સંરક્ષણ મંત્રાલય

કોવિડ-19 ડિસઇન્ફેક્શન પ્રક્રિયાને સક્ષમ બનાવવા ડીઆરડીઓએ બે નવી પ્રોડક્ટ પ્રસ્તુત કરી

Posted On: 17 APR 2020 3:07PM by PIB Ahmedabad

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) કોવિડ-19 સામે એની લડાઈમાં સતત પ્રદાન આપવા ટેકનોલોજી અને અનુભવની એની હાલની કુશળતા સાથે કેટલાંક સોલ્યુશન વિકસાવ્યાં છે. એમાં વર્તમાન જરૂરિયાતો માટે નવીનતાઓ અને ઝડપથી કન્ફિગર કરી શકાય એવા ઉત્પાદનો સામેલ છે. અત્યારે ડીઆરડીઓએ બે પ્રોડક્ટ પ્રસ્તુત કરી છે, જેનાથી રોગચાળા દરમિયાન જાહેર સ્થળો પર કામગીરી વધારી શકાશે.

 

ઓટોમેટિક મિસ્ટ આધારિત સેનિટાઇઝર ડિસ્પેન્સિંગ યુનિટ

સેન્ટર ફોર ફાયર એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયર્મેન્ટ સેફ્ટી (સીએફઇઇએસ), દિલ્હીએ આગને શમાવવા માટે મિસ્ટ ટેકનોલોજીમાં એની કુશળતાનો ઉપયોગ કરીને ઓટોમેટિક મિસ્ટ આધારિત સેનિટાઇઝર ડિસ્પેન્સિંગ યુનિટ વિકસાવ્યું છે. કોન્ટેક્ટલેસ સેનિટાઇઝર ડિસ્પેન્સર છે, જે બિલ્ડિંગ્સ/ઓફિસ સંકુલો વગેરેમાં પ્રવેશ કરતાં  આલ્કોહોલ આધારિત હેન્ડ રબ સેનિટાઇઝર સોલ્યુશન છે, જે હાથને સ્વચ્છ કરવા માટે ઉપયોગી છે. વોટર મિસ્ટ એરેટર ટેકનોલોજી પર આધારિત છે, જેને જળ સંરક્ષણ માટે વિકસાવવામાં આવ્યું હતું.

 

યુનિટ કોન્ટેક્ટ વિના કામ કરે છે અને અલ્ટ્રાસોનિક સેન્સર દ્વારા એક્ટિવેટ થાય છે.

પ્રવાહીનાં ઓછા વહનદર સાથે સિંગલ ફ્લડ નોઝલનો ઉપયોગ હેન્ડ રબ સેનિટાઇઝર વહેંચવા એરેટેડ મિસ્ટ પેદા કરવા થાય છે. લઘુતમ બગાડ સાથે હાથને સેનિટાઇઝ કરે છે. એટોમાઇઝરનો ઉપયોગ કરીને ફક્ત 5થી 6 એમએલ સેનિટાઇઝર એક ઓપરેશનમાં 12 સેકન્ડ માટે છોડવામાં આવે છે અને બંને હથેળીમાં સંપૂર્ણ છંટકાવ કરે છે, જેથી હાથને ચોખ્ખા કરવાની કામગીરી સંપૂર્ણ થાય છે.

અતિ કોમ્પેક્ટ યુનિટ છે અને બલ્ક ફિલ વિક્લ ધરાવે છે, જે એને વાજબી અને લાંબા ગાળાનું ઉત્પાદન બનાવે છે. વોલ-માઉન્ટેબલ તરીકે કે પ્લેટફોર્મ પર એને ઇન્સ્ટોલ કરવી સરળ છે. કામ કરે છે એવા સંકેત તરીકે એલઇડી સ્પ્રેમાં જોવા મળે છે.

યુનિટનું ઉત્પાદન મેસર્સ રાયટ લેબ્ઝ પ્રાઇવેટ લિમિટેડ, નોઇડાની મદદ સાથે થયું હતું અને એક યુનિટ ડીઆરડીઓ ભવનમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. યુનિટનો ઉપયોગ હોસ્પિટલ, મોલ, ઓફિસ બિલ્ડિંગો, રહેણાંક બિલ્ડિંગો, એરપોર્ટ, મેટ્રો સ્ટેશનો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને મહત્ત્વપૂર્ણ ઇન્સ્ટોલેશનમાં પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગ પર હાથને ચોખ્ખા કરવા માટે થઈ શકશે.

