PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 19 APR 2020 6:40PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

 

 

 

 

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

                           

Date: 19.4.2020

 

 

Released at 1900 Hrs

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

દેશમાં કોવિડ-19ના કુલ 15,712 કેસોની પુષ્ટિ થઇ છે. અત્યાર સુધીમાં 2231 એટલે કે કુલ કેસમાં 14.19% દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સ્તરે 2144 કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ ઓળખી કાઢવામાં આવી છે. આવતીકાલથી, બિન-ચેપગ્રસ્ત વિસ્તારોમાં પ્રતિબંધો હળવા કરવામાં આવશે પરંતુ, હોટસ્પોટ જિલ્લાઓમાં ચેપગ્રસ્ત વિસ્તારોને કોઇપણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો સ્થાનિક જરૂરિયાતને અનુલક્ષીને વધારાના પગલાં લાગુ કરી શકે છે. દવાઓના પરીક્ષણ અને રસી સંબંધિત વિજ્ઞાનના મોરચે કામ કરવા માટે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચવામાં આવી છે.

For details: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616174

 

કોવિડ-19 સામેની લડાઇ માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન પ્રતિબંધો દરમિયાન -કોમર્સ દ્વારા બિન-આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા પર સરકારે પ્રતિબંધ મૂક્યો

કોવિડ-19 સામેની લડાઇ માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન સંબંધે સંકલિત સુધારેલી માર્ગદર્શિકા હેઠળ કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓને મુક્તિ આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ મંત્રાલયો/ વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે. ઉપરોક્ત સંકલિત સુધારેલી માર્ગદર્શિકા હેઠળ, સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો પહોંચાડતી -કોમર્સ કંપનીઓને લૉકડાઉન દરમિયાન મુક્તિ આપવામાં આવી છે. વધુમાં, માત્ર આવશ્યક ચીજવસ્તુઓના પરિવહનમાં સંકળાયેલા -કોમર્સ કંપનીઓના વાહનોને જરૂરી મંજૂરી સાથે આવનજાવન કરવા દેવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616050

 

કોવિડ-19 મહામારીના કારણે વિસ્થાપિત શ્રમિકો રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જ્યાં છે ત્યાં ફસાઇ ગયા છે તેમના આવનજાવન માટે SOP જાહેર

કોવિડ-19 વાયરસના ફેલાવાના કારણે, ઉદ્યોગો, ખેતી, બાંધકામ અને અન્ય ક્ષેત્રોમાં સંકળાયેલા કામદારો તેમના કાર્યસ્થળેથી નીકળી ગયા છે અને રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા શરૂ કરવામાં આવેલી રાહત/ આશ્રય શિબિરોમાં તેમને રોકવામાં આવ્યા છે. સંકલિત સુધારેલી માર્ગદર્શિકામાં ચેપગ્રસ્ત વિસ્તારની બહારના ઝોનમાં વધારાની કેટલીક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે જેનો અમલ 20 એપ્રિલ 2020થી થતો હોવાથી, કામદારો ઔદ્યોગિક, ઉત્પાદન, બાંધકામ, ખેતી અને મનરેગા કાર્યોમાં જોડાઇ શકશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616087

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ કોરોના મહામારી અંગે 20 એપ્રિલથી આપવામાં આવનારી છૂટછાટ સંબંધે રાજ્યો સાથે મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરીને સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે નિર્દેશો આપ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે, કોરોના મહામારી અંગે ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે ગઇકાલે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે 20 એપ્રિલથી આપવામાં આવનારી છુટછાટો સંબંધે રાજ્યો સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરીને સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે નિર્દેશ આપ્યા હતા. સમીક્ષા દરમિયાન ગૃહમંત્રીના નિર્દેશાનુસર એવા વિસ્તારો જે હોટસ્પોટ/ ક્લસ્ટર્સ/ ચેપગ્રસ્ત ઝોનમાં નથી આવતા અને જ્યાં કેટલીક ગતિવિધિઓની મંજૂરી આપી શકાય તેમ છે, ત્યાં સાવચેતી રાખવી અને પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, મુક્તિ માત્ર વાસ્તવિક પરિસ્થિતિઓનું યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી આપવામાં આવે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616095  

