સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 પર અપડેટ્સ

Posted On: 19 APR 2020 5:37PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

દવાઓના પરીક્ષણ અને રસી સંબંધિત વિજ્ઞાનના મોરચે કામ કરવા માટે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ટાસ્ક ફોર્સના સહ-અધ્યક્ષ નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) અને આદરણીય પ્રધાનમંત્રીના અગ્ર વૈજ્ઞાનિક સચિવ છે. ઉપરાંત, અન્ય સભ્યોમાં AYUSH, ICMR, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, બાયોટેકનોલોજી, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (CSIR), DRDO, આરોગ્ય સેવા મહા નિયામક (DGHS) અને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)ના પ્રતિનિધિઓ છે. ટાસ્ક ફોર્સ તમામ મંત્રાલયો દ્વારા રસી વિકસાવવા સંબંધિત કાર્યોમાં કરવામાં આવેલા કામમાં વેગ લાવશે. આનાથી, શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રયાસો મારફતે સંશોધન કાર્ય હાથ ધરવામાં પણ વધુ વેગ લાવવાનું શક્ય બનશે. તેમજ, રસી વિકસાવવા માટે બાયોટેકનોલોજી વિભાગને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેમના પ્રયાસો રસી વિકસાવવા માટે માર્ગો ઓળખવા પર કેન્દ્રિત રહેશે. ટાસ્ક ફોર્સ દ્વારા, સરકાર વધુમાં, રસી વિકસાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોની પ્રગતિ કરવા અને તેના પર દેખરેખ રાખવાની સુવિધા પૂરી પાડી શકશે. ટાસ્ક ફોર્સ એવાતબીબી સમૂહોપર ધ્યાન કેન્દ્રિત કરશે જે બીમારી અને તેના વ્યવસ્થાપનને બહેતર સમજવા માટે લાંબાગાળાના લોકોના ફોલોઅપ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

 

20 એપ્રિલ 2020થી, બિન-ચેપગ્રસ્ત વિસ્તારોમાં પ્રતિબંધો હળવા કરવામાં આવશે પરંતુ, હોટસ્પોટ જિલ્લાઓમાં ચેપગ્રસ્ત વિસ્તારોને કોઇપણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો સ્થાનિક જરૂરિયાતને અનુલક્ષીને વધારાના પગલાં લાગુ કરી શકે છે. આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર ચેપગ્રસ્ત ઝોન નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

  • હોટસ્પોટ્સ એટલે એવા વિસ્તારો કે જ્યાં મોટી સંખ્યામાં કોવિડ-19ના દર્દીઓ છે અથવા જ્યાં નોંધપાત્ર પ્રમાણમાં ફેલાવો થયો હોય તેવા ક્લસ્ટર.
  • એવા વિસ્તારો કે જ્યાં વધુ કેસો છે અથવા જ્યાં કેસો બમણા થવાનો દર 4 દિવસ કરતા ઓછો છે.

હોટસ્પોટ્સમાં, બીમારીનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર ચેપગ્રસ્ત ઝોન અને બફર ઝોનનું સીમાંકન કરે છે.

ચેપગ્રસ્ત ઝોનમાં, સખત પરિમિતિ નિયંત્રણમાં આવશ્યક સેવાઓ સિવાય કોઇપણ પ્રકારની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવતી નથી. જ્યાં પસંદગીની રાહતો આપવામાં આવી છે તેવી જગ્યાઓ માટે, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ/ જિલ્લા વહીવટીતંત્રએ ફરજિયાત સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, ત્યાં વર્તમાન લૉકડાઉનના માપદંડોનું ચુસ્ત પાલન થાય અને ઓફિસો, કાર્યસ્થળો, ફેક્ટરીઓ અને સંસ્થાઓમાં SOP અનુસાર સામાજિક અંતર સંબંધિત પ્રારંભિક પગલાં લેવામાં આવે.

બદલાતો માપદંડ હોવાથી જો કેટલીક જગ્યાએ કેસ આવે તો, તે સ્થળ પણ રેડ ઝોન અને ચેપગ્રસ્ત ઝોનનો ભાગ બની શકે છે. ચેપગ્રસ્ત ઝોન માટે, તેઓ લૉકડાઉનના પગલાંનો ચુસ્ત અમલ કરી શકે છે જેથી તે તબક્કાવાર સામાન્ય સ્થિતિમાં આવે. રાહત આપવામાં આવી હોય તે વિસ્તારોએ સામાજિક અંતરના તમામ SOPનું પાલન કરવાનું રહેશે જેથી તમામ પ્રારંભિક પગલાં લેવાયા હોવાનું સુનિશ્ચિત થઇ શકે.

કુલ મળીને, કેન્દ્ર અને રાજ્ય સ્તરે 2144 કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ ઓળખી કાઢવામાં આવી છે જેમાં 755 સમર્પિત કોવિડ હોસ્પિટલ અને 1389 સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્ર (DCHC) છે.

દેશમાં કોવિડ-19ના કુલ 15,712 કેસોની પુષ્ટિ થઇ છે. અત્યાર સુધીમાં 2231 એટલે કે કુલ કેસમાં 14.19% દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

માહે (પુડુચેરી) અને કોડગ્ગુ (કર્ણાટક)માં છેલ્લા 28 દિવસમાં કોઇ નવા કેસ નોંધાયા નથી. હવે 23 રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 54 એવા જિલ્લા છે જ્યાં છેલ્લા 14 દિવસમાં કોઇ નવા કેસ નોંધાયા નથી. અગાઉની યાદી ઉપરાંત, 10 નવા જિલ્લાનો ઉમેરો થયો છે. જિલ્લા: ગયા અને સરન (બિહાર); બરેલી (ઉત્તરપ્રદેશ); ફતેહગઢ સાહિબ અને રૂપનગર (પંજાબ); ભીવંડી, હિસાર, ફતેહાબાદ (હરિયાણા); ચાચર અને લખીમપૂર (આસામ) છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19@gov.in પર અને અન્ય પ્રશ્નો ncov2019@gov.in પર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

 

GP/DS(Release ID: 1616174) Visitor Counter : 66