માનવ સંસાધન વિકાસ મંત્રાલય

માનવ સંસાધન વિકાસ મંત્રાલયના NIOS દ્વારા છેવાડાના લોકો સુધી તેમના ઘર આંગણે પ્રત્યક્ષ પહોંચવા અસરકારક શાળાકીય શિક્ષણની ખાતરી આપવા એક નવીન પદ્ધતિની શરૂઆત કરવામાં આવી


કોવિડ-19ના પગલે NIOS દ્વારા KVS, NVS અને CBSEની સાથે જોડાઈને સ્કાઇપના માધ્યમથી અને NCERT સાથે મળીને સ્વયંપ્રભા ડીટીએચ ચેનલના માધ્યમથી લાઈવ સત્રોનું પ્રસારણ કરવાની નવી પહેલ

સ્વયંપ્રભા એ એવા લોકોને શિક્ષણ પ્રદાન કરવા માટેનું એક અસરકારક સાધન છે કે જેમની પાસે તેમના ઘરમાં ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ નથી – શ્રી રમેશ પોખરીયાલ નિશંક

આ પહેલોના માધ્યમથી ઘરે બેઠા વિદ્યાર્થીઓને JEE/ NEET પરીક્ષાઓની તૈયારી કરવા માટે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે

કોવિડ-19ના કારણે ઉભી થયેલ પડકારજનક પરિસ્થિતિના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર કોઈ અસર ન પડે તે બાબતની ખાતરી કરવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા અનેકવિધ ત્વરિત, નવી અને રચનાત્મક પહેલો હાથ ધરવામાં આવી રહી છે.

Posted On: 14 APR 2020 3:06PM by PIB Ahmedabad

માનવ સંસાધન વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ NIOS દ્વારા અત્યંત દૂરના છેવાડાના લોકો સુધી સીધા તેમના ઘર આંગણે પહોંચવા માટે અને તેમને અસરકારક શાળાકીય શિક્ષણ પૂરું પાડવા માટે એક રચનાત્મક પદ્ધતિનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુણવત્તાસભર શિક્ષણના ઉદ્દેશ્યોને પૂર્ણ કરતા આ સામગ્રીને ધોરણ 9 થી 12ના જુદા-જુદા વિષયો માટે MHRDના ‘સ્વયં મૂક પ્લેટફોર્મ (SWAYAM MOOC)ના માધ્યમથી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્વ અધ્યયનની સામગ્રી સહીત ‘સ્વયં’ પોર્ટલ એ વીડિયો લેકચર અને સ્વ મૂલ્યાંકનની સુવિધા પૂરી પાડે છે. વિદ્યાર્થીના પ્રશ્નો અને સમસ્યાઓને પણ ચર્ચાના ફોરમના માધ્યમથી ઉકેલવામાં આવી રહ્યા છે.

 

આ ઉપરાંત જે લોકો પાસે પૂરતી ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ નથી તેમની માટે આ વીડિયો લેકચર MHRD SWAYAMPRABHA ટીવી ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવે છે. તેમાં વિદ્યાર્થીઓ માટે તેમના શિક્ષકો અને વિષય નિષ્ણાતો સાથે ચર્ચા કરવા માટે લાઈવ સત્રોનો પણ સમાવેશ થાય છે.

 

જે વિદ્યાર્થીઓ JEE અને NEETની તૈયારી કરી રહ્યા છે તેમને આ પહેલના માધ્યમથી ઘરે બેઠા જ લાભ મળી રહ્યો છે.

 

કોવિડ-19 રોગચાળાના પગલે, NIOS દ્વારા સ્કાયપના માધ્યમથી KVS, NVS અને CBSE સાથેમળીને અને સ્વયં પ્રભા ડીટીએચ ચેનલ પાણીની (#27), NIOSની ચેનલ શારદા (#28) અને NCERTની ચેનલ કિશોર મંચ (#31)ના માધ્યમથી જીવંત સત્રોનું પ્રસારણ કરવા માટે અભૂતપૂર્વ પહેલો શરુ કરવામાં આવી છે. હવે વિષય નિષ્ણાતો પોતાના ઘરે બેઠા જ સ્કાયપના માધ્યમથી સ્વયંપ્રભાના જીવંત પ્રસારણ માટે જોડાઈ શકવા સમર્થ બન્યા છે.