 

સ્થાનિક મુસાફર ફ્લાઇટ્સ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી

કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સ્થાનિક અથવા મુસાફર ફ્લાઇટ્સનું પરિચાલન ફરી શરૂ કરવા અંગે હાલમાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

પેન્શનમાં ઘટાડો કરવાનો હાલમાં કોઇ પ્રસ્તાવ નથી- સરકારે કહ્યું

કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે, કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિ અને આર્થિક પરિદૃશ્યને ધ્યાનમાં રાખીને એવી કેટલીક અફવાઓ ફરતી થઇ છે કે, સરકાર હાલમાં પેન્શનમાં ઘટાડો કરવા/ રોકવા અંગે ચિંતન કરી રહી છે. આવકનો એકમાત્ર સ્રોત ધરાવતા પેન્શનરો માટે આવી અફવાઓ ચિંતાનું કારણ બની છે. સરકાર દ્વારા અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી હતી, તેનો ફરી પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે, હાલમાં પેન્શનમાં કપાત મૂકવાનો આવો કોઇ પ્રસ્તાવ નથી અને સરકાર સંબંધે વિચાર કરી રહી નથી. તેના બદલે, સરકાર પેન્શનરોની સુખાકારી અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.

 

શ્રી અમીત શાહે કોવિડ-19 મહામારી સામે લડવા માટે ઉભા કરાયેલા ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કરી

કોવિડ-19 મહામારી સામે લડવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગૃહ મંત્રાલય દ્વારા ઉભા કરવામાં આવેલા કંટ્રોલ રૂમની કામગીરીની આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહની અધ્યક્ષતામાં સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમ 24X7 ધોરણે કામ કરી રહ્યા છે અને મહામારી સામે લડવા માટે રાજ્યો સાથે સંકલન કરવા ઉપરાંત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સાથે પણ સંકલનનું કામ કરે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615880

 

ભારતીય નૌસેનાનું 'મિશન ડિપ્લોય્ડ એન્ડ કોમ્બેટ રેડી' ચાલુ

કોવિડ-19નું પરીક્ષણ પોઝિટીવ આવ્યા પછી જે 26 નાવિકોને મુંબઇમાં ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે તે તટીય એકમ INS આંગ્રે સંબંધિત છે. અત્યાર સુધીમાં ભારતીય નૌસેનાના કોઇપણ જહાજ, સબમરીન અથવા હવાઇ સ્ટેશન પર કોવિડ-19નો એક પણ કેસ સામે આવ્યો નથી. આપણી નૌસેનાની અસ્કયામતોનું ત્રી-પરિમાણીય 'મિશન-ડિપ્લોય્ડ' ચાલુ છે જેમાં તમામ નેટવર્ક અને અવકાશીય અસ્કયામતો શ્રેષ્ઠત્તમ રીતે કામ કરી રહ્યા છે. નૌસેના કોમ્બેટ રેડી, મિશન-કેમ્પબેલ બની ગયું છે અને મહામારી સામે લડવાના રાષ્ટ્રીય મિશનને આગળ વધારવાની સાથે સાથે IORમાં આપણા પડોશી મિત્ર દેશોને સહાયતા આપવા માટે પણ સંપૂર્ણપણે સજ્જ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616057

 

કોવિડ 2019 લોકડાઉન દરમિયાન 16.01 કરોડ લાભાર્થીઓનાં બેંક ખાતાઓમાં PFMS દ્વારા DBTનો ઉપયોગ કરીને રૂ. 36,659 કરોડથી વધારેનું હસ્તાંતરણ થયું

