સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ડૉ. હર્ષ વર્ધને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર, દિલ્હીના આરોગ્ય મંત્રી, દિલ્હીમાં જુદા જુદા દવાખાનાઓના મેડીકલ સુપરીન્ટેન્ડન્ટસ અને કેન્દ્ર તથા દિલ્હી સરકારના આરોગ્ય અધિકારીઓ સાથે એક વીડિયો કોન્ફરન્સ યોજી
તેમણે દવાખાનાઓને વિનંતી કરી કે તેઓ બીમારી વિરુદ્ધના અડગ યુદ્ધમાં કોવિડ-19 સિવાયના ગંભીર દર્દીઓની પણ સમાન સહાનુભૂતિ વડે સારવાર કરવામાં આવે
સ્વૈચ્છિક રક્ત દાતાઓને પ્રોત્સાહન આપીને અને ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના સહાયતા વડે મોબાઇલ બ્લડ કલેક્શન વાન જેવી જુદી જુદી સેવાઓનો ઉપયોગ કરીને દર્દીઓને લોહી ચડાવવા માટે લોહીનો પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવે
જો કોઈપણ તાત્કાલિક સારવારની જરૂરિયાત ધરાવતો દર્દી દવાખાનામાંથી ઈલાજ કરાવ્યા વિના ચાલ્યો જશે તો ભૂલ કરનારા આરોગ્ય કાળજી કર્મચારી ઉપર પગલા લેવામાં આવશે: ડૉ. હર્ષ વર્ધન
Posted On:
17 APR 2020 8:54PM by PIB Ahmedabad
“કોવિડ-19 વિરુદ્ધની આપણી લડાઈમાં પરીસ્થિતને સાંભળી લેવા બદલ અને તેને નિયંત્રણ હેઠળ રાખવા બદલ હું આપ સૌને અભિનંદન પાઠવું છું પરંતુ આપણે મુસીબતના આ સમયમાં ઈમરજન્સી અને અન્ય દર્દીઓને પણ અવગણવા ના જોઈએ.” દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર, દિલ્હીના આરોગ્યમંત્રી, કેન્દ્ર અને રાજ્ય સરકારના મોટા દવાખાનાઓના મેડીકલ સુપરીન્ટેન્ડન્ટ (MSs) અને દિલ્હીના મ્યુનિસિપલ કમિશનર સાથે એક વીડિયો કોન્ફરન્સ (VC)ની અધ્યક્ષતા કરતા ડૉ. હર્ષ વર્ધને આ મુજબ જણાવ્યું હતું.
ડૉ. હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, “હું ફોન, સોશ્યલ મીડિયા, ટ્વીટર અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ઘણી ફરિયાદો પ્રાપ્ત કરી રહ્યો છું જે કોવિડ-19 સિવાયના ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ જેવા કે ડાયાલિસીસની જરૂરિયાતવાળા દર્દીઓ, હૃદયરોગની કે શ્વાસોચ્છવાસની બીમારીમાં પીડાતા દર્દીઓ, જેમને લોહી ચઢાવવાની જરૂર છે તેવા અને સગર્ભા માતાઓ વગેરેને ઈલાજ આપવાની ના પાડી દેવામાં આવે છે તેને લગતી છે.” “આ રીતે જે દર્દીઓ આકસ્મિક પરિસ્થિતિની અંદર દવાખાનાઓની મુલાકાત લઇ રહ્યા છે તેમના ઈલાજની અવગણના અને દવાખાનાઓમાં તાત્કાલિક મેડીકલ ઈલાજ આપવાની ના પાડવામાં આવતી હોવાના લીધે તેમને એક પછી એક દવાખાનાઓમાં ફરતા રહેવાની ફરજ પડે છે જે કોઈ વાર તેમના જીવનો પણ ભોગ લઇ લેનાર બને છે, આવી પરિસ્થિતિને આપણે ગંભીરતાથી તપાસવાની જરૂર છે.” તેમણે જણાવ્યું. તેમણે દવાખાનાઓના તમામ મેડિકલ સુપરીન્ટેન્ડન્ટ (MSs)ને કોવિડ-19ના દર્દીઓની જેમ જ કોવિડ સિવાયના પણ દર્દીઓની યોગ્ય કાળજી લેવાના આદેશ આપ્યા હતા. “લોકડાઉનમાં દરેક વ્યક્તિ માટે આ સંકટની ક્ષણો છે; જે દર્દીઓ ખરેખર બીમાર છે ને તેમને તાત્કાલિક મેડીકલ ઈલાજની જરૂરિયાત છે તેમને આવા સંજોગોમાં ઈલાજ માટે દવાખાના સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આપણે કોઇપણ પ્રકારની પૂર્વ ધારણાઓના આધાર પર તેમની અવગણના ક્યારેય ના કરવી જોઈએ કારણ કે કેટલીક પ્રક્રિયાઓ જેવી કે લોહી ચડાવવું, ડાયાલિસીસ વગેરેમાં રાહ જોઈ શકાય તેમ નથી હોતી.”