વિદ્યાર્થીઓ આ ડીટીએચ ચેનલો અને NIOS યુટ્યુબ ચેનલો ઉપર પાઠ આધારિત શૈક્ષણિક કાર્યક્રમો જોઈ શકે છે. સવારે 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી 6 કલાકનું રેકોર્ડેડ પ્રસારણ, ત્યારબાદ 1 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ચાર જુદા જુદા વિષય નિષ્ણાતો સાથે 6 કલાકના જીવંત સત્રોપ્રસારિત કરવામાં આવશે જેમાં દરેક વિષયના દોઢ કલાકના સત્રો રહેશે. વિદ્યાર્થીઓ જીવંત સત્ર દરમિયાન પોતાના ઘરે બેસીને જ ડિસ્પ્લે કરવામાં આવી રહેલા નંબર પર ફોન કરીને અને જીવંત સત્ર દરમિયાન NIOSની વેબસાઈટના ‘વિદ્યાર્થી મંચ’ પર જઈને તેના માધ્યમથી વિષય નિષ્ણાતોને પોતાના પ્રશ્નો પ્રત્યક્ષપણે પૂછી શકે છે.

 

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’ અને કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર દ્વારા કરવામાં આવેલ વિનંતી પર ટાટા સ્કાય અને એરટેલ ડીટીએચ ઓપરેટરો પોતાના ડીટીએચ મંચ ઉપર ત્રણ સ્વયંપ્રભા ડીટીએચ ચેનલોનું પ્રસારણ કરવા અંગે સહમત થયા છે. હવે આ ત્રણ સ્વયં પ્રભા ડીટીએચ ચેનલો તમામ ડીટીએચ સેવા આપનારાઓ ઉપરાંત ડીડી ડીટીએચ અને જીઓ ટીવી એપના માધ્યમથી ઉપલબ્ધ છે. લોકો પોતાના ડીટીએચ ‘સર્વિસ પ્રોવાઈડર’ને કોઇપણ વધારાના ખર્ચ વિના આ ચેનલો ઉપલબ્ધ કરાવવા માટે વિનંતી કરી શકે છે કારણ કે આ પ્રસારણ ચેનલો તદ્દન વિના મુલ્યે છે. વિદ્યાર્થીઓ કોવિડ-19ની આ સંકટની ઘડીમાં પણ પોતાના ઘરે બેસીને પોતાનું શિક્ષણ અને શીખવાનું કાર્ય ચાલુ રાખી શકે છે.

જુદા-જુદા ડીટીએચ સર્વિસ પ્રોવાઈડર્સમાં ચેનલની સંખ્યા આ મુજબ છે:

એરટેલ ટીવીમાં: ચેનલ #437, ચેનલ #438 અને ચેનલ #439

vm વીડિયોકોનમાં: ચેનલ #475, ચેનલ #476, ચેનલ #477

ટાટા સ્કાયમાં: ચેનલ #756 કે જે સ્વયંપ્રભા ડીટીએચ ચેનલ માટે એક વિન્ડો પોપ અપ કરે છે

ડીશ ટીવીમાં: ચેનલ #946, ચેનલ #947, ચેનલ #949, ચેનલ #950

 

