સંરક્ષણ મંત્રાલય

ભારતીય નૌકાદળનું ‘મિશન ડિપ્લૉય્ડ અને કોમ્બેડ રેડી’ શરૂ

Posted On: 18 APR 2020 7:28PM by PIB Ahmedabad

કોવિડ-19ના પરીક્ષણના પરિણામો સકારાત્મક મળ્યા પછી જે 26 નાવિકોને મુંબઈમાં ક્વારેન્ટાઇન માટે રાખવામાં આવ્યાં છે, તેઓ આઈએનએસ આંગ્રે એક દરિયાકિનારાના યુનિટ સાથે સંબંધિત છે. અત્યાર સુધી ભારતીય નૌકાદળનાં કોઈ પણ જહાજ, સબમરિન કે હવાઈમથક પર કોવિડ-19નો એક પણ કેસ સામે આવ્યો નથી. અમારી નૌકાદળની અસ્કયામતો ત્રણ પાસાઓ પર મિશન-ડિપ્લૉય્ડ ચાલુ છે, જેમાં તમામ નેટવર્ક અને અંતરિક્ષ અસ્કયામતો સર્વોત્કૃષ્ટ રીતે કામ કરી રહી છે. નૌકાદળ લડાઈ માટે સજ્જ, કોઈ પણ અભિયાન હાથ ધરવા માટે સક્ષમ છે તથા રોગચાળા સામે લડવા માટે રાષ્ટ્રીય અભિયાનને આગળ વધારવાની સાથે સાથે આઈઓઆરમાં આપણા પડોશી મિત્રોને સહાયતા પ્રદાન કરવા માટે પણ સંપૂર્ણપણે રીતે તૈયાર છે.

અમારી અસ્કયામતો પૂર્વમાં મલક્કાની ખાડીથી લઈને પશ્ચિમમાં બાબ-અલ-મન્દેબ સુધી વિશાળ દરિયાઈ વિસ્તારને આવરી લેવા માટે પેટ્રોલિંગ કરી રહી છે, જેમાં એડનની ખાડીમાં આપણા વ્યાપારી હોડીઓ અને દરિયાઈ ચાંચિયાઓ વિરોધી પેટ્રોલિંગ ટુકડીઓનું સંરક્ષણ અને સુરક્ષા પ્રદાન કરવા માટે ઓપરેશન સંકલ્પ પણ સામેલ છે.

કોવિડ-19 કેસો પશ્ચિમી નૌકાદળ કમાન દ્વારા કાળજીપૂર્વક કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ અને આક્રમક સ્ક્રીનિંગ/પરીક્ષણનું પરિણામ છે, જે 07 એપ્રિલનાં રોજ એક નાવિકનું પરીક્ષણ પોઝિટવ આવ્યાં પછી હાથ ધરવામાં આવ્યું હતું. તમામ નાવિકોમાં અત્યાર સુધી સંક્રમણના લક્ષણ સામે આવ્યાં નથી અને તેમના પર આઈએચએસ અશ્વનીમાં સૌથી સારા ચિકિત્સા વ્યાવસાયિકોની નજર હેઠળ સારસંભાળ થઈ રહી છે.

જ્યારે નાવિકમાં કોવિડ-19ના ટેસ્ટ પોઝિટિવ મળ્યાં છે, ત્યારથી યુનિટના સંપૂર્ણ સંકુલને બંધ કરવામાં આવ્યું છે. નિયંત્રણ ઝોનો અને પ્રતિરોધક ક્ષેત્રોની ઓળખ થઈ ગઈ છે અને પ્રોટોકોલ અનુસાર સતત વિસંક્રમીકરણ શરૂ થઈ ગયું છે, જેનાથી પ્રસારની સાંકળ અટકાવીને એને આગળ વધતો અટકાવી શકાય. નૌકાસેનાના સંકુલની અંદર અન્ય તમામ ક્ષેત્રોમાં કડકપણે લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે તથા કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે કડક ક્વારન્ટાઇન અને સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યાં છે તથા કેસોની ઓળખ કરવા માટે ડોર ટૂ ડોર સ્ક્રીનિંગ થઈ રહ્યું છે, જેથી કોઈ કેસ હોય તો તે સામે આવે.

સુરક્ષા માટે તમામ દરિયાકિનારા પરના અને દરિયાની અંદર અભિયાન અગાઉની જેમ ચાલુ છે. તાત્કાલિક આકસ્મિકતાઓને પૂર્ણ કરવાની સાથે નાગરિક સત્તામંડળો અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતા પડોશીઓની મદદ કરવા માટે 14 દિવસના ક્વારન્ટાઇન દિનચર્યાનું પાલન થઈ રહ્યું છે, જેથી તત્પરતા સાથે કાર્યરત યુનિટને જાળવી શકાય.

આપણા દેશવાસીઓના ઉપયોગ માટે મુંબઈ, ગોવા, કોચી અને વિશાખાપટનમના નૌકાદળના સંકુલોમાં ઘણી ક્વારન્ટાઇન સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે. ગયા અઠવાડિયે લડાખ અને જમ્મુ-કાશ્મીર, કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 44 પૂર્વ-ઇરાની યાત્રાળુઓના એક જૂથ, જેઓ મુંબઈમાં નૌકાદળના સુવિધા કેન્દ્રમાં ક્વારન્ટાઇન હતા, તેઓ ભારતીય નૌકાદળ દ્વારા દેખભાળ અને સુવિધા સાથે સંપૂર્ણ સંતોષ સાથે એમને વતન પરત ફર્યા હતા. નૌકાદળના વિમાનોએ રાજ્ય સરકારોની મદદ કરવા માટે પુરવઠા અને કર્મચારીઓની ઉડાન ભરવા અનેક મિશનોને પાર પાડ્યાં છે.

ભારતીય નૌકાદળ અનુભવોને વહેંચવા સક્રિય થઈ રહ્યું છે અને ભારતીય નૌકાદળ દ્વારા અપનાવવામાં આવેલ એસઓપીને હિંદ મહાસાગર નૌકાદળ સિમ્પોજીયમ (આઈઓએનએસ) વેબસાઇટ પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ અન્ય નૌકાદળની સાથે અમારા પ્રોટોકોલને વહેંચવાનો છે.

ભારતીય નૌકાદળ સંક્રમણના પ્રસારને મહત્તમ મર્યાદા સુધી નિયંત્રણ કરવા પ્રતિબદ્ધ છે અને દરિયાઈ વિસ્તારમાં કોઈ પણ પડકારને ઝીલવા હંમેશની જેમ તૈયાર છે.

 

 

 

GP/DS


(Release ID: 1616057) Visitor Counter : 182