ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રીએ ડૉક્ટરો અને IMAના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી અને તેમને કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં તેમની સુરક્ષાની ખાતરી આપી


આરોગ્ય કર્મચારીઓ પર હુમલા ટીકા પાત્ર છે; મોદી સરકાર તેમની ભલાઇ અને સુરક્ષા નિશ્ચિત કરવામાં કોઇ જ કસર નહીં રાખે: શ્રી અમિત શાહ

Posted On: 22 APR 2020 12:12PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે નવી દિલ્હીમાં એક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ડૉક્ટરો અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી.

ગૃહમંત્રીએ ડૉક્ટરોની મહત્વપૂર્ણ ભૂમિકા, ખાસ કરીને કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તમામ ડૉક્ટરો અત્યાર સુધી લડાઇમાં લડતા રહ્યા તેવી રીતે સમર્પિતરૂપે કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે ડૉક્ટરો દ્વારા કોવિડ-19 જેવી ઘાતક બીમારીઓ સામે લોકોને સુરક્ષિત રાખવા માટે તેમના સમર્પણ અને તેમના બલિદાનને વંદન કર્યા હતા.

કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇમાં તેમની સુરક્ષા અંગે ડૉક્ટરોની તમામ ચિંતાઓને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રીએ તેમને ખાતરી આપી હતી કે, મોદી સરકાર તેમની ભલાઇ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોઇ કસર છોડશે નહીં.

શ્રી શાહે આરોગ્ય કર્મચારીઓ પર તાજેતરમાં થયેલા હુમલાની આકરી ટીકા કરી હતી અને કહ્યું કે પ્રધાનમંત્રી ડૉક્ટરોના તમામ મુદ્દાઓ અને ચિંતા પર બારીકાઇથી ધ્યાન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે તમામ આવશ્યક વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે, ડૉક્ટરોને અપીલ કરી હતી કે, તેમના દ્વારા પ્રસ્તાવિત પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવે કારણ કે તે રાષ્ટ્રીય અને વૈશ્વિક હિતમાં નથી.

કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક ઉચ્ચ સ્તરીય પ્રતિક્રિયા અને કેન્દ્રીય ગૃહ અને આરોગ્ય મંત્રીઓ દ્વારા આપવામાં આવેલા આશ્વાસનને ધ્યાનમાં રાખતા IMA કોવિડ-19 સામેની લડાઇ વિના અવરોધે ચાલુ રાખવા માટે પ્રસ્તાવિત વિરોધ પાછો ખેંચ્યો છે.

વાર્તાલાપમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ, ગૃહ સચિવ, વરિષ્ઠ ચિકિત્સકો અને નીતિ આયોગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

GP/DS


(Release ID: 1617093)