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત જાહેર થયેલા રોકડ સહાયોને પણ DBT ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને હસ્તાંતરિત કરવામાં આવી. છેલ્લાં 3 નાણાકીય વર્ષોમાં DBT ચુકવણી માટે PFMSનો વપરાશમાં વધારો થયો; કુલ DBT રકમની વહેંચણી નાણાકીય વર્ષ 2018-19માં 22 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2019-20માં 45 ટકા થઈ. DBT લાભાર્થીઓનાં ખાતામાં રોકડ સહાયની રકમ સીધી જમા કરી; લીકેજ કે વચેટિયા દૂર થયા અને કાર્યદક્ષતામાં વધારો થયો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616058

 

કોવિડ-19ના કારણે CBDT રીટર્ન ફોર્મમાં સુધારા કરી રહ્યું છે જેથી કરદાતાઓ લંબાવેલી સમયાવધિનો લાભ લઇ શકે

કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં ભારત સરકારે લંબાવેલી વિવિધ સમયાવધિનો લાભ કરદાતાઓને સંપૂર્ણપણે મળી શકે તે આશય સાથે, CBDT નાણાકીય વર્ષ 2019-20 (આકારણી વર્ષ 2020-21) માટે રીટર્ન ફોર્મમાં સુધારા કરી રહ્યું છે જે અંગે મહિનાના અંત સુધીમાં સૂચના આપવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616076

 

લોકડાઉન દરમિયાન રવિ પાકની લણણી અને ઉનાળુ પાકોના વાવેતરમાં ઓછામાં ઓછો વિક્ષેપ કે કોઈ વિક્ષેપ પડ્યો નહીં

હાલ પ્રવર્તમાન અનિશ્ચિતતા વચ્ચે એકમાત્ર કામગીરી આશાના કિરણ સમાન છે અને છે કૃષિલક્ષી કામગીરી, જે ખાદ્ય સુરક્ષાની ખાતરી પણ આપે છે. આખા ભારતમાં અનેક ખેડૂતો અને ખેતમજૂરો તમામ મુશ્કેલીઓનો સામનો કરીને મહેનત કરી રહ્યાં છે અને લણણી તેમજ વાવેતર કરી રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં સમયસર હસ્તક્ષેપ સાથે તેમના સતત પ્રયાસોથી સુનિશ્ચિત થયું છે કે, લણણીની કામગીરીને ઓછામાં ઓછી અસર થઈ છે અથવા કોઈ અસર થઈ નથી અને ઉનાળુ પાકોનું વાવેતર ચાલુ રહ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616080

 

કોવિડ-19 સામેની લડાઇ વધુ મજબૂત કરવા માટે લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સે 2,87,061 કિમી અંતર કાપ્યું

લાઇફલાઇન ઉડાન અંતર્ગત એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 288 ફ્લાઇટ્સ અત્યાર સુધીમાં ચલાવવામાં આવી છે. આજની તારીખ સુધીમાં અંદાજે 479.55 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા આજની તારીખ સુધીમાં કુલ 2,87,061 કિમી થી વધુ અંતર કાપવામાં આવ્યું છે. કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને છેવાડાના પ્રદેશો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લાઇફલાઇન ઉડાનઅંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616059

 

દેશભરમાં લોકડાઉન દરમિયાન કોવિડ 19 સામે સતત લડાઈમાં રેલવેએ 1150 ટન તબીબી ચીજવસ્તુઓનું પરિવહન કર્યું

કોવિડ-19ને કારણે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન દરમિયાન ભારતીય રેલવેએ પ્રાથમિકતાના ધોરણે તબીબી ચીજવસ્તુઓનું સાતત્યપૂર્ણ પરિવહન સુનિશ્ચિત કર્યું છે. ભારતીય રેલવેએ એની સમયસર પાર્સલ સેવાઓ દ્વારા દવાઓ, માસ્ક, હોસ્પિટલની ચીજવસ્તુઓ અને અન્ય તબીબી ચીજવસ્તુઓ પૂરો પાડવાની કામગીરી જાળવી રાખી છે, જેથી દેશમાં કોરોના વાયરસના પડકારો ઝીલવાના અને માઠી અસરને ઓછી કરવાના સરકારનાં પ્રયાસોને બળ મળ્યું છે. 18.04.2020 સુધી ભારતીય રેલવેએ દેશનાં વિવિધ વિસ્તારોમાં 1150 ટન મેડિકલ ચીજવસ્તુઓનું પરિવહન કર્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616081