તેમણે ઉમેર્યું હતું કે, “અમે શહેરમાં AIIMS અને સફદરજંગ જેવા દવાખાનાઓમાં અને કોવિડને સમર્પિત દિલ્હી સરકારના બે દવાખાનાઓ – LNJP અને રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલને કોવિડ-19ની સુવિધાઓ સમર્પિત કરી છે; બાકીના દવાખાનાઓએ કોવિડ સિવાયના દર્દીઓની કાળજી રાખવાની જરૂર છે કે જેઓ જરૂરી ઈલાજ મેળવવાની અપેક્ષા સાથે દવાખાનાની મુલાકાત લઇ રહ્યા છે.
તેમણે નોંધ્યું હતું કે, “આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ મહામારી દરમિયાન વર્તમાન હેલ્થકેર વ્યવસ્થા તંત્ર ઉપર વધી રહેલ અભૂતપૂર્વ માંગને પહોંચી વળવા માટે જરૂરી આરોગ્ય કાળજી સેવાઓ પૂરી પાડવા વિષેની વિસ્તૃત માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. આ પ્રકારના દર્દીઓને ટેલી કન્સલ્ટેશન, ડીજીટલ પ્રિસ્ક્રીપ્શન અને દવાઓની હોમ ડીલીવરી વગેરેને લગતી સેવાઓ પણ પૂરી પાડી શકાય.
તેમણે તેમને આ પ્રકારના દર્દીઓની કાળજીપૂર્વક અને સહાનુભૂતિ વડે સારવાર કરવા માટે વિનંતી કરી હતી કારણ કે તેઓ લોકડાઉન દરમિયાન પહેલેથી જ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય છે. તેમણે જણાવ્યું હતું કે, “આપણે વંચિત સમુદાયના લોકો સહીત તમામ જરૂરીયાત ધરાવતા દર્દીઓનો ઈલાજ કરવા માટે પૂર્વ-અસરકારક, સક્રિય અને અસરકારક પગલાઓ લેવાની જરૂર છે.”
તેમણે સ્વૈચ્છિક રક્ત દાતાઓને પ્રોત્સાહન આપીને અને ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીની મદદ વડે મોબાઇલ બ્લડ કલેક્શન વાન જેવી જુદી જુદી સેવાઓનો ઉપયોગ કરીને લોહી ચઢાવવા માટે પૂરતા પ્રમાણમાં લોહીનો જથ્થો જાળવી રાખવા માટે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીને આ પ્રકારની મોબાઇલ બ્લડ કલેક્શન વાન નિયમિતપણે રક્તદાન કરતા રક્ત દાતાઓને સુવિધા પૂરી પાડવા માટે તેમના ઘર આંગણે મોકલી આપવા જણાવ્યું હતું જેથી તેઓ રક્તદાન માટે આગળ આવે કે જે અત્યારના સમયમાં એક ઉમદા કાર્ય છે.
આ વીડિયો કોન્ફરન્સમાં વિશેષ સચિવ સંજીવ કુમાર, અધિક સચિવ વંદના ગુરનાની, સંયુક્ત સચિવ ગાયત્રી મિશ્રા, આરોગ્ય સેવાઓના ડાયરેક્ટર જનરલ, ડૉ. રાજીવ ગર્ગ અને RML દવાખાના અને અન્યના મેડીકલ સુપરીન્ટેન્ડન્ટ ઉપસ્થિત રહ્યા હતા.
GP/DS
(Release ID: 1615730)
Visitor Counter : 268