સંરક્ષણ મંત્રાલય
કરવાર ખાતે આવેલું ભારતના નૌસેનાનું હોસ્પિટલ જહાજ પતંજલી, કોવિડ-19 વિરુદ્ધ લડતમાં સૌથી આગળ
Posted On:
19 APR 2020 1:23PM by PIB Ahmedabad
કોવિડ-19 સામેની લડાઇમાં ભારતીય નૌસેના હોસ્પિટલ જહાજ પતંજલી કરવાર ખાતે અગ્ર હરોળમાં રહીને સેવા આપી રહ્યું છે જેમાં ઉત્તર કન્નડ જિલ્લામાંથી આવતા દર્દીઓને સારવાર આપવામાં આવે છે.
25 માર્ચ 2020ના રોજ દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત પછી કરવાર જિલ્લા વહીવટીતંત્રની વિનંતીના પગલે, INHS પતંજલી જહાજને માત્ર 24 કલાકમાં જ કોવિડ-19 પોઝિટીવ દર્દીઓની સારવાર માટે તમામ પ્રકારે તૈયાર કરવામાં આવ્યું હતું અને 28 માર્ચ 2020ના રોજ અહીં કોવિડ-19 પોઝિટીવ દર્દીઓના પ્રથમ સમૂહને સારવાર માટે લાવવામાં આવ્યું હતું. ત્રણ ડૉક્ટર, નવ મેડિકલ સ્ટાફ અને નવ સહાયક સ્ટાફની ટીમ 24x7 ધોરણે અત્યાર સુધીમાં દાખલ કરવામાં આવેલા નવ કોવિડ-19 પોઝિટીવ દર્દીઓની સારવાર કરી રહી છે.
દાખલ કરવામાં આવેલા નવ દર્દીઓમાંથી આઠ સાજા થઇ ગયા છે અને તેમને રજા આપી દેવામાં આવી છે. આ આઠ દર્દીને રજા આપ્યા પછી આ હોસ્પિટલમાં 16 એપ્રિલના રોજ દાખલ કરવામાં આવેલા માત્ર એક દર્દીની સારવાર ચાલી રહી છે અને તેની સારવારમાં પણ સકારાત્મક પરિણામો મળી રહ્યા છે.
આ વધારાની જવાબદારીને ધ્યાનમાં રાખીને INS પતંજલીએ આ હોસ્પિટલ પર નિર્ભર સર્વિસ પર્સનલ અને તેમના પરિવારોના મોટી સંખ્યામાં લોકોને રૂટીન તબીબી સેવાઓ આપવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે.
GP/DS
(Release ID: 1616053)
Visitor Counter : 196