 

શ્રી નીતિન ગડકરીએ ફૂટવેર ઉદ્યોગનાં પ્રતિનિધિઓને શક્ય તમામ સાથસહકારની ખાતરી આપી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં રાખવા સરકારે રાષ્ટ્રીય સ્તરે લાદેલા લોકાડાઉનને કારણે ફૂટવેર ઉદ્યોગ સામે ઊભા થયેલા પડકારો ઝીલવા સરકાર શક્ય તમામ મદદ કરશે એવી ખાતરી ઉદ્યોગને આપી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615863

 

ગ્રામ વિકાસ, પંચાયતી રાજ અને ખેતી તથા ખેડૂત કલ્યાણ મંત્રીએ રાજયોના ગ્રામ વિકાસ પ્રધાનો સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), NRLM અને મનરેગાનાં કામોને જ્યાં નિયંત્રણ વિસ્તારો નથી ત્યાં 20 એપ્રિલ, 2020થી કામોમાં રાહત આપવા વિડીયો કોન્ફરન્સ યોજી

શ્રી નરેન્દ્રસિંહ તોમરે પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ), રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને મનરેગા હેઠળનાં કામોમાં કામગીરી કરતી વખતે તમામ સાવચેતી જાળવવા ભાર મૂક્યો. મંત્રીશ્રીએ નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન હેઠળ મહિલા સ્વ સહાય જૂથો ફેસ કવર્સ, સાબુ, સેનેટાઈઝર્સ વગેરે બનાવે છે તથા મોટી સંખ્યામાં સામુદાયિક રસોડાં ચલાવે છે તેની પ્રશંસા કરી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615878

 

કોરોના વાયરસ યોદ્ધાઓના માનમાં લાલ કિલ્લો, કુતુબ મિનાર અને હુમાયુના મકબરા પર વિશેષ પ્રકારે રોશની કરવામાં આવી

ભારતના પૂરાતત્વ વિભાગના દિલ્હી સર્કલ દ્વારા વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં લાલ કિલ્લો, કુતુબ મિનાર અને હુમાયુના મકબરા જેવા ઐતિહાસિક સ્થળો પર વિશેષ પ્રકારે રોશની કરીને કોરોના યોદ્ધાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રયાસ કરાયો હતો. સાથે, દિલ્હી સર્કલના ASI દ્વારા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શાળાના વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રતિજ્ઞા લેવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌએ આવા સ્મારકો અને પ્રાચીન ધરહોરોની સલામતી અને આદરની પ્રતિજ્ઞા લીધી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616044

 

કોવિડ-19 સામેની લડાઇમાં ભારતીય નૌસેના હોસ્પિટલ જહાજ પતંજલી કરવાર ખાતે અગ્ર હરોળમાં રહીને સેવા આપે છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616053

 

CeNs દ્વારા TriboE માસ્ક વિકસાવાયું, જે ચેપી જીવાણુંઓને રોકવા માટે કોઇપણ બાહ્ય ઉર્જા વગર વીજભારને જાળવી રાખી શકે છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615877

