 માટે પોષકતત્વ આધારિત સબસિડી (NBS)ના દરો નિર્ધારિત કરવા માટે મંજૂરી આપી છે. NBS માટે મંજૂર કરવામાં આવેલા દરો નીચે દર્શાવ્યા અનુસાર છે:-

 

પ્રતિ કિલો સબસિડીના દર (રૂપિયામાં)

 

N

 

P

 

K

 

S

 

18.789

 

14.888

 

10.116

 

2.374

 

 

CCEA દ્વારા NBS યોજના હેઠળ એમોનિયમ ફોસ્ફેટ (NP 14:28:0:0) નામના જટિલ ખાતરને સામેલ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

P&K ખાતરો માટે વર્ષ 2020-21 દરમિયાન સબસિડી આપવા માટે અંદાજે રૂ. 22,186.55 કરોડનું ભારણ આવશે.

P&K પરની સબસિડી ખાતર કંપનીઓને CCEA દ્વારા મંજૂરી આપવામાં આવેલા સબિસિડી દરે આપવામાં આવશે.

 

પૃષ્ઠભૂમિ:

સરકાર ખાતર ઉત્પાદકો/ આયાતકારો મારફતે ખેડૂતોને સબસિડીના ભાગે યુરિયા અને P&Kના 21 ગ્રેડના નામે ખાતરો ઉપલબ્ધ કરાવે છે. P&K પરની સબસિડીનું સંચાલન NBS યોજના હેઠળ કરવામાં આવે છે જે 01.04.2010થી અમલી છે. ખેડૂતલક્ષી અભિગમના કારમે સરકાર ખેડૂતોને પરવડે તેવા ભાવે P&K ખાતર ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. સબસિડી ઉપરોક્ત દરે ખાતર કંપનીઓને આપવામાં આવશે જેથી તેઓ ખેડૂતોને ખાતરની વાસ્તવિક કિંમત કરતા સસ્તા ભાવે ખાતર ઉપલબ્ધ કરાવી શકે.

 

GP/DS



(Release ID: 1617313) Visitor Counter : 122