જે લોકોની પાસે તેમના ઘરે ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી તેવા વિદ્યાર્થીઓ માટે સ્વયં પ્રભા એ એક અસરકારક માધ્યમ છે. સ્વયં પ્રભા એ GSAT-15 સેટેલાઈટનો ઉપયોગ કરીને 24x7ના આધાર પર ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણને સમર્પિત 32 ડીટીએચ ચેનલોનું એક જૂથ છે. દરરોજ ઓછામાં ઓછા 4 કલાક માટે નવી સામગ્રી આપવામાં આવશે કે જેને દિવસમાં 5વાર વધુ પુનરાવર્તિત કરવામાં આવશે, જે વિદ્યાર્થીને તેનો પોતાનો સમય પસંદ કરવાની અનુકૂળતા આપે છે. ચેનલોને બાયસેગ, ગાંધીનગરમાંથી જોડવામાં આવી છે. અભ્યાસ સામગ્રી NPTEL, IITs, UGC, CEC, IGNOU, NCERT અને NIOS દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. INFLIBNET કેન્દ્ર એ વેબ પોર્ટલનું મેન્ટેનન્સ કરે છે. તમામ 32 ચેનલો DD DTH અને અને JIO TV મોબાઇલ એપ ઉપર ઉપલબ્ધ છે.

DTH ચેનલોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

  • ઉચ્ચ શિક્ષણ: સ્નાતક અને સ્નાતકોત્તર સ્તર ઉપર અભ્યાસક્રમ આધારિત સામગ્રી કે જેમાં જુદી જુદી શાખાઓ જેવી કે આર્ટસ, વિજ્ઞાન, કોમર્સ, પરફોર્મિંગ આર્ટ્સ, સામાજિક વિજ્ઞાન અને હ્યુમેનીટી, એન્જિનીયરીંગ, ટેકનોલોજી, કાયદો, મેડીસીન, કૃષિ વગેરેનો સમાવેશ થાય છે તેને આવરી લેવી. સ્વયંના માધ્યમથી વિસ્તૃતપણે આપવામાં આવતા આ તમામ અભ્યાસક્રમ પ્રમાણપત્ર આધારિત હશે. સ્વયં એ MOOCsના અભ્યાસક્રમો પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવેલ એક પ્લેટફોર્મ છે.
  • શાળાકીય શિક્ષણ (9-12 સ્તર): શિક્ષકોની તાલીમ માટે અને સાથે સાથે ભારતના બાળકોને શીખવા અને શીખવવામાં સહાય સામગ્રી આપતા સાધનો કે જે તેમને વિષયોને વધુ સારી રીતે સમજવાની સમજણ આપે અને તેમને વ્યવસાયિક ડીગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં પણ મદદ કરે.
  • અભ્યાસક્રમ આધારિત કોર્સ કે જે ભારતમાં અને ભારતની બહાર ભારતના નાગરિક એવા સદાકાળના વિદ્યાર્થીઓની જરૂરિયાતને પૂરી કરવા માટેના હોય.
  • સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને (ધોરણ 11 અને 12) મદદ.

ચેનલ 01-10 એ CEC-UGC દ્વારા સંચાલિત છે

ચેનલો 11થી 18 એ NPTEL દ્વારા સંચાલિત છે.

ચેનલો 19થી 22 એ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે IIT દિલ્હી દ્વારા સંચાલિત છે અને તેને IIT PAL કહેવામાં આવે છે.

ચેનલો 23, 24, 25 અને 26 એ IGNOU નવી દિલ્હી દ્વારા સંચાલિત છે.

ચેનલો 27, 28 અને ૩૦ એ NIOS, નવી દિલ્હી દ્વારા સંચાલિત છે.

ચેનલો 29 એ UGC-INFLIBNET, ગાંધીનગર દ્વારા સંચાલિત છે.

ચેનલ 31 એ NCERT દ્વારા સંચાલિત છે.

ચેનલ 32 એ IGNOU અને NIOS દ્વારા સંયુકતપણે સંચાલિત છે.

SWAYAM PRABHA ચેનલો અંગે વધુ માહિતી માટે મહેરબાની કરી નીચેની લીંક ઉપર ક્લિક કરો:

https://www.swayamprabha.gov.in/index.php/ch_allocation(Release ID: 1614440) Visitor Counter : 350