 

યુવી સેનિટાઇઝેશન બોક્ષ અને હેન્ડ-હેલ્ડ યુવી ડિવાઇઝ

ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોલોજી એન્ડ એલાઇડ સાયન્સિસ (ડીઆઇપીએએસ) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લીઅર મેડિસિન એન્ડ એલાઇડ સાયન્સિસ (આઇએનએમએએસ), ડીઆરડીઓ પ્રયોગશાળા, દિલ્હીએ એલ્ટ્રાવાયોલેટ સી લાઇટ આધારિત સેનિટાઇઝેશન બોક્ષ અને હેન્ડ હેલ્ડ યુવી-સી (254 નેનોમીટરની વેવલેંગ્થ સાથે અલ્ટ્રાવાયોલેટ લાઇટ) ડિવાઇઝની ડિઝાઇન બનાવી છે અને એને વિકસાવ્યાં છેયુવી-સી પ્રકાશના વધારે ટૂંકા, વધારે ઊર્જા ધરાવતા વેવલેંગ્થ ધરાવે છે. કોવિડ19માં આનુવંશિક સામગ્રીનો નાશ કરવામાં વધારે ઉપયોગી છે. રેડિયેશન આરએનએ માળખું પૂરું પાડે છે, જે વાયરલ અણુઓને પોતાની વધારે નકલો કરતાં અટકાવે છે. યુવી-સી સૂક્ષ્મ જીવાણુઓનો ઝડપથી નાશ કરે છે. યુવી-સી લાઇટ દ્વારા ચીજવસ્તુઓનું સેનિટાઇઝેશન ડિસઇન્ફેક્શન માટે ઉપયોગ રસાયણોની નુકસાનકારક અસરને અટકાવે છે. પર્યાવરણને અનુકૂળ છે અને સેનિટાઇઝેશનની સંપર્કમુક્ત અસરકારક પદ્ધતિ છે.

યુવી-સી બોક્ષ મોબાઇલ ફોન, ટેબ્લેટ, પર્સ, ચલણ, ઓફિસ ફાઇલના કવર વગેરે જેવી અંગત ચીજવસ્તુઓને ડિસઇન્ફેક્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 100 mJ/cm2ના યુવી ડોઝ સાથે બોક્ષમાં ઇક્વિ-ડિસ્ટન્ટલી સ્થિત યુવીસી લેમ્પ એક મિનિટમાં કોવિડ-19 વાયરસને ડિએક્ટિવેટ કરશે. સેનિટાઇઝેશન બોક્ષમાં ઉપયોગી યુવી લેમ્પ 185 એનએમનું ઉત્સર્જન પણ કરશે, જે ઓઝોન પેદા કરે છે અને બોક્ષમાં સ્થિત ચીજવસ્તુઓની સપાટી પર સંસર્ગમાં આવેલા વિસ્તારની કાળજી રાખવા સક્ષમ છે.

હેન્ડહેલ્ડ ડિવાઇઝ આઠ વોટ યુવી-સી લેમ્પ ધરાવે છે, જે ખુરશી, ફાઇલ, પોસ્ટથી ડિલિવર થયેલી ચીજવસ્તુઓ અને ફૂડ પેકેટ જેવી બે ઇંચથી ઓછા અંતરે મૂકેલી ઓફિસ અને ઘરગથ્થું ચીજવસ્તુઓને 100 mJ/cm2 ઇરેડિયન્સ પર 45 સેકન્ડમાં ડિસઇન્ફેક્ટ કરે છે. માપ ઓફિસ અને જાહેર વાતાવરણમાં કોરોનાવાયરસના પ્રસારને ઘટાડી શકે છે, જે તમામ સ્થિતિમાં કામ કરવા જરૂરી છે.

 

GP/DS(Release ID: 1615370) Visitor Counter : 134