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • અરૂણાચલ પ્રદેશઃ ઇટાનગરના વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે અહીં ફસાઇ ગયેલા શ્રમિકોને મદદ કરવા રાહત શિબિરોમાં પથારી, ખોરાક અને તબીબી ઇલાજ જેવી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
  • આસામઃ આસામમાં ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, મોટર મિકેનિક, સુથાર, કોમ્પ્યૂટર/ મોબાઇલ ફોન રિપેર કરનાર મિકેનિકોને 21મી એપ્રિલ, 2020થી ચુસ્ત નિયમોનું પાલન કરીને ગ્રાહકના ઘરે તેમની સેવાઓ પૂરી પાડી શકશે. આસામમાં ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે જાહેરનામુ બહાર પાડીને જાણ કરી હતી કે કોવિડ-19નો ફેલાવો અટકાવવા માટે જાહેરસ્થળોએ થૂંકી/પેશાબ કરી શકાશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ પાસેથી રૂ. 1000નો દંડ વસૂલવામાં આવશે.
  • મણીપૂર: આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી સેવા વધુ મજબૂત બનાવવા માટે, મણીપૂર સરકારે ઇમ્ફાલમાં આદે હોમ ડિલિવરી પૂરવઠા વ્યવસ્થાપન કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.
  • મણીપૂરઃ બે વ્યક્તિઓના કિસ્સામાં તેમના ટેસ્ટ નેગેટિવ આવતાં રાજ્યમાં આજ દિન સુધી કોવિડ-19ના એકપણ પોઝિટીવ કેસ નોંધાયા નથી.
  • મિઝોરમઃ IAF દ્વારા ICMR-NIMR પાસેથી લઇને આવેલા તબીબી ઉપકરણોના 9 બોક્સ આજે મિઝોરમના ઐઝવાલમાં આવી પહોંચ્યા છે.
  • નાગાલેન્ડઃ રાજ્ય સરકારે જણાવ્યું હતું કે કોવિડનો સામનો કરવા માટે તેમની સરકાર PPEની 15,340 કિટ, 23,115 N-95 માસ્ક, 49 વેન્ટિલેટર અને 432 બેડ સાથે તૈયાર છે.
  • ત્રિપૂરા: 8666 ફેરિયાઓને મફત રેશન ઉપરાંત ત્રિપૂરા CMRFમાંથી રૂ. 1000ની આર્થિક સહાય આપવામાં આવી રહી છે.
  • કેરળઃ કાયદા મંત્રીએ જણાવ્યું હતું કે USની કંપની સ્પ્રિન્ક્લરને પૂરી પાડવામાં આવેલી કોવિડ અંગેની માહિતીમાં IT વિભાગના પક્ષે કોઇ ભૂલ થઇ નથી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોવિડ-19ને નિયંત્રણ કરવાની બાબતમાં વિરોધપક્ષ રાજ્ય સરકારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગઇ કાલે 4 નવા કેસો નોંધાયા હતા, જ્યારે 2 લોકો સાજા થયા હતા. રાજ્યમાં હાલ 140 સક્રિય કેસો છે, જ્યારે 257 લોકો સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 67,190 લોકો હજુ નિરીક્ષણ હેઠળ છે.
  • તમિલનાડુઃ રાજ્યના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં તમામ નવા કેસો પોઝિટીવ દર્દીઓ સાથે સંપર્કમાં આવેલા લોકો છે. રાજ્ય લક્ષણ ધરાવતાં વગરના લોકો, એકમોમાં વધારે આધાર ધરાવતાં ઉચ્ચ-જોખમ દર્દીઓ ઉપર દેખરેખ રાખશે. સોમવારે મુખ્યમંત્રીને 21 સભ્યોની બનેલી નિષ્ણાતોની સમિતિ અહેવાલ સુપરત કરશે. અત્યાર સુધી કુલ કેસો 1,372 છે, જ્યારે 15 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 365 લોકોને રજા આપવામાં આવી છે.
  • કર્ણાટકઃ આજે રાજ્યમાં અત્યાર સુધી 4 નવા કેસો નોંધાયા હતા, જે ચારેય મૈસૂરમાંથી નોંધાયા છે. અત્યાર સુધી કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 388 છે, જ્યારે 14 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 104 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોવિડનો ફેલાવો રોકવા માટે લીધેલા પગલાં સંબંધે મુખ્યમંત્રીએ વિરોધપક્ષના નેતાઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જાહેર કર્યુ હતું કે આ મહિનાના અંત સુધીમાં વધુ 10 ટેસ્ટિંગની સુવિધાઓ શરૂ કરવામાં આવશે.
  • આંધ્રપ્રદેશઃ છેલ્લા 24 કલાકમાં 44 નવા કેસો નોંધાતા કુલ પોઝિટીવ કેસોનો આંકડો 647 ઉપર પહોંચી ગયો છે. કુલ 17 લોકોના મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે 65 લોકોને રજા અપાઇ છે. રાજ્યમાં દરરોજ 17,500 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવશે. આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન દરમિયાન છૂટછાટ માટેના દિશાનિર્દેશો અપનાવશે. સૌથી વધુ પોઝિટીવ કેસો ધરાવતા જિલ્લાઓમાં કુર્નૂલ (158), ગુંતૂર (129), ક્રિષ્ના (75), નેલ્લોર (67)નો સમાવેશ થાય છે.
  • તેલંગણાઃ કોવિડ-19 મહામારીની વચ્ચે તેલંગણામાં ડાંગરનું મબલખ વાવેતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 809 છે અને 18 લોકોના મૃત્યુ થયાં છે.
  • ચંદિગઢઃ પ્રદેશની બહારથી આવતાં લોકો દ્વારા ચેપનો ફેલાવો રોકવા માટે શહેરમાં બહારથી પ્રવેશતાં તમામ લોકોને ઘરે અથવા સરકારી શિબિરોમાં 14 દિવસ માટે ક્વૉરેન્ટાઇન કરવામાં આવશે. ચંદિગઢ વહીવટીતંત્રએ તમામ રહેવાસીઓને આરોગ્ય સેતૂ એપ ડાઉનલોડ કરવા અપીલ કરી હતી. વધુમાં વહીવટીતંત્રએ લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અને શહેરમાં કોવિડ-19નો ફેલાવો થતો અટકાવવા વારંવાર હાથ ધોવા અને ઘરની અંદર રહેવા વિનંતી કરી હતી. 
  • પંજાબ: પંજાબ સરકારે જાહેરમાં ફરજિયાત માસ્ક પહેરવા સંબંધે તેનું ચુસ્ત પાલન કરવા માટે આદેશ આપ્યો છે અને પોલીસને કહ્યું છે કે, જો આનું ઉલ્લંઘન થાય તો ચલણ આપવા સહિત સખત પગલાં લેવામાં આવે. #Covid19 લૉકડાઉન દરમિયાન દેશમાં લોકોને ખાદ્યન્નનો પૂરતો પૂરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે, પંજાબ દ્વારા 1 લાખ મેટ્રિક ટન (MT) ઘઉં અને ચોખાનો જથ્થો 40 વિશેષ ટ્રેન દ્વારા વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવ્યો છે.

 

રાજ્યમાં, ગ્રામ પંચાયતો ગામના યુવાનોને આગળ આવીને ગામમાં ફ્યુમગેશન કરવા માટે સેવા આપવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. તમામ સાર્વજનિક સ્થળોએ સફેદ/ લાલ રંગના વર્તુળો 2 મીટરના અંતરે કરવામાં આવ્યા છે જેથી સામાજિક અંતરના તમામ માપદંડોનું પાલન થઇ શકે અને લોકો એકબીજાના નજીકના સંપર્કમાં ન આવે. તમામ સરપંચો સાથે વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે અને કોરોના વાયરસ રોકવા તેમજ વતનમાં જઇ રહેલા વિસ્થાપિત શ્રમિકોના વ્યવસ્થાપનમાં ગ્રામ પંચાયતોની ભૂમિકા સંબંધિત વિવિધ વીડિયો તેમજ સૂચનાઓ નિયમિત ધોરણે મોકલવામાં આવે છે. સ્વ સહાય સમૂહો (SHG)ને માસ્કના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

  • હરિયાણા: રાજ્યના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલે આજે વિદ્યાર્થીઓને 3Sનો મંત્ર સ્ટે એટ હોમ, સ્કૂલ એટ હોમ એન્ડ સ્ટડી એટ હોમઅર્થાત્ ઘરે રહો, ઘરે જ શાળા અને ઘરે અભ્યાસ કરોનું પાલન કરવાની વિનંતી કરી છે. હરિયાણા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીના નિર્દેશોના પગલે, રાષ્ટ્રીય બાગાયત મિશન, હરિયાણા હેઠળ કામ કરતા અધિકારીઓને વિશેષ ફરજો આપવામાં આવી છે જેથી કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન ફળ, ફુલ, શાકભાજી, મશરૂમ, સ્ટ્રોબેરી વગેરેનો જથ્થો બજારમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ થઇ શકે.
  • હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશ સરકારે નાગરિકોને PM CARES ભંડોળમાં ઉમદા યોગદાન આપવા માટે વિનંતી કરી હતી અને હિમાચલ પ્રદેશના નાગરિકોને આરોગ્ય સેતૂ એપ ડાઉનલોડ કરવાની પણ વિનંતી કરી હતી.
  • મહારાષ્ટ્ર: ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવેલા ઉદ્યોગોને રાજ્ય સરકાર માપદંડોના ચુસ્ત પાલન વચ્ચે ઉત્પાદન અને પ્રસંસ્કરણ પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે મંજૂરી આપી રહી છે. ઉદ્યોગોએ તેમના કર્મચારીઓને રહેવાની વ્યવસ્થા કરવી પડશે જેથી લાંબા અંતરની મુસાફરી ટાળી શકાય. મહારાષ્ટ્રમાં 3,648 કેસ પોઝિટીવ નોંધાયા છે અને 211 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. જોકે, રાજ્યએ 66,896 પરીક્ષણો સાથે દેશમાં સૌથી વધુ પરીક્ષણો કર્યા છે.
  • ગોવા: રવિવારે, ગોવા રાજ્યમાં કોવિડ-19નો એકપણ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં પોઝિટીવ રીપોર્ટ આવેલા 7 દર્દી સાજા થઇ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ગોવામાં 3 એપ્રિલ પછી કોવિડનો કોઇ પોઝિટીવ કેસ નોંધાયો નથી.
  • ગુજરાત: ગુજરાતમાં 104 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1,376 થઇ છે. અત્યાર સુધીમાં કુલ ચેપગ્રસ્ત દર્દીમાંથી 93 સાજા થઇ ગયા છે અને 53નું મૃત્યુ થયું છે.
  • રાજસ્થાન: રાજસ્થાનમાં, નવા 122 કેસ નોંધાતા રાજ્યમાં કોવિડ પોઝિટીવના કુલ કેસની સંખ્યા વધીને 1,351 થઇ છે. કુલ ચેપગ્રસ્ત દર્દીમાંથી 183 દર્દી સાજા થઇ ગયા છે અને 11નું મૃત્યુ થયું છે.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં, 26 જિલ્લામાં કોવિડ પોઝિટીવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ દર્દીની સંખ્યા વધીને 1,407 થઇ છે. ઇન્દોરમાં 707 કેસ પોઝિટીવ હોવાથી હજુ પણ તે હોટસ્પોટ છે.
  • ચંદીગઢ: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા નોંધવામાં આવ્યા અનુસાર 28માંથી 23 જિલ્લા ગ્રીન ઝોનમાં આવતા હોવાથી, ચંદીગઢ કોવિડ-19 મુક્ત ક્લસ્ટર્સમાં સૌથી ટોચે છે. ગ્રીન ઝોનમાં સોમવારથી પસંદગીની આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે.

Fact Check on #Covid19

https://pbs.twimg.com/profile_banners/231033118/1584354869/1500x500

 

 

 

 

 



(Release ID: 1616202) Visitor Counter : 264